એક નવપરિણીત યુગલે લગ્ન ની રાતે એક નિર્ણય લીધો કે સવારે કોઈ પણ કંઈ પણ કારણસર પોતાના સયન ખંડ નો દરવાજો ઠોકતા આવે તો દરવાજો ખોલવો નહિ.
સવારે પેલા પતિના માં-બાપ આવ્યા અને દરવાજો ઠોકવા લાગ્યા, પેલું નવપરિણીત યુગલ એક બીજાને જોવા લાગ્યું અને નક્કી કાર્ય મુજબ દરવાજો ના ખોલ્યો.
થોડી વારે પત્ની ના માં-બાપ આવ્યા અને દરવાજો ઠોકવા લાગ્યા, પેલું યુગલ ફરી એક મેક ને જોવા લાગ્યું, પણ પેલી પત્ની ની આંખો માં આંસુ આવ્યા અને રડવા લાગી અને કહેવા લાગી "હું આમ તેઓ ને દરવાજો ઠોકતા નહિ જોઈ શકું, હું આમ પણ તેઓ ની ખુબજ યાદ આવી રહી છે".
પેલા પતિએ કંઈ પણ બોલ્યા વગર પત્ની ને એના માં-બાપ માટે દરવાજો ખોલવા મોકલી દીધી.
વર્ષો વીત્યા પેલા યુગલ ને ત્યાં ૫ સંતાનો થયા જેમાં મોટા ચાર દીકરા ને સૌથી નાની દીકરી આવી.
જ્યારે દીકરી જન્મી ત્યારે પિતા અત્યન ખુશ હતો અને ઈશ્વર નો પાડ માન્યો કે મારે ત્યાં દીકરી જન્મી, એને એ અવસર ખુબ ધૂમ ધામ થી ઉજવ્યો, લોકો એની ખુશી જોઈ આશ્ચર્ય માં પડ્યા અને એને પૂછ્યું, દીકરીના જન્મ થવાથી તું આટલો બધો ખુશ કેમ છે, શું તને તારા દીકરાઓ પ્રત્યે વહાલ નથી?
એને એકદમ સહજતા થી કહ્યું: "એ એકજ છે જે મારે માટે દરવાજા ખોલશે"
દીકરી બાપની આંખો નું રતન છે........
એની પાસે એની માના હૃદય સૂચી પહોચવાની ચાવી છે.....
દીકરીઓ ચોક્કસ વિશિષ્ઠ છે. તેઓ પરણ્યા પછી પણ પોતાના માં-બાપની કાળજી દીકરાઓ કરતા વધારે રાખે છે.
તમે ક્યારેય દીકરીઓએ માપને હેરાન કાર્ય , તરછોડ્યા એવું સાંભળ્યું છે?
No comments:
Post a Comment