Saturday, June 8, 2013

કર્મકાંડ
          યજ્ઞ-સંસ્કાર વગેરે કર્મકાંડ ભારતીય ઋષિ-મુનીઓ દ્વારા લાંબી શોધ અને પ્રયોગ પરીક્ષણ દ્વારા વિકસિત અસામાન્ય ક્રિયા-કૃત્ય છે . એના માધ્યમથી મહત  ચેતના તથા માનવીય પુરુષાર્થ ની સુક્ષ્મ યોગા સાધના ને દૃશ્ય-શ્રાવ્ય (ઓડીઓ-વિઝ્યુઅલ ) સ્વરૂપ અપાયું છે . એમાં અનુસાશનબદ્ધ સ્થૂળ ક્રિયા-કલાપો દ્વારા અન્તરંગ  ની સુક્ષ્મ શક્તિઓ ને જાગ્રત અને વ્યવસ્થિત કરવામાં આવે છે .
          ઔષધી નિર્માણ ક્રમ માં અનેક પ્રકારના ઉપચાર કરી સામાન્ય વસ્તુઓ માં ઔષધીના ગુણ ઉત્પન્ન કરી દેવામાં આવે છે .માનવીયતા અંતઃકરણ માં સત્યાપ્રવૃત્તિઓ, સદ્ભાવાનાઓ, સુસંસ્કારો નાં જાગરણ, આરોપન્વીકાસ વ્યવસ્થા વગેરેથી લઈને મહત  ચેતના નો વર્ચસ્વ બોધ કરાવવા, એની સાથે જોડાવા, એનું અનુદાન ગ્રહણ કરવા સુધી નાં મહત્વપૂર્ણ ક્રમ માં કર્મકાંડો ની પોતાની સુનિશ્ચિત ઉપયોગીતા છે . માટે ન તો એની ઉપેક્ષા થવી જોઈએ અને ન તો એને ચિન્હ પુજાના રૂપે કરીને સસ્તું પુણ્ય લુટવા માટેની વાત વિચારવી . કર્મકાંડ નાં ક્રિયા-કૃત્યોનેજ સર્વસ્વ માની બેસવું અથવા એને એકદમ નિરર્થક માની લેવું, બંને
હાનીકારક છે . એની સીમાઓ પણ સમજો, પણ એનું મહત્વ પણ ન ભૂલવું . સન્ક્ષિપ્ત કરો; પણ શ્રધ્ધાશક્તિ મનોભૂમિ ની સાથે કરો, ત્યારે એ પ્રભાવશાળી બનશે અને એનો ઉદ્દેશ્ય પૂરો થશે .
          યજ્ઞાદી કર્મકાંડ દ્વારા દેવ આવાહન , મંત્ર પ્રયોગ, અન્કલ્પ અને અદ્ભાવાનાઓ ની સામુહિક શક્તિ થી એક એવી ભઠ્ઠી જેવી ઉર્જા ઉત્પન્ન થઇ જાય છે, જેમાં મનુષ્ય ની અંતઃ પ્રવૃત્તિઓને પણ ગાળીને ઈચ્છિત સ્વરૂપે ઢળવાની સ્થિતિ લાવી શકાય છે . ગાળવા સાથે ઢાળવા માટે ઉપયુક્ત પ્રેરણાઓ નો સંચાર પણ કરાય, તો ભાગ લેનાર માં વાંછિત, હિતકારી પરિવર્તન મોટા પ્રમાણમાં લાવી શકાય છે . આ વિદ્યા નો ભલે  જરૂર પ્રમાણેનોજ, પણ બરાબર દિશામાં પ્રયોગ કરવાને કારણેજ યુગ નિર્માણ અભિયાન અંતર્ગત થનારા યજ્ઞો માં ગુણ, કર્મ, સ્વભાવ પરિવર્તન નાં સંકલ્પોને રૂપે મોટી સંખ્યામાં જન-જન દ્વારા દેવદક્ષીણાઓ અર્પિત કરવામાં આવે છે .
          ઈન્દ્રીઓ પોત-પોતાના વિષયો તરફ આકર્ષિત થાય છે, મન સુખની કલ્પના માં ડૂબવા ચાહે છે, બુદ્ધિ વિચારો થી પ્રભાવિત થાય છે; પણ ચિત્ત અને અંતઃકરણમાં જ્યાં સ્વભાવ અને આકાંક્ષાઓ ઉગતી રહેતી હોય, એને પ્રભાવિત કરવા ઉપરના બધા ઉપચાર અપર્યાપ્ત સિદ્ધ થાય છે .યજ્ઞ સંસ્કાર વગેરે એવા સુક્ષમ-વિજ્ઞાન નાં પ્રયોગ છે, જેના દ્વારા મનુષ્યનાં વ્યક્તિત્વનો કાયાકલ્પ કરી શકનારી એ ગહેરાઈને પણ પ્રભાવિત, પરિવર્તિત કરી શકાય છે . જે લોકો યુગ નિર્માણ અભિયાન તથા એના સુત્ર સંચાલકો નાં વ્યાપક પ્રયોગ પરીક્ષણ થી પરિચિત છે, એમણે  લાખો વ્યક્તિઓ નાં જીવનમાં આ વિદ્યા ને ફલિત થતી જોઈ છે .
          આવા અતિ મહત્વપૂર્ણ કાર્ય ને પૂરી નિષ્ઠા અને પૂરી જાગરૂકતા થી કરાવા  જોઈએ . એમાં મર્મ સમજવા અને એમને ક્રિયાન્વિત કરી શકવાની કુશળતા તથા પ્રવૃત્તિ વિકસિત કરવાનો પરાયા માનોયોગપુર્વક  નિરંતર કરતા રહેવું જોઈએ .  

No comments:

Post a Comment