Thursday, July 18, 2013

છાણ ચોળીને પાડો કરવો તે આનું નામ

છાણ ચોળીને પાડો કરવો તે આનું નામ ......
ગઈ કાલે મારા એક સહ કર્મચારી મિત્ર નોકરી પર ના આવ્યા એટલે આજ જ્યારે તેઓ આવ્યા ત્યારે મેં સહજ રીતે પૂછ્યું શું થયેલું કાલે કેમ નાતા આવ્યા? એમને કહ્યું, કાલે મારા કાકી સાસુનું અવસાન થવાથી ત્યાં જવું પડ્યું માટે આવી નાતો શક્યો . એમને તરત મને પૂછ્યું કે કાકી સાસુને અંગ્રેજીમાં શું કહેવાય? અને મને અંગ્રેજીમાં આ કારણ થી ન આવી શક્યો તે માટે રજા ચિઠ્ઠી લખી આપો . મેં કહ્યું ભાઈ તું ગુજરાતી માં એક બે લીટી માં લખી આપ કે "કાલે મારા કાકી સાસુનું અવસાન થયું હોય હું ત્યાં હાજરી આપવા ગયો હતો અને નોકરી પર નાતો આવી શાયો જે માટે ગઈકાલની મારી રજા મંજુર કરવા વિનંતી ."
પણ એ ભાઈ તો જીદ પકડીને બેઠા કે નાં મારે તો અંગ્રેજીમાજ રજા ચિઠ્ઠી આપવી છે, મેં કહ્યું તો લાખ - " Respected Sir, please kindly mark yesterdays casual leave for me as I had gone to attend the funeral of my 'Paternal Aunty In Law', thanking you yours faithfully....
પછી મેં એને કહ્યું કે એક વાત છે કે આ 'Paternal Aunty In Law' લખ્યા પછી પણ ક્યાય એવું સ્પષ્ટ નથી થતું કે તારા કાકી સાસુ ગુજરી ગયા હતા, કારણ અંગ્રેજીમાં Paternal Aunty એટલે કાકી પણ થાય અને ફોઈ પણ થાય, તો તું જો  'Paternal Aunty In Law' લખે તો સાહેબ કદાચ એવું પણ સમજે કે તારા ફોઈ સાસુ ગુજરી ગયા હતા .
મારા આ બધા સ્પષ્ટીકરણ થી બિચારા પેલા ભાઈ તો ગલોથું ખાઈ ગયા અને કહેતા ગયા કે નથી લખવું મારે અંગ્રેજીમાં હું ગુજરાતી માં બે લીટી લખીને આપી દઉ કે કાકી સાસુની સ્મશાન યાત્રા માં જવાનું હોય હું ગઈ કાલે નાતો આવી શક્યો, મારી રજા મંજુર કરવા વિનંતી .
એક આડ વાત કે આપણે ગુજરાતી માં કેટલી સરળતા થી બધા સગપણ માટે જુદા અને ટુકા ઉચ્ચારણો કરી શકીએ અને એ પણ જુદી રીતે જ્યારે અંગ્રેજીમાં?
1 . કાકી, ફોઈ, મામી, માસી માટે એકજ - Aunty હવે કોઈવાર વધારે જુદું કરવા જઈએ તો ફોઈ અને કાકી માટે - Paternal Aunty અને માસી અને મામી માટે - Maternal Aunty
2.  કાકા, ફૂવા, મામા, માસા માટે - Uncle એને વધુ જુદું કરીએ તો કાકા અને ફૂવા માટે - Paternal Uncle અને મામા અને માસા માટે - Maternal Uncle
તો ભાઈઓ શા માટે બધી પીંજણ માં પડવું અને ખોટી ગેરસમજન ઉભી કરાવી સાદું અને સરળ આપણી ભાષા ગુજરાતી ભાષા જેમાં એક એક શબ્દ નું પોતાનું મહત્વ હોય .
શા માટે જબરદસ્તી છાણ ચોળીને પાડો કરવો ?

No comments:

Post a Comment