Sunday, June 9, 2013

યજુર્વેદમાં કેટલાક મહત્વપૂર્ણ શબ્દોની સમીક્ષા ભાગ --4

યજુર્વેદમાં કેટલાક મહત્વપૂર્ણ  શબ્દોની સમીક્ષા ભાગ --4
          વેદમાં 'મેધ' શબ્દ 'યજ્ઞ' નો પર્યાય છે . નિઘણ્ટુ માં યજ્ઞના 15 નામો આપવામાં આવેલ છે . એમાં 'અધ્વર' તથા 'મેધ' પણ ઉમેરેલા છે . 'અધ્વર' નો શાબ્દિક અર્થ કરવામાં આવે તો થાય છે-- 'ध्वरति वधकर्मा'  'न ध्वरः इति अध्वरः' અર્થાત હિંસાનો નિષેધ કરનારું કર્મ . 'મેધ'શબ્દનો ઉપયોગ ત્રણ સંદર્ભમાં કરી શકાય છે . (1) મેધા સંવર્ધન  (2) હિંસા  (3) સંગમ, સંગતીકરણ, એકીકરણ, સંગઠન . જે હોય તે, પણ યજ્ઞ જ્યારે 'અધવર' છે, તો એ પ્રકરણમાં 'મેધ' નો અર્થ હિંસા તો હોઈ શકેજ નહિ . 'મેધા' સંવર્ધન' અને સંગતીકરણ' નાં સંદર્ભમાંજ,લેવો ઉચિત છે . એ સર્વમાન્ય છે કે, વેદોનું ચાર ભાગોમાં સંપાદન 'વેદવ્યાસજી' એ કર્યું . તેઓ યજ્ઞમાં હિંસાનો નિષેધ કરતા સ્પષ્ટ લખે છે .
            सुरामत्स्या मधुमांसमासवं कृसरौदनम् |
                   धूर्तैः प्रवर्तितं ह्येतन्नैतद् वेदेषु कल्पितम् ||    
(મહાભારત શાંતિપર્વ 265.9)
          દારુ, માછલી, પશુઓનું માસ, દ્વિજાતીયોનું  (પક્ષીઓનું) બલિદાન વગેરે ઠગો દ્વારા યજ્ઞમાં ચાલુ થયું-- પ્રવાર્ત્યું, વેદોમાં આવી રીતનું વિધાન નથી . જે હોય તે પણ મેધનો હિંસાપરક અર્થ કરવાનો આગ્રહ કોઈપણ વિવેક્શીલે ન કરવો જોઈએ . યજ્ઞ જેવી પારમાર્થિક પ્રક્રિયાને આવા લાન્છાનથી દુર રાખાવીજ, ઘણું ઉચિત છે -- હિતકારક છે .
          યજુર્વેદતો યજ્ઞપરક કહેલો છે . દર્શપૂર્ણમાસ, સોમયજ્ઞ, અગ્નિષ્ટોમ, વાજપેય,રાજસૂય, સૌત્રાની, વગેરે યજ્ઞોમાં યજુર્મન્ત્રોનો વિનિયોગ થાય છે . 'મેધ' સંબોધન સહીત, જે યજ્ઞો નું પ્રકરણ એમાં છે એ છે -- અશ્વમેધ, પુરુષમેધ, સર્વમેધ તથા પિતૃમેધ વગેરે . એમાં પણ 'મેધ' નો હિંસાપરક  અર્થ સાબિત થતો નથી . અગર મેધનો અર્થ વધ હોય તો 'પિતૃમેધ' કેવી રીતે સંભવ છે? પિતૃઓના શરીરતો પહેલેથીજ પુરાં (સમાપ્ત) થઇ ગયેલા હોય છે . સર્વમેધમાં, આત્માને પરમાત્મામાં સમર્પિત કરીને, મુક્તિ પ્રાપ્ત કરવાને સર્વ્મેધ કહેવામાં આવેલ છે . પુરુષમેધમાં, આદર્શ સમાજ વ્યવસ્થા અંતર્ગત, કયા પ્રકારની વ્યક્તિને ક્યાં  નિયોજિત કરવામાં આવે, એનું વર્ણન છે .
          બત્રીસમા અધ્યાયમાં 'આલભન' શબ્દ નો ઉપયોગ થયો છે . મેધની જેમજ આલભન શબ્દનો પણ અર્થ વધ થાય છે, પરંતુ તેનો માન્ય અર્થ, પ્રાપ્ત કરવું, જોડાવું વગેરે પણ છે જે ગણો તે પણ 'અધવર' વધરહિત  યજ્ઞ કર્મમાં એનો પણ હિંસાપરક અર્થનો, આગ્રહ કરવો જોઈએ . આ સંદર્ભમાં સનાતની, આર્યસમાજી, બધી ધારાઓના વિદ્વાનો એકમત થઇ ચુક્યા છે કે 'મેધ' અને 'આલભન' નો હિંસાપરક  અર્થ યજ્ઞીય સંદર્ભમાં તો ન જ લેવાવો જોઈએ .

No comments:

Post a Comment