Sunday, June 9, 2013

યજુર્વેદમાં કેટલાક મહત્વપૂર્ણ શબ્દોની સમીક્ષા ભાગ -- 1

યજુર્વેદમાં કેટલાક મહત્વપૂર્ણ  શબ્દોની સમીક્ષા ભાગ -- 1
          લૌકિક સંદર્ભમાં સંજ્ઞાઓ, સંબોધનોનો મોટો ભાગનો ઉપયોગ, વ્યક્તિ પરાક અથવા જતીપારક થાય છે . જેમ કે 'ઇન્દ્ર' થી કોઈ વ્યક્તિ અથવા દેવતાનું નામ અને 'ગૌ' અથવા 'અશ્વ' થી, જાતી વિશેષવાળા  પશુઓના નામની જાણકારી મળે છે, પરંતુ વેદનો ક્રમ એનાથી જુદો છે . ત્યાં સંજ્ઞાઓ ગુનાવાચક યા ભાવવાચક અર્થોમાં વપરાય છે . વ્યક્તિ અથવા જાતિવાચક અર્થ એના માટે તો થઇ શકે છે પરંતુ એ અર્થ, વેદમંત્રોના સ્વાભાવિક પ્રવાહમાં સ્થાપિત થઇ શકતા નથી .
          યજુર્વેદમાં સ્થાને-સ્થાને દેવતાઓ, ગૌ, અશ્વ, વાજી, અજા, આવી, ઇષ્ટકા વગેરે સંબોધનો વપરાયા છે . એ બધા અનેકાર્થક શબ્દ છે, તથા એમના જો ગુણ કે ભાવ પરાક અર્થ લેવામાં આવે, વ્યક્તિ અથવા વસ્તુપરક અર્થોનો પૂર્વાગ્રહ ન રાખવામાં આવે, તો વેદમંત્રોના અર્થ વધારે સ્વાભાવિક અને ગરિમામય બની જાય છે . કેટલાક સમીક્ષાત્મક ઉદાહરણો દ્વારા આ તથ્ય સુવિધાપૂર્વક સમજી શકાય છે .
દેવતા-
          આજની ધારણા એવી છે કે, ઇન્દ્ર, યમ, વિષ્ણુ, રુદ્ર વગેરે કોઈ સુક્ષ્મ દેહધારી દેવતા છે . પૌરાણિક સંદર્ભમાં એ માનવામાં આવે તો બરાબર પણ છે, પરંતુ વેદમાં તો એમને વિશિષ્ટ શક્તિધારાઓ - દિવ્ય પ્રવૃત્તિઓના રૂપમાં લેવામાં આવેલ છે .
          કોઈ પ્રતિભાશાળી વ્યક્તિ ઘરમાં સ્વામી, કાર્યક્ષેત્રમાં ડોક્ટર અથવા વકીલ તથા રમતના મેદાનમાં ખેલાડી અથવા કેપ્તાન્ના સંબોધનથી બોલાવી શકાય છે . એકજ વ્યક્તિને માટે અલગ અલગ સંબોધન ખોટા કહી શકાતા નથી, એ પ્રમાણે વેદમાં એકજ શક્તિધારાને  વિભિન્ન ભૂમિકાઓમાં વિભિન્ન દેવ્પારક સંબોધનથી સંબોધિત કરવામાં આવે છે . જેમ સૂર્યને ક્યાંક ઇન્દ્ર (સૌરમંડળને બાંધીને રાખનારા) ક્યાંક પૂષા (પોષણ આપનાર), ક્યાંક રુદ્ર (તેજથી રડાવનારા) કહેવામાં આવે છે, તો કોઈપણ સંબોધન અનર્થક નહિ કહેવાય, અગ્નિને અનેક જગ્યાએ 'જાતાવેધ' (ઉત્પન્ન કરવાના વિશેષજ્ઞ), ક્યાંક પૂષા (પોષણ દેનાર). ક્યાંક યમ (અનુશાસન બનાવનાર) કહેવામાં આવેલ છે . બધા સંબોધન યુક્તિ સંગત છે .
          દેવતાઓને પ્રાણની વિભિન્ન ધારાઓના રૂપમાં માનવામાં આવેલ છે . - प्राणा वै देवा मनुजाताः (मनोजाता मनोयुजः) (તૈતરીય સંહિતા 6.1.4.5; કાઠક સંહિતા 2.3.5) પ્રાનાજ દેવગણ છે, (જે) માંથી ઉત્પન્ન અને એની સાથે સંયુક્ત છે . प्राणा वै देवा धिष्ण्यास्ते हि सर्वा धिया इष्णन्ति (શતપથ બ્રાહ્મણ 7.1.1.24) 'પ્રાણ' જ ધિષ્ણય દેવ છે, કારણ કે, આ (પ્રાણ) બુધ્ધીઓને પ્રેરિત કરે છે . प्राणा वै देवा द्रविणोदाः (શતપથ બ્રાહ્મણ 6.7.2.3) ધન આપનારા દેવ આ પ્રાણ છે . प्राणा वै मरीचिपाः | तानेव प्रीणाति (કાઠક સંહિતા 27.1) પ્રાનાજ તેજસ નું રક્ષણ કરનારા છે (અને) એમનેજ  પ્રસન્નતા (સમૃદ્ધિ) પ્રદાન કરે છે . प्राणेन वै देवा अन्न्मदन्ति | अग्निरु देवानां प्राणः (શતપથ બ્રાહ્મણ 10.1.4.12) પ્રાણના માધ્યમથી દેવગણ અન્ન ગ્રહણ કરે છે . 'અગ્નિ' દેવોનો પ્રાણ છે . प्राणैर्वे देवा स्वर्गं  लोकमायन् (જૈમિનીયશતપથ બ્રાહ્મણ 14.6. બ્રાહ્મણ 2.301) પ્રાણો દ્વારાજ દેવગણ સ્વર્ગમાં પહોંચ્યા . प्राण एव सविता (શતપથ બ્રાહ્મણ 12.9.1.16) પ્રાણજ  સવિતા છે .ऐनद्रः खलु दैवतया प्राणः (તૈતરીય સંહિતા 6.3.11.2) દેવતાના રૂપમાં પ્રાણ જ ઇન્દ્ર છે . प्राणेन यज्ञः सन्नतः (મૈત્રાયણી સંહિતા 4.6.2) પ્રાણના દ્વારાજ સતત યજ્ઞ ચાલતો રહે છે . तस्मात्  प्राणा देवताः (શતપથ બ્રાહ્મણ 7.5.1.21). એટલા માટે પ્રાણજ  દેવ છે . प्राणो वै रुद्राः (જૈમિનીય ઉપનિષદ બ્રાહ્મણ 4.2.1.6) પ્રાણ જ રુદ્ર છે . प्राणा वै साध्या देवाः (શતપથ બ્રાહ્મણ 10.2.2.3) પ્રાણ જ સાધ્ય દેવ છે . प्राणो वै ब्रह्म (શતપથ બ્રાહ્મણ 14.6.10.2) પ્રાણ જ બ્રહ્મ (વ્યાપક શક્તિ) છે .
          વેદમાં યજ્ઞીય ઉપકરણો (સાધનો) ને પણ, દેવ્પારક સંજ્ઞા આપી છે . ઉપકરણો માં રહેલ વિશેષતાના રૂપમાં, એ એક વિશિષ્ટ ચેતનાશક્તિ નાં દર્શન કરે છે . એજે ચેતનશક્તિ એમને , અનેક સ્થળો પર સમ્વ્યાપ્ત દેખાય છે . જે હોય તે, પણ તેઓ એ દેવશક્તિનો મહિમા વ્યક્ત કરવા લાગે છે . જેમકે 'ઈષ્ટિકા' નો સીધો અર્થ છે - ઈંટ, પરંતુ વેદની દ્રષ્ટિમાં 'ઈષ્ટિકા' કોઈપણ નિર્માણનું એકમ છે . तत् यदिष्टात्   समभवस्तस्माद्  इष्टकाः (શતપથ બ્રાહ્મણ 6.1.2.22) જોકે તે ઇષ્ટ (ચેતના અથવા પદાર્થ) થી બનેલ છે, એટલે ઇષ્ટકા છે . અન્ન થી શરીર બને છે, એટલા માટે 'अन्नं वा इष्टकाः' (તૈતરીય સંહિતા 5.6.2.5) અન્ન ઇષ્ટકા છે .  વર્ષના નિર્માણમાં દિવસ-રાત્રી ઇષ્ટકારૂપ છે, अहो रात्राणि वाइष्टकाः (શતપથ બ્રાહ્મણ 9.1.2.18) વગેરે .
          આ રીતે 'યૂપ'  'વનસ્પતિ દેવ'  'ઉપયામ-પાત્ર' વગેરે બધામાં દેવશાક્તિઓને  સમાએલી જોઇને, એમને વેદમાં દેવપરક  સંબોધન આપવામાં આવેલ છે . મંત્રોનો બરાબર-સાચો-ભાવ સમજવા માટે, ઋષિઓની ઉક્ત ગહન દ્રષ્ટિને પણ, ધ્યાનમાં રાખવી આવશ્યક છે .


-- મુલે વેદમુર્તી તપોનિષ્ઠ પં  શ્રી રામ શર્મા આચાર્ય દ્વારા લખેલ યજુર્વેદ સંહિતા ની  ભૂમિકા માં થી સાભાર 

No comments:

Post a Comment