શિવ સૃજન નાં દેવતા અને કાળ નાં અધિપતિ
શિવ, શંકર, ભોલેનાથ કે મહાકાલ, અનેક નામો થી એકજ રૂપમાં પૂજાતા એકમાત્ર દેવતા છે શિવ. શિવ પ્રકૃતિના દેવતા છે, માટે સામાન્ય માણસની સૌથી નજીક અને સૌથી વધારે પૂજિત છે. શિવ અને એમનું સ્વરૂપ હમેશા આશ્ચર્ય નો વિષય રહ્યા છે. શિવ એકમાત્ર ભગવાન છે જે સર્જન નાં દેવતા છે અને સંહારના પણ. શિવ ને કાળ નાં અધિપતિ પણ માનાયા છે માટે એમને મહાકાળ પણ કહેવાયા છે. તેઓ શ્મશાન વાસી પણ એટલા માટે માનવામાં આવે છે કારણ સૃષ્ટિ નાં સંહાર ની કમાન પણ એમના હાથો માં છે આવો, સમજીએ શિવના રૂપ અને એમના પરિવાર ને. કહેવાય છે કે શિવ પ્રાણ છે, કારણ જ્યારે પ્રાણ નથી રહેતા તો શરીર શબ બની જાય છે, જ્યારે પ્રાણ હોય તો શિવ હોય. શિવ આ સૃષ્ટિના ભગવાન છે માટે એમની પૂર્ણ સ્વરૂપ પ્રકૃતિ અને પ્રેમ થી પરિપૂર્ણ છે. શિવ નો નિવાસ પર્વત અને આસન શીલા (પત્થર) નું છે. તેઓ આભુષણ નાં રૂપે સર્પ અને વિચ્છુઓ ને ધારણ કરે છે અને વસ્ત્ર નાં રૂપે વાઘામ્બર (વાઘ ની ચામડી). એમનું ભોજન કંદ-મૂળ છે. વાહન નંદી એટલે બળદ છે. શિવ આપણને પ્રકૃતિ ની નજદીક અને જાતના સ્વભાવમાં જીવવાની શિક્ષા આપે છે. આસૃષ્ટિ નાં ત્રણ પ્રમુખ દેવતા મનાય છે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ (મહેશ). બ્રહ્મા સૃષ્ટિની રચના કરે છે, વિષ્ણુ એનું પાલન અને સંચાલન કરે છે તથા શિવ એનો સંહાર્કારે છે.શિવની પત્ની પાર્વતી છે, શરીર માં પ્રાણ ની સાથે શક્તિ નો સંચાર પણ આવશ્યક છે. શક્તિ કર્મ માટે પ્રેરિત કરે છે. આ શક્તિ શારીરિક ની સાથે આત્મિક બળ નું પણ પ્રતિક છે. આત્મિક બળ, સારા કર્મ અને પ્રાણ શક્તિ હોય તો એનાથી ઉત્પન્ન થાય છે બુદ્ધિ વૈરાગ્ય, બુદ્ધિ નાં દેવતા છે ગણેશ જે શિવ નાં પુત્ર છે, શિવ નાં બીજા પુત્ર છે કાર્તિકેય (સ્કંધ). કાર્તિકેય વૈરાગ્ય નું પ્રતિક છે. આ તરફ શિવ જે સૃષ્ટિના સર્જન નો સંદેશ આપે છે અને સંહાર નો પણ, એ આપણને પોતાના પરિવાર દ્વારા શ્રેષ્ઠ જીવન નું ઉપદેશ આપે છે.
No comments:
Post a Comment