Sunday, June 9, 2013

યજુર્વેદમાં કેટલાક મહત્વપૂર્ણ શબ્દોની સમીક્ષા ભાગ --3

યજુર્વેદમાં કેટલાક મહત્વપૂર્ણ  શબ્દોની સમીક્ષા ભાગ --3
અશ્વ ---
          અશ્વ સમ્બોધન લૌકિક સંદર્ભમાં ઘોડાસને માટે વપરાય છે . પરંતુ ગુનાવાચક સંજ્ઞા રૂપમાં એનો અર્થ થાય છે ' अश्नुते अध्वानम् '  (તીવ્ર ગતિવાળો ) 'अश्नुते व्याप्नोति' (ઝડપથી સર્વત્ર સંચારિત થનારો) તથા  'बहु अश्नातिति अश्वः' (ઘણો આહાર કરનારો હોવાથી અશ્વ સંજ્ઞા આપવામાં આવે છે) વગેરે .
          આ પરિભાષા અનુસાર વેડે કિરણોને, અગ્નિને, સૂર્યને, અને ત્યાં સુધીકે ઈશ્વરને પણ, અશ્વની સંજ્ઞા આપેલી છે . જુઓ -- 'सौर्योवा अश्वः'  (ગોપથ બ્રાહ્મણ  2.3.19) સૂર્યનું સુર્યત્વ (તેજ) અશ્વ છે . 'अग्निर्वा अश्वः' (શતપથ બ્રાહ્મણ 3.6.2.5) આગ્ની  અશ્વ છે . 'अश्वो न देववाहनः' (ઋગ્વેદ 3.27.14) અશ્વ (અગ્નિ) દેવોનું વાહન છે . 'असौ वा आदित्योश्वः'  (તૈતરીય બ્રાહ્મણ 3.9.2.3.2) આ આદિત્ય અશ્વ છે . 'अश्वो यत् ईश्वरो वा अश्वः' (શતપથ બ્રાહ્મણ 13.3.3.5) 'આખા - સંપૂર્ણ - સંસારમાં સંચારિત થવાના કારણે, ઈશ્વર પણ અશ્વ છે .
          બૃહદારણ્યક ઉપનિષદ (1.1.1) માં કહેવામાં આવેલ છે--- 'ઉષા' યજ્ઞ સંબંધી અશ્વનો શીરોભાગ છે, સૂર્ય આંખો છે, વાયુ પ્રાણ છે,વૈશ્વાનર અગ્નિ એનું ખુલ્લું મુખ છે, અને સંવત્સર યજ્ઞીય અશ્વનો આત્મા છે . દ્યુ લોક એનો પૃષ્ઠ ભાગ છે, અંતરીક્ષ ઉદાર છે, પૃથ્વી પગ રાખવાનું સ્થાન છે, દિશાઓ પાર્શ્વ ભાગ છે, દિશાના ખુણાઓ પાંસળીઓ છે, ઋતુઓ અંગ છે, માસ અને અર્ધ્માસ, પર્વ (સંધીસ્થાન) છે, દિવસ અને રાત્રી પ્રતિષ્ઠા (પગ) છે . નક્ષત્ર હાડકા છે . આકાશ (આકાશાસ્થ મેઘ) માંસ છે-- એમનું બગાસું ખાવું , વીજળીનું ચમકવું છે, અને શરીર હલાવવું મેઘનું ગર્જન છે . આ ઉપનિષદ વાકાનથી શું 'અશ્વ' નામનું કોઈ પશુ હોઈ શકે? જરૂર આ અશ્વ સંબોધન, કોઈ પશુને માટે નહિ, સૂર્યના તેજ અથવા યજ્ઞીય ઉર્જાને માટે જ હોય શકે છે . એ રીતે 'अय - सोमो वृष्णो अश्वस्य रेतो' (યજુર્વેદ 23.62) આ સોમ વર્ષણ વૃષ્ટિ કરનારા અશ્વનું રેતસ્ (તેજ) છે . આ ઉક્તિમાં 'અશ્વ' સૂર્ય અથવા મેઘને જ કહી શકાય છે .
          ઘોડા માટે પ્રયુક્ત બીજું સંબોધન પણ વેદમાં છે, [અરંતુ એ બધા ગુણવાચક સંજ્ઞાના રૂપમાં, વ્યાપક અર્થોમાજ વપરાય છે . જેમકે-- અર્વા અથવા અર્વન્ નો અર્થ થાય છે --ચંચળ . 'વાજી' નો અર્થ થાય છે-- વીર્યવાન્ . 'અત્ય' નો અર્થ થાય છે-- અતિક્રમણ કરી નાખનારા, ઓળંગી જનારા . આ બધા સંબોધન અગ્નિને માટે વપરાય છે . 'अग्निर्वा अर्वा' (તૈતરીય બ્રાહ્મણ 1.3.6.4) અગ્નિજ 'અર્વા' છે થી, આ ભાવ સ્પષ્ટ થાય છે .
          એ રીતેજ 'અજા'  બકરો નહિ પણ 'वाक् वा अजः' (શતપથ બ્રહ્માન 7.5.2.21) વાણી અજ છે 'आगनेयो  वा अजः' (શતપથ બ્રાહ્મણ 6.4.4.15) અગ્નિથી ઉત્પન્ન (ધુમ્ર વગેરે) અજ છે .
          અવી 'ઘેટા' ને પણ કહે છે, અને રક્ષણ ક્ષમતા ને પણ . શતપથ બ્રાહ્મણ 6.1.2.33 માં કહેવામાં આવેલ છે કે, આ પૃથ્વી આવી છે, કારણ કે એ પ્રજાઓનું રક્ષણ કરે છે . યજુર્વેદ 1.3.44 માં ઋષિ કહે છે-- "હે અગ્નિદેવ ! ઉત્તમ આકાશમાં સ્થાપિત, વિભિન્ન રૂપોનું, નિર્માણ કરનારી, વરુણની નાભીરૂપ, ઊંચા આકાશથી ઉત્પન્ન અસંખ્યોનું રક્ષણ કરનારી, આ મહિમામયી 'અવિ' ને હિન્સિત નાં કરો ," ચોખ્ખુજ છે કે, ઉક્ત અવિ  'ઘેટું' નામનું  કોઈ પશુ હોઈ શકેજ નહિ . એને પૃથ્વીની રક્ષા કરનારું આયનોસ્ફિયર (અયનમંડળ ) અથવા પર્યાવરણ ની સુરક્ષાને પ્રાકૃતિક વ્યવસ્થા કહેવું, વધારે યુક્તિસંગત લાગે છે .
          આ રીતે, વેદને દ્રષ્ટીએ અનેક સંબોધનો-શબ્દોના અર્થ, આ ભાષાનુવાદમાં આવી દ્રષ્ટિ એ કરવામાં આવેલ છે,

-- મુલે વેદમુર્તી તપોનિષ્ઠ પં  શ્રી રામ શર્મા આચાર્ય દ્વારા લખેલ યજુર્વેદ સંહિતા ની  ભૂમિકા માં થી સાભાર 

No comments:

Post a Comment