ગાય નાં ઘી નું મહત્વ -
આજે ખાવામાં ઘી ન લેવું એક ફેશન બની ગઈ છે.બાળકના જન્મ પછી ડોકટરો પણ ઘી ખાવાની નાં પાડે છે. હૃદયરોગ થી પીડાતા દર્દીઓ ને પણ ઘી ન ખાવા ની સલાહ આપવામાં આવે છે. પણ આયુર્વેદ એવું કહે છે કે રોજ બે ચમચી ગાય નું ચોખ્ખું ઘી તો ખાવુજ જોઈએ. એ ખાવાના કેટલા ફાયદા છે:
- એ વાત અને પિત્ત નાં દોષો ને શાંત કરે છે .
- ચરક સંહિતા માં કહ્યું છે કે જઠરાગ્ની ને ઘી નાખી પ્રદીપ્ત કરવામાં આવે તો એ કેટલુય ભારી ભોજન ખાવા પછી પણ બીઝાતી નથી.
- શિશુ નાં જન્મ પછી વાયુ વધી જાય છે જે ઘી નાં સેવન થી નીકળી જાય છે. જો એ નહિ નીકળે તો શરીર માં સ્થૂળતા વધી જાય છે. - હૃદયની નળીઓ માં જ્યારે બ્લોકેજ (અડચણ) આવે ત્યારે ઘી એક લ્યુબરીકન્ટ નું કાર્ય કરે છે. - કબજીયાત દુર કરવા માં પણ ઘી મદદગાર સાબિત થાય છે. - ઉનાળા માં જ્યારે પિત્ત વધી જાય ત્યારે ઘી એને શાંત કરે છે.
- ઘી સપ્ત ધાતુઓને પુષ્ટ કરે છે.
- ડાળ માં ઘી નાખીને ખાવાથી ગેસ નથી થતો.
- ઘી ખાવાથી સ્થૂળતા ઘટે છે.
- ઘી એન્ટી ઓક્ષીડન્ટસ ની મદદ કરે છે જે ફ્રી રેડિકલ્સ ને નુકસાન કરતા રોકે છે.
- વનસ્પતિ ઘી ન ખાવું, એ પિત્ત વધારે છે અને શરીરમાં જામીને બેસી જાય છે.
- ઘી ને સીધી મલાઈ ગરમ કરીને ન બનાવવું. એને દહીં જમાવ્યા પછી બરોબર વલોવવા થી એમાં પ્રાણ શક્તિ આકર્ષિત થાય છે. પછી એમાંથી નીકળતા માખણને ગરમ કરવાથી એમાંથી ઘી મળે છે.
No comments:
Post a Comment