એકવાર દેવર્ષિ નારદના મનમાં આવ્યુકે ભગવાન પાસે ઘણા મહેલો છે,
એકાદ મને મળી જાય તો ત્યાજ આરામ થી તાકી જાઉં, નહિ તો અહિયાં ત્યાં ફરતા
રહેવું પડે છે, ભગવાન ની દ્વારિકા માં ઘણા મહેલ વગેરે છે. નારદજીએ ભગવાનને
કહ્યું - " ભગવાન ! તમારી પાસે ઘણા મહેલ છે એક મને આપો તો હું પણ આરામ થી
રહું. તમારે ત્યાં ખાવા-પીવાનો પ્રબંધ પણ સારો છે". ભગવાને વિચાર્યું અ
મારો ભક્ત છે, વિરક્ત સન્યાસી છે. જો એ રાજસી ઠાઠ માં રહેવા લાગ્યા તો થોડા
દિવસોમાંજ એની બધીજ વિરક્તિ ભક્તિ નીકળી જશે. હું જો સીધે સીધી નાં કહું
તો એને ખોટું લ્કાગી જશે, લડાઈ ઝગડો કરશે કે આટલા મહેલ છે અને એમાંથી એક
મહેલ પણ નથી આપતા. ભગવાને ચતુરાઈ થી કામ લીધું, નારદને કહ્યું "જઈને જોઇલો,
જે મકાન માં જગા ખાલી હોય એને તમારા નામે કરી દઈશ". નારદજી ત્યાં ગયા,
ભગવાનની તો ૧૬૧૦૮ રાણીઓ હતી અને દરેક ને ૧૧-૧૧ બાળકો પણ હતા. આ દ્વાપર
યુગની વાત છે. નારદજી બધે ફરી આવ્યા પણ ક્યાય એક કક્ષ ખાલી ના મળ્યો, બધા
ભરેલા હતા. આવીને ભગવાનને કહ્યું "ત્યાં કોઈજ જગા ખાલી ના મળી". ભગવાને
કહ્યું, "તો હવે શું કરું, હોતે તો તમને દઈ દેતે"."
નારદજીને મનમાં થયું કે આ તો ભગવાને મારી સાથે
ધોખો કર્યો છે, નહિત તો કંઈપણ કરીને, કોઈને પણ અહી તહી ખસેડીને એક કાશ તો
આપી શકતા હતા. એમણે મારી સાથે ધોખો કર્યો છે તો હવે એમણે પણ મજા ચાખાડું
છું. નારદજી રૂક્ષ્મણી પાસે ગયા, રુક્ષ્માણીએ સારી આવભગત કરી આદર પૂર્વક
બેસાડ્યા. એ દિવસો માં ભગવાન સત્યભામાંજી પાસે રહેતા હતા. એકાદ દિવસ વીત્યો
હશે નારદજીએ રુક્શ્માંનીજી ને દાનની કથા સંભળાવી. દાનનું મહત્વ સમજાવવા
લાગ્યા કે જે વસ્તુનું દાન કરશો એજ વસ્તુ આગલે જન્મે તમને પાછી મળે છે.
જ્યારે નારદજીએ જોયું કે આ વાત આને ગળે ઉતરી ગઈ છે તો એમણે પૂછ્યું "તને
સૌથી વધારે પ્રેમ કઈ વસ્તુથી છે?" એને કહ્યું "એ પણ કોઈ પૂછવાની વાત છે,
ભગવાન હારી સાથેજ મારે પ્રેમ છે." નારદજી કહેવા લાગ્યા "તો પછી તારી ઈચ્છા
હશે કે આગલે જન્મે પણ તને એજ મળે." રૂક્ષ્મણી બોલી, "ઈચ્છા તો એજ છે."
નારદજીએ કહ્યું "ઈચ્છા છે તો પછી દાન કરી દે, નહી તો નહિ મળે. તારી તો
સોતાનો પણ ઘણી છે અને એમનામાંથી કોઈએ પહેલા દાન કરી દીધા તો એને મળી જશે.
માટે બીજું કોઈ એ કરી જાય તે પહેલા તું કરી દે.
રુક્શ્માનીને આ વાત જચી ગઈ કે જન્મ જન્મ માં ભગવાન મળે તો દાન કરી દેવુજ જોઈએ એને
નારદજી એ સંકલ્પ કરાવી લીધો. હવે તો નારદજી નું કામ બનીજ ગયું. ત્યાંથી
સીધા સત્યભામા ના મહેલ માં આવ્યા અને ભગવાન ને કહ્યું કે "ઉઠાઓ કમંડળ, અને
ચાલો મારી સાથે." ભગવાને કહ્યું "ક્યાં જવાનું છે, વાત શું છે?" નારદજીએ
કહ્યું "વાત કઈ નથી, તમને મેં દાન માં લઇ લીધા છે, તે મને એક કક્ષ ના આપ્યો
માટે હવે હું તને મારી સાથે બાવો બનાવી ઝાડ નીચે સુવડાવીશ." બધી વાત કહી
સંભળાવી. ભગવાને કહ્યું "રૂક્ષ્મણીએ દાન કરી દીધું છે તો વાંધો નહિ, એ
પતરાની છે, એને મળી આવીએ." ભગવાને એમના બધા ઘરેણા કાઢ્યા, રેશમ ના કપડા બધા
કાઢી સત્યભામા ને આપી દીધાને વલ્કલ વસ્ત્રો પહેરી, ભષ્મ લગાવી અને કમંડળ
લઇ ત્યાંથી ચાલી નીકળ્યા. એમણે જોતાજ રુક્શ્માનીના હોશ ઉડી ગયા, પૂછ્યું
"શું થયું?" ભગવાને કહ્યું "ખબર નથી, નારદ કહે છે કે તે મને દાન માં આપી
દીધો છે." રુક્ષ્માણીએ કહ્યું "પણ પેલા કપડા, ઘરેણા ક્યા ગયા, ઉત્તમ કેંસર
છોડીને આ ભષ્મ કેમ લગાવી?" ભગવાને કહ્યું "જ્યારે મને દાનમાં આપીજ દીધો છે
તો હવે હું એમનો થઇ ગયો છું, માટે હવે ઠાઠમાઠ નહિ ચાલે. હવે તો હું પણ બાવો
થઈને રહીશ." રુક્ષ્માણીએ કહ્યું "મેં એટલા માટે થોડા દાન માં દીધા કે તેઓ
તમને લઇ જાય." ભગવાને કહ્યું "તો બીજા શા કારણ માટે દાન કરવામાં આવે છે?
એટલા માટે દાન અપાય છે કે જેને દાન કરતો પછી એ લઇ જાય."
હવે રૂક્ષમણી ને હોશ આવ્યા કે આ તો ગડબડ થઇ ગઈ. રુક્ષ્માણીએ કહ્યું
"નારદજી તમે મને આ પહેલા નહોતું સમજાવ્યું, આગલા જન્મ માં મળતા મળશે આ
જન્મે હાથ ધોઈ નાખવાનો વારો આવ્યો." નારદજીએ કહ્યું "હવે તો જે થઇ ગયું તે
થઇ ગયું, હવે તો હું લઇ જઈશ." રૂક્ષ્મણી ખુબ રડવા લાગી. ત્યાં સુધીમાં હો
હલ્લા થઇ ગઈ એટલે બીજી રાણીઓ પણ ત્યાન ભેગી થઇ ગઈ. સત્યભામા, જમ્બ્વતી બધી
સમજદાર હતી. એમણે કહ્યું "ભગવાન એક રૂક્ષ્મણી ના પતિ નથી માટે રૂક્ષ્મણી
ને દાન કરવાનો કોઈ અધિકાર નથી, અમારો પણ અધિકાર છે." નારદજી એ વિચાર્યું આ
તો ગોટાળો થઇ ગયો. કહેવા લાગ્યા "શું ભગવાનના ટુકડા કરાવશો? ત્યારે ૧૬૧૦૮
હિસ્સા થશે." રાણીઓએ કહ્યું "નારદજી, કૈંક વ્યાજબી વાત કરો." નારદજીએ વિચાર
કર્યો કે મને તો ફક્ત મહેલ જોઈતો હતો અને એજ ભગવાન આપી નથી રહ્યા, હવે
મોકો સારો છે, સમાધાન પર વાત આવી રહી છે. નારદજીએ કહ્યું ભગવાન નું જેટલું
વજન છે, એટલું તુલા દાન કરી દેવા થી પણ દાન માની લેવા છે. તુલાદાન થી દેહ
નું દાન માની લેવાય છે. માટે ભગવાન ના વજન જેટલું સોનું, હીરા, પાના આપી
ડો." એના પર બધી રાણીઓ રાજી થઇ ગઈ.
બાકી તો બધા રાજી થઇ ગયા પણ ભગવાને વિચાર કર્યો આ પાછો મોહ માં પડી રહ્યો છે. મહેલ નો શોખ નથી ગયો. ભગવાને કહ્યું "તુલાદાન કરી દેવી જોઈએ, એ બરાબર છે. ભગવાન ત્રાજવાના પલડામાં બેસી ગયા, બીજા પલડામાં બધા ઘરેણા, હીરા, પન્ના મુકવામાં આવ્યા. પણ જે સમસ્ત બ્રહ્માંડ ને પેટમાં લઈને બેઠો હોય , એને દ્વારિકાના ધન થી ક્યા પૂરું થાય. તમામ રાણીઓના ઘરેણા બીજા પલડા માં બેઠા હતા એ તેમનું તેમજ નીચે રહ્યું ઉપર ન થયું. નારદજીએ કહ્યું "જુઓ તુલા તો બરાબર નથી થઇ રહી, હવે હું ભગવાનને લઇ જઈશ." બધા કહેવા લાગ્યા "અરે કોઈ ઉપાય બતાઓ." નારદજીએ કહ્યું "હવે બીજો કોઈ ઉપાય નથી." અન્ય બધા લોકોએ પણ પોતાના હીરા પન્ના લાવી પલડામાં મુક્યા પણ એનાથી શું થવાનું હતું. તે તો ત્રિલોકી નાથ હતા ત્રિલોકનો ભાર લઈને બેઠા હતા. નારદજીએ વિચાર્યું મને સારો શિષ્ય મળ્યો છે, સરસ કામ થયું. ત્યાં સ્ત્રીઓ બધી બુમો પાડી રહી હતી. નારદજી પ્રસન્નતા ના માર્યા અહી ત્યાં આતા મારી રહ્યા હતા.
ભગવાને ધીરેથી ઈશારા થી રુક્શ્માનીને બોલાવ્યા. રુક્ષ્માણીએ કહ્યું "કૈંક તો રસ્તો કાઢો, તમે એટલો ભાર લઈને બેસી ગયા અમારા બધાનું શું થશે?"ભગવાને કહ્યું " આ બધા હીરા પાના કાઢી લો, નહિ તો આ બાવો નહિ માને. આ બધું કાઢી લો અને એની જગ્યાએ એક તુલસી નું પાન અને સોનાનો એક ટુકડો મુકો તો તમારું કામ થઇ જશે. રુક્ષ્માણીએ બધાને કહ્યું કે "આટલાથી નથી થઇ રહ્યું માટે બધું અહીંથી હટાવી લો." બધું કાઢી લેવાયું અને એક નાનું સોના નું પતરું અને તુલસી નું પાન મુકવામાં આવ્યું તો આ બાજુ ભગવાનના વજન બરાબર થઇ ગયું. બધાએ નારદજીને કહ્યું આ લઇ જાઓ 'તુલા દાન'.નારદજીએ બરાબર હલાવી ને જોયું કે ક્યાંક કોઈ દાંડી તો નથી મારી રહ્યું. નારદજીએ કહ્યું આમને પાછો ધોખો કર્યો. પાછા જયાના ત્યાં રહ્યા આ લઈને શું કરીશ? એમણે કહ્યું "ભગવાન આપ આ સારું નથી કરી રહ્યા, ફક્ત ઘરવાળીઓની વાત સાંભળો છો, મારી તરફ જુઓ."" ભગવાને કહ્યું " તારી તરફ શું જોઉં? તું સમગ્ર સંસાર ના રૂપને સમજીને જોઇને ફરી મોહના રસ્તે જવા માંથી રહ્યો છે તો શું કરું તારી શું વાત સાંભળું ?" ત્યારે નારદજીએ સમજી લીધું કે ભગવાને જે કર્યું તે બિલકુલ ઠીક કર્યું છે.
નારદજીએ કહ્યું " એક વાત મારી માની લો. આપે મને વિવિધ પ્રકારે અનાદી કાળથી નચાવ્યો છે અને હું નાચ્યો છું અને ખેલ બતાવ્યો છે. ક્યારે મનુષ્ય, ક્યારેક ગાય વગેરે પશુ, ક્યારેક ઇન્દ્ર, વરુણ વગેરે સંસાર માં કોઈ એવું રૂપ નથી જે ચોર્યાસી ના ચક્કરમાં કોઈ ને કોઈ સમયે દરેક પ્રાણીએ એ ભોગવ્યું નહિ હોય. અનાદી કાળ થી આ ચક્કર ચાલી રહ્યા છે, બધી જાતના ખેલ તમને દેખાડ્યા. આપ મને લઇ જતા રહ્યા અને હું ખેલ કરતો રહ્યો. જો તમને મારો કોઈ ખેલ પસંદ આવ્યો હોય તો આપ રાજાની જગા પર છો અને હું બ્રાહ્મણ છું તો મને કૈંક ઇનામ આપો. એ ઇનામમાં એટલુજ ચાહું છું કે મારા શોખ, મોહ ની ભાવનાથી નિવૃત્ત થઇ આપના પરમ ધામ માં પહોંચી જાઉં. અને જો કહો કે તે જેટલા ખેલ કાર્ય એ બધા બેકાર હતા તોપણ આપ રાજા છો. જ્યારે કોઈ વારંવાર ખરાબ ખેલ કરે તો રાજા હુકમ કરે છે કે અને કાઢી મુકો. એજ પ્રમાણે જો આપને જો મારો ખેલ પસંદ ના પડ્યો હોય તો પછી આપ કહો કે આને સંસાર ની નૃત્ય શાળા ક્યારેય નહિ લાવવો. એમાં પણ મારી મુક્તીજ છે. ભગવાન પ્રસન્ન થઈને ત્રાજવામાં થી ઉઠ્યા અને નારદજી ને છાતી સારસા લગાવ્યા અને કહ્યું "તારી મુક્તિ તો નીશ્ચીતજ છે."

No comments:
Post a Comment