દેવાલય (મંદિર) દર્શન કેવી રીતે કરવા?
`દેવાલય' અર્થાત જ્યાંભગવાન નો સાક્ષાત વાસ છે. દર્શનાર્થી દેવાલયમાં પોતાની પ્રાર્થના ભગવાન ના ચરણો માં અર્પિત થાય છે અને મનની શાંતિ નો અનુભવ થાય છે એટલા માટે જાય છે.
1. દેવાલયમાં દર્શનની યોગ્ય પદ્ધતિ:
1 અ. દેવાલયમાં પ્રવેશતી વખતે આટલું કરો:
૧. શરીર પર ધારણ કરેલ ચામડાની તમામ વસ્તુઓ ઉતારી નાખો.
२. દેવાલયના પ્રાંગણ માં બુટ અને ચપ્પલ પહેરીને ના જવું; એને દેવાલય ક્ષેત્ર ની બહાર ઉતારી દો. હવે જો બુટ ચપ્પલ દેવાલય પ્રાંગણ કે દેવાલયની બહાર ઉતારવા પડે તો દેવાલય ની જમણી તરફ ઉતારવા.
૩. દેવાલયમાં વ્યવસ્થા હોય તો પગ ધોય લેવાના, સાથે હાથોમાં પાણી લઇ "અપવિત્ર:પવિત્રો વા", એમ બોલતા બોલતા ત્રણ વાર પોતાના આખા શરીર પર પાણી છાંટી દેવું.
૪. કોઈ પણ દેવાલયમાં પ્રવેશ કરતા પહેલા પુરુષોએ પોતાનું અંગરખું (શર્ટ) ઉતારી નાખવાની પદ્ધતિ છે, તો એ પદ્ધતિનું પાલન થાય તો ઘણું સારું અથવા ધ્યાન રહે ધોયેલા કપડા પહેરી જવું(આવું ના કરી શકતા હોય તો દેવાલયના અમુક સ્થાનો પર દુર થી દર્શન કરવા).
૫. દેવાલયમાં દર્શને જતા પહેલા સ્ત્રીઓએ સાડીના પાલવ થી કે ઓઢણી થી પોતાનું માથું ધાકવું અને પુરુષોએ ટોપી પહેરવી.
૬. દેવાલયના પ્રવેશદ્વાર અને ગરુડધ્વજને નમસ્કાર કરવા. પ્રાંગણ માંથી દેવાલયના કાળશ ના દર્શન કરી નમસ્કાર કરવા.
1 આ. દેવાલયના પ્રાંગણ થી સભામંડપ તરફ જવું:
પ્રાંગણ માંથી સભામંડપ તરફ જતી વેલા હાથ નમસ્કાર ની મુદ્રામાં હોવા જોઈએ. (બંને હાથ અનાહત ચક્ર - (છાતી ની વચ્ચે)ના સ્થાન પાસે જોડાયેલા હોવા જોઈએ અને શરીર થી થોડા દુર) ભાવ એવા હોવા જોઈએ કે પોતાના ઇષ્ટ, શ્રદ્ધેય, ગુરુદેવ અથવા આરાધ્ય દેવતા ને પ્રત્યક્ષ મળવા જઈ રહ્યા છો.
1 ઇ. દેવાલયની સીઢીઓ(પગથીયા) ચઢાવા:
દેવાલય ના પગથીયા ચઢતી વેલા જમણા હાથની આંગળીઓથી પગથીયાઓ નો સ્પર્શ કરી હાથ પોતાના આજ્ઞા ચક્ર (કપાળમાં બંને ભ્રમરો ની બરાબર વચ્ચે) અડાડવો.
1 ઈ. સભામંડપમાં પ્રવેશ કરવો :
૧. સભામંડપ માં પ્રવેશતા પહેલા સભામંડપના દ્વાર ને દુરથી નમસ્કાર કરવા.
२. સભામંડપ માં પ્રવેશતા જમણા હાથની આંગળીઓથી પગથીયાઓ નો સ્પર્શ કરી હાથ પોતાના આજ્ઞા ચક્ર (કપાળમાં બંને ભ્રમરો ની બરાબર વચ્ચે) અડાડવો.
૩. સભા મંડપ માં પ્રવેશ કરતાજ પ્રાર્થના કરવી , 'હે પ્રભુ, તમારી પ્રતિમા માંથી પ્રક્ષેપિત ચૈતન્ય નો મને પુરેપુરો લાભ લેવા દો.
1 ઉ. સભા મંડપમાં થી ગર્ભગૃહ તરફ જવાની પધ્ધતિ :
સભા મંડપની ડાબી તરફથી ચાળીગર્ભગૃહ સુધી જવું . (દેવતાના દર્શન કરી ને પાછા ફરતી વેલા સભા મંડપની જમણી તરફથી બહાર નીકળવું.)
1 ઊ. દેવતા-દર્શન પહેલા આટલું કરવું:
૧. જ્યાં સુધી સમભાવ હોય ઘંટનાદ અતિ મંદ સ્વરે એવું મન માં ધારી ને કરવો કે માનો ઘંટનાદ થી આપ આરાધ્ય દેવ ને જગાડી રહ્યા છો.
२. શિવાલયમાં શિવલિંગ ના દર્શન કરતા પહેલા નંદીના બંને સીન્ગ્ડાઓ પર હાથ રાખી નંદીના દર્શન કરવા.
૩. સાધારણતઃ ગર્ભગૃહ માં જવાની મનાઈ હોય છે, પણ ઘણા દેવાલયોમાં અંદર જવાની વ્યવસ્થા હોય છે. એવા માં ગર્ભગૃહના પ્રવેસ્ગ્દ્વારે શ્રી ગણપતિને નમસ્કાર કરીનેજ પછી અંદર જવું.
2. દેવતાની મૂર્તિના દર્શન કરતી વેળા આટલું જરૂરકરવું:
૧. દેવતાના દર્શન કરતી વેળા, દેવતા ની મૂર્તિ (શિવલિંગ) અને એની સામે પ્રતિષ્ઠિત કાચબા ની પ્રતિમા અને નંદીની પ્રતિમા ની વચ્ચે ઉભા રહેવું નહિ કે બેસવું પણ નહિ. દેવતા (શિવલિંગ) અને કાચબા અને નંદી ની જોડતી રેખા ની એક બાજુ ઉભા રહેવું.
૨. દેવતા ના દર્શન કરતી વેળા સૌ પ્રથમ એમના ચારનો માં ધ્યાન કેન્દ્રિત કરી નતમસ્તક થઇ પ્રાર્થના કરવી, ત્યાર બાદ દેવતાના વક્ષ એટલે અનાહત ચક્ર પર મન કેન્દ્રિત કરી આર્ત ભાવ થી પ્રાર્થના કરવી, અંતમાં દેવતાની આંખોમાં નજર મેળવી ને એમના રૂપ ને પોતાની આંખોમાંથી દિલ માં ઉતારો.
૩. નમસ્કાર કરતી વેળાએ પુરુષોએ માથું ઉઘાડું રાખવું (ટોપી પહેરી હોય તે ઉતારી લેવી) અને સ્ત્રીઓએ પાલવ કે ઓઢણી થી માથું ઢાંકી નમસ્કાર કરવા.
૪. દેવતાને જે વસ્તુ અર્પિત કરવાની હોય તે દેવતાની ઉપર ફેકવી નહિ એમના ચરણો માં અર્પિત કરો. ધારો કે મૂર્તિ દુર હોય તો દેવતાના ચરણો માં અર્પિત કરી રહ્યા છો એવો ભાવ મનમાં રાખી ત્યાં જે પાત્ર કે થાળી મૂકી હોય તેમાં મૂકી દેવું.
3. દેવતાની પરિક્રમા કરવી:
અ. પ્રક્રમાં નો આરંભ ગર્ભગૃહ ની દઈ બાજે થી કરવી. પરિક્રમા પૂરી થયા પછી જમણી બાજુ ઉભા રહી દેવતા ને નમસ્કાર કરવા. (શિવ મંદિર માં શિવ ની પરિક્રમા ના કરવી, શિવ ની પરિક્રમા કરો તો અડધી કરી શકાય પણ બને ત્યાં સુધી શિવ ની પરિક્રમા ના કરવી)
આ. દેવતાની પરિક્રમા શરુ કરતા પહેલા દેવતા ને પ્રાર્થના કરવી, 'હે...(દેવતાનું નામ) પરિક્રમા માં પ્રત્યેક ઉઠેલ ડગ ની સાથે તમારી કૃપા થી મારા પૂર્વ જન્મ ના પાપોનું શમન થાય અને આપમાં પ્રક્ષેપિત ચૈતન્ય ને હું અધિકાધિક ગ્રહણ કરી શકું.'
ઇ. પરિક્રમા માધ્યમ ગતિએ અને નામ જપ સાથે કરવી.
ઈ. પરિક્રમા દરમિયાન ગર્ભગૃહ ને બહારથી સ્પર્શ ના કરશો. દેવતાની મૂર્તિ ની પાછળ ના ભાગે આવી રોકાઈને નમસ્કાર કરવા.
ઉ. સાધારણતઃ દેવતાઓની પરિક્રમા સમ સંખ્યામાં કરાય (ઉદાહરણ- ૨, ૪, ૬, ...) અને દેવીઓની પરિક્રમા વિષમ સંખ્યા માં (ઉદાહરણ- ૧, ૩, ૫, ...) કરવી. વધારે સંખ્યામાં કરવી હોય તો ન્યુનતમ સંખ્યાના ગુણાંકમાં કરવી (ઉદાહરણ ૨x૮, ૨x૧૨).
ઊ. પ્રત્યેક પરિક્રમા પૂરી થયે દેવતા ને સામેથી નમન કરી નેજ આગલી પરિક્રમા શરુ કરવી.
એ. પરિક્રમાઓ પૂર્ણ થયે શરણાગત ભાવથી દેવતાને નમસ્કાર કરી માનસ પ્રાર્થના કરવી.
4. પંચામૃત અને પ્રસાદ ગ્રહણ કરવા:
અ. પરિક્રમા પછી જમણા હાથ માં પંચામૃત કે ભગવાનને અભિષેક કરેલ પાણી ગ્રહણ કરવું, એજ હાથ બંને આંખો, બ્રહ્મારન્ધ્ર (બંને કપાળ ના ઉપરના ભાગે), માથે અને પાછળ બોચી માં લગાવો.
આ. પ્રસાદને જમણા હાથમાં લેતી વખતે નમ્રતા પૂર્વક ઝૂકવું.
ઇ. દેવાલયમાજ બેસી થોડી ક્ષણ નામ જપ કરવા અને ત્યાર પછીજ લીધેલ પ્રસાદ ગ્રહણ કરવો.
ઈ. ઉભા થઇ દેવતાઓને માનસ નમસ્કાર કરવા.
ઉ. સ્વચ્છ વસ્ત્ર માં લપેટી/મૂકી પ્રસાદ ઘરે પણ લઇ જાઓ.
No comments:
Post a Comment