Saturday, April 20, 2013

ગઈ કાલે શ્રી રામ નવમી ઉત્સવ આખા વિશ્વમાં ઉજવાયો એના ઉપલક્ષમાં ભગવાન રામ સાથે જોડાયેલ અમુક તથ્યો નું વૈજ્ઞાની પ્રમાણ સાથે જાણકારી અહી પ્રસ્તુત છે .......



ભગવાન શ્રી રામ નું જીવન ચરિત્ર સૌ પ્રથમ મહર્ષિ વાલ્મિકીએ 'રામાયાણ' માં શ્રી રામનો અયોધ્યાના રાજા તરીકે રાજ્યાભિષેક થયા બાદ આલેખ્યું . મહર્ષિ વાલ્મીકી એક ઉચ્ચ કોટીના જ્યોતિષ શાસ્ત્રી હતા એમણે શ્રી રામના જીવન સાથે જોડાયેલ અનેકો મહત્વની ઘટનાઓ નું ગ્રહ નક્ષત્ર અને રાશિઓને આધારે  કથાન કરેલું. કહેવાની જરૂર નથી કે એજ ગ્રહ દશા, નક્ષત્રો ની દિશા અને રાશિઓનો મેળ હજારો વર્ષો પછી પણ પાછો નથી જોવા મળતો .  મહર્ષિ વાલ્મીકી દ્વારા વર્ણવાયેલ ભગવાન શ્રી રામ અંગેની આજ બધી માહિતીઓને "પ્લેનેટોરીયમ ગોલ્ડ"  નામના સોફ્ટવેર માં પ્રેસિત કરાતા શ્રી રામનાં જીવન અંગે ની અંગ્રેજી તારીખોને જાની શકાઈ છે .
ઇન્ડિયન રેવેન્યુ સર્વિસના શ્રી પુષ્કર ભટનાગરે "ફોગ્વેર પબ્લીશીંગ USA" પાસેથી સૂર્ય અને ચંદ્ર ગ્રહણ, પૃથ્વીથી બીજા અન્ય ગ્રહોંની દિશા, દશા અને માપ જાણવા માટે ખગોળવિજ્ઞાનીઓ દ્વારા વપરાતા આ સોફ્ટવેરને મેળવી  મહર્ષિ વાલ્મીકી દ્વારા આલેખાયેલ ભગવાન શ્રી રામ નાં જીવન સાથે ઘટેલ ઘટનાઓની તમામ ગ્રહ દશા, નક્ષત્રોની દિશા અને રાશીઓ ની માહિતી આમાં પ્રેસિત કરતા ખુબજ રોચક સંતોષકારક તથ્યો જેવા કે શ્રી રામના જન્મ થી લઇ 14 વર્ષ વનવાસ પછી અયોધ્યા પાછા આવ્યા સુધી જાણવા મળ્યા છે . શ્રી પુષ્કર ભટનાગરે એ સાથે સચોટ અને સંતોષકારક માહિતીઓ Rupa  & Co  દ્વારા પ્રકાશિત એમના પુસ્તક "Dating  the Era of Lord  Rama " આપેલ છે જેમાંથી થોડી માહિતીઓ અહી સાભાર લઈએ છીએ .
1) શ્રી રામ ની જન્મ તારીખ અને વર્ષ :- 10 જાન્યુઆરી 5114 BC સમય બપોરે 12 થી 1 ની વચ્ચે
2)  શ્રી ભરત ની જન્મ તારીખ :- 11મી જાન્યુઆરી 5114 BC  અડધી રાતે 4 વાગ્યાની આસપાસ
3)  શ્રી રામ 14 વર્ષ નાં વનવાસ માટે નીકળ્યા :- 5મી  જાનુઆરી 5089 BC  (25 વર્ષ ની આયુ)
4)  ખર અને દુષણ નામક રાક્ષસો નો વધ :- 7મી ઓક્ટોબર 5077 BC (એ દિવસે સૂર્ય ગ્રહણ અને અમાવાસ્યા હતી) જે પંચવટી થી જોઈ શકાતું હતું .
5)  વાળી નો વધ       :-   3 જી અપ્રિલ 5076 BC
6) શ્રી હનુમાનજી લંકા પહોંચ્યા :-  12 મી સપ્ટેમબર  5076 BC
7) શ્રી હનુમાનજી લંકા થી પાછા ફર્યા :- 14 મી સપ્ટેમબર 5076 BC
8) નલ સેતુ /રામ સેતુ નિર્માણ કાર્ય :- શરુ 15મી સપ્ટેમબર 5076 BC અને પૂર્ણ 19મી સપ્ટેમબર 5076 BC
9) સૈન્ય નું લંકા તરફ પ્રયાણ  :- 20મી સપ્ટેમબર  5076 BC
10 રાવણ નાં કિલ્લા પાસે સૈન્ય પહોંચ્યું :- 12 મી ઓક્ટોબર 5076 BC
11) મેઘનાદનું મૃત્યુ  :-  24 મી નવેમ્બર 5076 BC
12) રાવણ વધ  :- 4 થી ડીસેમ્બર 5076 BC
13) શ્રી રામ અયોધ્યા પાછા આવ્યા :- 2 જી જાન્યુઆરી 5075 BC - તે દિવસે પણ ચૈત્ર  સુદ નવમી હતી  (તે દિવસે શ્રી રામ ની આયુ 39 વર્ષ હતી)

ભગવાન શ્રી રામચંદ્રજી 14 વર્ષની વનવાસ યાત્રા નું વિવરણ જુના ઉપલબ્ધ પ્રમાણો અને રામ અવતાર ની શોધ અને અનુસંધાન પ્રમાણે કુલ 195 સ્થાનો પર રામ અને સીતાજીના ઠોસ પ્રમાણો મળ્યા છે જેને 5 ભાગોમાં વર્ણિત કર્યા છે .

1. વનવાસનું પ્રથમ ચરણ ગંગા નો પટ્ટો :
સૌથી પહેલા રામ અયોધ્યાથી નીકળી તમસા નદી (ગૌરાઘાટ, ફૈજાબાદ, ઉત્તર પ્રદેશ) ને પાર કરી જે અયોધ્યાથી 20 કિમી દુર છે . ત્યાંથી તેઓ ગોમતી નદીને પાર કરી શ્રિંગવેરપુર (વર્તમાન સિંગરૌર, જીલ્લા ઇલાહાબાદ) પહોંચ્યા એ  નિષાદરાજ ગુહ નો વિસ્તાર હતો જે કેવટ પ્રસંગ માટે વિખ્યાત છે જ્યાંથી ગંગા 2 કિમી દુર હતી અહીથીજ આર્ય સુમંતજીને શ્રી રામે પાછા  મોકલ્યા હતા .  ત્યારબાદ યમુનાં નદીને સંગમ પાસેથી પર કરી રામ ચિત્રકૂટમાં પ્રવેશ કરે છે . અહી આજે પણ વાલ્મીકી આશ્રમ, મંડવ્ય આશ્રમ, ભારત કૂપ વગેરે આજે પણ આ પ્રસંગોની ગાથા નું ગાન કરી રહ્યા છે . ભારત મિલાપ પછી રામ ચિત્રકૂટ છોડી શ્રી અત્રી મુનિના આશ્રમ સતના (મધ્યપ્રદેશ) પહોંચ્યા .


2. વનવાસ નું  ચરણ દંડક વન (દંડકારણ્ય) :
ઘાઢ જંગલો અને વરસાદ વાલુ જીવન ને જીવતા રામ, સીતા અને લક્ષ્મણ સહીત સરભંગ અને સુતીક્ષણ મુનિના આશ્રમ માં પહોંચે છે . નર્મદા અને મહાનદી નાં પટમાં એમણે  પોતાનું અધિક જીવન વિતાવ્યું , પન્ના, રાયપુર, બસ્તર અને જગદલપુર માં તમા જંગલો, ઝરણા, પહાડોને અને નદીઓને પાર કરી રામ અગસ્ત્ય મુનિના આશ્રમ નાશિક પહોંચે છે, જ્યાં એમને અગસ્ત્ય મુની, અગ્નિશાળા માં બનેલા અસ્ત્ર શાસ્ત્ર પ્રદાન કરે છે .

3. વનવાસનાં ત્રીજા ચરણ માં ગોદાવરી નો પટ્ટ :

અગસ્ત્ય મુનિને મળ્યા પછી રામ પંચવટી (પાંચ વાત વૃક્ષો થી ઘેરાયેલ ક્ષેત્ર) જે આજે પણ નાશિક માં ગોદાવરી નદીના તટ પર છે ત્યાં પોતાનું નિવાસ સ્થાન બનાવ્યું . આજ સ્થળ સુર્પણખા વિવાદ અને ખર દુષણ સાથે યુદ્ધ થયા હતા . નાશિક ક્ષેત્રમાં  જ્યાં મારીચ ને માર્યો હતો, સાથે મૃગવ્યાધેશ્વર  અને બાણેશ્વર જેવા ઘણા અવશેષો છે . અહીથીજ સીતાજીનું અપહરણ થયું હતું, સાથેજ સીતા સરોવર, રામ કુંડ અને ત્ર્યમ્બકેશ્વર સાથે જટાયુ નું મૃત્યુ સર્વતીર્થ નામક સ્થાને થયું હતું જે ઇગતપુરી નાશિક તાલુકાનાં  તાકીદ ગામે મૌજુદ છે જે નાશિક થી 56 કિમી દુર આવેલ છે જે આજે પણ સચવાયેલ છે .  આ સ્થાનને સર્વસ્થાન એટલા માટે કહેવાયું કે કારણ અહીજ મરણાસન્ન જટાયુએ જણાવ્યું હતું કે રામના પિતા દશારથ્જીનું મૃત્યુ થઇ ચુક્યું છે અને રામે અહી જટાયુ ના અગ્નિસંસ્કાર કરી પિતા અને જટાયુનું શ્રાદ્ધ તર્પણ કર્યું હતું .

4. વનવાસ નું ચારથ ચરણ તુંગભદ્રા અને કાવેરી નો પત્તો :

સીતા ની શોધમાં રામ અને લક્ષ્મણ જટાયુ અને કબંધ ને મળી ઋષ્યમુક પર્વત તરફ આગળ વધ્યા , રસ્તામાં પમ્પા સરોવર ની પાસે શબરી ની મુલાકાત થઇ અને નવધા ભક્તિથી શબરીને મુક્તિ મળી . જે આજે બેલગામ નાં સુરેવન વિસ્તારમાં છે અને આજે પણ અહીઅહીના બોરના કાંટાળા વૃક્ષો માટે વિખ્યાત છે . ચંદન નાં જંગલો ને પાર કરી રામ ઋષ્યમુક ની તરફ આગળ વધતા હનુમાન અને સુગ્રીવને મળ્યા, સીતા નાં આભુષણ પ્રાપ્ત થયા અને બાલીનો વધ થયો ... આ સ્થાન આજે પણ કર્ણાટક ના બેલ્લારી નાં હમ્પીમાં સ્થિત છે .

5. વનવાસનું પાંચમું ચરણ સમુદ્ર નો પટ્ટ :
કાવેરી નદીને કિનારે ચાલતા, ચંદનના વાનોને પાર કરતા કોડડીકરાઈ પહોંચ્યા ત્યાંથી પાછા રામેશ્વરમ પુલના નિર્માણ હેતુ ફર્યા .  જેના દરેક પ્રમાણ છેદુકારાઈ માં ઉપલબ્ધ છે . ઉતમ શિલ્પકાર નળ દ્વારા સાગર તટ નું ત્રણ દિવસ સુધી અન્વેષણ અને શોધ કર્યા પછી રામે કોડડીકરાઈ અને છેદુકારાઈ ને છોડી ફરી રામેશ્વરમ ખાતે મુખ્યત્વે ધનુષકોટીમાં પુલ નિર્માણ નું કાર્ય શરુ કર્યું જે પાંચ દિવસમાં પૂર્ણ કરાયું હતું .

--- શ્રી રાહુલ પંડ્યા



No comments:

Post a Comment