રાધા શ્રી કૃષ્ણ ની પરમ પ્રિય છે અને એમની અભિન્ન મૂર્તિ પણ. ભાદ્રપદ માસ ની શુક્લ પક્ષ ની અષ્ટમી એ એ બરસાના ના શ્રી વૃષભાનુજી ને ત્યાં રાધાજીનો જન્મ થયો હતો. શ્રીમદ ભાગવત માં કહેવાયું છે કે શ્રી રાધા ની નહિ કરવામાં આવે તો મનુષ્ય શ્રી કરીશ ની પૂજા નો અધિકારી પણ નથી રહેતો. રાધા ભગવાન શ્રી કૃષ્ણ ની અધિષ્ઠાત્રી દેવી છે, માટે ભગવાન એમને આધીન રહે છે. રાધાનું એક નામ કૃષ્ણવલ્લભા પણ છે કારણ તે શ્રી કૃષ્ણ ને આનંદ પ્રદાન કરનારી છે.
એક વાર માતા યશોદાજીએ રાધાજીને એમના નામની વ્યુત્પત્તિ ના વિષયમાં પૂછ્યું. રાધાજીએ એમને જણાવ્યું કે ચ્રાજ શબ્દ તો મહાવીશનું છે અને ચ્ઘાજ વિશ્વ નાં પ્રાણીઓ અને લોકોમાં માતૃવાચક ઘાય છે. માટે પૂર્વકાલ માં શ્રી હરીએ એમનું નામ રાધા રાખેલું. ભગવાન શ્રીકૃષ્ણ બે રૂપો માં પ્રકટ છે. - દ્વિભુજ અને ચતુર્ભુજ. ચતુર્ભુજ રૂપે તેઓ વૈકુંઠ માં દેવી લક્ષ્મી, સરસ્વસ્તી, ગંગા અને તુલસી સાથે વાસ કરે છે, પણ દ્વિભુજ રૂપે તેઓ ગોલોક ધામ માં રાધાજી ની સાથે વાસ કરે છે. રાધા-કૃષ્ણ નો પ્રેમ એટલો ગહન હતો કે એકને કષ્ટ થાય તો પીડાનો અનુભવ બીજાને થતો.
સુર્યોપરાગ ને સમયે, રૂક્ષ્મણી વગેરે રાણીઓ વૃંદાવન વાસીઓ સહીત બધા કુરુક્ષેત્રમાં ઉપસ્થિત થયા. રુક્શ્માંનીજી એ રાધાજી નું સ્વાગત સત્કાર કર્યા. જ્યારે રૂક્ષ્મણી જી શ્રી કૃષ્ણ ના પગ દબાવી રહ્યા હતા ત્યારે એમને જોયું કે શ્રી કૃષ્ણ ના પગો માં છલ પડ્યા છે. ઘણા અનુનય-વિનય પછી શ્રીકૃષ્ણ એ કહ્યું કે એના ચરણ કમળ રાધાજીના હ્રિદય માં બિરાજે છે. રુક્ષ્માણીએ રાધાને પીવા માટે અધિક ગરમ દૂધ આપી દીધું હતું, જેને કારણે શ્રી કૃષ્ણ ના શ્રી ચરણો માં ફોદા પડી ગયા હતા.
રાધાજી શ્રી કૃષ્ણ નો અભિન્ન હિસ્સો છે. આ તથ્ય ને આ વાત થી સમજી શકાય છે કે વ્રીન્દાવન માં શ્રી કૃષ્ણને દિવ્ય આનંદ ની અનુભૂતિ થઇ ત્યારે એ દિવ્યાનંદ એક બાલિકાના રૂપે પ્રકટ થયો અને શ્રી કૃષ્ણ ની એ પ્રાણશક્તિજ રાધાજી છે.
શ્રી રાધા જન્માષ્ટમીને દિવસે વ્રત રાખી મંદિરમાં રાધાજીની યથાવિધિ પૂજા કરવી જોઈએ તથા શ્રી રાધા મંત્રનો જાપ કરવો જોઈએ. રાધાજી લક્ષ્મીજીનુજ સ્વરૂપ છે માટે એમની પૂજા થી ધન-ધાન્ય અને વૈભવ પ્રાપ્ત થાય છે.
રાધાજી નું નામ શ્રી કૃષ્ણ થી પણ પહેલા લેવાય છે. રાધા નામ જાપ થી શ્રી કૃષ્ણ પ્રસન્ન થાય છે અને ભક્તો પર દયા કરે છે.રાધાજીનો શ્રી કૃષ્ણ માટેનો પ્રેમ નિઃસ્વાર્થ હતો તથા એમને માટે કોઈ પટ પ્રકારનો ત્યાગ કરવા તત્પર હતી. એકવાર શ્રી કરીશને બીમાર હોવાનો ઢોંગ કર્યો. બધા વૈદ્ય અને હકીમ એમના ઉપચાર માં લાગી ગયા પણ શ્રી કૃષ્ણ ની બીમારી ઠીક ન થઇ. વૈદ્યોએ પાછું પૂછતાં શ્રી કરીશને ઉત્તર આપ્યો કે મારા પરમ પ્રિયની ચરણ ધુળજ મારી બીમારી ને ઠીક કરી શકશે. રૂક્ષ્મણી વગેરે રાણીઓએ પોતાના ચરણ ની ધૂળ આપી પાપના ભાગીદાર થવાની ના પાડી દીધી માટે રાધાજી ને આ વાત કહેવામાં આવી તો એમને એવું કહ્યું કે 'ભલે મને ૧૦૦ નારાકોનું પાપ લાગે ભોગવવું પડે તો પણ હું મારા પ્રિય ના સ્વાસ્થ્ય લાભ માટે ચરણ ધૂળ અવશ્ય આપીશ' કહી ને આપી.
કૃષ્ણજી ને રાધા માટે એટલો પ્રેમ હતો કે કમળ નાં ફૂલ માં રાધાજી ની છબીની કલ્પના માત્રથી મૂર્છિત થઇ ગયા ત્યારે તો વિદ્વત જનોએ કહ્યું છે કે--
રાધા તું બદ્ભાગીની, કૌન પુણ્ય તુમ કીના |
તીન લોક તારન તરન સો તોરે આધીન |
No comments:
Post a Comment