Monday, March 30, 2026

ભગવાન શ્રીકૃષ્ણની 64 કળાઓનું રહસ્ય🌺🌺

 ભગવાન શ્રીકૃષ્ણની 64 કળાઓનું રહસ્ય🌺🌺


પૌરાણિક કથાઓ -

ભગવાન શ્રીકૃષ્ણ પોતાની શિક્ષા ગ્રહણ કરવા માટે અવંતિપુર (ઉજ્જૈન) સ્થિત ગુરુ સાંદીપનિ ના આશ્રમમાં ગયા હતા, જ્યાં તેઓ માત્ર 64 દિવસ રહ્યા હતા. ત્યાં તેમણે માત્ર 64 દિવસમાં જ પોતાના ગુરુ પાસેથી 64 કળાઓનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું. જોકે શ્રીકૃષ્ણ સ્વયં ભગવાનના અવતાર હતા અને આ કળાઓ તેમને પહેલેથી જ આવડતી હતી, પરંતુ સામાન્ય જનમાનસને સમજાવવા માટે તેમણે મનુષ્ય અવતારમાં આ કળાઓ ફરીથી શીખી હતી.


શ્રીમદ્ ભાગવત પુરાણના દશમ સ્કંધના 45મા અધ્યાય અનુસાર, શ્રીકૃષ્ણ નીચેની 64 કળાઓમાં નિપુણ હતા:


64 કળાઓની યાદી

નૃત્ય – નાચવાની કળા.


વાદ્ય – વિવિધ પ્રકારના વાદ્યો વગાડવા.


ગાયન – સંગીત અને ગાયકી.


નાટ્ય – અભિનય અને વિવિધ હાવભાવ પ્રદર્શિત કરવા.


ઈન્દ્રજાલ – જાદુગરી અને હાથચાલાકી.


નાટક આખ્યાયિકા લેખન – નાટકો અને વાર્તાઓની રચના કરવી.


સુગંધિત દ્રવ્યો બનાવવાની કળા – અત્તર, તેલ વગેરે બનાવવાની વિધિ.


પુષ્પ શૃંગાર – ફૂલોના આભૂષણોથી શણગાર કરવો.


બેતાલ સિદ્ધિ – વેતાળ વગેરેને વશમાં રાખવાની વિદ્યા.


બાળકોની રમત – બાળકોના મનોરંજન માટેની રમતો.


વિજય વિદ્યા – યુદ્ધ કે સ્પર્ધામાં વિજય અપાવનારી વિદ્યા.


મંત્રવિદ્યા – મંત્રોનું જ્ઞાન અને પ્રયોગ.


શકુન-અપશકુન જ્ઞાન – પ્રશ્નોના ઉત્તરમાં શુભાશુભ જણાવવું અને ચિહ્નો સમજવા.


રત્ન કલા – રત્નોને અલગ-અલગ આકારોમાં કાપવા અને ઘડવા.


માતૃકા યંત્ર – વિવિધ પ્રકારના યંત્રો બનાવવાની કળા.


સાંકેતિક ભાષા – ગુપ્ત કે સાંકેતિક ભાષા બનાવવી.


જલ સ્તંભન – જળને બાંધવાની અથવા તેના પર ચાલવાની કળા.


વેલ-બુટ્ટા બનાવવાની કળા – વસ્ત્રો કે વસ્તુઓ પર ફૂલ-વેલની ભાત પાડવી.


અક્ષત-પુષ્પ પૂજન – પૂજા માટે રંગીન ચોખા અને ફૂલોથી સુંદર રચના કરવી.


પુષ્પ શય્યા – ફૂલોની પથારી તૈયાર કરવી.


પક્ષીઓની બોલી – પોપટ-મેના વગેરેની બોલી બોલવી કે તેમને બોલતા શીખવવું.


વૃક્ષ આયુર્વેદ – વૃક્ષો અને વનસ્પતિની ચિકિત્સા કરવાની કળા.


પ્રાણી યુદ્ધ રીત – ઘેટાં, મરઘા, બટેર વગેરેને લડાવવાની પદ્ધતિઓ.


ઉચ્ચાટન વિધિ – મંત્ર દ્વારા શત્રુને દૂર કરવાની કે માનસિક પ્રભાવ પાડવાની રીત.


વાસ્તુ કલા – ઘર કે ભવન બનાવવાની કારીગરી.


ગાલિચા-દરી નિર્માણ – ગાલીચા અને શેતરંજી બનાવવાની કળા.


સુથારી કામ – લાકડાની કારીગરી.


વેતર કામ – નેતર કે વાંસમાંથી આસન, ખુરશી કે પલંગ બનાવવાની કળા.


પાકશાસ્ત્ર – વિવિધ પ્રકારની રસોઈ, શાકભાજી, મિઠાઈ અને પકવાન બનાવવાની કળા.


હસ્ત લાઘવ – હાથની ચપળતાના કામ.


વેષ પરિવર્તન – ઇચ્છા મુજબ વસ્ત્રો અને રૂપ ધારણ કરવું.


પાનક-રસ નિર્માણ – વિવિધ પ્રકારના શરબત અને પીણાં બનાવવાની કળા.


દ્યુત ક્રીડા – જુગાર કે ચોપાટ જેવી રમતોનું જ્ઞાન.


છંદ જ્ઞાન – તમામ છંદો અને કાવ્યશાસ્ત્રનું જ્ઞાન.


વસ્ત્ર ગોપન – વસ્ત્રો છુપાવવા કે બદલવાની વિદ્યા.


આકર્ષણ વિદ્યા – દૂરના મનુષ્યો કે વસ્તુઓને આકર્ષવાની કળા.


પરિધાન – યોગ્ય કપડાં અને ઘરેણાં પહેરવાની પસંદગી.


હાર નિર્માણ – ફૂલહાર અને માળા બનાવવાની કળા.


વિચિત્ર સિદ્ધિ – જડીબુટ્ટીઓ અને મંત્રોથી શત્રુને નબળો પાડવાની ઔષધિ બનાવવી.


કર્ણપત્ર ભંગ – કાન અને ચોટલી માટે ફૂલોના આભૂષણો ગૂંથવા.


કઠપૂતળી કલા – કઠપૂતળી બનાવવી અને નચાવવી.


પ્રતિમા નિર્માણ – મૂર્તિઓ બનાવવાની કળા.


પ્રહેલિકા – ઉખાણાં ઉકેલવા અને પૂછવા.


સોયકામ – સિલાઈ, રફૂકામ અને ભરતકામ કરવાની કળા.


કેશ પ્રસાધન – વાળની સફાઈ અને સજાવટનું કૌશલ્ય.


મુષ્ટિ જ્ઞાન – મુઠ્ઠીમાં રહેલી વસ્તુ કે મનની વાત જાણી લેવી.


ભાષા જ્ઞાન – વિવિધ દેશોની ભાષાઓનું જ્ઞાન.


મ્લેચ્છ-કાવ્ય સમજ – ગુપ્ત સંકેતો કે વિદેશી ભાષાઓને સમજવાની કળા.


ધાતુ-રત્ન પરીક્ષા – સોનું, ચાંદી અને હીરા-પન્નાની પરખ કરવી.


ધાતુ નિર્માણ – કાચી ધાતુમાંથી સોનું-ચાંદી બનાવવાની કળા.


મણિ રંગ જ્ઞાન – રત્નોના રંગ અને ગુણવત્તા ઓળખવી.


ખનિજ જ્ઞાન – ખાણોની ઓળખ કરવાની વિદ્યા.


ચિત્રકલા – ચિત્રો દોરવાની કળા.


અંગ રાગ – નખ, વસ્ત્ર અને અંગોને રંગવાની કળા.


શય્યા રચના – પથારી સજાવવાની રીત.


મણિ ભૂમિકા – ઘરના ભોંયતળિયાને રત્નો અને મોતીઓથી જડવાની કળા.


કૂટનીતિ – રાજનીતિ અને રણનીતિનું જ્ઞાન.


ગ્રંથ પઠન – શાસ્ત્રો અને ગ્રંથો ભણાવવાની ચતુરાઈ.


નવીનતા – નવી નવી વાતો અને વિચારો રજૂ કરવા.


સમસ્યા પૂર્તિ – અધૂરી કાવ્ય પંક્તિઓ કે સમસ્યાઓનો ઉકેલ લાવવો.


કોષ જ્ઞાન – શબ્દભંડોળ અને શબ્દકોષનું જ્ઞાન.


માનસી કાવ્ય – મનમાં ને મનમાં શ્લોક કે કવિતાની રચના પૂર્ણ કરવી.


છલ વિદ્યા – જરૂર પડ્યે યુક્તિ કે છળથી કામ કઢાવવાની કળા.


ભૂષણ રચના – શંખ, હાથીદાંત અને અન્ય વસ્તુઓમાંથી ઘરેણાં બનાવવાની કળા.


આપણી સંસ્કૃતિ આપણો વારસો🙏🙏🙏

No comments:

Post a Comment