ધાર્મિક કથાઓ પ્રમાણે, આજથી લગભગ પાંચ હજાર ચાર સો વર્ષ પૂર્વ
મથુરા જીલ્લ ના ગોકુળ - મહાવન ગામ નજીક "રાવલ ગામ" માં 'વૃષભાનું' અને
'કીર્તિદા' ની પુત્રી રૂપે રાધા રાણીએ જન્મ લીધો હતો. રાધા રાણી ના જન્મ
વિષે એવું કહેવાય છે કે રાધાજી માતા ના ગર્ભથી ન હતા જન્મ્યા, એમની માતાએ
ગર્ભમાં 'વાયુ' ને ધારણ કર્યો હતો અને યોગ માયા ની પ્રેરણા થી વાયુંનેજ
જન્મ આપ્યો પરંતુ ત્યાં સ્વેચ્છાએ શ્રી રાધા પ્રકટ થયા.
શ્રી રાધા રાણી કલીન્દજાકુલવર્તી નિકુંજ પ્રદેશ નાં એક સુંદર
મંદિર માં અવતીર્ણ થયા ત્યારે ભાદ્રપદ શુક્લ (ભાદરવા સુદ) અષ્ટમી હતી,
અનુરાધા નક્ષત્ર, મધ્યાન્હ કાલે ૧૨ વાગ્યે અને સોમવાર હતો. એ સમયે રાધાજી
નાં જન્મ થી નદીઓનું જળ પવિત્ર થઇ ગયું તમામ દિશાઓ પ્રસન્ન અને નિર્મળ થઇ
ગઈ. વૃષભાનુ અને કીર્તિદા ની કામના થી બ્રાહ્મણો ને આનંદદાયિની બે લાખ
ઉત્તમ ગાયો નું દાન દેવામાં આવ્યું હતું.
એવું પણ કહેવાય છે કે એક દિવસ વૃષભાનુજી જયારે એક સરોવર ની પાસે
થી પસાર થઇ રહ્યા હતા ત્યારે એમને એક બાળીકા "કમળ નાં ફૂલ" પર તરતી મળી
આવી જેને એમને પુત્રી ના રૂપમાં અપનાવી લીધી. રાધા રાણી આયુ માં શ્રી કૃષ્ણ
થી અગ્યાર મહિના મોટા હતા.
પણ શ્રી વૃષભાનુજી અને કીર્તિદા દેવીને ખ્યાલ આવ્યો કે શ્રી
કિશોરીએ પ્રાકાત્યની સાથે આંખો નથી ખોલી. એ વાત જાની એમને ખુબ દુઃખ થયું
અગ્યાર માહ ઉપરાંત થોડા સમય પછી જ્યારે નંદ મહારાજ અને યાશોદાજી ગોકુળ થી
પોતાના લાડલા ને લઇ વૃષભાનુ જી ને ઘરે આવ્યા ત્યારે વૃષભાનુ અને કીર્તિદા
એમનું સ્વાગત કરી કાના ને ખોળામાં લઈને રાધા પાસે આવ્યા ત્યારે જેવા કૃષ્ણ
અને રાધા આમને સામને આવ્યા કે તરત રાધાએ પહેલી વાર આંખો ખોલી. પોતાના પ્રાણ
પ્રિય શ્રી કૃષ્ણને જોવા માટે તેઓ એકટક કૃષ્ણ ને જોતા રહ્યા, પોતાની પ્રાણ
પ્યારી ને પોતાની સામે એક સુંદર બાલિકા ના રૂપે જોઈ કૃષ્ણ સ્વયં અતિ
આનંદિત થયા. જેમના દર્શન મોટા મોટા દેવતાઓ માટે દુર્લભ છે તત્વજ્ઞ મનુષ્ય
હજારો સેંકડો જન્મ સુધી તાપ કરીને પણ જેની ઝાંખી નથી પામી શકતા, એજ, શ્રી
રાધિકા જ્યારે વૃષભાનુજી ને ત્યાં સાકાર રૂપે પ્રકટ થઇ. અને ગોપ લલનાઓ
જ્યારે એમનું પાલન કરવા લાગી. સ્વર્ણ જડિત અને સુંદર રત્નોથી રચિત
ચંદનચર્ચિત પાળણામાં સખી જનો દ્વારા નિત્ય ઝુલાવવામાં આવતી રાધા રાની
પ્રતિદિન શુક્લ પક્ષના ચંદ્ર ની કળા ની ભણતી મોટી થવા લાગી.
શ્રી રાધા શું છે - રાસ ની રંગ સ્થળી ને પ્રકાશિત કરનારી
ચંદ્રિકા, વૃષભાનુ મંદિર ની દિવાળી ગોલોક ચુડામણી શ્રી કૃષ્ણ ની હારાવલી
છે.
એવી પરમ શક્તિ ને શત- શત વંદન.
No comments:
Post a Comment