Saturday, December 22, 2012

vaarta

1
          એક પહાડી ક્ષેત્રમાં એક વૃદ્ધ દંપત્તિ બસમાં જી રહ્યું હતું. બસ સ્ટેન્ડ થી એમનું ગામ ખાસું દુર હતું. માટે એમને બસના કંડકટરને વિનતી કર્યો ભાઈ અમે વૃદ્ધ છીએ સમાન ઘણો છે, બસ સ્ટેન્ડ થી સામાન ઊંચકી અમારા ગામ સુધી જવું અમારે માટે ઘણું મુશ્કેલ થશે. જે તમે અમને અમારા ગામ ની સામે ઉતારી દેશો તો અમારે ઘણું સરળ થઇ જાય.
           કંડકટર એમની વિનતી માની લઇ કહ્યું કે જ્યાં ઉતારવાનું હશે એના થોડા સમય પહેલા જણાવી દેજો, અમે ઉતારી દઈશું. એમના ઉતારવાનો સમય થતા કંડકટરને જણાવ્યું એટલે એને સીટી વગાડીને ડ્રાઈવરે બસ થોભાવી, વૃદ્ધ દંપત્તિ નીચે ઉતારી ગયું કંડકટર એમનો સામાન પણ બરાબર ઉતરાવી આપ્યો. આ સંપૂર્ણ ઉપકાર કાર્યક્રમ માં લગભગ પાંચ મિનીટ નો સમય લાગ્યો, બસ ત્યાં સુધી ઉભી રહી.
           બસ આગળ વધી, અને થોડે આગળ ગઈ હશે ને ઊંચા પહાડ ઉપરથી એક્મોતો પત્થર ગબડતો આવ્યો અને બસ સાથે અથડાયો. બસ દુર્ઘટનાગ્રસ્ત થઇ ગઈ , લોકો ઘાયલ થયા, એમનો સામાન વિખેરાઈ ગયો. આ જોઈ પેલી વૃધ્ધા જે થોડા સમય પહેલા બસ માંથી ઉતારી હતી, વ્યાકુળ થઇ ઉઠી, રડવા લાગી. એને પોતાના પતિને કહ્યું આ સામાન અહીજ છોડો , ભાગ્યમાં હશે તો પાછો મળશે. ચાલો આપણે પેલા ઘાયલ યાત્રીઓની મદદ કરીએ.
           પેલા પતિએ તરતજ કહ્યું, તું શા માટે રડે છે? આપણે તો ભગવાનનો આભાર માનવો જોઇલે આપણે બંને બચી ગયા. આ સાંભળી વેઉધ્ધા બોલી, તમે ફક્ત પોતાનો સ્વાર્થને કારણે આવું બોલી રહ્યા છો, પણ તમે એ વિચાર ન કર્યો કે આપણ ને અહી ઉતારવા માટે બસને થોભાવી હતી, જો બસ આપના માટે અહી ન થોભી હોત તો એ પેલા સ્થાનથી જ્યાં પેલો પત્થર એના પર પડ્યો ઘણે દુર નીકળી ગઈ હોત, અને આ દુર્ઘટના ઘટી ન હોત અને બસમાં સવાર યાત્રી મુસીબતનો શિકાર ન બન્યા હોત.
           આજે અપને સૌ પોતાના સ્વાર્થ ખાતર પોતાને માટે જીવી રહ્યા છે. આપનું કામ થઇ ગયું, આપનો જીવ બચી ગયો, ઈશ્વરની કૃપાથી અપન ને ફાયદો થઇ ગયો. એનાથી બીજાનું શું થાય એના વિષે આપણે થોડો પણ વિચાર નથી કરતા. માટેજ સમગ્ર વિશ્વ આજે અશાંત છે. આપણી પાસે બધું હોવા છતાં અભાવ નો ભાવ મનમાં વધતો જઈ રહ્યો છે.
           વ્યક્તિના જીવનમાં સંવાદિતાનું જે સંગીત સંભળાવું જોઈએ એ સંભળાતું નથી. એક વ્યક્તિએ બીજા વ્યક્તિ માટે જે વિચારવાનું છે એણે જે સંવાદ કરવાનો છે એ ખતમ થઇ રહ્યો છે. ચારો તરફ ફક્ત કોલાહલ સંભળાઈ રહ્યો છે. કારણ દરેક વ્યક્તિ ફક્ત પોતાના સ્વાર્થ માટેજ બોલે છે. સ્વાર્થની બોલી થી સંગીત ઉત્પન્ન નથી થતું, ફક્ત કોલાહલજ ઉદભવે છે. પ્રયાસ તો વ્યક્તિ શાંતિ મેળવવાનો કરી રહ્યો છે પણ પોતેજ અશાંતિ પેદા કરી રાહ્યો છે.
           એ વાત સદૈવ ધ્યાન માં રાખવી કે મન ની શાંતિ સાંસારિક વસ્તુઓથી નહિ પણ સંવાદિતા દ્વારા મળે છે.જીવનની પરમ સંપતિ સત્સંગજ છે. પરમાર્થ તરફ આગળ વધવાનું પહેલું ડગલું સાધના છે. અને બીજાના કાર્યોને સાધવામાં આવે એજ સાધના છે.
           સત્ય ઘણું સરળ છે. પણ સરળ સત્યને સમજવા માટે સરળ થવું પડે છે. આપણો એક નાનો સ્વાર્થ રાષ્ટ્ર અને સમાજને કેટલું નુકસાન પહોચાડી રહ્યું છે એ સમજવું પડશે. એ સમજને વિકસિત કરવાની સાધના કરાવી છે, આ ધર્મને સાધવા માટે આ શરીર મળ્યું છે. માટે આપણે પર્હીતમાં લાગીએ અને પર્હીત્નુજ ચિંતન કરીએ, એજ ધર્મ છે. એમાજ એની સાર્થકતા છે.

--- પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝા
2
માર્ગદર્શનના અભાવે ચોર, આજીવન ચોર રહેશે?
આજે ધર્મ પર શ્રદ્ધા શેષ થવા માંડી છે માટે વ્યક્તિ પોતાના સ્વાર્થ સાધવા ખાતર પોતાની રીતે ધર્મની મુલાવાની કરે છે અને પોતાને ફાયદો થાય તે રીતે એનું અર્થઘટન કરીને દરેક પ્રકારના દુષ્કૃત્યો કરતા અચકાતો નથી.
એક ધનવાન વ્યક્તિને ઘરે એક રાત્રીએ એ ચોર પહેલીવાર ચોરી કરવા માટે ઘુસ્યો. રાત્રીનો સન્નાટો હતો થોડો અવાજ થતા શેઠજી જાગી ગયા. એમને સમજતા વાર ન લાગી કે આ તો ચોર ઘુસ્યો છે, હાફળા ફાફળા થઇ પથારીમાંથી નીચે ઉતર્યા જોર જોરથી ચોર..ચોર..ની બુમો પાડવા લાગ્યા. ચોરે આ બુમા બુમ સાંભળી અને ભાગવા લાગ્યો. શેઠજીની બુમો સાંભળી શેઠજીનો યુવાન પુત્ર પણ પોતાના ઓરડામાંથી બહાર આવ્યો અને ચોરની સામે થયો. સ્વ બચાવ માટે ચોરે એક ચપ્પુ સંતાડ્યો હતો એ કાઢીને એને શેઠના પુત્રની સામે ધર્યો. ત્યાં સુધીમાં શેઠે પાછળથી આવી પેલા ચોરને માથામાં પેપરવેટ નો ઘા કર્યો, એનાથી પેલો ચોર લથડ્યો અને એના હાથમાંથી ચપ્પુ ઉછાળ્યો જેની ધાર પુત્રના હાથે ઘસરકો કરતી ગઈ સાથે શેઠજીની જાંઘ ઉપર પણ એક ઘસરકો પાડતી ગઈ. બંનેને લોહી નીકળવા લાગ્યું અને આ બધા સંઘર્ષમાં ચોર શેઠને ત્યાંથી ભાગી નીકળવામાં સફળ થયો. આ સંઘર્ષમાં થોડું વધારે બધાને લાગ્યું હતું પણ આખરે ચોરી થતી બચાવી લેવાઈ હતી.
પ્રસંશામાં પિતા પુત્રની વીરતાને ઘટના શેઠજી પરીવા, આસ-પડોસ માં બતાવી રહ્યા હતા. એમને વિચાર્યું અને ઘરની સુરક્ષા વધારવાનાં ઉપાયો કરવામાં લાગી ગયા. પેલી બાજુ ચોર પોતાની અસફલતા પર વિચાર કરી નવી યોજના બનાવવા લાગ્યો, થોડા સાથીઓનો ઉમેરો કરવો, હથીયારો વધારે લઇ જવા, જેથી ચોરીના પ્રયાસમાં સફળતા મળે અને એકજ પ્રયાસમાં અધિક ધન રાશી પ્રાપ્ત થાય. ચોર હજી પણ પરિશ્રમ થી ધન ઉપાર્જિત કરવાને બદલે ચોરી થી ઉતાવળે અને ઓછા સમયમાં અધિક ધન મેળવવાની વેતરણ માં પડી ગયો.
ચોરના મગજમાં પડેલ બુરાઈનું બીજ ખતમ નાં કરી સહાય તો એના દુષ્પરિણામ શેઠજીને, કોઈ બીજા પરિવારને કે પેલા ચોર ને પણ ભોગવવા પડશે. ચોરને જો સદપ્રેરણા નહિ મળે (જે શારીરિક અને માનસિક મહેનત તું ચોરી કરવા જેવા દુષ્કૃત્ય પાછળ કરી રહ્યો છે એના બદલે એજ મહેનત જો સારા કામ કરવા પાછળ કરે તો ઈજ્જત અને સ્વાભિમાન સાથે ધન અર્જિત કરી શકાય છે) તો એ ચોરીને રવાડે ચઢી જઈ એક પછી એક ચોરીઓ કરતો જશે. અને કો સદ પ્રેરણા મળી જાય અથવા એ શરૂઆત માંજ પકડાઈ જાય અને ન્યાયાલય દ્વારા સજા મળી જાય તો કદાચ ભય વશ એ ભવિષ્યમાં ચોરી ન કરે.
3
સ્વમુલ્યાંકન
એકવાર એક ધનવાન શ્રેષ્ઠી કશે જી રહ્યા હતા, રસ્તે જતા એમને તરસ લાગી. આજુબાજુ નજર કરતા એમને દુર એક વહેતી નદી જોઈ એટલે થયું કે ચાલ ત્યાં જઈને પાણી પી લઉં. પાણી પીવા જતા ચૂક થઇ ગઈ અને પગ લપસી ગયો, તેઓ સીધા નદી નાં ઊંડા પ્રવાહમાં ઉતારી ગયા. હવે એમને તરતા પણ આવડતું ન હતું એટલે હાથ ઊંચા કરી કરીને કોઈ હોય તો મદદ કરો એમ બુમો પાડતા રહ્યા. થોડી વારે એમના નસીબે બે માછીમાર ભાઈઓ ત્યાં આવી ચઢ્યા અને નદીના ઊંડા પ્રવાહ માંથી જેમ તેમ કરી મહા મહેનતે પેલા ધનવાન શ્રેષ્ઠીને બચાવી બહાર કાઢ્યા. થોડી વારે પેલા શ્રેષ્ઠી ભાનમાં આવ્યા સ્વસ્થ થયા એટેલે એમને પેલા બંને માછીમાર ભાઈઓનો આભાર માન્યો અને સાથે જતા જતા વીસ રૂપિયાની એક નોટ પેલા બે માના એક ભાઈને આપી અને કહેતા ગયા- 'કે તમે લોકોએ મને ડૂબતો બચાવ્યો તેની બક્ષિશ અને હા, તમે બંને દસ દસ રૂપિયા વહેંચી લેજો'.
આ નોટ લઇ જે ભાઈને આપી તે હસવા લાગ્યો ત્યારે બીજો પેલા શ્રેષ્ઠીના ગયા પછી બીજા ભાઈના પર ગુસે ભરાયો કે- 'તમે પણ ભાઈ કેવા છો આપણે મહા મહેનતે પેલા વ્યક્તિને બચાવ્યો અને એની બક્ષિશ રૂપે ફક્ત વીસ રૂપિયા તે પણ સાથે કહેતો ગયો કે દસ દસ વહેંચી લેજો', ત્યારે પેલો ભાઈ કહવા લાગ્યો- ' હું એટલા માટે હસ્યો કે ગુસ્સે થવાની કોઈજ જરૂર નથી એ વ્યક્તિએ વીસ રૂપિયા આપી સાથે કહ્યું કે દસ દસ વહેંચી લેજો, એનાથી એને સામેથી બતાવી દીધું કે એના જીવની કીમત ફક્ત વીસ રુપિયાજ છે.'
એનો સાર એટલો કે તમે ગમે એટલા ધનવાન હો પણ તમારી કીમત તો તમારા આચરણ થીજ પરખાય.
4
એક અત્યંત નિર્દયી અને ક્રૂર રાજા હતો. બીજાને કષ્ટ આપવામાં એને આનંદ આવતો હતો. એનો આદેશ હતો કે એના રાજ્યમાં કોઈ પણ નાના મોટા ગુના માટે એક યા બે વ્યક્રીને ફાંસી થાવીજ જોઈએ. એના આ વ્યવહારથી પ્રજા ઘણીજ ત્રસ્ત હતી. એક દિવસ રાજ્યના થોડા આગેવાનો ભેગા થઈને આ સમસ્યાને લઈને એક પ્રસિદ્ધ સંત હતા એમની પાસે ગયા અને એમની વીનંત કરી કે મહારાજ અમારી રક્ષા કરો અને આ સમસ્યાનું કોઈ નિરાકરણ લાવી આપો. જો આ રાજા આં ક્રમ ચાલુ રહ્યો તો થડો સમયમાં આ નગર ખાલી થઇ જશે. સંત પણ ઘણા સમયથી આ જોઈ સાંભળી રહ્યા હતા. બીજેજ દિવસે સંત પેલા રાજાના દરબાર માં ગયા. રાજાએ એમનું સ્વાગત કર્યું અને આવવાનું પ્રયોજન પૂછ્યું. સંત બોલ્યા - "હું આપને એક પ્રશ્ન પુછવા આવ્યો છું. જો તમે શિકાર કરવા જંગલમાં જવા નીકળો શિકાર કરતા આપ એકદમ આગળ નીકળી જાઓ અને રસ્તો ભૂલી જાઓ અને તમને ત્યારેજ પાણીની તરસ લાગે, કોઈ વ્યક્તિ તમને સડેલું ગંદુ પાણી પીવા આપે પણ એક શરત સાથે કે તમે મને તમારું અડધું રાજ્ય આપી દેશો તોજ, ત્યારે આપ તેને તમારું અડધું રાજ્ય આપી દેશો? રાજાએ કહુયું પ્રાણ બચાવવા માટે અડધું રાજ્ય આપવાજ પડે. સંત પાછા બોલ્યા - એ સડેલું પાણી પીને તમે બીમાર પડી જાઓ આપને સાજા કરવા માટે કોઈ વૈદ્ય બીજું અડધું રાજ્ય માંગે તો શું તમે એ પણ આપી દેશો? રાજા તત્ક્ષણ બોલ્યા પ્રાણ બચાવવા માટે એ પણ આપી દેવા પડે. જીવન નહિ હોય તો રાજ્ય કેવું? ત્યારે સંત તરતજ બોલ્યા પોતાના પ્રાણો ની રક્ષા માટે તમે રાજ્ય લુટાવી શકો છો, તો બીજાના પ્રાણ શા માટે લો છો? પ્રજા એ તમારા પ્રાણ છે, રાજ્યમાં પ્રજા એટલે તમારા પ્રાણ જો તમારી પ્રજા તમારા રાજ્યમાં નહિ બછે તો તમે રાજ કોના પર કરશો? સંત નો આ તર્ક સાંભળી રાજાને ભાન થયું અને તે સુધારી ગયા. કથા નો સાર એ કે પોતાના અધિકારનો ઉપયોગ લોકહિતમાં અને વિવેક સંમત રીતે કરાવો જોઈએ.
5
કર્મ પાછા વર્ષે છે -

એકવાર દેવતાઓએ સભા કરી. એ સભામાં એક પ્રસ્તાવ સ્વીકૃત થયો કે ગંગાજી મૃત્યુલોક માં બધા પ્રાણીઓના પાપોને લે છે માટે તેઓ સૌથી પાપીની છે અને હવે તેમને સભામાં આવવા નહિ દેવાય.
જ્યારે ગંગાજીએ સાંભળ્યું ત્યારે આવીને તેઓ બોલ્યા, દેવતાઓ, આપનું આવું કહેવું સાચું છે કે મૃત્યુલોકમાં સૌના પાપો હું લઉં છું પણ એ બધા પાપો હું સમુદ્રમાં નાખી દઉં છું, પોતાની પાસે નથી રાખતી. દેવતાઓએ કહ્યું વાત તો તમારી સાચી છે. તો પછી વરુણ દેવતાને હવેથી સભામાં બહાર કરવામાં આવે, કારણ તેઓ સૌથી પાપી છે.
વરુણ દેવતાએ હાથ જોડી કહ્યું કે હે દેવતાઓ હું ગંગા પાસેથી પાપો લઉં છું પણ હું પણ એ પાપોને પોતાની પાસે નથી રાખતો. એ પાપોને હું મેઘોને આપી દઉં છું, દેવતાઓએ ફરી વિચાર વિમર્શ કર્યો અને નિર્ણય કર્યો કે મેઘરાજા સૌથી પાપી છે અને તેઓ આપણી સભામાં નહિ આવી શકે.
મેઘરાજા પણ ઉભા થયા અને એમને હાથ જોડી કહ્યું દેવતાઓ, મારી પણ વાત સાંભળો. એ વાત તદન સાચી છે કે સમુદ્ર પાસે હું બધાના પાપો લઉં છું પણ હું એ મારી પાસે નથી રાખતો. દેવતાઓએ પૂછ્યું તો આપ એ પાપોનું શું કરો છો?
એના પર મેઘરાજાએ ઉત્તર આપ્યો કે હું એ પાપો અને કર્મોને એમાનાપરજ વર્ષાવી દઉં છું.
આ વારતો નું બોધ એ છે કે આપણે કરેલા સારા ખરાબ કર્મોના ફળ આપણને અહીજ પાછા મળી જાય છે.
6
બે મિત્રો ઘણીવાર વેશ્યાગમન કરતા હતા. એક સાંજે જ્યારે તેઓ ત્યાં જી રહ્યા હતા ત્યારે, રસ્તા માં કોઈ સંત નું આધ્યાત્મિક પ્રવચન ચાલી રહ્યું હતું.એક મિત્રે કહ્યું કે તે આજે પ્રવચન સાંભળવાનું પસંદ કરશે અને એ આજે પેલી વેશ્યા ને ત્યાં નહિ જાય જ્યાં તેઓ હંમેશા જતા હતા. બીજ્હો મિત્ર પેલાને ત્યાં છોડી વેશ્યા ને ત્યાં ગયો. હવે જે વ્યક્તિ પ્રવચનમાં બેઠો હતો, એ એના બીજા મિત્રના વિચારોમાં ડૂબી ગયો. વિચારી રહ્યો કે પેલો ત્યાં શું આનંદ લઇ રહ્યો હશે, અને હું ક્યા અહી આ નીરસ જગામાં આવીને બેસી ગયો. મારો મિત્ર ઘણો બુદ્ધિમાન છે કારણ એને પ્રવચન સાંભળવા કરતા વેશ્યાને ત્યાં જવાનો નિર્ણય કર્યો.
જે મિત્ર વેશ્યા પાસે બેઠો હતો, એ વિચારી રહ્યો હતો કે એના મિત્રે પ્રવચન માં બેસવાનો નિર્ણય કરીને મુક્તિનો માર્ગ પસંદ કર્યો છે, જ્યારે હું લાલસામાં જાતે ફસાયો. પ્રવચનમાં બેઠેલ વ્યક્તિએ વેશ્યા વિષે વિચારી ખરાબ કર્મોને ભેગા કર્યા. હવે એ પોતેજ એના દુખ ભોગવશે. ખરાબ કર્મોની કીમત તમે એટલા માટે નથી ચુકવતા કે તમે વેશ્યાને ત્યાં જાઓ છો, તમે કીમત એટલા માટે ચૂકવો છો કારણ તમે ચાલાકી કરો છો. તમે જવા તો વેશ્યા પાસેજ ચાહો છો પણ સાથે એમ વિચારો છો કે પ્રવચનમાં જવાથી તમે સ્વર્ગના અધિકારી બની જશો. આજ ચાલાકી તમને નરકમાં લઇ જાય છે.
તમે જેવો અનુભવ કરો છો, તેવાજ તમે થઇ જાવ છો. માની લો કે તમને જુગાર રમવાની આદત છે. તમારા ઘરમાં માં, પત્ની અથવા બાળકોને તમે જુગાર રમવું એ ખરાબ કામ છે એવું કહેશો. એનું નામ પણ તમે નહિ લો, પણ જેવા તમારી ટોળકીનાં સભ્યોને માળો છો, પત્તા છીપવા લાગી જાઓ છો. માનો છો કે જુગારીઓની વચ્ચે રહેનાર વ્યક્તિ જે જુગાર નથી રમતો એ જીવવાને લાયક નથી.
બધેજ આવું હોય છે. ચોરોને ક્યારેય એવું લાગ્યું છે કે લોકોને લૂટવા એ ખરાબ છે? જ્યારે તમે ચોરી માં અસફળ રહો છો, ત્યારે તેઓ વિચારે છે કે તમે કાબેલ ચોર નથી. અને ત્યારે ચોરી એક ખરાબ કર્મ બની જાય છે. જેવું તમે વિચારશો, અનુભવશો, કર્મ એવુજ થશે. તમે શું કરી રહ્યા છો એની સાથે એને સંબંધ નથી પણ જે રીતે તમે એને તમારા મગજમાં લો છો, એની સાથે એ પૂર્ણ રીતે જોડાયેલું હોય છે. આપણે હંમેશા સ્વીકૃતિની વાતો શા માટે કરીએ છીએ? કારણ જ્યારે તમે પૂર્ણ સ્વીકૃતીમાં હોવ છો, એને સરળ કરી દો છો.
સમાજનો પણ પોતાનો અહંકાર હોય છે. સમાજે પોતાનો ઢાંચો બનાવી રાખવા માટે અમુક નિયમો જરૂરી થઇ જાય છે. આપણે જોઈએ છીએ કે કોઈક નાની સરખી વાતને લઈને પણ સમાજ ક્ષુબ્ધ થઇ જાય છે. અહી એ જરૂરી નથી કે એ નાની વાત સાચેજ ખોટી હોય. જ્યારે અમેરિકામાં ઉનાળામાં લોકો ભાગ્યેજ કોઈ કપડા પહેરે છે, તેઓ મીની સ્કર્ટ માં હોય છે. આવા સમયે કોઈ આખું શરીરે વસ્ત્રો પહેરે ત્યારે લોકો ક્ષુબ્ધ થઇ જશે, આ શું કરે છે? એનું આખું શરીર સંપૂર્ણ રીતે ઢંકાયેલું શા માટે છે? અહી ભારતમાં, જો તમારું શરીર પૂર્ણ કપડાઓ થી ઢંકાયેલું નહિ હોય તો લોકો પરેશાન થઇ જશે.
આ બધું એક રીતે સામાજિક અહંકાર નો નમુનો છે. એ સામાજિક અહમ છે, જો તમને વ્યક્તિના રૂપે ક્ષુબ્ધ બનાવે છે અને તમારા કર્મ સામાહુક કર્મનો એક હિસ્સો બની જાય છે. આપણે આને એક વિશિષ્ઠ ઊંડાણથી સમજવું જરૂરી થઇ જાય છે.સારા અને નરસાની પરખ આપણે શીખ્યા છીએ, આપણે જે સામાજિક પરિવેશમાં રહ્યા છે, ત્યાંથી આપણે એને ગ્રહણ કર્યું છે. કર્મ આપના જીવનના સંદર્ભમાં હોય છે, અને નહિ કે કરેલ કાર્યોમાં.
 
 
 
 
 

No comments:

Post a Comment