Wednesday, January 16, 2013

ભક્ત નાં લક્ષણ

ભગવાન ને ભક્તો નું ઘણું મહત્વ છે. તેઓ જગત માટે આદર્શ હોય છે. કારણ ભગવદ ગીતા ને પ્રતાપે એનામાં દુર્લભ દૈવી ગુણ અનિવાર્ય રૂપે પ્રકટ થાય જ છે જે એમને માટે સ્વાભાવિક લક્ષણ હોય છે. ભક્ત નું સ્વરૂપ જાણવા માટે એ લક્ષણો ને જાણવાનું જરૂરી થઇ જાય છે.
એમાંના થોડા કાંઇક આ છે -

૧.    ભક્ત અજ્ઞાની નથી હોતો, એ ભગવાન નાં પ્રભાવ, ગુણ, રહસ્ય ને તત્વ થી જાન નારો હોય છે. પ્રેમ માટે જ્ઞાન ની આવશ્યકતા હોય છે. એને કોઈ પણ અંશ રૂપે જાણ્યા વિના એની સાથે પ્રેમ નથી કરી શકાતો અને પ્રેમ થવા પછીજ એનો ગુહ્યતમ યથાર્થ રહસ્ય જાની શકાય છે. ભક્ત ભગવાન નાં ગુહ્યતમ રહસ્ય ને જાને છે, માટે ભગવાન ને પ્રતિ એનો પ્રેમ ઉત્તરોત્તર વધતો જાય છે, ભગવાન રસસાર છે. ઉપનિષદ માં ભગવાન ને 'રસો વૈ સ:' કહેવાય છે. આ પ્રેમ માં પણ દ્વિત નથી ભાસતો! પ્રેમ ની પ્રબળતા થી જ રાધાજી કૃષ્ણ બની જતા અને કૃષ્ણ રાધાજી. કબીર સાહેબ કહે છે -
જબ મૈ થા તબ હારી નહિ, અબ હારી હૈ મૈ નાય.                              
                     પ્રેમ ગલી અતિ સાંકરી, યામે ડો ન સમાય.
વસ્તુતઃ જ્ઞાની અને ભક્ત ની સ્થિતિ માં કોઈ અંતર નથી હોતું. ભેદ એટલોજ છે, જ્ઞાની  ‘ सर्वं खल्विदं ब्रह्म’ કહે છે અને ભક્ત ‘वासुदेव: सर्वमिति’.
૨.    ભગવાનનો ભક્ત નિર્ભય હોય છે. એ જાને છે કે સમસ્ત વિશ્વા નો સ્વામી, યમરાજ ને પણ શાસિત કરનારો ભગવાન શ્યામ સુંદર પલ પલ મારી સાથેજ  છે, મારી રક્ષા કરે છે. પછી એને દર કઈ વાત નો? ભગવાન નું શરણું જેને લીધું, એ નિર્ભય થઇ ગયો. લંકા માં રાવણ દ્વારા અપમાનિત થઈને જ્યારે વિભીષણ અનેક પ્રકાર નાં મનોરથ સાથે ભગવાન ને શરણે આવ્યો, ત્યારે એમને દ્વાર પર ઉભા રાખી સુગ્રીવ અ વાત ની સૂચના આપવા ભગવાન શ્રી રામ પાસે ગયા, શ્રી રામે સેનાપતિ સુગ્રીવ ને પૂછ્યું 'શું કરવું જોઈએ?' રાજનીતિ કુશળ સુગ્રીવે ઉત્તર આપ્યો -
जानी न जाय निसाचर माया | कामरूप केहि कारन आया ||
            भेद हमार लेन सठ आवा | राखिअ बाँधी मोहि अस भावा ||
પાસે બેઠેલા ભક્તરાજ હનુમાને માનો મન વિચાર કર્યો 'સુગ્રીવ શું કહી ગયા' અરે, જેનું નામ ભૂલથી પણ એક વાર નીકળી જાય તે મનુષ્ય સંસાર નાં બંધનો થી મુક્ત થઇ જાય છે, એવા મારા રામ ના ચરણો માં આવેલ માટે બંધન ની વાતજ કેવી !' પણ સ્વામી અને સેનાપતિ ની વચ્ચે બોલવું અનુચિત સમજી હનુમાન ચુપ  રહ્યા.શહેરના વત્સલ ભગવાન શ્રી રામે સુગ્રીવ ની પ્રસંશા કરતા પોતાનું વ્રત જણાવ્યું -
सखा नीति तुम्ह नीकि विचारी | मम पं शरनागत भय हारी ||
હનુમાન નું મન ખીલી ઉઠ્યું. વાલ્મીકી રામાયણ માં પણ ભગવાન શ્રે રામે આજ વાતો કહી છે.
सकृदेव प्रपत्राय तवास्मीति च याचते |
             अभयं सर्व भूतेभ्यो ददाम्येतद्व्र्तं मम ||   ( ६|१८|३३)
 ‘જે એકવાર મારે શરણે આવીને કહી દે કે 'હું તારો છું' હું એને સંપૂર્ણ ભૂતો થી અભય કરી દઉં છું, અ મારું વ્રત છે.' ભલા આવી સ્થિતિ માં ભગવાન નો સાચો ભક્ત નિર્ભય કેમ ના થઇ જાય?'
૩.    ભક્ત ને કોઈ વિષયે મમત્વ નથી હોતું. એનું મમત્વ તો એક માયરા પોતાના પ્રાણ આરાધ્ય ભગવાન ,આજ હોય છે.પછી જગત નાં પદાર્થોમાં ક્યાંક એનું મમત્વ હોય તો એના ભગવાનની પૂજાની સામગ્રી અથવા ભગવાનની વસ્તુ સમજી ને હોય છે. પોતાની કે પોતાના ભોગો સંબંધી નહિ. રામચરિતમાનસ માં ભગવાન કહે છે ,
जननी जनक बंधू सुत दारा | तनु धनु भवन सुहृद परिवारा | 
सब के ममता ताग बटोरी  | मम पद मनही बाध बरी डोरी |        
अस सज्जन मम उर बस कैसे | लोभी ह्रदय बसई धनु जैसे | 
સંસારમાં મનુષ્ય ચારો તરફ મમતા નાં બંધન થી જકડાયેલો હોય છે. એનો એક એક રોમ મમત્વ નાં તાંતણે બંધાયેલો હોય છે. ભગવાન કહે છે - 'મનુષ્ય માતા-પિતા, ભાઈ, પુત્ર, સ્ત્રી, શરીર, ધન, મકાન, બહોળો પરિવાર વગેરે બધામાં મમતા નાં સુત્રો ને જુદા કરી એક મજબુત દોરી બાંધી લે અને એ દોરીને મારા ચરણો માં બાંધી લે અને એ દોરી દ્વારા પોતાના મન ને મારા ચરણો માં બાંધી દે, તો એ સજ્જન મારા મન મંદિરમાં એવીજ રીતે નિવાસ કરે જેવી રીતે એક લોભીના મન માં ધન.' આ મમતાનું બંધન કાચા દોરા નું એટલા માટે બતાવાયું છે કે એને તુટતા વાર નથી લાગતી. જ્યાં પણ સ્વાર્થ માં અડચણ આવી કે મમતાનો દોરો તુટ્યો, વિષય જાણિત સમસ્ત પ્રેમ પોતાને માટે હોય છે પ્રેમાસ્પદ માટે નહિ. માટે એ શીઘ્ર તૂટે છે. પણ જેમ  તાતણાંઓ થી વણેલી મજબુત દોર તુટતી નથી , એજ પ્રકારે જગત ની સમસ્ત મમત બધી જગ્યાએ થી વાણીને એક ભગવાનના ચરણો માં લગાવી દેવામાં આવે પછી એને નષ્ટ થવી કોઈજ સંભાવના નથી. માટે એમ કહેવાયું છે કે ભગવાન ને પ્રતિ કરવામાં આવતો સાચો પ્રેમ સદા વધતો રહે છે, ક્યારેય ખૂટતો નથી.
સંસારના દુઃખોનું એક મુખ્ય કારણ  મમતા છે, ખબર નાથ કેટલા લોકો રોજ મરે છે અને લોકોના ધનનો નિત્ય નાશ થાય છે, પાન આપણે કોઈ ને માટે રડતા નથી! પણ જો કોઈ આપના ઘરનું માણસ મારી જાય અથવા આપનું પોતાનું ધન નષ્ટ તો શોક અવશ્ય ઉપજે છે.  એનું એક માત્ર કારણ મમતા છે. માની લો કે એક મકાન છે, કોઈ એની એક ઈંટ કાઢી નાખે તો આપણને ખરાબ લાગશે, હવે આપણે એ મકાન વેચી દીધું અને એની કીમતના રોકડા કરી લીધા, અહી મકાન ની એક એક ઈંટ સાથે નો પ્રેમ પેલા રોકડા લીધેલ કાગળ નાં ટુકડા માં આવી ગયો. હવે ભલે એ મકાન માં આગ લાગી જાય, આપણને એની કોઈ ચિંતા નથી ચિંતા ફક્ત પેલા લીધેલા રોકડા માટે છે. એ રોકડા આપણે બેંક માં જમા કરાવીશું તો ચિંતા એ બેન્કની કે ક્યાંક એ બેંક ફડચા માં ચાલી જાય કારણ એમાં આપના રૂપિયા જમા છે. આ પ્રમાણે જ્યાં મમતા છે ત્યાં શોક છે. જો આપણી બધી મમતા ભગવાન માં અર્પિત થઇ જાય, તો શોક નું કોઈ કારણ જ નથી રહેતું. ભક્ત તો સર્વસ્વ પોતાના પ્રભુને અર્પણ કરી એને પોતાનો કરી લે છે અને પોતે એનો બની જાય છે. એમાં બીજાને માટે ક્યાય મમતા રહેતીજ નથી, માટે શોક રહિત થઈને સરવાળા આનંદ માં મગન રહે છે.
૪.    ભક્ત માં અભિમાન અંતહી હોતું, એ તો સમસ્ત જગતમાં પોતાના સ્વામી ને વ્યાપ્ત જુએ છે અને પોતાને એનો સેવક સમજે છે. સેવક માટે અભિમાન નું સ્થાનજ ક્યા? એના દ્વારા જે પણ કાઈ થાય છે એ બધું એના ભગવાન ની શક્તિ અને પ્રેરણા થી થાય છે. એવો વિનમ્ર ભક્ત સદા સાવધાની થી આ વાત ને જોતો રહે છે કે ક્યાંક મારા કોઈ કાર્ય દ્વારા કે એવી કોઈ ચેષ્ટા દ્વારા મારા વિશ્વા ચ્યાપ્ત સ્વામી નો તિરસ્કાર ના થી જાય. હું સદાય એમની આજ્ઞા નું પાલન કરતો રહું, હું સદા એંની રૂચી પ્રમાણે ચાલતો રહું. એ પોતાને એ સુત્રધાર ની કઠપૂતળી માત્ર સમજે છે. સુત્રધાર જેમ નચાવે પુતળી તેમજ નાચે છે, એ તેમાં અભિમાન શું કરે? અથવા એમ એમ સમજો કે સમસ્ત સંસાર એ પરમ પિતાનું નાટ્ય મંચ છે, આપણે સૌ એના નાત છીએ, જેને સ્વામીએ જે સ્વાંગ આપ્યો એને અનુસારાજ ખેલ ખેલાવાનો, પોતાનું પાત્ર નિભાવવું એજ કર્તવ્ય સમજે. જે મનુષ્ય માલિક ની રૂચી અનુસાર એનું કાર્ય નથી કરતો એ મામક હરામ છે અને જે માલિક ની સંપત્તિ ને પોતાની માની લે છે એ બેઈમાન છે. 
નટ પાત્ર નિભાવે છે, મંચ પર પુત્રનું, પિતાનું, મિત્રનું યથા યોગ્ય વર્તાવ કરે છે, પણ વસ્તુતઃ કોઈ પણ વસ્તુને પોતાના પોશાક ને પોતાના નથી સમજતો.  આ રીતે ભગવાનનો ભક્ત એની નાત્યાશાલા આ દુનિયા માં એના સંકેત અનુસાર એનાજ આપેલા સ્વાંગ ને લઈને આળસ રહિત થઇ એનીજ શક્તિ થી કર્મ કર્યા કરે છે. એમાં એ અભિમાન કઈ વાત નું કરે? એ તો માલિક નાં વિધાન અનુસાર કરે છે, બતાવ્યા પ્રમાણે અભિનય કરે છે પોતાની તરફથી કશુજ નહિ. એ પાત્ર ભજવવામાં ચૂકતો નથી કારણ એમાં માલિકનો ખેલ બગડી જાય છે.
૫.    ભક્ત કોઈની સાથે દ્વેષ નથી કરતો અથવા કોઈના પર ક્રોધ નથી કરતો. કોની સાથે કરે? કોના પર કરે? સમસ્ત જગત તો એને સ્વામીનું સ્વરૂપ દેખાય છે. શિવજી મહારાજ કહે છે-
उमा जे राम चरन रत बिगत काम मद क्रोध
निज प्रभुमय देखहि जगत केहि सन करही विरोध ||
ભક્ત વિનય, નમ્રતા અને પ્રેમ ની મુરત હોય છે.
૬.    ભક્ત કોઈ વસ્તુ ની કામના નથી કરતો, એને એ વસ્તુ પ્રાપ્ત છે જેની સામે બધી વસ્તુઓ તુચ્છ છે, ત્યારે એ કોઈની કામના શા માટે કરે? ખરેખર તો પ્રેમ માં કોઈ કામના રહેતીજ નથી. પ્રેમ માં આપવાનું છે, ત્યાં લેવાનું કોઈ નામજ નથી. આજ કામ અને પ્રેમ નો મોટો ભેદ છે. કામ માં પ્રેમાસ્પદ દ્વારા પોતાના સુખ ની ચાહ છે અને  પ્રેમ માં પોતાના દ્વારા પ્રેમાસ્પદ ને સુખી કરવાની ઉત્કટ ઈચ્છા છે. એને માટે એજ સૌથી મોટું સુખ છે, જેનાથી એના પ્રેમાસ્પદ ને સુખ મળે, ચાહે એ પોતાને માટે કેટલાય ભયાનક કષ્ટો નું કારણ બને. પ્રેમાસ્પદ નાં સુખને જોઇને પ્રેમી ની ભયાનક પીડા તરત મહાન સુખ નાં રૂપમાં પરિણામે છે. માટે ભગવાન નો ભક્ત ક્યારેય કામે નથી હોતો, એ તો ચાતક ની જેમ મેઘ રૂપ ભગવાન ની તરફ સદા એકટક દૃષ્ટિથી નીહાર્યા કરે છે. વાદળ જો નહિ વરસે અથવા પાણીના વાદળો બરફના કરા વરસાવે, તો પણ પ્રેમ નો પાકો પપીહો નજર નથી ફેરવતો
रटत रटत रसना लटी तृषा सूखि गये अंग |
‘तुलसी’ चातक प्रेम को, नित नूतन रूचि रंग ||
बरषि परुष पाहन पयद, पंख करे टुक टुक |
‘तुलसी’ परी न चाहिये, चतुर चातकहि चूक ||
આજ દશા ભક્ત ની છે.
એ પછી બીજું શું ચાહે? જગત નું તમામ ઐશ્વર્ય જેની સામે એક કાન માત્ર પણ નથી, એ સર્વલોક મહેશ્વર શ્યામ સુંદર એનો પ્રિયતમ સ્વામી છે, એની સેવા સિવાય એ બીજું શું ચાહે.
ભક્તને કેવળ પોતાના પ્રિયતમ સ્વામી ની સેવામાં રહેવા માંગે છે, એ સેવા ને છોડી મુક્તિ પણ ગ્રહણ નથી કરતો. કરે પણ કેવી રીતે? ભગવાનના  એ અનન્ય સેવક માટે માયા નું બંધન તો છે જ નહિ, જેનાથી એ મુક્ત થવા ચાહે. એને તો કેવળ ભાગવત સેવા નું બંધન છે, ભક્ત આ પ્યારા બંધન થી મુક્તિ શા માટે છે? શ્રીમદ ભાગવત માં ભગવાન કહે છે - 

‘મારી સેવાને છોડી મારા ભક્ત સાલોક્ય, સાસ્ટી, સામીપ્ય, સારુપ્ય, એકત્વ વગેરે જેવી મુક્તિ લેવા પણ તૈયાર નથી ’ (૩/૨૯/૧૩)
ભક્ત જાને છે, મારા પ્રભુ સમસ્ત બ્રહ્માંડો નાં એકમાત્ર સ્વામી છે, મુક્તિ એમના ચરણો ની દાસી છે.
મુક્તિદાયિની ગંગાજી શ્રી ભગવાન નાં ચરણો માંથીજ વહે છે.
એકવાર બ્રહ્માજી  ભગવાનના દ્વારે પહોંચ્યા, ભગવાને દ્વારપાલ દ્વારા એમને પૂછાવ્યું કે 'આપ કયા બ્રહ્મા છો?' બ્રહ્માજીને આ વાતનું આશ્ચર્ય થયું. તેઓ વિચારવા લાગ્યા કે 'બ્રહ્મા કાઈ દસ-વીસ થોડાજ  છે.' એમને કહ્યું, 'જાઓ કહી ડો ચતુર્મુખ બ્રહ્મા આવ્યા છે.' ભગવાને એમને અંદર બોલાવ્યા. બ્રહ્માજીનું કુતુહલ શાંત નાતુ થયું, એમને પૂછ્યું, 'ભગવાન ! તમે એવું કેમ પુચાવ્યું કે કયા બ્રહ્મા છો?' ભગવાન હસ્યા, એમને વિવ્હિન્ન બ્રહ્માંડ નાં બ્રહ્માનું આહ્વાન કર્યું. તત્કાલ ત્યાં ચાર થી લઈને હજાર મુખ સુધીના અનેક બ્રહ્મા આવી પહોંચ્યા.ભગવાને કહ્યું, 'જોયું, આ બધા બ્રહ્મા છે, પોત પોતાના બ્રહ્માંડ નાં બ્રહ્મા છે.' ત્યારે બ્રહ્માજી નો સંદેહ દુર થયો. એવા અનેક બ્રહ્માઓનો સ્વામી જેના પ્રાણ પ્રિય હોય એ ભક્ત કઈ વસ્તુ ની કામના કરે.
પાંચ સખીઓ હતી, પાંચેવ શ્રી કૃષ્ણ ની ભક્ત હતી. એક સમયે વન બેથી ફૂલોની માલા બનાવી રહી હતી. ત્યાંથી એક સાધુ નીકળ્યા. સાધુને રોકીને બાળાઓએ કહ્યું. 'મહાત્માન ! અમારા પ્રાણનાથ શ્રી કૃષ્ણ વનમાં ક્યાંક ખોવાઈ ગયા છે, એમને તમે જોયા હોય તો બતાવો.' ત્યારે સાધુ બોલ્યા 'અરે ગાંડી બાળાઓ ! કૃષ્ણ આમ મળતા હશે? એને માટે ઘોર તાપ કરવું પડે. એ તો રાજરાજેશ્વર છે, નારાજ થાય ત્યારે દંડ કરે અને પ્રસન્ન થાય  તો પુરસ્કારો આપે. સખીઓએ કહ્યું 'મહાત્માન ! તમારા એ શ્રી કૃષ્ણ બીજા હશે, અમારા શ્રી રાજરાજેશ્વર નથી, તેઓ તો અમારા પ્રાણ પતિ છે, તે અમને પુરસ્કાર શું આપે? એમના ખજાના ની ચાવી તો અમારી પાસે હોય છે. દંડ તો એ ક્યારેય આપતાજ નથી, જો અમે ક્યારેક કોઈ ખરાબ કાર્ય કરીએ અને અમને કડવા વેણ કહે તો એ દંડ નથી પ્રેમ છે.' સાધુ એમની વાત સાંભળી મસ્ત થઇ ગયા, સખીઓ પોતાના કૃષ્ણ ને યાદ કરી નાચવા લાગી અને સાધુ સાધુ પણ તન્મય થઈને નાચવા લાગ્યા. સારાંશ એ છે કે એવા ભક્ત પ્રભુ પાસે શું માંગે? એવો ભક્ત તો નિષ્કામ ભાવે નિત્ય નિરંતર અતિ પ્રેમની સાથે એમનું ચિંતન કરતો રહે છે.
ભક્ત નિરંતર પોતાના ભગવાન માટે કામ અને લોભી ની દશાને પ્રાપ્ત રહે છે. એ એમને કેવી રીતે ભૂલે? અને કેવી રીતે બીજા વિષય અને કામનાઓ કે લોભ કરે?
માટે ભક્ત સદા-સરવાળા ભગવાનના ચિંતનમાં જ ચિત્ત લગાવી રાખે છે. ભગવાને પણ ગીતામાં અનેક સ્થાનો પર નિત્ય નિરંતર ચિંતન કરવાની આજ્ઞા આપી છે. આઠમા આધ્યાય માં કહ્યું છે.
अन्तकाले च मामेव स्मरन्मुक्त्वा कलेवरम् |
य: प्रयाति स मद्भावं याति नास्त्यत्र संशय || (५) 
‘જે મનુષ્ય મૃત્યુ સમયે મારું સ્મરણ કરતા શરીર નો ત્યાગ કરે છે, એ મારા સ્વરૂપ નેજ પ્રાપ્ત થાય છે, એમાં કોઈજ સંદેહ નથી.' આના પર લોકો વિચારે કે તો પછી જીવનભર ભગવાન નું  સ્મરણ કરવાની શી જરૂર. મારતી વેળા ભગવાનને યાદ કરી લેશું. અને મારતી વેળા ભગવાનને યાદ કરવાથી ભાગવત પ્રાપ્તિ નું વચન ભગવાને આપીજ દીધું છે. આ ભ્રાંત ધારણા ને દુર કરવા માટે ભગવાને પાછું કહ્યું છે - 
यं यं वापि स्मरन्भावं त्यजत्यन्ते कलेवरम् |
तं तमेवैति कौन्तेय सदा तद्भावभावित: || (६)

એ નિયમ છે કે 'મનુષ્ય અંતકાળે  જે ભાવે સ્મરણ કરતા શરીર છોડે છે, એનને એ પ્રાપ્ત થાય છે, પણ જેનું જીવનભર ચિંતન કર્યું હોય, અંતકાળે એજ ભાવ યાદ આવે છે.
એવું નથી કે જીવનભર તો મન થી, ધનથી, માનનું રટણ કર્યા કર્યું અને અંતકાળે ભગવાનની સ્મૃતિ માત્ર આપ મેળે થઇ જાય. માટે ભગવાને પાછી આજ્ઞા કરી છે કે -
तस्मात्सर्वेसु कालेषु मामनुस्मर युध्य च |
मय्यर्पित्मनोबुद्धिर्मामेवैस्य्स संशयं || (७)
 ‘માટે હે અર્જુન ! તું સદાય મારું સ્મરણ કરતા કરતાજ યુદ્ધ કર. આ રીતે મન-બુદ્ધિ મારા માં અર્પિત હોવાથી તું નિસંદેહ મને પ્રાપ્ત થશે.' નિરંતર સ્મરણ નું મહત્વ તો જુઓ, ભગવાને એજ કહીને સંતોષ નથી માન્યો કે 'મને પ્રાપ્ત થશે' 'નિસંદેહ' (અસંશયમ) અને 'હી' (એવ) આ બે નિશ્ચય દ્રઢ કરવા વાળા શબ્દો જોડ્યા. આટલું જાણ્યા પછી ભગવાનનું સ્મરણ ના કરીએ તો આપના જેવો મૂરખ બીજો કોણ હશે !



Tuesday, January 15, 2013

મીઠા મધ નાં ગુણકારી નુસ્ખા

મીઠા મધ નાં ગુણકારી નુસ્ખા
* આદુ નાં રસ માં અથવા અડુંસાના રસમાં મધ મેળવીને લેવાથી ઉધરસ (ખાંસી) માં આરામ મળે છે.
* પાકી કેરીના રસ માં મધ મેળવીને પીવાથી કમળા માં રાહત  મળે છે.
* જે બાળકોને સાકાર (ખાંડ) ખાવાની મનાઈ હોય તેને મધ આપી શકાય.
* ઉલટી (વામન) થતી હોય ત્યારે પુદ્ના નાં રસ સાથે મધ નો પ્રયોગ લાભકારી રહે છે.
* શુષ્ક ત્વચા પર મધ, દુધની મલાઈ અને બેસન મેળવીને ચોપડવું. એનાથી ત્વચા ની શુષ્કતા દુર થશે અને ત્વચા લાવણ્ય મયી થશે.
* એક ગ્લાસ દૂધ માં સાકાર નાંખ્યા વિના મધ ઘોળીને રાત્રે પીવાથી શરીર સુડોળ,  પુષ્ટ અને બળશાળી બને છે.  
* મધનું  નિત્ય સ્વન  જઠર અને આંતરડા ને બળ પ્રદાન કરે છે.
* કાંડા નો રસ અને મધ સમાન માત્રા માં મેળવી ચાટવાથી કફ નીકળી જાય છે અને આંતરડા માં જમા થયેલ બેક્ટેરિયા ને નષ્ટ કરે છે.
* હૃદય ની ધમનીઓ માટે મધ ઘણું શક્તિ વર્ધક છે. સુતી વખતે મધ અને લીંબુ નો રસ મેળવી એક ગ્લાસ પાણી પીવાથી કમજોર હૃદય માં શક્તિ નો સંચાર થાય છે.
* પેટ નાં નાના મોટા ઘા અને શરૂઆતી સ્થિતિ નાં અલ્સર માં મધને દૂધ સાથે લેવાથી સારા થઇ શકે છે.
* સુકી ઉધરસ માં મધ અને લીંબુ નો રસનું  સમાન માત્રા માં સેવન કરવાથી લાભ થાય છે.
* મધ થી માંસપેશીઓ બળવતી બને છે.
* વધેલા રક્તચાપ માં (હાઈ બ્લડ પ્રેશર) લસણ સાથે મધ નું સેવન કરવાથી લાભ થાય છે.
* આદુ અને મધ સમાન માત્રા માં લઈને ચાટવાથી શ્વાસ ની બીમારી દુર થાય છે, અને અટકડી (હિંચકી) બંધ થઇ જાય છે.
* સંતરા ની છાલ નું ચૂર્ણ બનાવી એમાં બે ચમચી મધ મેળવીને એનો લેપ તૈયાર કરી ચામડી પર લગાવવાથી ચામડી નીખારીને કાંતિવાન બને છે.
* કબજીયાત  માં ટામેટા અથવા સંતરા ના રસ માં એક ચમચી મધ નાખી સેવન કરવાથી લાભ થશે.

કુંભ મેલા વિષે પૌરાણિક કથાઓ


કુંભ પર્વ નાં આયોજન ને લઈને બે-ત્રણ પૌરાણિક કથાઓ પ્રચલિત છે, જેમાં સર્વાધિક માન્ય કથા દેવ - દાનવો દ્વારા સમુદ્ર મંથન થી પ્રાપ્ત અમૃત કુંભ માંથી અમૃત નાં ટીપાઓ પડવાને લઈને છે. આ કથા અનુસાર મહર્ષિ દુર્વાસા નાં શાપ ને કારણે જ્યારે ઇન્દ્ર અને અન્ય દેવતા કમજોર થઇ ગયા તો દૈત્યોએ દેવતાઓ પર આક્રમણ કરી એમને પરાસ્ત કરી દીધા. ત્યારે બધા મળીને ભગવાન વિષ્ણુ પાસે ગયા અને એમને આખું વૃતાંત સંભળાવ્યું. ત્યારે ભગવાન વિષ્ણુએ એમને દૈત્યો ની સાથે મળી ક્ષીરસાગર નું મંથન કરી અમૃત કાઢવાની સલાહ આપી.  ભગવાન વિષ્ણુ નાં આવું કહેવાથી સંપૂર્ણ દેવતા દૈત્યો સાથે સંધી કરીને અમૃત કાઢવાના પ્રયત્નો માં લાગી ગયા. અમૃત કુંભ ના નીકાલાતાજ દેવતાઓના ઇશારે ઇન્દ્રપુત્ર 'જયંત' અમૃત કાળાશ ને લઈને આકાશમાં ઉડી ગયો.  એના પછી દૈત્ય ગુરુ શુક્રાચાર્ય નાં આદેશાનુસાર દૈત્યો એ અમૃત કાળાશ પાછો મેળવવા જયંત નો પીછો કર્યો અને ઘોર પરિશ્રમ બાદ એમને રસ્તામાં વચ્ચેજ જયંત ને પકડ્યો. ત્યાર બાદ અમૃત કાળાશ પર અધિકાર જમાવવા માટે દેવ-દાનવો માં બાર દિવસો સુધી અવિરામ યુદ્ધ થતું રહ્યું.

આ પરસ્પર માર-કાપ દરમિયાન પૃથ્વી નાં ચાર સ્થાનો (પ્રયાગ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિક) પર કાળાશ માંથી અમૃત નાં ટીપાં પડ્યા હતા. એ સમયે ચંદ્રાએ  ઘટ થી પ્રસરવાન થવાથી સૂર્ય એ  ઘટ ફૂટવાથી ગુરુએ દૈત્યોના અપહરણ થી અને શનિએ દેવેન્દ્રના ભયથી ઘટ ની રક્ષા કરી. કલહ શાંત કરવા માટે ભગવાને મોહિની રૂપ રૂપ ધારણ કરી યાથાધીકાર બધાને અમૃત વહેંચી પીવડાવી દીધું. આ પ્રમાએ દેવ-દાનવ યુદ્ધ નો અંત લાવવામ આવ્યો. 
અમૃત પ્રાપ્તિ માટે દેવ-દાનવો માં બાર દિવસ સુધી નિરંતર યુદ્ધ થયું હતું. દેવતાઓના બાર દિવસ મનુષ્યોના બાર વર્ષ બરાબર થાય છે. માટે  કુંભ પણ બાર હોય છે. એમાંથી ચાર કુંભ પૃથ્વી પર અને બાકીના આઠ કુંભ દેવલોકમાં થાય છે, જેને દેવ ગનોજ પ્રાપ્ત કરી શકે છે મનુષ્યોની ત્યાં પહોંચ નથી.
જે સમયે ચંદ્ર આડી એ કાળાશ ની રક્ષા કરી હતી, ત્યારે તે સમય ની વર્તમાન રાશીઓ પર રક્ષા કરનાર ચંદ્ર-સૂર્ય વગેરે ગ્રહ જ્યારે આવે છે, ત્યારે કુભ નો યોગ હોય છે  એટલે જે વર્ષે જે રાશી પર સૂર્ય, ચંદ્ર અને બૃહસ્પતિ નો સંયોગ હોય છે, એજ વર્ષે, એજ રાશિના યોગ માં જ્યાં જ્યાં અમૃત બુંદ (ટીપાં) પડ્યા હતા, ત્યાં ત્યાં કુંભ પર્વ હોય છે.

ઈશ્વરીય પ્રેમ

ઈશ્વરીય પ્રેમ 
પ્રાચીન કાલ માં એક રાજા નો એ નિયમ હતો કે એ અગણિત સન્યાસીઓને દાન આપ્યા બાદજ ભોજન ગ્રહણ કરતો હતો

એક દિવસ નિયત સમય થી પહેલાજ એક સન્યાસી પોતાનું નાનું ભિક્ષા પાત્ર લઇ દ્વાર પર આવી ઉભા રહ્યા, એમને રાજા ને કહ્યું - "રાજાન, જે સમભાવ હોય તો મારા આ નાના પાત્ર માં કંઇક ભીખ નાખી દો."

યાચક નાં આ શબ્દો રાજા ને ખાતાક્તા હતા પણ એમને કશું કહી નાતા શકતા. એને એમના સેવકોને કહ્યું એ પાત્ર ને સોના સિક્કાઓ થી ભરી દેવામાં આવે.

જેવા એ પાત્ર માં સોના નાં સિક્કા નાખવામાં આવ્યા, એ સિક્કા એમાં પડતાજ ગાયબ થઇ ગયા. આવું વારંવાર થયું. સાંજ સુધી રાજાનો પૂરો ખજાનો ખાલી થઇ ગયો પણ પેલું પાત્ર ખાલીજ રહ્યું. 

અન્રે રાજા પોતેજ યાચક ની સમક્ષ આવી હાથ જોડી પૂછ્યું કે "મને ક્ષમા કરો, હું સમજતો હતો કે મારે દ્વારે થી કડી કોઈ ખાલી હાથ નહિ જી શકે. હવે કૃપા કરી આ પાત્ર નું રહસ્ય મને જણાવો. એ ભરાતું કેમ નથી?"
સન્યાસીએ કહ્યું "આ પાત્ર મનુષ્ય નાં હૃદય થી બનેલું છે. આ સંસાર ની કોઈ પણ વસ્તુ મનુષ્ય નાં હૃદય ને ભરી શકતી નથી. મનુષ્ય ગમે એટલું નામ, યશ, શક્તિ, ધન, સૌન્દર્ય અને સુખ અર્જિત કરી લે પણ એ હંમેશા વધારેની ઈચ્છા રાખે છે. કેવળ ઈશ્વરીય પ્રેમજ આ પાત્ર ને ભરવું શક્ય છે."

ઈશ્વર પ્રાપ્તિના ઉપાય

* ઈશ્વર નો પ્રભાવ અને મહત્વ નો યથાર્થ જાણનારા મહાપુરુષો નો સંગ અને એમના આદેશ અનુસાર આચરણ કરવું.

*  ઈશ્વર નો પ્રભાવ અને મહત્વ થી પૂર્ણ શાસ્ત્રોનું અધ્યયન કરવું.

* ઈશ્વર નાં નામ નો જપ અને ગુનો નું શ્રાવણ-કીર્તન  કરવું.

* ઈશ્વર નું ધ્યાન ધરાવું.

* વિશ્વરૂપ ભગવાન ની નિષ્કામ ભાવે સેવા કરવી.

* ઈશ્વર પ્રાર્થના કરવી.

* ઈશ્વર ને અનુકુળ આચરણ એટલે સત્ય, અહિંસા, દયા, પ્રેમ, અસ્તેય, બ્રહ્મચર્ય, વિનય, તાપ, સ્વાધ્યાય, આસ્તિકતા અને શ્રધ્ધા વગેરે નો વધારો કરવો

* લોક-પરલોક નાં સમસ્ત ભાગો માં વૈરાગ્ય.

* સદગુરુ માં પરમ શ્રધ્ધા રાખવી અને ગુરુ સેવા કરવી.

*  ઈશ્વર માં અખંડ વિશ્વાસ  રાખવો.

*  ઘર અને બહાર સર્વત્ર ઈશ્વર ચર્ચા.

* અભિમાન, દંભ, અને કઠોરતા નો સર્વથા ત્યાગ કરવો.

*  કામ, ક્રોધ, લોભ થી બચવું.

* નાસ્તિકોના સંગ નો  સર્વથા ત્યાગ કરવો.

* પરધર્મ સહિષ્ણુતા.

* બધામાં ઈશ્વર બુદ્ધિ રાખીને વર્તાવ કરવાની ચેષ્ટા કરવી.
 ભાગવત સત્તા નો ઉદય - હંસ તીર્થ 
ભાગવત સત્તા નો ઉદય કેવળ લોકસત્તા, સૃષ્ટિ ની રચના અને સમય સમય પર એના વિનાશ માટેજ  નહિ પણ સમય સમય પર ભક્તો નાં કલ્યાણ નો માર્ગ પ્રશસ્ત કરવો પણ પ્રભુ માટે આવશ્યક છે. ભક્તો પર આવેલ સંકટ ની જાણકારી અને સૃષ્ટિ નું ન્યાય પૂર્ણ સંચાલન માટે આ સૂચનાઓ ને પહોંચાડવાનું દાયિત્વ નારદજી ને સોપવામાં આવ્યું હતું.
બ્રહ્માના માણસ પૂત્ર નારદ નું મંદિર સંગમ નગરી ઇલાહાબાદ માં આવેલ છે. નારદજી પાસે પોતાની જટિલ સમસ્યાઓ નું સમાધાન અને અનેકો અસાધ્ય કષ્ટો થી દુખી ભક્તજન પોતાના દુખો ની ગુહાર લગાવા આવે છે. અહી એવી માન્યતા છે કે ભક્તોના સંદેશાઓ ને સીધા ભગવાન સુધી પહોચાડવાનું દાયિત્વ નારદ મુની પાસે છે. 

પ્રયાગના સંગન તટ પર લાગતા મહાકુંભ નો પૂણ્ય પ્રતાપ ત્યારેજ મળે જ્યારે પાછા ફરતા આ હંસ તીર્થ નાં દર્શન કરવામાં આવે. 
પ્રયાગમાં ગંગા નાં પૂર્વી તટ પર સ્થિત આ હંસ તીર્થ નું વર્ણન મત્સ્ય પૂરાણ માં મળે છે. આ હંસ તીર્થની સંરચના પાન નાં આકાર ની છે. એનું નિર્માણ મનુષ્ય નાં આંતરિક શરીર ની માફક કરવામાં આવ્યું છે. હંસ નો અર્થ થાય મુક્તિ અને એજ કારણ કે એને મુક્તિનું નું ધામ પણ કહેવાય છે. હંસ તીર્થ માં શરીર નાં તમામ ૬ શક્તિ કેન્દ્રો ને દર્શાવવામાં આવ્યા છે. મંદિર નાં પૂજારીના કહેવા પ્રમાણે નારદ મુની નું આ એક માત્ર મંદિર છે જ્યાંથી જે  ભક્ત  હૃદય પૂર્વક અરજ કરે તો એની અરજ સીધી ભગવાન સુધી પહોંચે છે.
મત્સ્ય પૂરાણ માં એવું વર્ણન મળે છે કે અહી સ્થિત હંસ કુવાના  પાણી થી સ્નાન કરવાથી અશ્વમેધ યજ્ઞ જેટલું ફળ મળે છે. બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન આજ તીર્થરાજ પ્રયાગ માં કર્યું હતું. એમાં એમના પાંચેવ માણસ પૂત્રોએ એમને સહયોગ આપેલો. બ્રહ્માજીએ એમના ચારે પૂત્રો સનત, સનંદન, સનત કુમાર અને પર્વત ને ચારેવ દિશાઓમાં સૃષ્ટિ નિર્માણ નું કાર્ય સોંપ્યું અને એમના પાંચમાં પૂત્ર નારદ ને લોક કલ્યાણ નું કાર્ય સોંપ્યું . બ્રહ્માજી એ સૃષ્ટિના સંદેશવાહક નારદને નિયુક્ત કર્યા અને એમને પ્રયાગ ની આજ પાવન તીર્થ ભૂમિ પર નિવાસ કરવાનો આદેશ આપ્યો. ત્યારથી એમ માનવામાં આવે છે કે હંસ તીર્થમાં નારદ મુની નું નિવાસ સ્થાન છે. અહી દરેક ભક્ત પીપલા નું પાન અને કાગળ પર પોતાની ઈચ્છા અને મનોકામનાઓ ને લખીને નારદ મુની નાં આ મંદિર માં વાંચે છે. 
નારદ મુનીએ પ્રયાગ નાં આ હંસ તીર્થ માં ઘણા વર્ષો સુધી રહીને વિષ્ણુ ભગવાન ની આરાધના કરી હતી અને ૨૫ હજાર શ્લોકો વાલા પ્રસિદ્ધ નારદ પુરાણ નાં અમુક અંશો ની રચના આ તીર્થ માં કરી હતી. ભગવાન વિષ્ણ એ પ્રસન્ન થઇ નારદ ને બધા યુગો અને ત્રણે લોકો માં ક્યાય પણ પ્રકટ થઇ શકવાના આશીર્વાદ આપ્યા હતા.

Saturday, December 22, 2012

vaarta

1
          એક પહાડી ક્ષેત્રમાં એક વૃદ્ધ દંપત્તિ બસમાં જી રહ્યું હતું. બસ સ્ટેન્ડ થી એમનું ગામ ખાસું દુર હતું. માટે એમને બસના કંડકટરને વિનતી કર્યો ભાઈ અમે વૃદ્ધ છીએ સમાન ઘણો છે, બસ સ્ટેન્ડ થી સામાન ઊંચકી અમારા ગામ સુધી જવું અમારે માટે ઘણું મુશ્કેલ થશે. જે તમે અમને અમારા ગામ ની સામે ઉતારી દેશો તો અમારે ઘણું સરળ થઇ જાય.
           કંડકટર એમની વિનતી માની લઇ કહ્યું કે જ્યાં ઉતારવાનું હશે એના થોડા સમય પહેલા જણાવી દેજો, અમે ઉતારી દઈશું. એમના ઉતારવાનો સમય થતા કંડકટરને જણાવ્યું એટલે એને સીટી વગાડીને ડ્રાઈવરે બસ થોભાવી, વૃદ્ધ દંપત્તિ નીચે ઉતારી ગયું કંડકટર એમનો સામાન પણ બરાબર ઉતરાવી આપ્યો. આ સંપૂર્ણ ઉપકાર કાર્યક્રમ માં લગભગ પાંચ મિનીટ નો સમય લાગ્યો, બસ ત્યાં સુધી ઉભી રહી.
           બસ આગળ વધી, અને થોડે આગળ ગઈ હશે ને ઊંચા પહાડ ઉપરથી એક્મોતો પત્થર ગબડતો આવ્યો અને બસ સાથે અથડાયો. બસ દુર્ઘટનાગ્રસ્ત થઇ ગઈ , લોકો ઘાયલ થયા, એમનો સામાન વિખેરાઈ ગયો. આ જોઈ પેલી વૃધ્ધા જે થોડા સમય પહેલા બસ માંથી ઉતારી હતી, વ્યાકુળ થઇ ઉઠી, રડવા લાગી. એને પોતાના પતિને કહ્યું આ સામાન અહીજ છોડો , ભાગ્યમાં હશે તો પાછો મળશે. ચાલો આપણે પેલા ઘાયલ યાત્રીઓની મદદ કરીએ.
           પેલા પતિએ તરતજ કહ્યું, તું શા માટે રડે છે? આપણે તો ભગવાનનો આભાર માનવો જોઇલે આપણે બંને બચી ગયા. આ સાંભળી વેઉધ્ધા બોલી, તમે ફક્ત પોતાનો સ્વાર્થને કારણે આવું બોલી રહ્યા છો, પણ તમે એ વિચાર ન કર્યો કે આપણ ને અહી ઉતારવા માટે બસને થોભાવી હતી, જો બસ આપના માટે અહી ન થોભી હોત તો એ પેલા સ્થાનથી જ્યાં પેલો પત્થર એના પર પડ્યો ઘણે દુર નીકળી ગઈ હોત, અને આ દુર્ઘટના ઘટી ન હોત અને બસમાં સવાર યાત્રી મુસીબતનો શિકાર ન બન્યા હોત.
           આજે અપને સૌ પોતાના સ્વાર્થ ખાતર પોતાને માટે જીવી રહ્યા છે. આપનું કામ થઇ ગયું, આપનો જીવ બચી ગયો, ઈશ્વરની કૃપાથી અપન ને ફાયદો થઇ ગયો. એનાથી બીજાનું શું થાય એના વિષે આપણે થોડો પણ વિચાર નથી કરતા. માટેજ સમગ્ર વિશ્વ આજે અશાંત છે. આપણી પાસે બધું હોવા છતાં અભાવ નો ભાવ મનમાં વધતો જઈ રહ્યો છે.
           વ્યક્તિના જીવનમાં સંવાદિતાનું જે સંગીત સંભળાવું જોઈએ એ સંભળાતું નથી. એક વ્યક્તિએ બીજા વ્યક્તિ માટે જે વિચારવાનું છે એણે જે સંવાદ કરવાનો છે એ ખતમ થઇ રહ્યો છે. ચારો તરફ ફક્ત કોલાહલ સંભળાઈ રહ્યો છે. કારણ દરેક વ્યક્તિ ફક્ત પોતાના સ્વાર્થ માટેજ બોલે છે. સ્વાર્થની બોલી થી સંગીત ઉત્પન્ન નથી થતું, ફક્ત કોલાહલજ ઉદભવે છે. પ્રયાસ તો વ્યક્તિ શાંતિ મેળવવાનો કરી રહ્યો છે પણ પોતેજ અશાંતિ પેદા કરી રાહ્યો છે.
           એ વાત સદૈવ ધ્યાન માં રાખવી કે મન ની શાંતિ સાંસારિક વસ્તુઓથી નહિ પણ સંવાદિતા દ્વારા મળે છે.જીવનની પરમ સંપતિ સત્સંગજ છે. પરમાર્થ તરફ આગળ વધવાનું પહેલું ડગલું સાધના છે. અને બીજાના કાર્યોને સાધવામાં આવે એજ સાધના છે.
           સત્ય ઘણું સરળ છે. પણ સરળ સત્યને સમજવા માટે સરળ થવું પડે છે. આપણો એક નાનો સ્વાર્થ રાષ્ટ્ર અને સમાજને કેટલું નુકસાન પહોચાડી રહ્યું છે એ સમજવું પડશે. એ સમજને વિકસિત કરવાની સાધના કરાવી છે, આ ધર્મને સાધવા માટે આ શરીર મળ્યું છે. માટે આપણે પર્હીતમાં લાગીએ અને પર્હીત્નુજ ચિંતન કરીએ, એજ ધર્મ છે. એમાજ એની સાર્થકતા છે.

--- પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝા
2
માર્ગદર્શનના અભાવે ચોર, આજીવન ચોર રહેશે?
આજે ધર્મ પર શ્રદ્ધા શેષ થવા માંડી છે માટે વ્યક્તિ પોતાના સ્વાર્થ સાધવા ખાતર પોતાની રીતે ધર્મની મુલાવાની કરે છે અને પોતાને ફાયદો થાય તે રીતે એનું અર્થઘટન કરીને દરેક પ્રકારના દુષ્કૃત્યો કરતા અચકાતો નથી.
એક ધનવાન વ્યક્તિને ઘરે એક રાત્રીએ એ ચોર પહેલીવાર ચોરી કરવા માટે ઘુસ્યો. રાત્રીનો સન્નાટો હતો થોડો અવાજ થતા શેઠજી જાગી ગયા. એમને સમજતા વાર ન લાગી કે આ તો ચોર ઘુસ્યો છે, હાફળા ફાફળા થઇ પથારીમાંથી નીચે ઉતર્યા જોર જોરથી ચોર..ચોર..ની બુમો પાડવા લાગ્યા. ચોરે આ બુમા બુમ સાંભળી અને ભાગવા લાગ્યો. શેઠજીની બુમો સાંભળી શેઠજીનો યુવાન પુત્ર પણ પોતાના ઓરડામાંથી બહાર આવ્યો અને ચોરની સામે થયો. સ્વ બચાવ માટે ચોરે એક ચપ્પુ સંતાડ્યો હતો એ કાઢીને એને શેઠના પુત્રની સામે ધર્યો. ત્યાં સુધીમાં શેઠે પાછળથી આવી પેલા ચોરને માથામાં પેપરવેટ નો ઘા કર્યો, એનાથી પેલો ચોર લથડ્યો અને એના હાથમાંથી ચપ્પુ ઉછાળ્યો જેની ધાર પુત્રના હાથે ઘસરકો કરતી ગઈ સાથે શેઠજીની જાંઘ ઉપર પણ એક ઘસરકો પાડતી ગઈ. બંનેને લોહી નીકળવા લાગ્યું અને આ બધા સંઘર્ષમાં ચોર શેઠને ત્યાંથી ભાગી નીકળવામાં સફળ થયો. આ સંઘર્ષમાં થોડું વધારે બધાને લાગ્યું હતું પણ આખરે ચોરી થતી બચાવી લેવાઈ હતી.
પ્રસંશામાં પિતા પુત્રની વીરતાને ઘટના શેઠજી પરીવા, આસ-પડોસ માં બતાવી રહ્યા હતા. એમને વિચાર્યું અને ઘરની સુરક્ષા વધારવાનાં ઉપાયો કરવામાં લાગી ગયા. પેલી બાજુ ચોર પોતાની અસફલતા પર વિચાર કરી નવી યોજના બનાવવા લાગ્યો, થોડા સાથીઓનો ઉમેરો કરવો, હથીયારો વધારે લઇ જવા, જેથી ચોરીના પ્રયાસમાં સફળતા મળે અને એકજ પ્રયાસમાં અધિક ધન રાશી પ્રાપ્ત થાય. ચોર હજી પણ પરિશ્રમ થી ધન ઉપાર્જિત કરવાને બદલે ચોરી થી ઉતાવળે અને ઓછા સમયમાં અધિક ધન મેળવવાની વેતરણ માં પડી ગયો.
ચોરના મગજમાં પડેલ બુરાઈનું બીજ ખતમ નાં કરી સહાય તો એના દુષ્પરિણામ શેઠજીને, કોઈ બીજા પરિવારને કે પેલા ચોર ને પણ ભોગવવા પડશે. ચોરને જો સદપ્રેરણા નહિ મળે (જે શારીરિક અને માનસિક મહેનત તું ચોરી કરવા જેવા દુષ્કૃત્ય પાછળ કરી રહ્યો છે એના બદલે એજ મહેનત જો સારા કામ કરવા પાછળ કરે તો ઈજ્જત અને સ્વાભિમાન સાથે ધન અર્જિત કરી શકાય છે) તો એ ચોરીને રવાડે ચઢી જઈ એક પછી એક ચોરીઓ કરતો જશે. અને કો સદ પ્રેરણા મળી જાય અથવા એ શરૂઆત માંજ પકડાઈ જાય અને ન્યાયાલય દ્વારા સજા મળી જાય તો કદાચ ભય વશ એ ભવિષ્યમાં ચોરી ન કરે.
3
સ્વમુલ્યાંકન
એકવાર એક ધનવાન શ્રેષ્ઠી કશે જી રહ્યા હતા, રસ્તે જતા એમને તરસ લાગી. આજુબાજુ નજર કરતા એમને દુર એક વહેતી નદી જોઈ એટલે થયું કે ચાલ ત્યાં જઈને પાણી પી લઉં. પાણી પીવા જતા ચૂક થઇ ગઈ અને પગ લપસી ગયો, તેઓ સીધા નદી નાં ઊંડા પ્રવાહમાં ઉતારી ગયા. હવે એમને તરતા પણ આવડતું ન હતું એટલે હાથ ઊંચા કરી કરીને કોઈ હોય તો મદદ કરો એમ બુમો પાડતા રહ્યા. થોડી વારે એમના નસીબે બે માછીમાર ભાઈઓ ત્યાં આવી ચઢ્યા અને નદીના ઊંડા પ્રવાહ માંથી જેમ તેમ કરી મહા મહેનતે પેલા ધનવાન શ્રેષ્ઠીને બચાવી બહાર કાઢ્યા. થોડી વારે પેલા શ્રેષ્ઠી ભાનમાં આવ્યા સ્વસ્થ થયા એટેલે એમને પેલા બંને માછીમાર ભાઈઓનો આભાર માન્યો અને સાથે જતા જતા વીસ રૂપિયાની એક નોટ પેલા બે માના એક ભાઈને આપી અને કહેતા ગયા- 'કે તમે લોકોએ મને ડૂબતો બચાવ્યો તેની બક્ષિશ અને હા, તમે બંને દસ દસ રૂપિયા વહેંચી લેજો'.
આ નોટ લઇ જે ભાઈને આપી તે હસવા લાગ્યો ત્યારે બીજો પેલા શ્રેષ્ઠીના ગયા પછી બીજા ભાઈના પર ગુસે ભરાયો કે- 'તમે પણ ભાઈ કેવા છો આપણે મહા મહેનતે પેલા વ્યક્તિને બચાવ્યો અને એની બક્ષિશ રૂપે ફક્ત વીસ રૂપિયા તે પણ સાથે કહેતો ગયો કે દસ દસ વહેંચી લેજો', ત્યારે પેલો ભાઈ કહવા લાગ્યો- ' હું એટલા માટે હસ્યો કે ગુસ્સે થવાની કોઈજ જરૂર નથી એ વ્યક્તિએ વીસ રૂપિયા આપી સાથે કહ્યું કે દસ દસ વહેંચી લેજો, એનાથી એને સામેથી બતાવી દીધું કે એના જીવની કીમત ફક્ત વીસ રુપિયાજ છે.'
એનો સાર એટલો કે તમે ગમે એટલા ધનવાન હો પણ તમારી કીમત તો તમારા આચરણ થીજ પરખાય.
4
એક અત્યંત નિર્દયી અને ક્રૂર રાજા હતો. બીજાને કષ્ટ આપવામાં એને આનંદ આવતો હતો. એનો આદેશ હતો કે એના રાજ્યમાં કોઈ પણ નાના મોટા ગુના માટે એક યા બે વ્યક્રીને ફાંસી થાવીજ જોઈએ. એના આ વ્યવહારથી પ્રજા ઘણીજ ત્રસ્ત હતી. એક દિવસ રાજ્યના થોડા આગેવાનો ભેગા થઈને આ સમસ્યાને લઈને એક પ્રસિદ્ધ સંત હતા એમની પાસે ગયા અને એમની વીનંત કરી કે મહારાજ અમારી રક્ષા કરો અને આ સમસ્યાનું કોઈ નિરાકરણ લાવી આપો. જો આ રાજા આં ક્રમ ચાલુ રહ્યો તો થડો સમયમાં આ નગર ખાલી થઇ જશે. સંત પણ ઘણા સમયથી આ જોઈ સાંભળી રહ્યા હતા. બીજેજ દિવસે સંત પેલા રાજાના દરબાર માં ગયા. રાજાએ એમનું સ્વાગત કર્યું અને આવવાનું પ્રયોજન પૂછ્યું. સંત બોલ્યા - "હું આપને એક પ્રશ્ન પુછવા આવ્યો છું. જો તમે શિકાર કરવા જંગલમાં જવા નીકળો શિકાર કરતા આપ એકદમ આગળ નીકળી જાઓ અને રસ્તો ભૂલી જાઓ અને તમને ત્યારેજ પાણીની તરસ લાગે, કોઈ વ્યક્તિ તમને સડેલું ગંદુ પાણી પીવા આપે પણ એક શરત સાથે કે તમે મને તમારું અડધું રાજ્ય આપી દેશો તોજ, ત્યારે આપ તેને તમારું અડધું રાજ્ય આપી દેશો? રાજાએ કહુયું પ્રાણ બચાવવા માટે અડધું રાજ્ય આપવાજ પડે. સંત પાછા બોલ્યા - એ સડેલું પાણી પીને તમે બીમાર પડી જાઓ આપને સાજા કરવા માટે કોઈ વૈદ્ય બીજું અડધું રાજ્ય માંગે તો શું તમે એ પણ આપી દેશો? રાજા તત્ક્ષણ બોલ્યા પ્રાણ બચાવવા માટે એ પણ આપી દેવા પડે. જીવન નહિ હોય તો રાજ્ય કેવું? ત્યારે સંત તરતજ બોલ્યા પોતાના પ્રાણો ની રક્ષા માટે તમે રાજ્ય લુટાવી શકો છો, તો બીજાના પ્રાણ શા માટે લો છો? પ્રજા એ તમારા પ્રાણ છે, રાજ્યમાં પ્રજા એટલે તમારા પ્રાણ જો તમારી પ્રજા તમારા રાજ્યમાં નહિ બછે તો તમે રાજ કોના પર કરશો? સંત નો આ તર્ક સાંભળી રાજાને ભાન થયું અને તે સુધારી ગયા. કથા નો સાર એ કે પોતાના અધિકારનો ઉપયોગ લોકહિતમાં અને વિવેક સંમત રીતે કરાવો જોઈએ.
5
કર્મ પાછા વર્ષે છે -

એકવાર દેવતાઓએ સભા કરી. એ સભામાં એક પ્રસ્તાવ સ્વીકૃત થયો કે ગંગાજી મૃત્યુલોક માં બધા પ્રાણીઓના પાપોને લે છે માટે તેઓ સૌથી પાપીની છે અને હવે તેમને સભામાં આવવા નહિ દેવાય.
જ્યારે ગંગાજીએ સાંભળ્યું ત્યારે આવીને તેઓ બોલ્યા, દેવતાઓ, આપનું આવું કહેવું સાચું છે કે મૃત્યુલોકમાં સૌના પાપો હું લઉં છું પણ એ બધા પાપો હું સમુદ્રમાં નાખી દઉં છું, પોતાની પાસે નથી રાખતી. દેવતાઓએ કહ્યું વાત તો તમારી સાચી છે. તો પછી વરુણ દેવતાને હવેથી સભામાં બહાર કરવામાં આવે, કારણ તેઓ સૌથી પાપી છે.
વરુણ દેવતાએ હાથ જોડી કહ્યું કે હે દેવતાઓ હું ગંગા પાસેથી પાપો લઉં છું પણ હું પણ એ પાપોને પોતાની પાસે નથી રાખતો. એ પાપોને હું મેઘોને આપી દઉં છું, દેવતાઓએ ફરી વિચાર વિમર્શ કર્યો અને નિર્ણય કર્યો કે મેઘરાજા સૌથી પાપી છે અને તેઓ આપણી સભામાં નહિ આવી શકે.
મેઘરાજા પણ ઉભા થયા અને એમને હાથ જોડી કહ્યું દેવતાઓ, મારી પણ વાત સાંભળો. એ વાત તદન સાચી છે કે સમુદ્ર પાસે હું બધાના પાપો લઉં છું પણ હું એ મારી પાસે નથી રાખતો. દેવતાઓએ પૂછ્યું તો આપ એ પાપોનું શું કરો છો?
એના પર મેઘરાજાએ ઉત્તર આપ્યો કે હું એ પાપો અને કર્મોને એમાનાપરજ વર્ષાવી દઉં છું.
આ વારતો નું બોધ એ છે કે આપણે કરેલા સારા ખરાબ કર્મોના ફળ આપણને અહીજ પાછા મળી જાય છે.
6
બે મિત્રો ઘણીવાર વેશ્યાગમન કરતા હતા. એક સાંજે જ્યારે તેઓ ત્યાં જી રહ્યા હતા ત્યારે, રસ્તા માં કોઈ સંત નું આધ્યાત્મિક પ્રવચન ચાલી રહ્યું હતું.એક મિત્રે કહ્યું કે તે આજે પ્રવચન સાંભળવાનું પસંદ કરશે અને એ આજે પેલી વેશ્યા ને ત્યાં નહિ જાય જ્યાં તેઓ હંમેશા જતા હતા. બીજ્હો મિત્ર પેલાને ત્યાં છોડી વેશ્યા ને ત્યાં ગયો. હવે જે વ્યક્તિ પ્રવચનમાં બેઠો હતો, એ એના બીજા મિત્રના વિચારોમાં ડૂબી ગયો. વિચારી રહ્યો કે પેલો ત્યાં શું આનંદ લઇ રહ્યો હશે, અને હું ક્યા અહી આ નીરસ જગામાં આવીને બેસી ગયો. મારો મિત્ર ઘણો બુદ્ધિમાન છે કારણ એને પ્રવચન સાંભળવા કરતા વેશ્યાને ત્યાં જવાનો નિર્ણય કર્યો.
જે મિત્ર વેશ્યા પાસે બેઠો હતો, એ વિચારી રહ્યો હતો કે એના મિત્રે પ્રવચન માં બેસવાનો નિર્ણય કરીને મુક્તિનો માર્ગ પસંદ કર્યો છે, જ્યારે હું લાલસામાં જાતે ફસાયો. પ્રવચનમાં બેઠેલ વ્યક્તિએ વેશ્યા વિષે વિચારી ખરાબ કર્મોને ભેગા કર્યા. હવે એ પોતેજ એના દુખ ભોગવશે. ખરાબ કર્મોની કીમત તમે એટલા માટે નથી ચુકવતા કે તમે વેશ્યાને ત્યાં જાઓ છો, તમે કીમત એટલા માટે ચૂકવો છો કારણ તમે ચાલાકી કરો છો. તમે જવા તો વેશ્યા પાસેજ ચાહો છો પણ સાથે એમ વિચારો છો કે પ્રવચનમાં જવાથી તમે સ્વર્ગના અધિકારી બની જશો. આજ ચાલાકી તમને નરકમાં લઇ જાય છે.
તમે જેવો અનુભવ કરો છો, તેવાજ તમે થઇ જાવ છો. માની લો કે તમને જુગાર રમવાની આદત છે. તમારા ઘરમાં માં, પત્ની અથવા બાળકોને તમે જુગાર રમવું એ ખરાબ કામ છે એવું કહેશો. એનું નામ પણ તમે નહિ લો, પણ જેવા તમારી ટોળકીનાં સભ્યોને માળો છો, પત્તા છીપવા લાગી જાઓ છો. માનો છો કે જુગારીઓની વચ્ચે રહેનાર વ્યક્તિ જે જુગાર નથી રમતો એ જીવવાને લાયક નથી.
બધેજ આવું હોય છે. ચોરોને ક્યારેય એવું લાગ્યું છે કે લોકોને લૂટવા એ ખરાબ છે? જ્યારે તમે ચોરી માં અસફળ રહો છો, ત્યારે તેઓ વિચારે છે કે તમે કાબેલ ચોર નથી. અને ત્યારે ચોરી એક ખરાબ કર્મ બની જાય છે. જેવું તમે વિચારશો, અનુભવશો, કર્મ એવુજ થશે. તમે શું કરી રહ્યા છો એની સાથે એને સંબંધ નથી પણ જે રીતે તમે એને તમારા મગજમાં લો છો, એની સાથે એ પૂર્ણ રીતે જોડાયેલું હોય છે. આપણે હંમેશા સ્વીકૃતિની વાતો શા માટે કરીએ છીએ? કારણ જ્યારે તમે પૂર્ણ સ્વીકૃતીમાં હોવ છો, એને સરળ કરી દો છો.
સમાજનો પણ પોતાનો અહંકાર હોય છે. સમાજે પોતાનો ઢાંચો બનાવી રાખવા માટે અમુક નિયમો જરૂરી થઇ જાય છે. આપણે જોઈએ છીએ કે કોઈક નાની સરખી વાતને લઈને પણ સમાજ ક્ષુબ્ધ થઇ જાય છે. અહી એ જરૂરી નથી કે એ નાની વાત સાચેજ ખોટી હોય. જ્યારે અમેરિકામાં ઉનાળામાં લોકો ભાગ્યેજ કોઈ કપડા પહેરે છે, તેઓ મીની સ્કર્ટ માં હોય છે. આવા સમયે કોઈ આખું શરીરે વસ્ત્રો પહેરે ત્યારે લોકો ક્ષુબ્ધ થઇ જશે, આ શું કરે છે? એનું આખું શરીર સંપૂર્ણ રીતે ઢંકાયેલું શા માટે છે? અહી ભારતમાં, જો તમારું શરીર પૂર્ણ કપડાઓ થી ઢંકાયેલું નહિ હોય તો લોકો પરેશાન થઇ જશે.
આ બધું એક રીતે સામાજિક અહંકાર નો નમુનો છે. એ સામાજિક અહમ છે, જો તમને વ્યક્તિના રૂપે ક્ષુબ્ધ બનાવે છે અને તમારા કર્મ સામાહુક કર્મનો એક હિસ્સો બની જાય છે. આપણે આને એક વિશિષ્ઠ ઊંડાણથી સમજવું જરૂરી થઇ જાય છે.સારા અને નરસાની પરખ આપણે શીખ્યા છીએ, આપણે જે સામાજિક પરિવેશમાં રહ્યા છે, ત્યાંથી આપણે એને ગ્રહણ કર્યું છે. કર્મ આપના જીવનના સંદર્ભમાં હોય છે, અને નહિ કે કરેલ કાર્યોમાં.