Saturday, September 15, 2012

તીર્થ

      તીર્થ શબ્દ ના અનેકો અર્થ છે, જેનો અર્થ- પવિત્ર કરનાર.
          શ્રીમદભગવદ માં એવો ઉલ્લેખ મળે છે કે સંત અને મહાપુરુષને  ભગવદીય ગુણો ની સંપન્નતા ને કારણેજ પરમ કહેવામાં આવે છે - તીર્થોકુર્વન્તિ તીર્થાની. સ્કંદ પુરાણ માં પણ  કહેવાયું છે કે તીર્થ કરવાનું મુખ્ય પ્રયોજન સંત-દર્શન નો લાભ પ્રાપ્ત કરવાનું છે. માટે જે ભૂ-ભાગમાં સંત-મહાત્મા નિવાસ કરે છે, એ તીર્થ કહેવાય છે. આજ પ્રસંગ ના અનુસંધાન માં  નારદ સૂક્તિ માં કહેવાયું છે- સંત મહાપુરુષ તીર્થ ને સુતીર્થ, કર્મો ને સુકર્મ અને શાસ્ત્રો ને સદ્શાસ્ત્ર બનાવી દે છે, કારણ સાધુજન લૌકિક અને પારલૌકિક મોહ -વાસનાઓ થી વિરક્ત, ભગવદીય ગુણો થી યુક્ત હોવાને કારણે શાંતચિત્ત હોય છે. સાધુજન સ્વયમ હરતા ફરતા તીર્થ જેવા છે. તીર્થોનું ફળ તો સમયાનુંસારજ મળે છે, પણ સંત-સમાગમ નું ફળ તત્કાલ પ્રાપ્ત થાય છે.સાધુજન ભગવાન ના નામ નો મહિમા ગાઈ કહે છે - જ્યાં ભગવાન ની કથા થાય છે ત્યાં બધા તીર્થ આવીજ  જાય છે.
          મન ની સુદ્ધિ પર ભાર મુકતા મહાપુરુષોએ મન નેજ પરમતીર્થ માન્યું છે. સ્કંદ પુરાણ માં સપ્ત પુરીઓની માફક સત્ય, ક્ષમા, ઇન્દ્રિય-સંયમ, દયા, પ્રીયવચન, જ્ઞાન અને તપને સપ્ત તીર્થના રૂપમાં સ્વીકાર કરતા એને માનસ તીર્થ ની સંજ્ઞા આપાયેલી  છે. પવિત્ર જળથી કાયા ના બાહ્ય ભાગ ને ધોઈ લેવુજ આવશ્યક નથી હોતું, પણ બાહ્ય સુદ્ધિ ની સાથે સાથે અંતઃ સુદ્ધિ પણ આવશ્યક છે - સ્વ ની અંદરની  વિશુધ્ધિ  એટલે પોતાના મનની સુધ્ધીજ પરમ તીર્થ છે. તુલસીદાસજીએ કહ્યું છે-પ્રેમ ભગતીજલ બીનુરધુરાઈ. અભીઅંતરમલ કબહુન જાઈ. એજ પ્રકારે ગુરુ,માત-પિતા, અતિથી વગેરે નાં વચન પણ અંતઃકરણ ના રાગદ્વેષ વગેરે વિકારો ને દુર કરી મન ને નિર્મળ કરી તીર્થ બનાવી દે છે. સર્વ તીર્થોનો આધાર આપની શ્રદ્ધા અને વિશ્વાસ છે. તીર્થ રાજનીતિક, ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક દ્રષ્ટિ ની સાથે જ વિભિન્ન પ્રદેશો ના રહન-સહન, ભાષા -શૈલી, ઉપાસના-પદ્ધતિ, વેશ-ભૂષા, વિચાર, વ્યવહાર સદભાવ ના માધ્યમ થી એકસૂત્રમાં બાંધી સંપૂર્ણ રાષ્ટ્ર ને વસુધૈવ કુટુમ્બકમ ની પુનીત ધારણા ના  મહત્વ નું દ્યોતક છે.  તીર્થ માનવ જીવન માં આધ્યાત્મિક ચેતના નું સંવર્ધન અને નવીન ચિંતન -શક્તિ ના સત્પ્રેરક છે.

No comments:

Post a Comment