એક સમય હતો જ્યારે સ્કેચ પેનનો કલર શોધવો એક અઘરું કાર્ય હતું,
સ્કુલ બસમાં બારી પાસેની બેઠક મેળવવી એક જીદ/હઠ કહેવાતી
મિત્રની વર્ષગાંઠ પર એક ટોફી મળી જાય ત્યારે આખો દિવસ સુધારી જાય,
ક્લાસ માં બ્લેકબોર્ડ પરથી સૌથી પહેલા કોપી કરી લેવી એ જીવનની મહાનતમ પળ બની રહેતી
પરીક્ષા દરમિયાન બાજુમાં બેઠેલા મિત્રથી પ્રશ્નોના ઉત્તરો સંતાડવાને સ્વાર્હતી પણું નોતું કહેવાતું
હોમવર્ક (ઘરકામ) એ એક માત્ર ત્રાસ કહેવાતો અને વહેલું પૂરું કરી લેવું જેથી વધુ સમય રમવા મળે
વહેલા
સુવું અને સવારે વહેલા ઉઠવું એ જીવન મંત્ર હતો પણ ક્યારેક સવારે મોડે સુધી
સુવું અને વધુ સમય ટી.વી જોવું થી અનેરો આનંદ મળતો !
પોતાની સાઈકલ હોવી એટલે વિશ્વામાં સૌથી ધનવાન હોવાનો અહેશાસ હતો.
સારા દેખાવા માટે ફક્ત સારા ફ્રોક્સ (છોકરીઓ માટે) અને સારા શર્ટ પેન્ટ (છોકરાઓ માટે) પહેરવાથી થઇ જતું
એક બીજાના સંપર્કમાં રહેવા માટે ફેસ્બુક કે મોબાઈલ ની જરૂર નોતી પડતી
બધા વડીલો આદર્શ હતા, જ્યારે પિતા એકમાત્ર હીરો અને માતા એકમાત્ર મિત્ર હતા, માટે તેઓનું કહુલું હંમેશા સત્યજ હોય
બધા સાચુજ કહે છે કે ---
"બધા જીવનમાં બે વાર મૃત્યુ પામે છે, પહેલીવાર જ્યારે બાળપણ (શૈશવકાળ) સમાપ્ત થાય ત્યારે અને બીજું શરીરક મૃત્યુ."
No comments:
Post a Comment