Tuesday, May 27, 2014

૨૦૧૪ ની લોકસભા પહેલા એટલે ૨૦૧૩ ના આરંભે દમણ ભાજપા માં બોડી બામણીના ખેતર જેવી હાલત હતી જેથી દમણ ના ઘણા એવા નેતા જેઓ તે અગાઉ બીજા ઘણા અન્ય રાજકીય પક્ષો સાથે સંબંધો બાંધી છુટા છેડા લઇ ચુક્યા હતા તેઓ આ પરિસ્થિતિ જાણી ભાજપના ધણી થવાના પ્રયાસ કરી પોતાની જાતને ચુસ્ત ભાજપાઈ કહેવડાવવા લાગ્યા. અને જ્યારે ચુંટણી જાહેર થઇ અને ભાજપા ચુંટણી સમિતિ દ્વારા નામો માંગવામાં આવ્યા ત્યારે ૧૨ જણાએ પોતાના નામ મોકલ્યાં અને ત્યારે એવી હવા વહેતી કરી કે આ વખતે નિવર્તમાન સાંસદને ૧૦૦% ટીકીટ નહિ મળે અને પોતાનેજ મળશે. અને જયારે નામ જાહેર થયું કે તરતજ એ ૧૨ માંથી ૮ નેતાઓએ ભાજપા સાથે છુટા છેડા લીધા વિનાજ એક દમણ વિકાસ મંચ નામનું માધ્યમ તૈયાર કરી લાલુભાઈ પટેલને હરાવવાના પ્રયત્નો માં ખુલે આમ મંડી પડ્યા, તે ત્યાં સુધી કે લોકોએ પૂછ્યું કે તમે તો નરેન્દ્ર મોદીને પ્રધાન મંત્રી બનાવવાની આજ સુધી હિમાયત કરતા હતા અને હવે આજે તમે લાલુંભાઈને હરાવવાની વાતો કરો છો. ત્યારે જે શબ્દો દમણ દીવના કોંગ્રેસી દ્વારા લાલુભાઈ વિષે જે સ્ક્રીપ્ટ લખાયેલી એજ આખી સ્ક્રીપ્ટ તેઓ બોલવા લાગ્યા.
પણ લાલુભાઈ પોતે આજસુધી નિખાલસ ભાવે કરેલ પ્રજાના કામો અને સહાય ઉપરાંત સૌથી વધારે તો એમને ૨૪ કલાક પ્રજા માટે ખુલ્લા રાખેલ એમના ઘરના દરવાજા ઘણું બધું કામ કરી ગયા.
હવે આજે એજ વિકાસ મંચ ના એ સભ્યો ગઈકાલે શ્રી મોદીના શપથગ્રહણ પછી ભાજપા ના ઝંડા લઇ ફટાકડા ફોડ્યા આનો શું મતલબ કાઢવો?
બીજી બાજુ શ્રી લાલુભાઈ ઉમેદવાર જાહેર થયા ત્યારથી લઈને હજી સુધી સંતાઈ ગયેલા દમણ દીવના ભાજપાના પ્રદેશ પ્રમુખ ગઈકાલે અખબારમાં પોતાનો ફોટા સાથે એવું લખેલું વાંચ્યું કે એમને પણ શપથગ્રહણ સમારોહનું આમંત્રણ મળ્યું છે. અરે ભલા માણસ આવું કરીને તમે જણાવો છો કે તમારી નિષ્ક્રિયતા છતાં તમને પક્ષ યાદ કરે છે.
ચુંટણી પરિણામો પછી તો એવી વાતો જોરશોરથી ચર્ચાઈ કે જે ક્ષતિ વિકાસ મંચે ભાજપને પહોચાડી એની પૂર્તિ દમણ દીવ ના અમુક આગેવાનો કાર્યકરો જેવો કેતન પટેલને ટીકીટ મળવાથી નારાજ હતા તેઓએ કરી આપી. સાચી વાત ભગવાન જાણે કે કોંગ્રેસીઓ.
વિડમ્બના કેવી કે એ વિકાસ મંચ માંથી કેટલો સભ્યો દમન મ્યુનીસીપલ કાઉન્સીલના કાઉન્સીલર છે અને ચુંટણી આચાર સંહિતા લાગુ થયા બાદથી આજ દિન સુધી કોઈ કામો તરફ ધ્યાન નથી આપ્યું અંદર ખાને કોઈ મોટા કામો થયા હશે બાકી પ્રજા લક્ષી કામોની બિલકુલ અવગણના થઇ છે.

Thursday, May 22, 2014

દીકરી .............

દીકરી .............
૧..લગ્ન સમયે બધાનું બધામાં ઘ્યાન હોય છે
પણ દીકરીની મનઃસ્થિતિની ખબર કોઈને
પડતી નથી.
૨.. કંકોત્રીમાં પોતાના નામ
પછીના કૌંસમાં લખેલું નામ કદાચ છેલ્લી જ
વાર પોતાની આઈડેન્ટીટી બતાવી રહ્યું
છે... હવે નામની પાછળ બદલાતું નામ અને
બદલાતી અટક સાથે વાતાવરણ પણ
બદલાવવાનું છે
૩. ગઈકાલ સુધી જે દરેક ઈચ્છાઓ
પૂરી કરાવીને જ જંપતી હતી આજે એ
ઈચ્છાઓ પર કાબૂ મેળવતા શિખી ગઈ હોય
છે કારણ કે દીકરી કોઈને કશું જ
કહેવા માંગતી નથી!
૪. દીકરી કોઈને કશું જ
કહેવા માંગતી નથી. એટલે જ એ
સાસરેથી પિયરમાં આવે છે ત્યારે
પહેલાંઘરના પાણીયારામાંથી જાતે
ઊભી થઈને
સ્ટીલના જૂના ગ્લાસમાં પાણી પીવે છે, હજુ
પણ એને ઘરના કોક ખૂણેથી બાળપણ
મળી આવે છે, હજુપણ એને
પપ્પાની આંગળી ઝાલીને ફરવાનું મન થતું
હોય છે,
સીડી પ્લેયરના મોટ્ટા અવાજમાં હીંચકા ખાવાનું
મન એને આજે પણ થાય છે. પણ, હવે એ
દીકરીની સાથે સાથે પત્નિ બની છે.
ગઈકાલ સુધી જે દરેક ઈચ્છાઓ
પૂરી કરાવીને જ જંપતી હતી આજે એ
ઈચ્છાઓ પર કાબૂ મેળવતા શિખી ગઈ હોય
છે કારણ કે દીકરી કોઈને કશું જ
કહેવા માંગતી નથી!
૫. સુકાઈ ગયેલા આંસુનું માપ
લિટરમાં નથી નીકળતું......!! !
પિતા પાસેથી નાની નાની હથેળીઓ પર
હાથ મૂકીને નસીબ
અજમાવવાના દિવસો 'છૂ' થઈ જાય છે!
પોતાના જ ઘરમાં મહેમાન બનીને આવવાનું
જેટલું દીકરી માટે અઘરું છે એટલું જ મહેમાન
બનીને આવતી દીકરીને
પોતાની સગ્ગી આંખોએ જોવાનું પણ અઘરું
છે...
૬. દીકરો ખૂબ થાકીને ઘરે આવ્યો હશે અને
ગમ્મે તેટલો મોટો હશે પણ એનો બાપ એને
અડધી રાત્રે ઊઠાડીને કામે મોકલશે... એ
જ આશયથી કે દીકરો તો કાલે
ફરીથી નિરાંતે ઊંઘી જશે પણ,
દીકરી ઊંઘતી હશે તો પિતા એને
ઉઠાડવાની હિંમત નહીં કરે...! કદાચ આ
ઊંઘ ફરી ક્યારેય ન આવે તો?
દીકરો પરણાવતી વખતે બાપ હોય
એના કરતાં વધારે જુવાન બની જાય છે...
પણ, દીકરી પરણાવતી વખતે એ અચાનક જ
ઘરડો લાગવા માંડે છે... !!
દીકરીનું લગન એટલે નદીને પાનેતર
પહેરાવવાની ક્ષણો...!



(ક્યાંક વાચ્યું...ગમ્યુ અને આંખોમાં આવેલ ઝળઝળિયાં સાથે અહી પોસ્ટ
કર્યું. —

Wednesday, May 21, 2014

ગુજરાતી કહેવત - "હાર્યો જુગારી બમણું રમે" અને અંગ્રેજી કહેવત - "આઈડલ માઈન્ડ ઇસ ડેવિલ્સ વર્કશોપ" (પરવારતું મન શૈતાન નું કારખાનું).
આ બંને કહેવતો ને આધારે શું ૬૦ વરસ સુધી સત્તાનો નશો કરી ચુકેલી કોંગ્રેસ ભાજપા અને શ્રી નરેન્દ્ર મોદીને શાંતિ થી બેસવા દેશે ?
એવું કહેવું ખોટું નહિ હોય એનડીએ સરકારે મોદીજીએ એક સાથે પાડોશી રાષ્ટ્ર, મોંઘવારી અને કોંગ્રેસ આમ ત્રણ મોરચે સરખી રીતે સુસજ્જ થઇ રહેવું પડશે.
તમે શું માનો છો?

Tuesday, May 20, 2014

ધર્મ- નિરપેક્ષતા

એકવાર જ્યારે શ્રી મોદીજીએ એક કાર્યક્રમમાં ઇસ્લામી ટોપી પહેરવાની નાં કહી ત્યારે શ્રી નીતીશે એમનું નામ લીધા વગર કહેલું કે રાજનીતિમાં જરૂર પડે ત્યારે ટોપી પણ પહેરવી પડે અને તિલક પણ કરવા પડે. ત્યારે નીતીશને એમ કે આવું કહી તેઓએ પોતાને સૌથી મોટા બિનસાંપ્રદાયિક સાબિત કરી દીધા. પણ ત્યારે એમને એવી ક્યાં ખબર હતી કે એમની આ બિનસાંપ્રદાયિકતા ની હવા વગર મહેનતે એમની બિહારની પ્રજાજ કાઢી નાખશે અને એમને નૈતિકતાની નૌટંકી કરવી પડશે.
આ બધામાં ખરેખર ખરી ધર્મનિરપેક્ષતા શું છે ? લગભગ મોટાભાગના લોકો કહેશે નથી ખબર, તો સાંપ્રત સમયમાં ધર્મનિરપેક્ષતા ની પરિભાષા કાંઇક આવી બે રીતે બતાવી શકાય
૧. લઘુમતીઓને અનુમોદન
૨. હિંદુ ધર્મની પેટભરીને આલોચના કરવી.
પણ અત્યારે સોસીયલ મીડિયા દ્વારા એવું જાણવા મળ્યું કે અંગ્રેજી શબ્દ "secularism " એ ખરેખર ધર્મનિરપેક્ષતા નથી પશ્ચિમી દેશોમાં ખ્રિસ્તી મીસનરીઓ સેક્યુલારીસ્મ નો અર્થ એજ પરમ સત્ય જે ઈસા મસીહે બાઈબલ દ્વારા કહ્યું છે અને એને માનનારો એજ સાચો સેક્યુલર કહેવાય. બીજી બાજુ કટ્ટર ઇસ્લામ પંથી એવું કહેતા
હોય છે કે જે ઇસ્લામ
અને એની વાતોને નથી માનતો એ કાફિર છે. અહી આપણે સૌ (કદાચ આપણા તમામ રાજનૈતિક પક્ષો પણ) સેક્યુલારીસ્મ એટલે બધા ધર્મો સંપ્રદાયો પંથોને સમાન આદરભાવ, એવો કરીએ.
પણ શું આ પરિભાષા નું પણ ખરેખર પાલન આપણે કરીએ છીએ? આપણા રાજનૈતિક પક્ષો કરે છે? તો વ્યક્તિગત રીતે હું તો કહીશ 'ના' કારણ એકપણ એવો પક્ષ શોધી આપો જે ધર્મનિરપેક્ષતા ને ખરેખર અનુસરતો હોય. તમામ પક્ષો બહુમતી ને ભોગે લઘુમતીને રીઝવ્વામાજ લાગ્યો હોય.
આ વખતે ૨૦૧૪ ની લોકસભા ચુંટણી પરિણામો શું તમામ ભારત વાસીઓને અને રાજનૈતિક પક્ષોને ધર્મ- નિરપેક્ષતા ની ફરીથી સાચી પરિભાષા તરફ વાળવાનો બહુમાંતિઓનો નિર્દેશ તો નથી? કદાચ હા.
તમે પણ વિચારો અને ચકાસી જુઓ તમારી જાતને શું તમે સાચ્ચે સાચ ધર્મ-નિરપેક્ષ છો?

Sunday, May 18, 2014

ॐ શબ્દ નો નાદ ....

ॐ શબ્દ નો નાદ ....
નાસાએ વોયેજર નામે એક મિશન માટે અંતરીક્ષમાં યાન મોકલ્યું હતું જેનો એક ઉદ્દેશ્ય બ્રહ્માંડમાં ગુંજતા બ્રહ્માંડી અવાજોનું સાઉન્ડ રિકોર્ડ કરી એનું વિશ્લેષણ કરવું પણ હતો.
આ વોયેજર યાન દ્વારા પ્રાપ્ત રેકોર્ડ કરેલ અવાજોનું ૩ વર્ષ સુધી ગહન અધ્યયન કરાયા બાદ નાસાએ બ્રહ્માંડમાં વ્યાપ્ત રહસ્યમયી અવાજો નું વિશ્લેષણ પ્રસ્તુત કરાયું. આપણે લોકો ફક્ત ૨૦ ૨૦,૦૦૦ હર્ટઝ નો ધ્વાનીજ સાંભળી શકવાની ક્ષમતા રાખીએ છીએ.
આ ફ્રીક્વેન્સી થી ઘણી અધિક ઉચ્ચ ફ્રીક્વેન્સી વાળા બ્રહ્માંડમાં વ્યાપ્ત ધ્વનીને ડીકોડ કરાતા નાસાને જે ધ્વની સાંભળવા મળ્યો એ 'ॐ' હતો.
નાસા દ્વારા એને The Sound of Sun અર્થાત "સૂર્યનો અવાજ" નામ અપાયું છે. અને હવે તેઓ એ વાતનું રહસ્ય જાણવા માટે વ્યાકુળ છે કે આખરે હિંદુ ધર્મ માં ॐ શબ્દ નો પ્રાદુર્ભાવ ક્યાંથી થયો ... ??
એ પણ ઈસા નાં જન્મ થી હજારો વર્ષ પહેલા.
ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ
હાલે સંપન્ન થયેલ ૨૦૧૪ ની લોકસભા ચુંટણીના પરિણામો દ્વારા રાજકીય હલકમાં ઘણી ઉથલપાથલ જોવા મળી અને હજી જોવા મળશે.
હવે વાત કરીએ અમારે દમણ અને દીવ જેવા નાના પ્રદેશની તો અહી કુલ મળીને પોણાં લાખથી વધુ મતદારો નથી. અહી પણ મોદીની લહેર કામ કરી ગઈ કે નિવર્તમાન સાંસદની વ્યક્તિગત છબી કામ કરી ગઈ પણ ભાજપા ૯૨૨૩ મતોએ કોંગ્રેસને હરાવી.
ખરી વાત પર આવીએ દમણ દીવમાં સ્થાનિક અખબારો અસંખ્ય છે પણ બદ્કીસ્મતી એક પણ આધારભૂત કહી શકાય એવા રાજનીતિક વિશ્લેષક નથી જે કોંગ્રેસની હાર પાછળ સાચું કારણ બતાવી શકે. છતાં સ્થાનીકોમાં જે વાત ખુબ ચર્ચામાં છે તે એ કે છેલ્લા કેટલાય વર્ષોથી કોંગ્રેસના પ્રાદેશિક પ્રમુખ શ્રી વિશાલ ટંડેલ જેણે ખુબ મહેનત અને કાળજી પૂર્વક કોંગ્રેસની છબી બનાવેલી એને હાઈ કમાન્ડે કયા એવા સંજોગોને આધીન થઈને શ્રી વિશાલ ટંડેલ ને સ્થાને અસંખ્ય વાર કોંગ્રેસ માટે બાગી પુરવાર થયેલ શ્રી કેતન પટેલને કોંગ્રેસ ઉમેદવાર બનાવી દીધા જેથી અસંખ્ય કોંગ્રેસ કાર્યકરોને ધક્કો પહોંચ્યો હતો. એટલે પ્રત્યક્ષ રૂપે બંડ નાં પોકારી શકે પણ અંદરખાનેથી બળવાખોરી કરીને ભાજપને મદદરૂપ થયા હોવાનું અનુમાન અસ્થાને નથી.
હવે પરીશ્થીતી એવી સર્જાઈ છે કે શ્રી વિશાલ ટંડેલ આજની ઘડીએ ઘણા વર્ષો પહેલા તેઓ પ્રાદેશિક કોંગ્રેસ પ્રમુખ બન્યા ત્યારેની સ્થિતિ અને આજની સ્થિતિમાં ઝાઝો ફર્ક નથી. એવી કહેવું અતિશયોક્તિ નહિ હોય કે આજે સ્થિતિ વધુ વિકટ છે. ત્યારે કેન્દ્રમાં કોંગ્રેસ યુતિની સરકાર હતી આજે કેન્દ્રમાં ભાજપાની એકલાની સરકાર અને સાંસદ પણ ભાજપના માટે એમને હાલે તો ઘોડાપૂરમાં વહેણની સામે તરવા જેવી સ્થિતિ છે. અને બાકીમાં જે કોંગ્રેસનો જનાધાર દમણ દીવમાં બનેલો એ મોદી નામની ત્સુનામી માં ધોવાય ગયો છે. શરૂઆત એમને નવો પાયો નાખીને કરવાની રહેશે. પણ વિશાલ ટંડેલ આ બધું ફરી કરવાનું પસંદ કરશે એવું અનુમાન કરીએ તો કદાચ ખોટું નહિ હોય.
પણ સર્વ સામાન્ય ચર્ચાનો વિષય આજ છે કે વિશાલ ટંડેલ કદાચ એવી ગણતરી કરે કે આ બધું કરવા પાછળ મહેનત કરવી એના કરતા તેઓ ભાજપમાં સામેલ થઇ જાય અને ભાજપની નીતિ છે કે બને ત્યાં સુધી ત્રીજીવાર કોઈને ટીકીટ નહિ આપવી એનો લાભ પોતાની છબી, દમણ દીવ ભાજપની આંતરિક ખેંચતાણ, દમણ દીવની ધણી ધોરી વગરના જેવી સાંપ્રત પરિસ્થિતિ નો લાભ ૨૦૧૯ ના લોકસભાની ચુંટણી માં લઇ શકાય તો કદાચ એ વાતને ધરમૂળ થી નકારી તો નાજ શકાય.
જોઈએ હવે સમય આગળ કેવી કરવટ બદલે છે એ જોવું વધુ રસપ્રદ રહેશે.