Monday, August 27, 2012

કપાળે તિલક શા માટે ?

           આપણી બંને ભ્રમરો ની વચ્ચે આજ્ઞા ચક્ર આવેલું છે, આ ચક્ર માં સુક્ષ્મ દ્વાર આવેલું છે જેમાંથી ઇષ્ટ (સારી) અને અનિષ્ટ (ખરાબ) બંને શક્તિ પ્રવેશ કરે છે, જો આપણે આ સુક્ષ્મ દ્વાર પર કોઈ સાત્વિક પદાર્થ નો લેપ એક વિશેષ પ્રકારે કરીએ તો એના બ્રહ્માંડ માં વ્યાપ્ત ઇષ્ટકારી  શક્તિઓ  આપના  પીંડ માં આકર્ષિત થાય છે અને એનાથી અનેક અનિષ્ટ શક્તિઓ થી આપનું રક્ષણ થાય છે, માટે આપણે તિલક લગાવીએ છીએ.
          તિલક લગાવતી વખતે ચંદન, ભષ્મ, હળદ, કંકુ જેવા સાત્વિક પદાર્થો નો પ્રયોગ કરવો જોઈએ સાથે, સ્ત્રીઓએ ગોળ અને પુરુષોએ ઉભા તિલક લગાવવા જોઈએ, જો કોઈ વિશેષ સંપ્રદાય સાથે જોડાયેલા હો તો એના મત અનુસાર તિલક કરવું. તિલક લગાવવાથી મન શાંત રહે છે, અનિષ્ટ શક્તિઓ થી રક્ષણ થવાને કારણે અને દૈવત્વ આકર્ષિત થવાથી આપણી ચારો તરફ સુક્ષ્મ કવચ નું નિર્માણ થાય છે. આજકાલ ઘણી સ્ત્રીઓ ટી.વી. પર આવતી ધારાવાહિક જોઈ ને વિચિત્ર આકાર ના તીલકો લગાવે છે જેના થી એ સ્ત્રીને/વ્યક્તિને આસુરી શક્તિ ઉત્પન્ન થવાથી કષ્ટ થાય છે. એજ પ્રમાણે આજકાલ બજારમાં મળતા પ્લાસ્ટિક ના ચાંદ્લાઓ લગાવવાથી કોઈ લાભ પણ નથી કારણકે એમાં દેવત્વ ને આકર્ષિત કરવાની ક્ષમતા નથી હોતી. તિલક ધારણ કરવાથી પ્રત્યેક જીવાત્મા ને એનો આધ્યાત્મ શાસ્ત્રીય લાભ અવશ્ય મળેજ છે ભલે પછી તે વ્યક્તિ હિંદુ હોય કે ઈસાઈ હોય કે અન્ય કોઈ બીજા ધર્મ ને માનતો હોય !!!  

No comments:

Post a Comment