Thursday, January 17, 2013

અનોખો મંત્ર


રામાનુજાચાર્ય પ્રાચીન કાળમાં થયેલા એક વિદ્વાન હતા. એમનો  જન્મ મદ્રાસ નગર ની પાસે પેરુમ્બુદુર ગામ માં થયો હતો. બાલ્યા કાળ માં એમણે શિક્ષા ગ્રહણ કરવા મોકલ્યા હતા. રામાનુજ નાં ગુરુ એ ઘણા મનોયોગ થી શિષ્ય ને શિક્ષા આપી.  
શિક્ષા સમાપ્ત થતા ગુરુ બોલ્યા 'પુત્ર, હું તને એક મંત્ર ની દીક્ષા આપી રહ્યો છું. આ મંત્ર ને સાંભળવાથી પણ સ્વર્ગ ની પ્રાપ્તિ થાય છે.' રામાનુજે શ્રધ્ધાભાવે મંત્ર ની દીક્ષા લીધી, એ મંત્ર હતો ‘ऊँ नमो नारायणाय’.

આશ્રમ છોડતા પહેલા ગુરુએ એક વાર પાછી ચેતવણી આપી 'રામાનુજ, ધ્યાન રહે આ મંત્ર કોઈ યોગ્ય વ્યક્તિના કાનો માં ન પડે.' રામાનુજે મનોમન વિચાર્યું 'આ મંત્ર ની શક્તિ કેટલી અપાર છે. જો એને સાંભળવાથી પહ સ્વર્ગ ની પ્રાપ્તિ થઇ હોય તો કેમ નહિ આ મંત્ર હું બધાને શીખવી દઉં?'
રામાનુજ નાં હૃદય માં મનુષ્યમાત્ર નાં કલ્યાણ ની ભાવના છુપાયેલી હતી. એને માટે એમણે પોતાના ગુરુ ની આજ્ઞા પણ ભંગ કરી દીધી. એમણે સંપૂર્ણ પ્રદેશ માં ઉક્ત મંત્ર નો જાપ આરંભ કરાવી દીધો.
બધા વ્યક્તિ એ મંત્ર જપવા લાગ્યા. ગુરુજી ને ખબર પડી તો તેઓ  ખુબ ક્રોધે ભરાયા.રામાનુજે એમને શાંત કરતા જવાબ આપ્યો, 'ગુરુજી, આ મંત્ર નાં જાપ થી બધા સ્વર્ગ ચાલી જશે. ફક્ત હુજ નહિ જી શકું, કારણ મેં આપની આજ્ઞાનું પાલન નથી કર્યું. ફક્ત હુજ નરક માં જઈશ. અને મારા નરકમાં જવાથી જો બાકી બધાને સ્વર્ગ મળતું હોય તો એમાં મારે શું નુકશાન? 
ગુરુએ શિષ્ય નો ઉત્તર સાંભળી એને ગળે લગાવી દીધો અને બોલ્યા 'વત્સ, તે તો મારી આંખો ખોલી નાખી. તું નરક કેવી રીતે જી શકે? બધાનું ભલું વિચારવા વાળો હંમેશા સુખ નો અધિકારી બને છે. તું સાચા અર્થ માં આચાર્ય છે.'
રામાનુજાચાર્ય પોતાનાં ગુરુના ચરણો માં ઝુકી ગયા. લોકો એ પણ એમની માફક પરોપકારી અને સાચા મનુષ્ય બનવું જોઈએ. સાચો મનુષ્ય એજ નથી જે કેવળ પોતાને માટે વિચારે, સાચો માનવી  તો એજ છે જે બીજાના ભલા માટે વિચારે.

No comments:

Post a Comment