એક દાર્શનીકે વાંચ્યું કે - 'વાસ્તવમાં સૌન્દર્ય એજ વિશ્વની સૌથી મોટી વિભૂતિ છે. ભક્તિ, જ્ઞાન, કર્મ અને ઉપાસના વગેરે પરમાત્માને પામવાના તુચ્છ માર્ગો છે. સાચો માર્ગ તો સૌન્દર્ય છે. પર્વતો ની રમ્યા કંદરાઓ અને નદીઓ ના સંગમો પર સાધક પરમ તત્વ નો પ્રાપ્ત કરી શકે છે'. આ વાંચીને દાર્શનિક સૌન્દર્ય ની શોધમાં નીકળી પડ્યો. એનું પોતાનું ઘર રેગીસ્તાન માં હતું. માટે એને પોતાના ઘર પ્રત્યે અરૂચી થઇ.
લાંબા સમય સુધી એ નદી પહાડો નાં સુરમ્ય વાતાવરણ માં ભ્રમણ કરતો રહ્યો. એક દિવસ એ પાછો ઘરે આવ્યો, પણ થોડા દિવસો રોકાયા પછી એનું મન એ સૌન્દર્ય હીન સ્થાન થી ઉબાઈ ગયું . એણે ત્યાંથી ચાલી નીકળવાની તૈયારી કરી. આ જોઈ એના નગર નાં એક સંતે એને પૂછ્યું 'હવે ક્યા જઈશ'? એણે કહ્યું અહી થી ક્યાંક દુર જ્યાં સૌન્દર્ય નાં દર્શન થઇ શકે, જે મન અને આત્મા ને શાંતિ આપી શકે.
સંતે પૂછ્યું - 'તું આજ સુધી સૌન્દર્ય ની શોધ માં ફરતો રહ્યો, પણ એ તો કહે કે તે જાતે થઈને કેટલા સૌન્દર્ય ની સૃષ્ટિ કરી છે? તું વારે વારે તારા ઘરે થી ભાગી જાય છે, એક દિવસ ભગવાન આવી ને તને પુઉછ્શે કે મારા આટલા બધા સૌન્દર્યો ને જોયા પછી તે મારા એક સૌન્દાર્યહીન સ્થાન ને સુંદર બનાવવાનો પ્રયાસ કેમ ના કર્યો? ક્યારેય વિચાર્યું છે, આ રેગીસ્તાન માં ફૂલ નો એક છોડ કે ઘાસ ની એક સળી રોપવાથી આ સ્થાન પણ સૌન્દાર્યપૂર્ણ થઇ શકે છે. માત્ર સ્વ કલ્યાણનુ જ વિચારે છે? દાર્શનિક ને સંત ની વાત સાચી લાગી, એ ત્યાંજ સૌન્દર્ય સૃષ્ટિમાં જોતરાયો અને આત્મસંતોષ મેળવ્યો.
No comments:
Post a Comment