કુંભ પર્વ નાં આયોજન ને લઈને બે-ત્રણ પૌરાણિક કથાઓ પ્રચલિત છે, જેમાં સર્વાધિક માન્ય કથા દેવ - દાનવો દ્વારા સમુદ્ર મંથન થી પ્રાપ્ત અમૃત કુંભ માંથી અમૃત નાં ટીપાઓ પડવાને લઈને છે. આ કથા અનુસાર મહર્ષિ દુર્વાસા નાં શાપ ને કારણે જ્યારે ઇન્દ્ર અને અન્ય દેવતા કમજોર થઇ ગયા તો દૈત્યોએ દેવતાઓ પર આક્રમણ કરી એમને પરાસ્ત કરી દીધા. ત્યારે બધા મળીને ભગવાન વિષ્ણુ પાસે ગયા અને એમને આખું વૃતાંત સંભળાવ્યું. ત્યારે ભગવાન વિષ્ણુએ એમને દૈત્યો ની સાથે મળી ક્ષીરસાગર નું મંથન કરી અમૃત કાઢવાની સલાહ આપી. ભગવાન વિષ્ણુ નાં આવું કહેવાથી સંપૂર્ણ દેવતા દૈત્યો સાથે સંધી કરીને અમૃત કાઢવાના પ્રયત્નો માં લાગી ગયા. અમૃત કુંભ ના નીકાલાતાજ દેવતાઓના ઇશારે ઇન્દ્રપુત્ર 'જયંત' અમૃત કાળાશ ને લઈને આકાશમાં ઉડી ગયો. એના પછી દૈત્ય ગુરુ શુક્રાચાર્ય નાં આદેશાનુસાર દૈત્યો એ અમૃત કાળાશ પાછો મેળવવા જયંત નો પીછો કર્યો અને ઘોર પરિશ્રમ બાદ એમને રસ્તામાં વચ્ચેજ જયંત ને પકડ્યો. ત્યાર બાદ અમૃત કાળાશ પર અધિકાર જમાવવા માટે દેવ-દાનવો માં બાર દિવસો સુધી અવિરામ યુદ્ધ થતું રહ્યું.
આ પરસ્પર માર-કાપ દરમિયાન પૃથ્વી નાં ચાર સ્થાનો (પ્રયાગ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિક) પર કાળાશ માંથી અમૃત નાં ટીપાં પડ્યા હતા. એ સમયે ચંદ્રાએ ઘટ થી પ્રસરવાન થવાથી સૂર્ય એ ઘટ ફૂટવાથી ગુરુએ દૈત્યોના અપહરણ થી અને શનિએ દેવેન્દ્રના ભયથી ઘટ ની રક્ષા કરી. કલહ શાંત કરવા માટે ભગવાને મોહિની રૂપ રૂપ ધારણ કરી યાથાધીકાર બધાને અમૃત વહેંચી પીવડાવી દીધું. આ પ્રમાએ દેવ-દાનવ યુદ્ધ નો અંત લાવવામ આવ્યો.
અમૃત પ્રાપ્તિ માટે દેવ-દાનવો માં બાર દિવસ સુધી નિરંતર યુદ્ધ થયું હતું. દેવતાઓના બાર દિવસ મનુષ્યોના બાર વર્ષ બરાબર થાય છે. માટે કુંભ પણ બાર હોય છે. એમાંથી ચાર કુંભ પૃથ્વી પર અને બાકીના આઠ કુંભ દેવલોકમાં થાય છે, જેને દેવ ગનોજ પ્રાપ્ત કરી શકે છે મનુષ્યોની ત્યાં પહોંચ નથી.
જે સમયે ચંદ્ર આડી એ કાળાશ ની રક્ષા કરી હતી, ત્યારે તે સમય ની વર્તમાન રાશીઓ પર રક્ષા કરનાર ચંદ્ર-સૂર્ય વગેરે ગ્રહ જ્યારે આવે છે, ત્યારે કુભ નો યોગ હોય છે એટલે જે વર્ષે જે રાશી પર સૂર્ય, ચંદ્ર અને બૃહસ્પતિ નો સંયોગ હોય છે, એજ વર્ષે, એજ રાશિના યોગ માં જ્યાં જ્યાં અમૃત બુંદ (ટીપાં) પડ્યા હતા, ત્યાં ત્યાં કુંભ પર્વ હોય છે.
No comments:
Post a Comment