Sunday, June 9, 2013

યજુર્વેદમાં કેટલાક મહત્વપૂર્ણ શબ્દોની સમીક્ષા ભાગ --2

યજુર્વેદમાં કેટલાક મહત્વપૂર્ણ  શબ્દોની સમીક્ષા ભાગ --2 
          ગૌ, અશ્વ, આવી વગેરે પશુપરક  સંબોધનો ના સંબંધમાં પણ આ રીતેજ વિચાર કરવાનો હોય છે . જેમકે ----
ગૌ --
          વેદમાં ગૌ (ગાય) સંબોધન પોષણ પ્રદાયક દિવ્ય શક્તિઓને માટે વપરાયું છે . પશુરુપ્માં 'ગૌ' ઉપર પણ આ પરિભાષા સારી રીતે લાગુ પડે છે, પરંતુ વેદના ગૌપરક સંબોધનને, વ્યાપક અર્થમાજ લેવું પડશે .
જેમકે - इमे लोका गौः (શતપથ બ્રાહ્મણ 6.5.2.17) આ લોક ગૌ કહેવામાં આવે છે . अन्तरिक्षं गौः (ઐતરેય બ્રાહ્મણ 4.15) અંતરીક્ષ ગૌ કહેવામાં આવેલ છે . गावो वा आदित्यः (ઐતરેય બ્રાહ્મણ 4.17)  ગાયજ આદિત્ય છે . अन्नं वै गौः (તૈતરીય બ્રાહ્મણ 3.9.8.3) અન્ન જ ગાય છે . यज्ञो वै गौः (તૈતરીય બ્રાહ્મણ 3.9.8.3) યજ્ઞ જ ગાય છે . प्राणो हि गौः (શતપથ બ્રાહ્મણ 4.3.4.25) પ્રાણ જ ગાય છે . (ગોપથ બ્રાહ્મણ 2.3.19)  वैश्वदेवी वै गौः વૈશ્વદેવી (સંપૂર્ણ દૈવી શક્તિઓનો પુંજ) ગાય છે .  अग्नेयो वै गौः (શતપથ બ્રાહ્મણ 7.5.2.19) અગ્નિથી ઉત્પન્ન (યજ્ઞીય ઉર્જા) જ ગાય છે .
          યજુર્વેદ 13.49 માં ઋષિ પ્રાર્થના કરે છે 'હે અગ્ને! સેંકડો, હજારો ધારાઓથી, લોકોની વચ્ચે ધૃત (તેજસ) ને સ્રવિત કરનારી, પરમ વ્યોમમાં રહેલી અદિતીરૂપ આ 'ગૌ' ને આપ હાની ન પહોંચાડો। ચોખ્ખુજ છે કે, પરમ વ્યોમમાં રહેલ સહસ્ર ધારાઓમાં દિવ્ય પોષણ આપનારી 'ગૌ' (ગાય) કોઈ પશુ નહિ, પ્રકૃતિની પોષણ ક્ષમતા જ કહી શકાય છે . ઋષિ ઈચ્છે છે કે, અગ્નિ (ઉર્જા) નો આવો પ્રયોગ ન થાય કે, જેનાથી પ્રકૃતિની પોષણ-ક્ષમતા પર ખરાબ અસર પડે . જે હોય તે, વેદમાં ગાય સંબોધનનો અર્થ, પ્રોયાગવિશેષને અનુરુપાજ કરવો ઇષ્ટ છે -- અભીષ્ટ છે .

-- મુલે વેદમુર્તી તપોનિષ્ઠ પં  શ્રી રામ શર્મા આચાર્ય દ્વારા લખેલ યજુર્વેદ સંહિતા ની  ભૂમિકા માં થી સાભાર

No comments:

Post a Comment