Monday, July 22, 2013

જીવનમાં ગુરુનું મહત્વ

જીવનમાં ગુરુનું મહત્વ
આપણા દેશની વિશેષતા એટલે ગુરુ-શિષ્ય પરંપરા . ગુરુ આપણને અજ્ઞાનતા થી બહાર કાઢે છે . શિક્ષક એ પણ આપણા  ગુરુ છે, માટે આપણે શિક્ષક દિન ને દિવસે પણ ગુરુની પૂજા કરીએ છીએ . તો આપણે આજના ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુની સાથે આપણા  શિક્ષકો ને પણ ચરણ વંદન કરવા જોઈએ .
સૌથી પહેલા આપણે ગુરુ શબ્દ નો અર્થ સમજી લઈએ . 'ગુ' એટલે અંધકાર અને 'રૂ' એટલે નષ્ટ કરવો . ગુરુ આપણા  જીવનના વિકારોનું અજ્ઞાન દુર કરી આનાન્દમય  જીવનયાપન કેવી રીતે કરવું એ શીખવે છે .
મનુષ્ય જીવનમાં ત્રણ ગુરુ હોય છે .
          સૌ પહેલા આપણને વિવિધ સંસ્કાર આપી સમાજમાં એકરૂપ થવાનું શીખવનારા માં-બાપ આપણા પ્રથમ ગુરુ . બાળપણમાં માં-પિતાજી આપણને દરેક વાત શીખવે છે . સાચા-ખોટાનું, યોગ્ય-અયોગ્યનું ભાન કરાવે છે . સાથે આપણને યોગ્ય આચરણ શીખવે છે . ઉદાહરણ --
1 સવારે વહેલા ઉઠાવું, ધરતી માતાને વંદન કરવા .
2 વડીલોને નમસ્કાર કેમ અને કેવી રીતે કરવા
3 સાંજે 'શુભમકારોતી' કહીને ભગવાન સમક્ષ દીવો પ્રગટાવવો, કારણ દીપક અંધકાર દુર કરે છે
4 મિત્રોને મળતી વખતે નમસ્કાર કરવા, કારણ પ્રત્યેક વ્યક્તિમાં ઈશ્વર હોય છે
5 ઘરમાં કોઈ મહેમાન આવે તો એમનું સ્વાગત કરવું
  આવી બધી અનેક વાતો માં-બાપ શીખવે છે, એટલે આપણા  પ્રથમ ગુરુ માં-બાપ છે, માટે આપણે  એમનું સમ્માન કરવું જોઈએ અને રોજ સવારે ઉઠી એમને પ્રણામ કરવા જોઈએ .
          ત્યારબાદ આપણને અનેક વાતો શીખવી તમામ રીતે પરિપૂર્ણ કરનારા શિક્ષક આપણા બીજા ગુરુ છે .
માટે ગુરુપુર્નીમાં ને દિવસે એમને ભાવપૂર્ણ નમસ્કાર કરી એમના આશીર્વાદ લેવા જોઈએ . ગુરુ એટલે આપણા  શિક્ષક અને શિષ્ય એટલે આપણે .
શિક્ષક આપણને અનેક વિષયો નું જ્ઞાન આપે છે . ઉદાહરણ ---
ઈતિહાસ શીખવી આપણને રાષ્ટ્રાભીમાન જાગૃત કરે છે, ઈતિહાસ દ્વારા આપના આદર્શ નિશ્ચિત થાય છે . શિક્ષક આપણને આપણી માતૃભાષા શીખવે છે જેથી આપણા માં  નું અભિમાન જાગૃત થાય છે . સમાજશાસ્ત્ર  શીખવીને જે સમાજમાં આપણે રહીએ છીએ એ સમાજનું ઋણ આપણા પર હોવાનું ભાન કરાવે છે . અર્થશાસ્ત્ર દ્વારા યોગ્ય માર્ગે ધન કેવી રીતે ઉપાર્જિત કરવું એ શીખવે છે .
આવા શિક્ષકો / ગુરુ ની ક્ષમા માંગી કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ એ ગુરુપૂર્ણિમા .
          અને ત્રીજા આધ્યાત્મિક ગુરુ જેમના દ્વારા આપણા  જીવનનો વાસ્તવિક અર્થ પામી શકાય . આપણે આગળ  જોયું તે આપણને ભૌતિક વિશ્વના સંદર્ભમાં માર્ગદર્શન કરનારા ગુરુ એટલે માં-બાપ અને શિક્ષક જોયા . હવે આપણે આધ્યાત્મિક ગુરુ કેવા હોય છે એ જોઈશું . પ્રત્યેક વ્યક્તિના  જીવનમાં ગુરુ આવે  છે . જેમકે શ્રી કૃષ્ણ-અર્જુન, શ્રી રામકૃષ્ણ-સ્વામી વિવેકાનંદ, સમર્થ રામદાસસ્વામી-શિવાજી મહારાજ આવી ગુરુ-શિષ્ય પરંપરા એજ આપણા  દેશની વિશેષતા છે .
આધ્યાત્મિક ગુરુ આપણને આપણી  વાસ્તવિક ઓળખ કરાવી આપે છે . આપણા  અજ્ઞાનને કારણે આપણને એવું લાગે છે કે હું એક વ્યક્તિ ચુ, પાના વાસ્તવિક રૂપમાં આપણે વ્યક્તિ ના હોઈને આત્મા છીએ, એટલે ઈશ્વરજ આપણામાં  રહીને પ્રત્યેક કાર્ય કરે છે, પણ અહંકાર રૂપી અજ્ઞાનને કારણે આપણને લાગે છે કે, પ્રત્યેક કાર્ય આપણેજ કરીએ છીએ . વિચારો આત્મા આપણા માંથી નીકળી ગઈ તો તો આપણે શું કરી શકીએ? બસ આ વાત નું સાચું જ્ઞાન કરાવે એ ગુરુ .
આવો મિત્રો આજના આ શુભ દિવસે આપને સૌ સાથે મળી પોત પોતાના માં-બાપ, પોત પોતાના શિક્ષક અને પોત પોતાના આધ્યાત્મિક ગુરુને વંદન કરીએ અને આ પ્રાર્થના કરીએ --
ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર
ગુરુ સક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ
ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપ સૌ મિત્રોને ઘણી ઘાણી  શુભેચ્છાઓ .

No comments:

Post a Comment