Sunday, May 18, 2014

હાલે સંપન્ન થયેલ ૨૦૧૪ ની લોકસભા ચુંટણીના પરિણામો દ્વારા રાજકીય હલકમાં ઘણી ઉથલપાથલ જોવા મળી અને હજી જોવા મળશે.
હવે વાત કરીએ અમારે દમણ અને દીવ જેવા નાના પ્રદેશની તો અહી કુલ મળીને પોણાં લાખથી વધુ મતદારો નથી. અહી પણ મોદીની લહેર કામ કરી ગઈ કે નિવર્તમાન સાંસદની વ્યક્તિગત છબી કામ કરી ગઈ પણ ભાજપા ૯૨૨૩ મતોએ કોંગ્રેસને હરાવી.
ખરી વાત પર આવીએ દમણ દીવમાં સ્થાનિક અખબારો અસંખ્ય છે પણ બદ્કીસ્મતી એક પણ આધારભૂત કહી શકાય એવા રાજનીતિક વિશ્લેષક નથી જે કોંગ્રેસની હાર પાછળ સાચું કારણ બતાવી શકે. છતાં સ્થાનીકોમાં જે વાત ખુબ ચર્ચામાં છે તે એ કે છેલ્લા કેટલાય વર્ષોથી કોંગ્રેસના પ્રાદેશિક પ્રમુખ શ્રી વિશાલ ટંડેલ જેણે ખુબ મહેનત અને કાળજી પૂર્વક કોંગ્રેસની છબી બનાવેલી એને હાઈ કમાન્ડે કયા એવા સંજોગોને આધીન થઈને શ્રી વિશાલ ટંડેલ ને સ્થાને અસંખ્ય વાર કોંગ્રેસ માટે બાગી પુરવાર થયેલ શ્રી કેતન પટેલને કોંગ્રેસ ઉમેદવાર બનાવી દીધા જેથી અસંખ્ય કોંગ્રેસ કાર્યકરોને ધક્કો પહોંચ્યો હતો. એટલે પ્રત્યક્ષ રૂપે બંડ નાં પોકારી શકે પણ અંદરખાનેથી બળવાખોરી કરીને ભાજપને મદદરૂપ થયા હોવાનું અનુમાન અસ્થાને નથી.
હવે પરીશ્થીતી એવી સર્જાઈ છે કે શ્રી વિશાલ ટંડેલ આજની ઘડીએ ઘણા વર્ષો પહેલા તેઓ પ્રાદેશિક કોંગ્રેસ પ્રમુખ બન્યા ત્યારેની સ્થિતિ અને આજની સ્થિતિમાં ઝાઝો ફર્ક નથી. એવી કહેવું અતિશયોક્તિ નહિ હોય કે આજે સ્થિતિ વધુ વિકટ છે. ત્યારે કેન્દ્રમાં કોંગ્રેસ યુતિની સરકાર હતી આજે કેન્દ્રમાં ભાજપાની એકલાની સરકાર અને સાંસદ પણ ભાજપના માટે એમને હાલે તો ઘોડાપૂરમાં વહેણની સામે તરવા જેવી સ્થિતિ છે. અને બાકીમાં જે કોંગ્રેસનો જનાધાર દમણ દીવમાં બનેલો એ મોદી નામની ત્સુનામી માં ધોવાય ગયો છે. શરૂઆત એમને નવો પાયો નાખીને કરવાની રહેશે. પણ વિશાલ ટંડેલ આ બધું ફરી કરવાનું પસંદ કરશે એવું અનુમાન કરીએ તો કદાચ ખોટું નહિ હોય.
પણ સર્વ સામાન્ય ચર્ચાનો વિષય આજ છે કે વિશાલ ટંડેલ કદાચ એવી ગણતરી કરે કે આ બધું કરવા પાછળ મહેનત કરવી એના કરતા તેઓ ભાજપમાં સામેલ થઇ જાય અને ભાજપની નીતિ છે કે બને ત્યાં સુધી ત્રીજીવાર કોઈને ટીકીટ નહિ આપવી એનો લાભ પોતાની છબી, દમણ દીવ ભાજપની આંતરિક ખેંચતાણ, દમણ દીવની ધણી ધોરી વગરના જેવી સાંપ્રત પરિસ્થિતિ નો લાભ ૨૦૧૯ ના લોકસભાની ચુંટણી માં લઇ શકાય તો કદાચ એ વાતને ધરમૂળ થી નકારી તો નાજ શકાય.
જોઈએ હવે સમય આગળ કેવી કરવટ બદલે છે એ જોવું વધુ રસપ્રદ રહેશે.

No comments:

Post a Comment