Monday, July 22, 2013

જીવનમાં ગુરુનું મહત્વ

જીવનમાં ગુરુનું મહત્વ
આપણા દેશની વિશેષતા એટલે ગુરુ-શિષ્ય પરંપરા . ગુરુ આપણને અજ્ઞાનતા થી બહાર કાઢે છે . શિક્ષક એ પણ આપણા  ગુરુ છે, માટે આપણે શિક્ષક દિન ને દિવસે પણ ગુરુની પૂજા કરીએ છીએ . તો આપણે આજના ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુની સાથે આપણા  શિક્ષકો ને પણ ચરણ વંદન કરવા જોઈએ .
સૌથી પહેલા આપણે ગુરુ શબ્દ નો અર્થ સમજી લઈએ . 'ગુ' એટલે અંધકાર અને 'રૂ' એટલે નષ્ટ કરવો . ગુરુ આપણા  જીવનના વિકારોનું અજ્ઞાન દુર કરી આનાન્દમય  જીવનયાપન કેવી રીતે કરવું એ શીખવે છે .
મનુષ્ય જીવનમાં ત્રણ ગુરુ હોય છે .
          સૌ પહેલા આપણને વિવિધ સંસ્કાર આપી સમાજમાં એકરૂપ થવાનું શીખવનારા માં-બાપ આપણા પ્રથમ ગુરુ . બાળપણમાં માં-પિતાજી આપણને દરેક વાત શીખવે છે . સાચા-ખોટાનું, યોગ્ય-અયોગ્યનું ભાન કરાવે છે . સાથે આપણને યોગ્ય આચરણ શીખવે છે . ઉદાહરણ --
1 સવારે વહેલા ઉઠાવું, ધરતી માતાને વંદન કરવા .
2 વડીલોને નમસ્કાર કેમ અને કેવી રીતે કરવા
3 સાંજે 'શુભમકારોતી' કહીને ભગવાન સમક્ષ દીવો પ્રગટાવવો, કારણ દીપક અંધકાર દુર કરે છે
4 મિત્રોને મળતી વખતે નમસ્કાર કરવા, કારણ પ્રત્યેક વ્યક્તિમાં ઈશ્વર હોય છે
5 ઘરમાં કોઈ મહેમાન આવે તો એમનું સ્વાગત કરવું
  આવી બધી અનેક વાતો માં-બાપ શીખવે છે, એટલે આપણા  પ્રથમ ગુરુ માં-બાપ છે, માટે આપણે  એમનું સમ્માન કરવું જોઈએ અને રોજ સવારે ઉઠી એમને પ્રણામ કરવા જોઈએ .
          ત્યારબાદ આપણને અનેક વાતો શીખવી તમામ રીતે પરિપૂર્ણ કરનારા શિક્ષક આપણા બીજા ગુરુ છે .
માટે ગુરુપુર્નીમાં ને દિવસે એમને ભાવપૂર્ણ નમસ્કાર કરી એમના આશીર્વાદ લેવા જોઈએ . ગુરુ એટલે આપણા  શિક્ષક અને શિષ્ય એટલે આપણે .
શિક્ષક આપણને અનેક વિષયો નું જ્ઞાન આપે છે . ઉદાહરણ ---
ઈતિહાસ શીખવી આપણને રાષ્ટ્રાભીમાન જાગૃત કરે છે, ઈતિહાસ દ્વારા આપના આદર્શ નિશ્ચિત થાય છે . શિક્ષક આપણને આપણી માતૃભાષા શીખવે છે જેથી આપણા માં  નું અભિમાન જાગૃત થાય છે . સમાજશાસ્ત્ર  શીખવીને જે સમાજમાં આપણે રહીએ છીએ એ સમાજનું ઋણ આપણા પર હોવાનું ભાન કરાવે છે . અર્થશાસ્ત્ર દ્વારા યોગ્ય માર્ગે ધન કેવી રીતે ઉપાર્જિત કરવું એ શીખવે છે .
આવા શિક્ષકો / ગુરુ ની ક્ષમા માંગી કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ એ ગુરુપૂર્ણિમા .
          અને ત્રીજા આધ્યાત્મિક ગુરુ જેમના દ્વારા આપણા  જીવનનો વાસ્તવિક અર્થ પામી શકાય . આપણે આગળ  જોયું તે આપણને ભૌતિક વિશ્વના સંદર્ભમાં માર્ગદર્શન કરનારા ગુરુ એટલે માં-બાપ અને શિક્ષક જોયા . હવે આપણે આધ્યાત્મિક ગુરુ કેવા હોય છે એ જોઈશું . પ્રત્યેક વ્યક્તિના  જીવનમાં ગુરુ આવે  છે . જેમકે શ્રી કૃષ્ણ-અર્જુન, શ્રી રામકૃષ્ણ-સ્વામી વિવેકાનંદ, સમર્થ રામદાસસ્વામી-શિવાજી મહારાજ આવી ગુરુ-શિષ્ય પરંપરા એજ આપણા  દેશની વિશેષતા છે .
આધ્યાત્મિક ગુરુ આપણને આપણી  વાસ્તવિક ઓળખ કરાવી આપે છે . આપણા  અજ્ઞાનને કારણે આપણને એવું લાગે છે કે હું એક વ્યક્તિ ચુ, પાના વાસ્તવિક રૂપમાં આપણે વ્યક્તિ ના હોઈને આત્મા છીએ, એટલે ઈશ્વરજ આપણામાં  રહીને પ્રત્યેક કાર્ય કરે છે, પણ અહંકાર રૂપી અજ્ઞાનને કારણે આપણને લાગે છે કે, પ્રત્યેક કાર્ય આપણેજ કરીએ છીએ . વિચારો આત્મા આપણા માંથી નીકળી ગઈ તો તો આપણે શું કરી શકીએ? બસ આ વાત નું સાચું જ્ઞાન કરાવે એ ગુરુ .
આવો મિત્રો આજના આ શુભ દિવસે આપને સૌ સાથે મળી પોત પોતાના માં-બાપ, પોત પોતાના શિક્ષક અને પોત પોતાના આધ્યાત્મિક ગુરુને વંદન કરીએ અને આ પ્રાર્થના કરીએ --
ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર
ગુરુ સક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ
ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપ સૌ મિત્રોને ઘણી ઘાણી  શુભેચ્છાઓ .

Sunday, July 21, 2013

મીણબત્તી

મીણબત્તી 
એક વ્યક્તિ ની 8 વર્ષ ની એકમાત્ર દીકરી માંદી  પડી . ઘણી દવાઓ અને મેહનત પછી પણ એ દીકરી બચી નહિ શકી . પિતા એકદમ ઊંડા શોક માં ડૂબી ગયા અને પોતાની જાતને દુનિયા અને મિત્રો થી દુર કરી દીધી .
એક રાતે એને એક સ્વપ્નું આવ્યું કે પોતે સ્વર્ગમાં હતો જ્યાં નાની નાની પરીઓનું જુલુસ જઈ રહ્યું હતું . તે બધી પરીઓ હાથમાં  સળગતી મીણબત્તી લઇ સફેદ પોશાકમાં હતી . એમાંથી એક પરીની મીણબત્તી ઓલવાયેલી હતી . એણે પાસે જઈ ને જોયું તો એ એની દીકરીજ હતી .
એને એની વ્હાલી દીકરી ને હેત કર્યું અને પૂછ્યું 'બેટી તારી મીણબત્તી ઓલ્વાયેલી કેમ છે?'
દીકરીએ જવાબ આપ્યો 'પપ્પા આ લોકોએ કેટલી વાર મારી મીણબત્તી સળગાવી પણ તમારા આંસુઓ થી દરેક વખતે ઓલ્વાયાજ જાય છે .'
એકદમ પેલા વ્યક્તિની ઊંઘ ઉડી ગઈ અને એને સ્વપ્નનો અર્થ સમજાયો . ત્યારથી એને દોસ્તોને મળવું ખુશ રહેવું શરુ કરી દીધું જેથી એના આંસુઓથી એની વ્હાલી દીકરીની મીણબત્તી ઓલવાય ન જાય .
"કેટલીય વાર આપણા આંસુ અને દુઃખ, આપણે ન ચાહીએ તો પણ આપણા  પોતાનાને દુઃખ  પહોચાડે છે . અને તેઓ દુઃખી  થઇ જતા હોય છે ."
 
मोमबत्ती
एक आदमी की 8 साल की इकलोती और लाडली बेटी बीमार पड़ गयी ।बहुत कोशिश के बाद भी वो नहीं बच पाई । पिता गहरे शोक में डूब गया और खुद को दुनिया और दोस्तों से दूर कर लिया ।

एक रात उसे सपना आया की वो स्वर्ग में था जहाँ नन्ही परियो का जुलुस जा रहा था । वो सब जलती मोमबत्ती को हाथ में लिए सफ़ेद पोशाक में थी । उनमे से एक लड़की की मोमबत्ती बुझी हुई थी । व्यक्ति ने पास जाकर देखा तो वो उसकी बेटी थी ।

उसने अपनी बेटी को दुलारा और पूछा की ‘बेटी तुम्हारी मोमबत्ती में रौशनी क्यों नहीं हैं?’

लड़की बोली की ‘पापा ये लोग कई बार मेरी मोमबत्ती जलाते हैं लेकिन आपके आंसुओ से हर बार बुझ जाती हैं ।”

एकदम से उस आदमी की नीदं खुली और उसे सपने का मतलब समझ आ गया. तब से उसने दोस्तों से मिलना खुश रहना शुरू कर दिया ताकि उसके आंसुओ से उसकी बेटी की मोमबत्ती न बुझे।

“कई बार हमारे आंसू और दुःख, हमारे न चाहते हुए भी अपनों को दुःख देते हैं. और वे भी दुखी हो जाते हैं।”

Thursday, July 18, 2013

છાણ ચોળીને પાડો કરવો તે આનું નામ

છાણ ચોળીને પાડો કરવો તે આનું નામ ......
ગઈ કાલે મારા એક સહ કર્મચારી મિત્ર નોકરી પર ના આવ્યા એટલે આજ જ્યારે તેઓ આવ્યા ત્યારે મેં સહજ રીતે પૂછ્યું શું થયેલું કાલે કેમ નાતા આવ્યા? એમને કહ્યું, કાલે મારા કાકી સાસુનું અવસાન થવાથી ત્યાં જવું પડ્યું માટે આવી નાતો શક્યો . એમને તરત મને પૂછ્યું કે કાકી સાસુને અંગ્રેજીમાં શું કહેવાય? અને મને અંગ્રેજીમાં આ કારણ થી ન આવી શક્યો તે માટે રજા ચિઠ્ઠી લખી આપો . મેં કહ્યું ભાઈ તું ગુજરાતી માં એક બે લીટી માં લખી આપ કે "કાલે મારા કાકી સાસુનું અવસાન થયું હોય હું ત્યાં હાજરી આપવા ગયો હતો અને નોકરી પર નાતો આવી શાયો જે માટે ગઈકાલની મારી રજા મંજુર કરવા વિનંતી ."
પણ એ ભાઈ તો જીદ પકડીને બેઠા કે નાં મારે તો અંગ્રેજીમાજ રજા ચિઠ્ઠી આપવી છે, મેં કહ્યું તો લાખ - " Respected Sir, please kindly mark yesterdays casual leave for me as I had gone to attend the funeral of my 'Paternal Aunty In Law', thanking you yours faithfully....
પછી મેં એને કહ્યું કે એક વાત છે કે આ 'Paternal Aunty In Law' લખ્યા પછી પણ ક્યાય એવું સ્પષ્ટ નથી થતું કે તારા કાકી સાસુ ગુજરી ગયા હતા, કારણ અંગ્રેજીમાં Paternal Aunty એટલે કાકી પણ થાય અને ફોઈ પણ થાય, તો તું જો  'Paternal Aunty In Law' લખે તો સાહેબ કદાચ એવું પણ સમજે કે તારા ફોઈ સાસુ ગુજરી ગયા હતા .
મારા આ બધા સ્પષ્ટીકરણ થી બિચારા પેલા ભાઈ તો ગલોથું ખાઈ ગયા અને કહેતા ગયા કે નથી લખવું મારે અંગ્રેજીમાં હું ગુજરાતી માં બે લીટી લખીને આપી દઉ કે કાકી સાસુની સ્મશાન યાત્રા માં જવાનું હોય હું ગઈ કાલે નાતો આવી શક્યો, મારી રજા મંજુર કરવા વિનંતી .
એક આડ વાત કે આપણે ગુજરાતી માં કેટલી સરળતા થી બધા સગપણ માટે જુદા અને ટુકા ઉચ્ચારણો કરી શકીએ અને એ પણ જુદી રીતે જ્યારે અંગ્રેજીમાં?
1 . કાકી, ફોઈ, મામી, માસી માટે એકજ - Aunty હવે કોઈવાર વધારે જુદું કરવા જઈએ તો ફોઈ અને કાકી માટે - Paternal Aunty અને માસી અને મામી માટે - Maternal Aunty
2.  કાકા, ફૂવા, મામા, માસા માટે - Uncle એને વધુ જુદું કરીએ તો કાકા અને ફૂવા માટે - Paternal Uncle અને મામા અને માસા માટે - Maternal Uncle
તો ભાઈઓ શા માટે બધી પીંજણ માં પડવું અને ખોટી ગેરસમજન ઉભી કરાવી સાદું અને સરળ આપણી ભાષા ગુજરાતી ભાષા જેમાં એક એક શબ્દ નું પોતાનું મહત્વ હોય .
શા માટે જબરદસ્તી છાણ ચોળીને પાડો કરવો ?

Wednesday, July 17, 2013

જોક

રાજ્યો પોતાની પત્નીને કાગળ લખે છે કે આ મહીને પગારને બદલે 100 "કિસ" મોકલું છું .
.
.
થોડા દિવસ પછી પત્નીએ ઉત્તર લખ્યો .."તમારી 100 કિસ મળી , એનો હિસાબ મોકલું છું ....
.
.
.
દૂધવાલાને 2 કિસમાં પટાવ્યો ,
.
.
ચિન્ટુ નાં સરને 7 કિસ આપવી પડી , 
.
.
શાકવાળો 7 કિસમાં  તૈયાર નહતો માટે એને 9 આપવી પડી .
.
.
ઘરમાલિક રોજે 7-8 લઇ જાય છે ,
.
.
તમે ચિંતા કરશો નહિ હજી 30-40 કિસ બાકી પડી છે, આ મહિનો નીકળી જશે .....
गण्या आपल्या बायकोला पत्र लिहितो
या महिन्यात पगार ऐवजी १००"कीस" ( kiss ) पाठवतोय.
.
.
बायकोने उत्तर दिले "तुमचे१०० कीस मिळाले.
हिशोब पाठवते...
.
.
.
दुधवाल्याला २ कीस मध्येच पटवल.
.
.
चिंटू च्या सरांना ७ द्यावी लागली,
.
.
भाजीवाला ७ मध्ये तयार नव्हता म्हणून त्याला ९ द्यावी लागली.
.
.
घरमालक रोज ७-८ घेऊन जातात
.
.
तुम्ही काळजी करू नका अजून३०-४० कीस बाकी आहेत,
या महीन्याच भागून जाईल..

Friday, July 12, 2013

प्यार क्या है ?


प्यार क्या है ?
પ્રેમ શું છે?
-------------------------------

१ घर में बच्चों को खाना खिलाकर माँ भूखी सो जाती है
वो प्यार है .......
1. ઘરમાં બાળકોને ખવડાવીને માં ભૂખી સુઈ જાય એ પ્રેમ છે ........

२ घर में बेटी के विवाह में बिदाई के वक्त
सभी लोगो की आँखों में से आंसूं बहते है
वो प्यार है ..........
2. ઘરમાં દીકરીના લગનમાં વિદાઈ વેળાએ બધાની આંખોમાં આંસુ આવે એ પ્રેમ છે ........

३ हमें चोट लगती है तो पहले डाक्टर नहीं माँ याद आती हे
वो प्यार है ....
3. જ્યારે ઠોકર લાગે કે કંઈ વાગે ત્યારે પહેલા ડોક્ટર નહિ પણ મોઢામાંથી 'માં' નીકળે એ પ્રેમ છે ....

४ घर में अपनी फटी बनियान को देखकर
पिताजी सोचते है इस महीने नहीं अभी तो दादाजी का चश्मा लाना हे वो प्यार है .......
ઘરમાં પોતાનું ફાટેલું ગંજી જોઇને પિતા એવું વિચારે કે આ મહીને નહિ હજી તો દાદાજી નાં ચશ્માં લાવવાના છે એ પ્રેમ છે .......

५ स्कूल में मिठाई मिलने पर बहन खाते वक्त सोचती है नहीं अभी नहीं घर जाकर छोटू के साथ खाउँगी
वो प्यार है .........
સ્કુલમાં મીઠાઈ મળે ત્યારે બહેન ખાતી વખતે વિચારે કે અત્યારે આને ઘરે જઈને નાનકા સાથે ખાઈશ એ પ્રેમ છે .......

६ ईश्वर को भोग लगाने के बाद ही हम खाना खाते है वह ईश्वर की प्रति हमारा प्यार है .........
ઇશ્વર ને  ભોગ ધર્યા પછીજ આપણે ખાઈએ છીએ એ ઈશ્વર પ્રત્યેનો આપનો પ્રેમ છે ....
७ भारत के सभी घरों में गौ माता और कुत्ते की रोटी पहले निकाली जाती है और बाद में सबके लिए रोटिया बनती हैं
वो प्यार है ......
ભારતમાં બધા ઘરોમાં ગાય માતા અને કુતરા માટે પહેલા રોટલા કાઢવામાં આવે અને પછી બધા માટે રતલા બને એ પ્રેમ છે ....

सभी को बताओ की भारतीय लोगो का जीवन ही प्यार, खुशहाली, और आनंद से भरा है... .
प्यार , आनंद. उत्साह, सभी के प्रति आदर भाव हंसना और हंसाना यही तो हमारा जीवन है , यही तो भारतीयता है .
जय माँ भारती..........
वंदे मातरम.
બધાને જણાવો કે ભારતીઓ  નું જીવનજ પ્રેમ, ખુશહાલી, અને આનંદ થી ભરેલું છે ........
પ્રેમ, આનંદ, ઉત્સાહ, બધેને પ્રતિ આદર ભાવ હસવું હસાવવું એજ તો અમારું જીવન છે, એજ તો ભારતીયતા છે .
જાય માં ભારતી 
વંદે માતરમ
अंशुमन

Wednesday, July 3, 2013

સંયોગ

આજે એક એવી લાગણી થઇ કે મારા વિષે અને મારા જીવનમાં સંયોગને કારણે કેવા અનુભવો થયા એ શેર કરું .....
જીવનનો સંયોગ
આજે મારે મારા 45 વર્ષના આયુષ્યમાં અડચણો નો સતત સાથ રહ્યો છે અને એને કારણે ઘડાયેલ મારું જીવન એ અંગે વાત કરવી છે .
1) 10મુ (દસમું) ધોરણ પાસ કર્યું જેમાં 56% ટકા માર્ક્સ આવ્યા, ડીપ્લોમાંમાં  અભ્યાસ માટે વલસાડ અને ગોવા ની કોલેજમાં પરિપત્ર ભર્યા .  સૌપ્રથમ વલસાડ થી કોલ લેટર આવ્યો જીવનમાં પ્રથમ વાર ઈન્ટરવ્યું આપવા જવાનો હતો, પણ મારો એક મિત્ર જેનો પણ ઈન્ટરવ્યું મારી સાથે હતો અને એ ઈન્ટરવ્યું માટે જવા બિલકુલ તૈયારજ  ના હતો .  ઈન્ટરવ્યુંને દિવસે હું એને જોર જબરદસ્તી કરીને લઈજ  ગયો, અને સંયોગ એનું કામ કરી ગયો પ્રવેશ પ્રક્રિયા એના નામ પર આવીને અટકી ગઈ અને મારું નામ બીકુલ એના નામ પછીજ હતું, ત્યારે એકવાર મનમાં આવ્યું કે હું એને શા માટે લઇ ગયો, પણ મારા મહાન પિતાએ મને સમજાવ્યો કે એ અભ્યાસ એના નસીબમાં હતો માટે તારું માધ્યમ બનાવી ઈશ્વર એને ત્યાં સુધી પહોચાડ્યો . એ મારો મિત્ર આજે એક ઉચ્ચ પદ પર આસીન છે અને જયારે મળે છે ત્યારે મારી સાથે સ્નેહથી વાત કરે છે .
2) ત્યારબાદ થોડા દિવસો પછી ગોવા થી ડીપ્લોમાં ફાર્મસી માટે કોલ આવ્યો પિતા સાથે ગોવા ગયો ત્યાં પણ મારું નસીબ કઈક જુદું લખવા તત્પર હતું . ત્યાં મારા બીજા એક ક્લાસ મિત્રને ડીપ્લોમાં મીકેનીકલ માં પ્રવેશ નક્કી થઇ ગયેલો અને સાથે ડીપ્લોમાં ફાર્મસી પણ પ્રવેશ નક્કી થયો તો એ મિત્રે જિદ્દ પકડી કે એને તો ફાર્માંસીજ કરવું છે અને અહી પણ મારા અને એના માર્ક્સ માં (ટકાવારીમાં નહિ) બેજ માર્કનો ફર્ક હતો અને અહીંથી પણ હું ખાલી હાથ પાછો આવ્યો .
નાસીપાસ થઇ ચુક્યો હતો અને એને કારણે ધીમે ધીમે દિશાહીન થતો ગયો, પિતાના કહેવાથી અગ્યારમાં ધોરણમાં સાયન્સ માં પ્રવેશ લઇ ભણવા લાગ્યો પણ એમાં પણ મન નાં લાગતા બોર્ડની પરિક્ષમા નાપાસ થયો જે ત્યાર બાદ ત્રણ પ્રયત્નો પછી પણ પાસ ના કરી શક્યો .
3) સેલવાસ ખાતે ઇન્ડસ્ટ્રિયલ ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યુટ માં મિકેનિક રેડિયો એન્ડ ટેલીવિઝન કોર્સ શરુ થયો એમાં પ્રવેશ મેળવ્યો હવે રોજ સેલવાસ જવા આવવાનું અહી ફરી સંયોગ એવો કે કોર્સ શરુ થયો પણ એને માટે કોઈ શિક્ષક ના હતો , છ મહિના આમજ પસાર થયા અને આ કોર્સ નું ભણવા માટે એક પ્રાઈવેટ ઇન્સ્ટીટ્યુટ સુરતમાં પ્રવેશ લઇ ત્યાં છ મહિના અભ્યાસ કરી પાછો આવ્યો એટલે સમાચાર આવ્યા કે સેલવાસ માં શિક્ષણ ની નિયુક્તિ થઇ છે અને કોર્સ ચાલુ થઇ ગયો છે અને ત્યાં અભ્યાસ પૂર્ણ કરી સર્ટીફીકેટ પ્રાપ્ત કર્યું . આ બાજુ દમણમાં  દૂરદર્શન પ્રક્ષેપણ કેન્દ્ર બની રહ્યું હતું, સાથે 1988 માં દમણ સમાહર્તાલય માં નિમ્ન લિપિક તરીકે નોકરી મળી ગઈ સાથેજ દૂરદર્શન પ્રક્ષેપણ કેન્દ્ર માંથી પણ નોકરી માટે કોલ આવ્યો જે અપાર લિપિક નાં પગાર ધોરણ વાળી હવે ફરી સંયોગ ની રમત નિમ્ન લિપિક તરીકે ની નોકરી અને દૂરદર્શન પ્રક્ષેપણ કેન્દ્ર ની નોકરી બંને કેન્દ્ર સરકારની નોકરી પણ પગાર ધોરણ માં ઘણો ફર્ક, એટલે દૂરદર્શન ની નોકરી સ્વીકારી અને સમાહાર્તાલય માંથી રાજીનામું આપ્યું . દોઢ વર્ષની નોકરી પછી ઓડીટ નો વાંધો આવ્યો કે મારે એક્ષ્પિરિયન્સ સમય માં એક મહિનો ઓછો પડતો હતો માટે મને નોકરી માંથી એક મહિનાની નોટીસ આપી છૂટો કર્યો અને સાથેજ એજ સમય દરમિયાન મારા પિતા ત્રણ મહિનાની માંદગી ભોગવી કેન્સરને કારણે મૃત્યુ પામ્યા . પણ નસીબ જોર કર્યું અને ફરી છ મહિનાના અવકાશ પછી ફરી નવેસરથી દૂરદર્શન માજ નોકરી મળી ગઈ .
4) 1991માં લગ્ન થયા જીવન સુખથી વ્યતીત થવા લાગ્યું પણ લગ્નને બે વર્ષ વીત્યા બાળક ન થયું એટલે શરુ થઇ બડી પ્રકારની દોડાદોડી, હિતચિંતકો તરફથી જાત જાતના નુસખા અને પ્રયોગો નો ધોધ એ દરમિયાન દમણ માં પેટ્રોલ પંપ નાં માલિક અને જાતે પારસી એમને અંબા માતા પ્રત્યેની અખૂટ શ્રધ્ધા ને કારણે એમણે અંબામાતાનું સુંદર મંદિર બંધાવ્યું જે દિવસે એની પ્રાણ પ્રતિષ્ઠા હતી એને આગલે દિવસે જે દંપત્તિ યજમાન તરીકે બેસવાના હતા એને ત્યાં કોઈ કારણસર પૂજા નાં બેસાતા માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા ની યજમાની અમારે માથે આવી અહી પણ સંયોગ કામ કરી ગયો અને અમે એ પૂજા માં બેસી ધન્ય થયા। પ્રાણ પ્રતિષ્ઠા માટે મુખ્ય આચાર્ય સુરત મહિધરપુરા ભવાની વડનાં પૂજ્ય શ્રી ગણપતિશંકર શાસ્ત્રી આવેલા એમને મને કહ્યું તારે ત્યાં બે દીકરા છે તું ફિકર કરીશ નહિ આ વાત 1993 ની હતી અને 1995 નાં જુન મહિનામાં મારે ત્યાં પુત્ર થયો .
5) 1986 થી મને ગાવાનો શોખ હતો એ એક પ્રવૃત્તિમાં પરિણમ્યો અને સૌથી પ્રથમ 1987માં ત્યારે શરુ થયેલી નવી હોટલ મીરામાર ખાતે દમણ નાં અમેરિકન બેકારી વાળા  ગેબ્રિયલ અને બેન્જામીન ભાઈઓની ઓરકેસ્ટ્રા 'રેનીગેડ્સ' માં જોડાયો અને મારી વ્યાવસાયિક ગાવાની સફર શરુ થઇ સાથે બાલ ભવન સંસ્થામાં જોડાઈ અનેક સ્પર્ધાઓ માં ભાગ લઇ અનેક ગાવા માટેના ઇનામો મેળવ્યા . 1989માં ઉદવાડા ગામનું એક નાનું ગ્રુપ વાપી ખાતે અનુકુળ કોમ્પ્લેક્ષ કોપરલી રોડ ખાતે નવરાત્રી નો કાર્યક્રમ કરવાનું હોય એમાં નવ દિવસ ગરબા ગાવા માટેની ઓફર લઈને આવ્યા ત્યાંથી શરુ થઇ ગામની બહાર કાર્યક્રમ કરવાની સફર, ત્યાર બાદ તો અનેક મોટા કલાકારો સાથે નવરાત્ર નાં કાર્યક્રમો કર્યા જેમાં મુખ્ય હતા સુ શ્રી દિવાળીબેન ભીલ, એમની સાથે ગાવાનો એક અનોખો અનુભવ હતો મારી જાત ધન્ય થઇ ગયેલી . અને 2002 ની સાલમાં કરેલ દિવાળીબેન સાથેનો એજ કાર્યક્રમ મારે માટે જીવનનો છેલ્લો સતેજ કાર્યક્રમ રહી ગયો એમાં એક સાથી કલાકાર ખુબ પીને આવેલો જેને સતેજ પર ખુબ ગાળા ગાળી કરી અને ત્યારેજ નક્કી કરી લીધું હવે પછી વ્યાવસાયિક ગાવાનું બંધ .
1994 થી 1998 સુધી સતત દર વર્ષે ભારત સરકાર નાં માનવ અધિકાર સંસાધન મંત્રાલય દ્વારા વિભિન્ન રાજ્યો માં આયોજિત  રાષ્ટ્રીય યુવા મહોત્સવ માં દમણ નું પ્રતિનિધિત્વ કર્યું .
1995માં 17 મે નાં દિવસે દમણ  આકાશવાણી શરુ થયું જેમાં કાર્યક્રમ અધિકારી શ્રી તુષાર શુક્લા અને શ્રી ધીરજ ગોસાઈ હતા જેમને દમણના  સ્થાનિક કલાકારો સાથે એક કાર્યક્રમ શરુ કરેલો 'આજના કલાકાર' જેમાં કેટલાય કાર્યક્રમ રેકોર્ડ કર્યા કરાવ્યા . અને આજ લાલચે મેં મારી બદલી દમણ દૂરદર્શન પ્રક્ષેપણ કેન્દ્ર માંથી આકાશવાણી દમણ  માં કરાવી લીધી અને પછી તો શ્રી તુષારભાઈ અને શ્રી ધીરજભાઈ જેવા નાં કુશળ માર્ગદર્શન હેઠળ અનેકો કાર્યક્રમ કર્યા . જેને પ્રતાપે આજે દમણ માં કોઈ પણ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય તો મને મહેમાન તરીકે અથવા નિર્ણાયક તરીકે આમંત્રણ આપી બોલાવે .
6) 2003 ની સાલમાં દમણ માં એક ભયંકર ગમખ્વાર પુલ હોનારત થઇ જેમાં 28 બાળકો અને એક શિક્ષક માર્યા ગયેલા એના આંદોલનમાં નૈતિક સાથા આપવા બદલ ત્યારના આકાશવાણી દમણ નાં કાર્યક્રમ અધિકારી શ્રી તરુણ શુક્લા ને ખબર નઈ  શું તકલીફ થઇ મારી ફરિયાદ કરી દીધી કે હું રાજનીતિક કાર્યક્રમ માં ભાગ લઉં છું અને રાજનીતિ માં શક્રિય છું, બસ થોડા સમય માં મારી શિક્ષાત્મક બદલી આકાશવાણી પુના મહારાષ્ટ્ર ખાતે કરવામાં આવી એ તો ભલું થાય મારા એસોસીએસન નાં સાથીઓ જેના બધીજ પ્રકારના સહકાર ને કારણે મારી બદલી રોકવી શકાઈ . પણ એ પ્રસંગે મને વધુ દ્રઢ અને એસોસીએસન પ્રત્યે સમર્પિત બનાવી દીધો અને પછી તો આગળ જતા હું 2011 થી 2013 નાં વર્ષ કાળ માટે એસોસીએસન નાં ગુજરાત એકમ નો ઓર્ગેનાઈઝેસન સેક્રેટરી બન્યો .
7) અત્યાર સુધી બધું બરાબર ચાલ્યું 2002ની સાલમાં મોટા પુત્રના યજ્ઞોપવીત સંસ્કાર કર્યા, 2003માં ઘર હતુજ એના ઉપર એક માલ નું ચણતર કર્યું . વર્ષ 2005 નાં એપ્રિલ મહિનામાં બીજો પુત્ર જન્મ્યો, 2007 ની સાલમાં મારી માતા ઘરમાં કામ કરતા પડી ગયા અને જમણા  થાપાનું હાડકું (જોઈન્ટ- ફીમાર બોલ)તૂટી જતા ઓપરેસન કરી બોલ રેપ્લાસ્મેન્ત કરાવ્યું . પણ કિસ્મત ને કૈંક જુદુજ મજુર હતું અને 6 નવેમ્બર 2008 ને રોજ મારી પત્ની ને એકદમ માથામાં દુઃખાવો  ઉપડ્યો જે અસહ્ય હોય ડોક્ટર પાસે જતા બધા રીપોર્ટ કરાવતા ખબર પડી કે એને બ્રેઈન એન્યુરીઝમ થયું હતું અને તાત્કાલિક મુંબઈ લઇ જઈ ત્યાં ડૉ રાજીવ જોશીના માર્ગદર્શન પ્રમાણે ડૉ મોહનીશ ભટજીવાલે ની દેખરેખ હેઠળ કે ઈ એમ હોસ્પીટલમાં ઓપરેસન કરાયું બધું બરાબર પાર ઉતાર્યું અને સંયોગ ફરી પલટાયો અને ઓપરેસન નાં 4થે દિવસે એક આંચકી આવી અને કોમામાં સારી પડી બસ ત્યાર પછી ત્રણ મહિના સુધી એના પર અનેકો પ્રયોગો થયા અને છેલ્લે એને દમણ  ઘરે લાવવામાં આવી અને ઘરે આવી ત્યારથી બે વર્ષ પછી એટલે કે 19 મે 2010 ની રાત્રે એને છેલ્લા શ્વાસ લીધા અમને બધાને આવજો કરી ગઈ .