Monday, October 8, 2012

દીકરી


દીકરી
 દીકરી શબ્દ બોલવામાં ખાલી ત્રણ અક્ષર નો બનેલો છે એનું મહત્વ ખુબ વજનવાળું છે ……
માં -બાપ ને ત્યાં જન્મે ત્યારથી લઇ ને એ ભગવાન પાસે જાય ત્યાં સુધી ની એની યાત્રા કેટલી બધી પીડાઓ ,દુખ , સુખ અને જુદા જુદા આરોહઅવરોહ થી બનેલી છે. છતાં પણ એ હમેશા પોતાના મુખ પર ખુશી લઇ ને ફરે છે ….
બધા ને મારા મારા પોતાના કરીને રાખતી દીકરી નું કોઈ પોતાનું હોઈ છે ખરું ?
માતા- પિતા ના ઘરે જન્મ લે ત્યારે તે ત્યાની આબરુ મન મર્ય

ાદા નો ખયાલ રાખે ,
સાસરે જાઇ ત્યાં સાસરિયાં ને પોતાના કરી લે, લોકો કહે કે દીકરી કેવી “પરાયું ધન “પણ
દીકરી નું પોતાનું કેવાઈ એવું એકેઈ ઘર હોઈ છેખરું ? નથી હોતું …… છે ને સાચી વાત ?
એ જન્મે ત્યારે માં-બાપ ની કેવાઈ તોઈ પછી” પારકી ” તો ખરી જ …….
અને લગ્ન થઇ એટલે સાસરિયાં ની ને પિયર માટે તો પારકી હતી જ અને સસરા માતો નવી હોઈ જ………………
જયારે લગ્ન થઇ ત્યારે ………….
એ એક સરસ મજાની વ્યવસ્થિત આકાર સાથે ખીલેલી કળી પોતે ખુદ મુરજાઇ જઈને ફરીથી પોતાના ના માં પ્રાણ પુરવાની કોશીશ કરે. અને થોડી ઘણી સફળ પણ થઇ હોઈ ત્યાં સંભળાવવામાં આવે કે આ તો “શું વહુ એ તો પારકી દીકરી એને થોડું આપડું દાજે ?”
એટલે એને પોતે કરેલી કોશીશ નાકામ થતી લાગે……….
અને એ કોશીશ માં ને કોશિશ માં એની આખી ઝીંદગી નીકળી જાય છે ….
શું આ જ દીકરી નું જીવન છે ?????

No comments:

Post a Comment