Tuesday, January 22, 2013

ભરૂચ (ભડોચ) માં માતા નર્મદાનું આગમન 
મહર્ષિ ભૃગુ નોઆશ્રમ ભૃગુકચ્છ જેને ભડોચ (ભરૂચ) નાં નામે  ઓળખાય છે. કહેવાય છે કે પૂર્વે મા નર્મદા અંકલેશ્વર થઈને વહેતા હતા. સ્નાન કરવા માટે મહર્ષિ ભૃગુ એ ૫૦ માઈલ દુર અંકલેશ્વર થી જળ લાવવું પડતું હતું  એમના શિષ્યોએ આટલે દુરથી જળ લાવવાની પડતી તકલીફ ને જોઈ શિષ્યોની સમસ્યાનું નું નિરાકરણ કરવા નાં ધ્યેય સાથે શિષ્યોને મહર્ષિ ભ્રુગુએ બોલાવ્યા અને કહ્યું તમે લોકો મારી લંગોટી લઈને અંકલેશ્વર જાઓ અને એને નર્મદા નાં જળમાં ધોઈ લંગોટી ને એક દોરીથી બાંધીને પાછુ જોયા વગર મારા આશ્રમ મા લઇ આવો અને જ્યારે હું કહું ત્યારેજ પાછળ ફરીને જોવાનું તો તમને મા નાર્ત્માંડા નું જળ દેખાશે. જો તમે લોકોએ પાછળ ફરી જોયું તો કામ બગડી જશે.
પોતાના ગુરુની આજ્ઞા મળતા બધા શિષ્યો હસતા હસતા અનાદ પૂર્વક ગયા અને લાન્ગોતીને નર્મદાના જળમાં ધોઈને ગુરુના આદેશ મુજબ દોરીએ બાંધી પાછુ જોયા વગર આશ્રમ સુધી લઇ આવ્યા અને ગુરુજીને હાંક મારી. મહર્ષિ ભ્રુગુજી એ પોતાની કુટીની બહાર આવીને  શિષ્યોને પાછળ ફરીને મા નર્મદાના દર્શન કરવાની આજ્ઞા આપી. જ્યારે શિષ્યોએ પાછળ ફરીને જોયું તો અથાહ જળ મા લંગોટી ને તરતી જોઈ ને શિષ્યોના  આનંદની કોઈ સીમા ન રહી. બધાએ સામુહિક રૂપે મા નર્મદા નું પૂજન અર્ચન કર્યું અને મા નર્મદાનો જાય જયકાર કર્યો. ત્યારથી આજ સુધી મા નર્મદા ભરૂચ (ભડોચ) થી થઈને આગળ સમુદ્ર સુધી જાય છે. 

भडोच में माँ नर्मदा का आगमन
महर्षि भृगु जी का आश्रम भृगुकच्छ जिसे बर्तमान में भडोच{भरूच }के नाम से पुकारा जाता है . कहा जाता है पूर्व में माँ नर्मदा अंकलेश्वर होकर जाती थी . स्नान करने के लिए महर्षि भृगु जी को ५० मील दूर अंकलेश्वर से नर्मदा जल लाना पड़ता था . उनके शिष्यों ने इतने दूर से जल लाने में कठिनाई का अनुभव किया . शिष्यों की समस्या का निराकरण करने के ध्येय से अपने शिष्यों को महर्षि भृगु ने बुलाया और कहा कि आप लोग मेरी लंगोटी लेकर अंकलेश्वर जाए और इसे नर्मदा जल में धोकर लगोटी को एक रस्सी में बांधकर बगैर पीछे देखे मेरे आश्रम में लाये और जब मै कहूँ तब पीछे मुड़कर देखना तो तुम्हे माँ नर्मदा का जल दिखाई देगा . यदि आप लोगो ने पीछे मुड़कर देखा तो सब काम बिगड़ जावेंगे .
अपने गुरु की आज्ञा पाकर सब शिष्य हंसी खुशी अंकलेश्वर गए और नर्मदा जल में लगोटी को धोया और लंगोटी को रस्सी में बांधकर बगैर पीछे मुड़े बिना आश्रम तक लाये और गुरु जी को आवाज दी . महर्षि भृगु जी ने अपनी कुटिया से बाहर आकर अपने शिष्यों को पीछे मुड़कर माँ नर्मदा के दर्शन करने की आज्ञा दी . जब शिष्यों ने पीछे मुड़कर देखा तो अथाह जल में लंगोटी तैरते हुए देखा तो शिष्यों की खुशी का कोई ठिकाना नही रहा . सबने सामूहिक रूप से माँ नर्मदा का पूजन अर्चन किया और माँ नर्मदा के जयकारे के जोर जोर से नारे लगाये .
जब से आज तक माँ नर्मदा भडोच से होकर ही आगे समुद्र तक जाती है .

No comments:

Post a Comment