Saturday, February 18, 2012

શું તમે જાણો છો કે ૧૦૮ આંકડો કેટલો પવિત્ર છે અને તેની પાછળનું શું કારણ છે ? હિન્દુઇઝમ, શીખઈઝમ, જૈનિઈઝમ, બુદ્ધીઈઝમ વગેરે ધર્મોમાં તેનું આગવું સ્થાન શા માટે છે ખબર ?

108 represents the ultimate reality of the universe

The individual numbers represents,

1 = one thing

0 = nothing

8 = everything (infinity)

* માળાની અંદર ૧૦૮ મણકા હોય છે. ઉપનિષદોની સંખ્યા પણ ૧૦૮ છે.

* બ્રહ્માના ૯ અને આદિત્યના ૧૨ આ રીતે તેમનો ગુણાકાર ૧૦૮ થાય છે.
એટલા માટે પરબ્રહ્મની પર્યાય આ સંખ્યાને પવિત્ર માનવામાં આવે છે.

* માનવ જીવનની ૧૨ રાશિઓ છે. આ રાશીઓ 9 ગ્રહોથી પ્રભાવિત છે. આ બંને સંખ્યાનો ગુણાકાર પણ ૧૦૮ થાય છે.

* આકાશમાં ૨૭ નક્ષત્ર છે. આના ૪-૪ પાદ કે ચરણ છે. ૨૭ નો ૪ સાથે ગુણાકાર કરવાથી 108 થાય છે. જ્યોતિષમાં પણ તેમના ગુણાકાર અનુસાર ઉત્પન્ન થયેલ ૧૦૮ મહાદશાઓની ચર્ચા કરાઈ છે.

* ઋગ્વેદમાં ઋચાઓની સંખ્યા ૧૦ હજાર ૮૦૦ છે અને બે શુન્યને દૂર કરવા પર ૧૦૮ થાય છે.

* શાંડિલ્ય વિદ્યાનુસાર યજ્ઞ વેદોમાં ૧૦ હજાર ૮૦૦ ઈંટોની જરૂરિયાત માનવામાં આવે છે. બે શુન્યને ઓછા કરીએ તો તેમાં પણ ૧૦૮ જ બચે છે.

* જૈન મતાનુસાર પણ અક્ષ માળામાં ૧૦૮ મણકાને રખવાનું જ વિધાન છે. આ વિધાન ગુણો પર આધારિત છે. અર્હંતના ૧૨, સિદ્ધના ૮, આચાર્યના ૩૬, ઉપાધ્યાયના ૨૫ તેમજ સાધુના ૨૭ આ રીતે પંચ પરમિષ્ઠના કુલ ૧૦૮ ગુણ હોય છે.

દરેક ભારતીયને આવી વાતની જાણ તો હોવી જ જોઈએ કે આપણી સંસ્કૃતી માં જે જે વાતો આવેલી છે તે બધા પાછળ કેટલો બુદ્ધિગમ્ય રીતે વિચાર કરેલ છે.

No comments:

Post a Comment