Wednesday, April 10, 2013

સ્વસ્તિક

એક બીજાને  કાપતી બે રેખાઓ આગળ જતા એના ચારો છેડાને જમણી તરફ વળી જાય અને જે ચિન્હ બને એને સ્વસ્તિવાચન નું પ્રતિક માનવામાં આવે છે. સ્વસ્તિક અતિ પ્રાચીન પુન્યપ્રતિક છે, જેમાં ગુઢ અર્થ અને ગંભીર રહસ્ય છુપાયેલ છે.
સ્વસ્તિક જે મંત્ર ના પ્રતિક રૂપે ચિત્રિત કરવામાં આવે છે , તે યજુર્વેદ માંથી લેવાયેલ છે. સ્વસ્તીનો ઇન્દ્રો વૃદ્ધાશ્રવા....ભાગથી શરુ થતો મંત્રના પ્રતિક સ્વસ્તિક ની પૂર્વ દિશામાં વૃદ્ધાશ્રવા ઇન્દ્ર, દક્ષિણમાં બૃહસ્પતિ ઇન્દ્ર, પશ્ચિમમાં પૂષા વિશ્વવેદા ઇન્દ્ર અને ઉત્તર દિશામાં અરીષ્ટનેમી ઇન્દ્ર સ્થિત છે.
તંત્રલોકમાં આચાર્ય અભિનવ ગુપ્ત સ્વસ્તિકનો અર્થ લાર્તા લખે છે કે નાદબ્રહ્મ થી અક્ષર તથા વર્ણમાલા બની, માંતુકા ની ઉત્પત્તિ થઇ. નાદ થીજ વાણીના ચારો રૂપ પશ્યંતી, મધ્યમાં અને વૈખરી ઉત્પન્ન થઇ. પછી એના પણ સ્થૂળ અને સુક્ષ્મ બે ભાગ થયા. આ પ્રમાણે નાદ શ્રુષ્ટિ થી છ રૂપ થઇ ગયા.
આ છ રૂપોમાં, પંક્તિઓમાં સ્વસ્તિક નું રહસ્ય છુપાયેલ છે. માટે સ્વસ્તિક ને સમસ્ત નાદબ્રહ્મ તથા સૃષ્ટિ નું  પ્રતિક અને પર્યાય માની શકાય છે. સ્વસ્તિક ની અ આકૃતિ બે પ્રકારની હોય શકે છે. પ્રથમ સ્વસ્તિક, જેમાં રેખાઓ આગળ વધી જમણી તરફ વળી જાય. એને સ્વસ્તિક કહેવાય છે. એ શુભ ચિન્હ છે, જે પ્રગતિ ની તરફ સંકેત કરે છે. બીજી આકૃતિમાં રેખાઓ પાછળ ની તરફ સંકેત કરતી ડાબી તરફ વળી જાય છે. એને વામાવર્તી સ્વસ્તિક કહે છે. ભારતીય સંસ્કૃતિ માં એને અશુભ માનવામાં આવે છે.
ભારતીય દર્શન પ્રમાણે સ્વસ્તિકની ચાર રેખાઓને ચાર વેદ, ચાર પુરુષાર્થ, ચાર આશ્રમ, ચાર લોક તથા ચાર દેવો અર્થાત બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને ગણેશ સાથે તુલના કરાઈ છે. જૈન ધર્મ માં સ્વસ્તિક એમના સાતમાં તીર્થંકર પાર્શ્વનાથ ના પ્રતિક ચિન્હ નાં રૂપે લોકપ્રિય છે. જૈન અનુયાયી સ્વસ્તિક ની ચાર ભુજાઓને સંભવિત પુનર્જન્મના સ્થળ સ્થાનો ના રૂપે માને છે. એ સ્થળ છે, વનસ્પતિ કે પ્રાણી જગત, પૃથ્વી, જીવાત્મા અને નરક. બુદ્ધ મઠો માં પણ સ્વસ્તિક નું અંકન મળે છે.
જોર્જ વુદ્રોફે બૌદ્ધો નાં ધર્મ ચક્ર ને, યુનાની ક્રોસ્સને તથા સ્વસ્તિકને સુર્યા નાં પ્રતિક માન્યા છે. આ સંદર્ભે પ્રોફ. મૈક્સ્મુલાર નો એક કાગળ ઘણો ઉપયોગી અને પ્રાસંગિક છે. એમણે ડો. શ્લોગન ને લખેલ પત્રમાં યુક્તિ પૂર્ણ રીતે સ્પષ્ટ કર્યું છે કે ઇટાલી ના દરેક ખૂણામાં, મિલાન, રોમ, પોમ્પીયા, હંગરી, યુનાન, ચીન વગેરે બધા દેશ નગરમાં સ્વસ્તિક જોવા મળ્યા છે. મૈક્સ્મુલાર ને અનુસાર ઈસાઈ ધર્મ માં પણ સ્વસ્તિક ને માન્યતા છે અને ત્યાં એ ગતિશીલ સૂર્ય નું પ્રતિક છે. ઘણા વિદ્વાનો ને અનુસાર ક્રોસ અને સ્વસ્તિક નાં આધ્યાત્મિક અને દાર્શનિક અર્થ સંકેત સર્ખુજ મહત્વ ધરાવે છે.
ઋગ્વેદ ની રુચા માં સ્વસ્તિક ને સૂર્ય નું પ્રતિક માનવામાં આવેલ છે અને એની ચારે ભુજાઓ ને ચાર દિશાની ઉપમા આપવામાં આવી છે. સિધ્ધાંતસાર  ગ્રંથમાં એને વિશ્વ બ્રહ્માંડ નું પ્રતિક ચિત્ર માનવામાં આવ્યું છે. એના મધ્ય ભાગને વિષ્ણુ ની કમળ નભી અને રેખાઓને બ્રહ્માજીના ચાર મુખ, ચાર હાથ અને ચાર વેદોના રૂપમાં નિરુપિત કર્યા છે. અન્ય ગ્રંથો માં ચાર યુગ, ચાર વર્ણ, ચાર આશ્રમ અને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ નાં ચાર પ્રતિફલ પ્રાપ્ત કરવા વાળી સામાજિક વ્યવસ્થા અને વૈયક્તિક આસ્થાઓ ને જીવંત રાખનારા સંકેતો ને સ્વસ્તિક માં ઓટ પ્રોટ બતાવેલ છે.
આ ચિન્હ ની મીમાંસા કરતા સ્વસ્તિક શબ્દ નો અર્થ (સુ-સારું/સારી, અસ્તિ - સત્તા, ક- કરતા) સારું કે મંગલ કરનાર પણ કહેવાયેલ છે. સ્વસ્તિક અર્થાત કુશળ અને કલ્યાણ. કલ્યાણ શબ્દ નો  ઉપયોગ બધા પ્રશ્નો નાં એકજ ઉત્તરમાં કરાય છે. કદાચ એટલા માટેજ આ ચિન્હ માનવ જીવન માં આટલું મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. સંસ્કૃત માં સુ-અસ ધાતુ થી સ્વસ્તિક શબ્દ બને છે. સુ એટલે સુંદર, શ્રેસ્કાર, અસ અર્થાત ઉપસ્થિત, અસ્તિત્વ. જેમાં સૌન્દર્ય અને શ્રેયસ નો સમાવેશ થાય, એ સ્વસ્તિક છે.
માંગલિક કાર્યો માં એનો ઉપયોગ કરાય છે. માંગલિક કાર્યોમાં એનું નિર્માણ કરવા માટે સિંદુર, નાદા છડી, અથવા કંકુ લાલ રંગ નોજ પ્રયોગ થાય છે. લાલ રંગ પ્રેમ, રોમાંચ અને સાહસ ને દર્શાવે છે.
આ લાલ રંગ  શારીરિક અને માનસિક સ્તરને તરતજ પ્રભાવિત કરે છે. આ રંગ શક્તિશાળી અને મૌલિક છે. આ રંગ મંગલ ગ્રહ નો છે જે સ્વયમ સાહસ, પરાક્રમ, બળ અને શક્તિ નું પ્રતિક છે.
એ સજીવતાનું પ્રતિક છે, અને આપણા શરીર માં વ્યાપ્ત થઇ પ્રાણ શક્તિ નું પોષક છે. મુલે આ રંગ ઉર્જા, શક્તિ, સ્ફૂર્તિ અને મહાત્વાકાંક્ષા નું પ્રતિક છે. શરીર માં લાલ રંગ ની ઉણપ થી અનેક રોગો ઉત્પન્ન થાય છે. 
લાલ રંગ્થીજ કેસરિયા, ગુલાબી, મારું અને અન્ય રંગ બનાવવામાં આવે છે. આ બધા તથ્યો થી પ્રમાણિત થાય છે કે સ્વસ્તિક લાલ રંગ થીજ અંકિત કરાવો જોઈએ કે બનાવવો જોઈએ.
પુરાણોમાં સ્વસ્તિક ને વિષ્ણુ નું  સુદર્શન ચક્ર માનવામાં આવ્યું છે. એમાં શક્તિ, પ્રેરણા અને શોભા નો સમન્વય છે. આ સૌના સમન્વય થી આ જીવન અને સંસાર સમૃદ્ધ બને છે.
 
एक दूसरे को काटती हुई दो रेखाओं और आगे चल कर उनके चारों सिरों के दांई ओर मुड़ जाने वाले चिह्न को स्वस्तिवाचन का प्रतीक माना जाता है। स्वास्तिक अति प्राचीन पुण्यप्रतीक है, जिसमें गूढ़ अर्थ और गंभीर रहस्य छुपे हैं।
 
स्वस्तिक जिस मंत्र के प्रतीक रूप में चित्रित किया जाता है, वह यजुर्वेद से लिया गया है। स्वस्ति न इंद्रो वृद्धश्रवा... भाग से शुरु होने वाले मंत्र के प्रतीक स्वस्तिक की पूर्व दिशा में वृद्धश्रवा इंद्र, दक्षिण में बृहस्पति इंद्र, पश्चिम में पूषा-विश्ववेदा इंद्र तथा उत्तर दिशा में अरिष्टनेमि इंद्र स्थित हैं।
 
तंत्रालोक में आचार्य अभिनव गुप्त ने स्वस्तिक का अर्थ करते हुए लिखा है कि नादब्रह्म से अक्षर तथा वर्णमाला बनी, मातृका की उत्पत्ति हुई। नाद से ही वाणी के चारों रूप पश्यंती, मध्यमा तथा वैखरी उत्पन्न हुई। फिर उनके भी स्थूल तथा सूक्ष्म, दो भाग बने। इस प्रकार नाद सृष्टि से छह रूप हो गए।

 इन्हीं छह रूपों में, पंक्तियों में स्वस्तिक का रहस्य छिपा है। अतः स्वस्तिक को समूचे नादब्रह्म तथा सृष्टि का प्रतीक एवं पर्याय माना जा सकता है। स्वस्तिक की यह आकृति दो प्रकार की हो सकती है। प्रथम स्वस्तिक, जिसमें रेखाएं आगे की ओर इंगित करती हुई दांई ओर मुड़ती हैं। इसे स्वस्तिक कहते हैं। यही शुभ चिह्व है, जो हमारी प्रगति की ओर संकेत करता है। दूसरी आकृति में रेखाएं पीछे की ओर संकेत करती हुई बाईं ओर मुड़ती हैं। इसे वामावर्त स्वस्तिक कहते हैं। भारतीय संस्कृति में इसे अशुभ माना जाता है।

भारतीय दर्शन के अनुसार स्वस्तिक की चार रेखाओं को चार वेद, चार पुरूषार्थ, चार आश्रम, चार लोक तथा चार देवों अर्थात् ब्रह्मा, विष्णु, महेश तथा गणेश से तुलना की गई हैं। जैन धर्म में स्वस्तिक उनके सातवें तीर्थंकर पार्श्वनाथ के प्रतीक चिन्ह के रूप में लोकप्रिय है। जैन अनुयायी स्वस्तिक की चार भुजाओं को संभावित पुनर्जन्मों के स्थल स्थानों के रूप में मानते हैं। ये स्थल हैं-वनस्पति या प्राणिजगत, पृथ्वी, जीवात्मा एवं नरक। बौद्ध मठों में भी स्वस्तिक का अंकन मिलता है।

जार्ज वुड्रोफ ने बौद्धों के धर्मचक्र को, यूनानी क्रास को तथा स्वस्तिक को सूर्य का प्रतीक माना है। इस संदर्भ में प्रो. मैक्समूलर का एक पत्र बड़ा उपयोगी एवं प्रासंगिक है। उन्होंने डॉ. श्लोमन को लिखे पत्र में बड़े युक्ति पूर्ण ढंग से स्पष्ट किया है कि इटली के हर कोन में, मिलान, रोम, पॉम्पिया, हंगरी, यूनान, चीन आदि हर देश नगर में स्वस्तिक पाया जाता है। मैक्समूलर के अनुसार ईसाई धर्म में भी स्वस्तिक को मान्यता है और वहां वह गतिशील सूर्य का प्रतीक है। कुछ विद्वानों के अनुसार क्रास और स्वस्तिक के आध्यात्मिक और दार्शनिक अर्थ संकेत समान महत्व रखते हैं।

ऋग्वेद की ऋचा में स्वस्तिक को सूर्य का प्रतीक माना गया है और उसकी चार भुजाओं को चार दिशाओं की उपमा दी गई है। सिद्धान्तसार ग्रन्थ में उसे विश्व ब्रह्माण्ड का प्रतीक चित्र माना गया है। उसके मध्य भाग को विष्णु की कमल नाभि और रेखाओं को ब्रह्माजी के चार मुख, चार हाथ और चार वेदों के रूप में निरूपित किया गया है। अन्य ग्रन्थों में चार युग, चार वर्ण, चार आश्रम एवं धर्म, अर्थ, काम और मोक्ष के चार प्रतिफल प्राप्त करने वाली सामाजिक व्यवस्था एवं वैयक्तिक आस्था को जीवन्त रखने वाले संकेतों को स्वस्तिक में ओत-प्रोत बताया गया है।

इस चिह्न की मीमांसा करते हुए स्वस्तिक शब्द का अर्थ (सु-अच्छा, अस्ति-सत्ता, क-कर्ता) अच्छा या मंगल करने वाला भी किया गया है। स्वस्तिक अर्थात कुशल एवं कल्याण। कल्याण शब्द का उपयोग तमाम प्रश्नों के एक उत्तर में किया जाता है।
शायद इसलिए भी यह चिह्न मानव जीवन में इतना महत्वपूर्ण स्थान रखता है। संस्कृत में सु-अस धातु से स्वस्तिक शब्द बनता है। सु अर्थात् सुन्दर, श्रेयस्कर, अस् अर्थात् उपस्थिति, अस्तित्व। जिसमें सौन्दर्य एवं श्रेयस का समावेश हो, वह स्वस्तिक है।
  मांगलिक कार्यों में इसका उपयोग किया जाता है। मांगलिक कार्यों में इसका निर्माण करने के लिए सिन्दूर, रोली या कुंकुम लाल रंग का ही प्रयोग होता है। लाल रंग प्रेम, रोमांच व साहस को दर्शाता है।

यह रंग लोगों के शारीरिक व मानसिक स्तर को शीघ्र प्रभावित करता है। यह रंग शक्तिशाली व मौलिक है। यह रंग मंगल ग्रह का है जो स्वयं ही साहस, पराक्रम, बल व शक्ति का प्रतीक है।

यह सजीवता का प्रतीक है और हमारे शरीर में व्याप्त होकर प्राण शक्ति का पोषक है। मूलतः यह रंग ऊर्जा, शक्ति, स्फूर्ति एवं महत्त्वाकांक्षा का प्रतीक है। शरीर में लाल रंग की कमी से अनेक रोग उत्पन्न हो जाते हैं।

लाल रंग से ही केसरिया, गुलाबी, मैहरुन और अन्य रंग बनाए जाते हैं। इन सब तथ्यों से प्रमाणित होता है कि स्वस्तिक लाल रंग से ही अंकित किया जाना चाहिए या बनाना चाहिए।

पुराणों में स्वस्तिक को विष्णु का सुदर्शन चक्र माना गया है। उसमें शक्ति, प्रगति, प्रेरणा और शोभा का समन्वय है। इन्हीं के समन्वय से यह जीवन और संसार समृद्ध बनता है।

No comments:

Post a Comment