Saturday, September 22, 2012

વશિષ્ઠ - અરુંધતી

 વશિષ્ઠ - અરુંધતી નું નામ સદા આદર પૂર્વક લેવાય છે. અરુંધતી પતિવ્રતા સન્નારીઓ માં ઉજ્જવળ સ્થાન પ્રાપ્ત કરેલ છે. સપ્તર્ષિ તારામંડળ માં અન્ય ઋષીઓ ની સાથે અરુંધતી ને એકમાત્ર સ્ત્રી અને પત્ની, જે પતિ ની સાથે સદૈવ રહે છે, રહેવાનું ગૌરવ પ્રાપ્ત છે. પાશ્ચાત્ય વૈજ્ઞાનિકોએ ધ્રુવથી થોડે નીચે, ઉત્તર દિશા ને પ્રજ્વલિત કરનાર આ તારામંડળ નું નામ  The Great Bear રાખેલ છે અને સર્વોચ્ચ્ય સ્થાન પર સ્થિત 'ધ્રુવ તારા'ને Polar Bear કહ્યો છે. પુરાણો માં વર્ણિત છે કે વશિષ્ઠ પત્ની 'શતરૂપા' ને 'વીર' નામક કર્દમ પ્રજાપતિ ની પુત્રી 'કામયા' સાથે વિવાહ પછી 'પ્રિયવ્રત' તથા 'ઉત્તાનપાદ' બે પુત્રો થયા. ઉત્તાનપાદ ને અત્રી ઋષીએ દત્તક લીધા અને એનેજ 'ધ્રુવ' નામક પુત્ર થયો.

અરુંધતી કર્દમ પ્રજાપતિ તથા માતા દેવ્હુતી ની કન્યા હતી. કશ્યપ ની કન્યા અરુંધતી નો ઉલ્લેખ વાયુ પુરાણ, લિંગ પુરણ, કુર્મ પુરાણ વગેરે માં પ્રાપ્ત થાય છે. એમનો વિવાહ વશિષ્ઠ સાથે થયો એ જણાય છે. વશિષ્ઠ ની પ્રાપ્તિ માટે દેવી અરુંધતીએ સીતા તથા રૂક્ષ્મણી ની જેમ "ગૌરી-વ્રત" પૂજન કરેલું. માટેજ એને વિવાહ સુખ પ્રાપ્ત થયું હતું.


અરુંધતી અત્યંત તપસ્વિની તથા પતિ-સેવાપરાયણ હતી. ઋષીઓ દ્વારા પુછાતા એમણે સવિસ્તાર ધર્મ-રહસ્ય, શ્રદ્ધા, આતિથ્ય-સત્કાર, ગૌ સેવા, ગૃહસ્થ ધર્મ તથા ગોશ્રુંગ સ્નાન મહાત્મ્ય ની ચર્ચા કરી હતી.

અગ્નિદેવની પત્ની'સ્વાહા' ને એક વાર પોતાના પતિદેવ ને રીઝવવાની ઈચ્છા થઇ, અગ્નિએ કહ્યું કે 'હું સપ્તર્ષિ ની પત્નીઓ થી ખુબજ પ્રભાવિત છું. જયારે જ્યારે ઋષિગણ યજ્ઞ કરે છે હું એમની પતિવ્રતા તથા ધર્મની આભા જોતોજ રહું છું. ત્યારે સ્વહાએ પતિઅગ્નિદેવ ને પ્રસન્ન કરવાની ચેષ્ટા રૂપે છ ઋષિ પત્નિઉઓનુ રૂપ ધાર્યું. દરેક વખતે ટેપ અગ્નિદેવને લોભાવ્વામાં અને ભ્રમિત કરવામાં સફળ રહી.  અંતિમ વખતે વશિષ્ઠ પત્ની અરુંધતી નું રૂપ ધરવા લાગી, જ્યારે જ્યારે એમણે પ્રયત્ન કર્યો ત્યારે ત્યારે એમને અસફલાજ થવું પડ્યું. અરુંધતી દેવી જેવી પતિવ્રતા નાં તેજ સામે છાલ-કપટ અને માયાબી શક્તિઓ વ્યર્થ થઇ ગઈ. ત્યારે સંપૂર્ણ વિશ્વ એ જાણ્યું કે અરુંધતી ધર્મ માં કેટલી અટલ હતી.


એક વાર સપ્તર્ષિ ગણ બદર્પાચાન્તીર્થ હિમાલય માં ફળ-મૂળ લાવવા ગયા હતા. ત્યારે બાર(૧૨) વર્ષ સુધી વર્ષા બંધ થઇ ગઈ હતી. માટે સતાર્શી હિમાલાય્પારાજ રોકાઈ ગયા. શંકર ભગવાન અરુન્ધાતીની પરીક્ષા કરવા હેતુ દરિદ્ર બ્રાહ્મણ નું રૂપ ધરી વશિષ્ઠ ના અશ્રમ્પર આવ્યા. અરુંધતી ની પાસે કશુજ નહિ હતું, માટે લોઢાના બોર શંકર ને આપ્યા. શંકરે કહ્યું , "દેવી, હું નિર્ધન છું, આને ક્યાં રાંધીશ? આપજ રાંધી આપોને". અરુન્ધાતીએ અગ્નિ પર બોર ને રાંધવા મુક્યા અને સમય વ્યતીત થાય, એ હેતુ થી અનેક ધર્મ, જ્ઞાન,ના વિષયો બ્રાહ્મણ સાથે ચર્ચા આરંભ કરી. ચર્ચામાં લીન અરુન્ધાતીને ખબર પણ ના રહી કે બાર વર્ષ વ્યતીત થઇ ગયા. સપ્તર્ષિ ગણ ફળ-મૂળ લઈને પાછા ફર્યા. ત્યારે ભગવાન શંકર પોતાના અસલી સ્વરૂપે પ્રગટ થયા, એમને અરુંધતી ની સખત તપસ્યાની ઘણી ઘણી પ્રશંસા કરી. અને ત્યારેથી એ આશ્રમ તીર્થસ્થળ બની ગયો.   

No comments:

Post a Comment