ચરણ સ્પર્શ (ચરણ વંદના) કરવી જ્યાં સુધી નૈતિક આચરણ ની શુદ્ધિ નું પરિચાયક
છે, ત્યાજ બીજી રીતે એક યોગ પણ છે.એનાથી આખા શરીર અને મન નું આરોગ્ય જળવાય
રહે છે.'અથર્વવેદ' માં માનવ જીવન ની આચાર સંહિતા નો એક આખો ખંડ છે, જેમાં
વ્યક્તિ ની પ્રાતઃ કાલીન પ્રાથમિક ક્રિયા ના રૂપે નમન ને પ્રાથમિકતા
આપવામાં આવી છે.વેદ માં 'ગુરુ દેવો ભાવ, અતિથી દેવો ભાવ' વગેરે સુત્રોમાં
બધાને દંડવત પ્રણામ અને ચરણ સ્પર્શ કરવાનું કહ્યું છે.એવું કરવાથી
વરીષ્ઠજનોના આશીર્વાદ ની સાથે સાથે ઉર્જા અને દેવ બળ ની પ્રાપ્તિ થાય છે.
વેદોમાં ચરણ સ્પર્શ ને પ્રણામ કરવાનું વિધાન માનવામાં આવ્યું છે.
વૈજ્ઞાનિકો નું માનવું છે કે માનવ શરીર માં હાથ અને પગ અત્યાધિક સંવેદનશીલ
અંગ છે. આપને કોઈ પણ વસ્ત્ર ના કોમલ, શીતળ અથવા ગરમ વગેરે ગુણ યુક્ત હોવાનો
અનુભવ હાથો કે પગો દ્વારા કરીએ છીએ. જ્યારે કોઈ બંને હથેળીઓ થી કોઈક
વિશિષ્ઠ વ્યક્તિ ના ચરણ સ્પર્શ કરે છે ત્યારે કોસ્મિક ઇલેક્ટ્રો-મેગ્નેટિક
વેવ્ઝ (તરંગ) નું એક ચક્ર એના શરીરના અગ્ર ભાગમાં ફરવા માંડે છે, એનાથી
શરીર ના વિકારો ને નષ્ટ કરનારી ઉર્જા ઉત્પન્ન થાય છે. ચરણ સ્પર્શ કરનારને
નવી સ્ફૂર્તિ ની સાથે નવી પ્રેરણા મળે છે અને એ શક્તિ ને કારણ જ એની
નકારાત્મક પ્રવૃત્તિઓ સમાપ્ત થઇ જાય છે.નિયમિત ચરણ સ્પર્શ અને દંડવત કરવાથી
આપને વજ્રાસન, ભુજંગાસન અને સૂર્ય નમસ્કાર જેવા આસનો ની મુદ્રાઓ ની સ્થિતિ
માંથી પસાર થવું પડે છે. આ ક્રિયાઓ નું મન, શરીર અને સ્વાસ્થ્ય પર
સ્ફૂર્તિ અને શક્તીદાયી પ્રભાવ પડે છે.
No comments:
Post a Comment