એક સમયની વાત છે, એક કુશળ અને નામી શિલ્પકાર નો પુત્ર પણ શિલ્પ ને કંડારવામાં નિપુણતા પ્રાપ્ત કરવા લાગ્યો, લોકોને એના શિલ્પો ગમવા લાગ્યા. પણ એના શિલ્પકાર પિતા હંમેશા એમજ કહે કે નાં હજી જોઈએ તેવું શિલ્પ નથી બન્યું. પેલો શિલ્પી એના પિતા તરફથી મળેલ અભિપ્રાય સાંભળીને હંમેશા નિરાશ થાય પણ મનમાં એક આશા સાથે ફરી નવું શિલ્પ કંડારવા બેસી જાય કે હવે તો પિતાજીએ કહેવુજ પડશે કે આ શિલ્પ સરસ છે. આમ કરતા કરતા પેલા શિલ્પકારની કીર્તિ દેશ વિદેશમાં વધતી ચાલી, પણ આ બાજુ પિતાનો તો એક અભિપ્રાય હજી બરાબર નથી. પેલા શિલ્પકારને એના કંડારેલા શિલ્પ માટે આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યું ત્યારે એક પત્રકારે પેલા શિલ્પકારના પિતા જેઓ પણ શિલ્પી હતા તેને પૂછ્યું કે તમને તમારા પુત્રના શિલ્પમાં હંમેશા કોઈને કોઈ ખોટ દેખાયાજ જ્યારે દેશ વિદેશ માં એના શિલ્પો નો ડંકો વાગે છે. પિતાએ પેલા પત્રકારને કહ્યું કે "ભાઈ મારો પુત્ર એના પ્રથમ શિલ્પથીજ એક કુશળ શિલ્પી બની ગયેલો પણ ત્યારેજ હું કહી દઉં કે તારું શિલ્પ સરસ છે તો એ એટલે થીજ સંતોષ માની લે અને એના કામ માં ધ્યાન નહિ આપે અને આજે દેશ વિદેશમાં એના શિલ્પોની વાહ વાહ થાય છે એ ન થાય. આ વાત પેલો શિલ્પી પુત્ર સાંભળી ગયો અને એને પેલા પત્રકારને કહ્યું કે હવે આનાથી ઉત્તમ શિલ્પ મારાથી નહિ બને કારણ મેં પિતાજીને મુખે મારા શિલ્પના વખાણ સાંભળી લીધા.
No comments:
Post a Comment