Wednesday, July 3, 2013

સંયોગ

આજે એક એવી લાગણી થઇ કે મારા વિષે અને મારા જીવનમાં સંયોગને કારણે કેવા અનુભવો થયા એ શેર કરું .....
જીવનનો સંયોગ
આજે મારે મારા 45 વર્ષના આયુષ્યમાં અડચણો નો સતત સાથ રહ્યો છે અને એને કારણે ઘડાયેલ મારું જીવન એ અંગે વાત કરવી છે .
1) 10મુ (દસમું) ધોરણ પાસ કર્યું જેમાં 56% ટકા માર્ક્સ આવ્યા, ડીપ્લોમાંમાં  અભ્યાસ માટે વલસાડ અને ગોવા ની કોલેજમાં પરિપત્ર ભર્યા .  સૌપ્રથમ વલસાડ થી કોલ લેટર આવ્યો જીવનમાં પ્રથમ વાર ઈન્ટરવ્યું આપવા જવાનો હતો, પણ મારો એક મિત્ર જેનો પણ ઈન્ટરવ્યું મારી સાથે હતો અને એ ઈન્ટરવ્યું માટે જવા બિલકુલ તૈયારજ  ના હતો .  ઈન્ટરવ્યુંને દિવસે હું એને જોર જબરદસ્તી કરીને લઈજ  ગયો, અને સંયોગ એનું કામ કરી ગયો પ્રવેશ પ્રક્રિયા એના નામ પર આવીને અટકી ગઈ અને મારું નામ બીકુલ એના નામ પછીજ હતું, ત્યારે એકવાર મનમાં આવ્યું કે હું એને શા માટે લઇ ગયો, પણ મારા મહાન પિતાએ મને સમજાવ્યો કે એ અભ્યાસ એના નસીબમાં હતો માટે તારું માધ્યમ બનાવી ઈશ્વર એને ત્યાં સુધી પહોચાડ્યો . એ મારો મિત્ર આજે એક ઉચ્ચ પદ પર આસીન છે અને જયારે મળે છે ત્યારે મારી સાથે સ્નેહથી વાત કરે છે .
2) ત્યારબાદ થોડા દિવસો પછી ગોવા થી ડીપ્લોમાં ફાર્મસી માટે કોલ આવ્યો પિતા સાથે ગોવા ગયો ત્યાં પણ મારું નસીબ કઈક જુદું લખવા તત્પર હતું . ત્યાં મારા બીજા એક ક્લાસ મિત્રને ડીપ્લોમાં મીકેનીકલ માં પ્રવેશ નક્કી થઇ ગયેલો અને સાથે ડીપ્લોમાં ફાર્મસી પણ પ્રવેશ નક્કી થયો તો એ મિત્રે જિદ્દ પકડી કે એને તો ફાર્માંસીજ કરવું છે અને અહી પણ મારા અને એના માર્ક્સ માં (ટકાવારીમાં નહિ) બેજ માર્કનો ફર્ક હતો અને અહીંથી પણ હું ખાલી હાથ પાછો આવ્યો .
નાસીપાસ થઇ ચુક્યો હતો અને એને કારણે ધીમે ધીમે દિશાહીન થતો ગયો, પિતાના કહેવાથી અગ્યારમાં ધોરણમાં સાયન્સ માં પ્રવેશ લઇ ભણવા લાગ્યો પણ એમાં પણ મન નાં લાગતા બોર્ડની પરિક્ષમા નાપાસ થયો જે ત્યાર બાદ ત્રણ પ્રયત્નો પછી પણ પાસ ના કરી શક્યો .
3) સેલવાસ ખાતે ઇન્ડસ્ટ્રિયલ ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યુટ માં મિકેનિક રેડિયો એન્ડ ટેલીવિઝન કોર્સ શરુ થયો એમાં પ્રવેશ મેળવ્યો હવે રોજ સેલવાસ જવા આવવાનું અહી ફરી સંયોગ એવો કે કોર્સ શરુ થયો પણ એને માટે કોઈ શિક્ષક ના હતો , છ મહિના આમજ પસાર થયા અને આ કોર્સ નું ભણવા માટે એક પ્રાઈવેટ ઇન્સ્ટીટ્યુટ સુરતમાં પ્રવેશ લઇ ત્યાં છ મહિના અભ્યાસ કરી પાછો આવ્યો એટલે સમાચાર આવ્યા કે સેલવાસ માં શિક્ષણ ની નિયુક્તિ થઇ છે અને કોર્સ ચાલુ થઇ ગયો છે અને ત્યાં અભ્યાસ પૂર્ણ કરી સર્ટીફીકેટ પ્રાપ્ત કર્યું . આ બાજુ દમણમાં  દૂરદર્શન પ્રક્ષેપણ કેન્દ્ર બની રહ્યું હતું, સાથે 1988 માં દમણ સમાહર્તાલય માં નિમ્ન લિપિક તરીકે નોકરી મળી ગઈ સાથેજ દૂરદર્શન પ્રક્ષેપણ કેન્દ્ર માંથી પણ નોકરી માટે કોલ આવ્યો જે અપાર લિપિક નાં પગાર ધોરણ વાળી હવે ફરી સંયોગ ની રમત નિમ્ન લિપિક તરીકે ની નોકરી અને દૂરદર્શન પ્રક્ષેપણ કેન્દ્ર ની નોકરી બંને કેન્દ્ર સરકારની નોકરી પણ પગાર ધોરણ માં ઘણો ફર્ક, એટલે દૂરદર્શન ની નોકરી સ્વીકારી અને સમાહાર્તાલય માંથી રાજીનામું આપ્યું . દોઢ વર્ષની નોકરી પછી ઓડીટ નો વાંધો આવ્યો કે મારે એક્ષ્પિરિયન્સ સમય માં એક મહિનો ઓછો પડતો હતો માટે મને નોકરી માંથી એક મહિનાની નોટીસ આપી છૂટો કર્યો અને સાથેજ એજ સમય દરમિયાન મારા પિતા ત્રણ મહિનાની માંદગી ભોગવી કેન્સરને કારણે મૃત્યુ પામ્યા . પણ નસીબ જોર કર્યું અને ફરી છ મહિનાના અવકાશ પછી ફરી નવેસરથી દૂરદર્શન માજ નોકરી મળી ગઈ .
4) 1991માં લગ્ન થયા જીવન સુખથી વ્યતીત થવા લાગ્યું પણ લગ્નને બે વર્ષ વીત્યા બાળક ન થયું એટલે શરુ થઇ બડી પ્રકારની દોડાદોડી, હિતચિંતકો તરફથી જાત જાતના નુસખા અને પ્રયોગો નો ધોધ એ દરમિયાન દમણ માં પેટ્રોલ પંપ નાં માલિક અને જાતે પારસી એમને અંબા માતા પ્રત્યેની અખૂટ શ્રધ્ધા ને કારણે એમણે અંબામાતાનું સુંદર મંદિર બંધાવ્યું જે દિવસે એની પ્રાણ પ્રતિષ્ઠા હતી એને આગલે દિવસે જે દંપત્તિ યજમાન તરીકે બેસવાના હતા એને ત્યાં કોઈ કારણસર પૂજા નાં બેસાતા માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા ની યજમાની અમારે માથે આવી અહી પણ સંયોગ કામ કરી ગયો અને અમે એ પૂજા માં બેસી ધન્ય થયા। પ્રાણ પ્રતિષ્ઠા માટે મુખ્ય આચાર્ય સુરત મહિધરપુરા ભવાની વડનાં પૂજ્ય શ્રી ગણપતિશંકર શાસ્ત્રી આવેલા એમને મને કહ્યું તારે ત્યાં બે દીકરા છે તું ફિકર કરીશ નહિ આ વાત 1993 ની હતી અને 1995 નાં જુન મહિનામાં મારે ત્યાં પુત્ર થયો .
5) 1986 થી મને ગાવાનો શોખ હતો એ એક પ્રવૃત્તિમાં પરિણમ્યો અને સૌથી પ્રથમ 1987માં ત્યારે શરુ થયેલી નવી હોટલ મીરામાર ખાતે દમણ નાં અમેરિકન બેકારી વાળા  ગેબ્રિયલ અને બેન્જામીન ભાઈઓની ઓરકેસ્ટ્રા 'રેનીગેડ્સ' માં જોડાયો અને મારી વ્યાવસાયિક ગાવાની સફર શરુ થઇ સાથે બાલ ભવન સંસ્થામાં જોડાઈ અનેક સ્પર્ધાઓ માં ભાગ લઇ અનેક ગાવા માટેના ઇનામો મેળવ્યા . 1989માં ઉદવાડા ગામનું એક નાનું ગ્રુપ વાપી ખાતે અનુકુળ કોમ્પ્લેક્ષ કોપરલી રોડ ખાતે નવરાત્રી નો કાર્યક્રમ કરવાનું હોય એમાં નવ દિવસ ગરબા ગાવા માટેની ઓફર લઈને આવ્યા ત્યાંથી શરુ થઇ ગામની બહાર કાર્યક્રમ કરવાની સફર, ત્યાર બાદ તો અનેક મોટા કલાકારો સાથે નવરાત્ર નાં કાર્યક્રમો કર્યા જેમાં મુખ્ય હતા સુ શ્રી દિવાળીબેન ભીલ, એમની સાથે ગાવાનો એક અનોખો અનુભવ હતો મારી જાત ધન્ય થઇ ગયેલી . અને 2002 ની સાલમાં કરેલ દિવાળીબેન સાથેનો એજ કાર્યક્રમ મારે માટે જીવનનો છેલ્લો સતેજ કાર્યક્રમ રહી ગયો એમાં એક સાથી કલાકાર ખુબ પીને આવેલો જેને સતેજ પર ખુબ ગાળા ગાળી કરી અને ત્યારેજ નક્કી કરી લીધું હવે પછી વ્યાવસાયિક ગાવાનું બંધ .
1994 થી 1998 સુધી સતત દર વર્ષે ભારત સરકાર નાં માનવ અધિકાર સંસાધન મંત્રાલય દ્વારા વિભિન્ન રાજ્યો માં આયોજિત  રાષ્ટ્રીય યુવા મહોત્સવ માં દમણ નું પ્રતિનિધિત્વ કર્યું .
1995માં 17 મે નાં દિવસે દમણ  આકાશવાણી શરુ થયું જેમાં કાર્યક્રમ અધિકારી શ્રી તુષાર શુક્લા અને શ્રી ધીરજ ગોસાઈ હતા જેમને દમણના  સ્થાનિક કલાકારો સાથે એક કાર્યક્રમ શરુ કરેલો 'આજના કલાકાર' જેમાં કેટલાય કાર્યક્રમ રેકોર્ડ કર્યા કરાવ્યા . અને આજ લાલચે મેં મારી બદલી દમણ દૂરદર્શન પ્રક્ષેપણ કેન્દ્ર માંથી આકાશવાણી દમણ  માં કરાવી લીધી અને પછી તો શ્રી તુષારભાઈ અને શ્રી ધીરજભાઈ જેવા નાં કુશળ માર્ગદર્શન હેઠળ અનેકો કાર્યક્રમ કર્યા . જેને પ્રતાપે આજે દમણ માં કોઈ પણ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય તો મને મહેમાન તરીકે અથવા નિર્ણાયક તરીકે આમંત્રણ આપી બોલાવે .
6) 2003 ની સાલમાં દમણ માં એક ભયંકર ગમખ્વાર પુલ હોનારત થઇ જેમાં 28 બાળકો અને એક શિક્ષક માર્યા ગયેલા એના આંદોલનમાં નૈતિક સાથા આપવા બદલ ત્યારના આકાશવાણી દમણ નાં કાર્યક્રમ અધિકારી શ્રી તરુણ શુક્લા ને ખબર નઈ  શું તકલીફ થઇ મારી ફરિયાદ કરી દીધી કે હું રાજનીતિક કાર્યક્રમ માં ભાગ લઉં છું અને રાજનીતિ માં શક્રિય છું, બસ થોડા સમય માં મારી શિક્ષાત્મક બદલી આકાશવાણી પુના મહારાષ્ટ્ર ખાતે કરવામાં આવી એ તો ભલું થાય મારા એસોસીએસન નાં સાથીઓ જેના બધીજ પ્રકારના સહકાર ને કારણે મારી બદલી રોકવી શકાઈ . પણ એ પ્રસંગે મને વધુ દ્રઢ અને એસોસીએસન પ્રત્યે સમર્પિત બનાવી દીધો અને પછી તો આગળ જતા હું 2011 થી 2013 નાં વર્ષ કાળ માટે એસોસીએસન નાં ગુજરાત એકમ નો ઓર્ગેનાઈઝેસન સેક્રેટરી બન્યો .
7) અત્યાર સુધી બધું બરાબર ચાલ્યું 2002ની સાલમાં મોટા પુત્રના યજ્ઞોપવીત સંસ્કાર કર્યા, 2003માં ઘર હતુજ એના ઉપર એક માલ નું ચણતર કર્યું . વર્ષ 2005 નાં એપ્રિલ મહિનામાં બીજો પુત્ર જન્મ્યો, 2007 ની સાલમાં મારી માતા ઘરમાં કામ કરતા પડી ગયા અને જમણા  થાપાનું હાડકું (જોઈન્ટ- ફીમાર બોલ)તૂટી જતા ઓપરેસન કરી બોલ રેપ્લાસ્મેન્ત કરાવ્યું . પણ કિસ્મત ને કૈંક જુદુજ મજુર હતું અને 6 નવેમ્બર 2008 ને રોજ મારી પત્ની ને એકદમ માથામાં દુઃખાવો  ઉપડ્યો જે અસહ્ય હોય ડોક્ટર પાસે જતા બધા રીપોર્ટ કરાવતા ખબર પડી કે એને બ્રેઈન એન્યુરીઝમ થયું હતું અને તાત્કાલિક મુંબઈ લઇ જઈ ત્યાં ડૉ રાજીવ જોશીના માર્ગદર્શન પ્રમાણે ડૉ મોહનીશ ભટજીવાલે ની દેખરેખ હેઠળ કે ઈ એમ હોસ્પીટલમાં ઓપરેસન કરાયું બધું બરાબર પાર ઉતાર્યું અને સંયોગ ફરી પલટાયો અને ઓપરેસન નાં 4થે દિવસે એક આંચકી આવી અને કોમામાં સારી પડી બસ ત્યાર પછી ત્રણ મહિના સુધી એના પર અનેકો પ્રયોગો થયા અને છેલ્લે એને દમણ  ઘરે લાવવામાં આવી અને ઘરે આવી ત્યારથી બે વર્ષ પછી એટલે કે 19 મે 2010 ની રાત્રે એને છેલ્લા શ્વાસ લીધા અમને બધાને આવજો કરી ગઈ . 

No comments:

Post a Comment