Tuesday, May 27, 2014

૨૦૧૪ ની લોકસભા પહેલા એટલે ૨૦૧૩ ના આરંભે દમણ ભાજપા માં બોડી બામણીના ખેતર જેવી હાલત હતી જેથી દમણ ના ઘણા એવા નેતા જેઓ તે અગાઉ બીજા ઘણા અન્ય રાજકીય પક્ષો સાથે સંબંધો બાંધી છુટા છેડા લઇ ચુક્યા હતા તેઓ આ પરિસ્થિતિ જાણી ભાજપના ધણી થવાના પ્રયાસ કરી પોતાની જાતને ચુસ્ત ભાજપાઈ કહેવડાવવા લાગ્યા. અને જ્યારે ચુંટણી જાહેર થઇ અને ભાજપા ચુંટણી સમિતિ દ્વારા નામો માંગવામાં આવ્યા ત્યારે ૧૨ જણાએ પોતાના નામ મોકલ્યાં અને ત્યારે એવી હવા વહેતી કરી કે આ વખતે નિવર્તમાન સાંસદને ૧૦૦% ટીકીટ નહિ મળે અને પોતાનેજ મળશે. અને જયારે નામ જાહેર થયું કે તરતજ એ ૧૨ માંથી ૮ નેતાઓએ ભાજપા સાથે છુટા છેડા લીધા વિનાજ એક દમણ વિકાસ મંચ નામનું માધ્યમ તૈયાર કરી લાલુભાઈ પટેલને હરાવવાના પ્રયત્નો માં ખુલે આમ મંડી પડ્યા, તે ત્યાં સુધી કે લોકોએ પૂછ્યું કે તમે તો નરેન્દ્ર મોદીને પ્રધાન મંત્રી બનાવવાની આજ સુધી હિમાયત કરતા હતા અને હવે આજે તમે લાલુંભાઈને હરાવવાની વાતો કરો છો. ત્યારે જે શબ્દો દમણ દીવના કોંગ્રેસી દ્વારા લાલુભાઈ વિષે જે સ્ક્રીપ્ટ લખાયેલી એજ આખી સ્ક્રીપ્ટ તેઓ બોલવા લાગ્યા.
પણ લાલુભાઈ પોતે આજસુધી નિખાલસ ભાવે કરેલ પ્રજાના કામો અને સહાય ઉપરાંત સૌથી વધારે તો એમને ૨૪ કલાક પ્રજા માટે ખુલ્લા રાખેલ એમના ઘરના દરવાજા ઘણું બધું કામ કરી ગયા.
હવે આજે એજ વિકાસ મંચ ના એ સભ્યો ગઈકાલે શ્રી મોદીના શપથગ્રહણ પછી ભાજપા ના ઝંડા લઇ ફટાકડા ફોડ્યા આનો શું મતલબ કાઢવો?
બીજી બાજુ શ્રી લાલુભાઈ ઉમેદવાર જાહેર થયા ત્યારથી લઈને હજી સુધી સંતાઈ ગયેલા દમણ દીવના ભાજપાના પ્રદેશ પ્રમુખ ગઈકાલે અખબારમાં પોતાનો ફોટા સાથે એવું લખેલું વાંચ્યું કે એમને પણ શપથગ્રહણ સમારોહનું આમંત્રણ મળ્યું છે. અરે ભલા માણસ આવું કરીને તમે જણાવો છો કે તમારી નિષ્ક્રિયતા છતાં તમને પક્ષ યાદ કરે છે.
ચુંટણી પરિણામો પછી તો એવી વાતો જોરશોરથી ચર્ચાઈ કે જે ક્ષતિ વિકાસ મંચે ભાજપને પહોચાડી એની પૂર્તિ દમણ દીવ ના અમુક આગેવાનો કાર્યકરો જેવો કેતન પટેલને ટીકીટ મળવાથી નારાજ હતા તેઓએ કરી આપી. સાચી વાત ભગવાન જાણે કે કોંગ્રેસીઓ.
વિડમ્બના કેવી કે એ વિકાસ મંચ માંથી કેટલો સભ્યો દમન મ્યુનીસીપલ કાઉન્સીલના કાઉન્સીલર છે અને ચુંટણી આચાર સંહિતા લાગુ થયા બાદથી આજ દિન સુધી કોઈ કામો તરફ ધ્યાન નથી આપ્યું અંદર ખાને કોઈ મોટા કામો થયા હશે બાકી પ્રજા લક્ષી કામોની બિલકુલ અવગણના થઇ છે.

No comments:

Post a Comment