મનુ સ્મૃતિમાં કહ્યું છે અસ્પષ્ટ બોલવું, કડવા વેણ બોલવા, કઠોર
વચન કહેવા, જુઠું બોલવું, અને વગર કારણની બકબક કરવી વાણી ના ચાર દોષ છે.
સજ્જન પુરુષોએ આ દોષો થી દુર રહેવા માટે યથા સંભવ પ્રયત્ન કરવા જોઈએ.
વાણીથી કોઈ વ્યક્તિ ના જ્ઞાન અને સંસ્કારોની ઓળખ થતી હોય છે. ભારતીય
સંસ્કૃતિનો અધારજ વિનમ્રતા અને એ વિનમ્રતા વાણી થી પ્રકટ થાય છે.જીવન ને
સરળ અને સહજ બનાવવા માટે જરૂરી છે કે વ્યક્તિ બનાવટીપણા થી દુર રહે, અને
માર્યાદિત જીવન જીવે. જીવનને સહજ અને સરળ ત્યારે બનાવી શકાય છે, જો આપનો
વ્યવહાર એવો હશે જે બધાના હિત માં હોય બધાને પ્રિય હોય. એને માટે કઠોર ભાષા
નો ત્યાગ અને કોમળ તથા મધુર ભાવો ને ગ્રહણ કરવા પડશે.
અથર્વવેદ માં મનુષ્ય ની વાણી અને શબ્દો નાં પ્રભાવ ના આઘારે વર્ગીકરણ
કરવામાં આવ્યું છે. એમાં કહ્યું છે કે, હે મનુષ્યો! તમારી પાસે શુભ અને
અશુભ બંને પ્રકારની વાણી છે. અને બંને પ્રકાર ની વાણીઓને એક સાથે સમાન રૂપે
ધારણ પણ કરો છો. વેદ માં આગળ લખ્યું છે કે માનવ તન માં ત્રણ પ્રકારની વાણી
હોય છે - પરા, પશ્યંતી અને મધ્યમાં. એક ચોથી વાણી પણ હોય છે, જેને વૈખરી કહેવાય છે અને એ શબ્દો ની સાથે બહાર આવે છે.
આ ચોથી વાણી અંદરની ત્રણ વાણીઓનીજ અભિવ્યક્તિ છે. એટલેજ મધુર
વાણી માટે પહેલી આવશ્યકતા એ છે કે ભીતરની ત્રણે વાણીઓ નિર્દોષ અને કોમલ
હોવી જોઈએ. જો અંદરની સ્થિતિ સ્વચ્છા હશે, તો બહાર વ્યક્ત થતી વાણી પણ
સ્વચ્છ અને મધુર હશે. ઉપરાંત અથર્વવેદ માં એ પણ લખ્યું છે કે વાણી નું ચયન
સમય, પાત્ર અને યોગ્યતા અનુસાર કરવું જોઈએ.
No comments:
Post a Comment