Saturday, September 15, 2012

ગુરુ અને શિષ્ય


શ્રી ઓશો (રજનીશજી) એ એમના ચિંતન માં કહ્યું છે......
શિષ્ય અષાઢ ના અંધારા જેવો હોય છે. ચંદ્ર રૂપી ગુરુ સૂર્ય રૂપી ઈશ્વર થી પ્રકાશ ગ્રહણ કરી એને મધુર બનાવી શિષ્ય ના અંધારા ને દુર કરે છે.
અષાડ પૂર્ણિમા ને ગુરુપુર્નીમાં રૂપે ઉજવવાનું રહસ્ય શું છે? પુર્નીમાઓ તો ઘણી હોય, શરદ પૂર્ણિમા છે એને કેમ ગુરુપુર્નીમાં રૂપે ના પસંદ કરી ?
પણ ચયન કર્તાઓના એક અલગદૃષ્ટિકોણ છે. તે એ કે ગુરુ તો પૂર્ણિમા જેવા છે અને શિષ્ય આષાઢ ના વાદળ જેવો. શરદ પૂર્ણિમા નો ચંદ્ર ભલે અતિ સુંદર હોય, પણ આકાશ ખાલી હોય. જ્યાં શિષ્યોજ  ના હોય ગુરુ એકલા હોયછે. અષાઢ માં ચંદ્ર વાદળો વચ્ચે એવો ઘેરાયેલ હોય જાણે અનેક શિષ્યો ની વચ્ચે ગુરુ ઘેરાયેલા બેઠા હોય.  
શિષ્ય અનેક પ્રકાર ના હોય. જન્મ ના અંધારા ને લઈને આવે. તેઓ અંધારિયા કાળા વાદળ છે. અષાઢ ની ઋતુ છે. એમાં પણ ગુરુ ચંદ્ર ની જેમ ચમકી શકે, એ અંધારા માં ઘેરાયેલા વાતાવરણ માં અજવાળું ફેલાવી શકે, ત્યારેજ એ ગુરુ છે. માટે જ્યાં બંને ની મિલન સમભાવ હોય ત્યાંજ કોઈ સાર્થકતા છે.
આ કાવ્ય-પ્રતિક સમજી શકીએ , તો તમે અષાદ જેવા છો, અંધારા વાદળ છો. નથી ખબર કેત્લીઓ કામનાઓ અને વાસનાઓ નું જળ તમારામાં ભર્યું છે અને નથી ખબર કેટલાય જન્મો ના સંસ્કાર લઈને તમે ચાલી રહ્યા છો. અંધારા થી ઘેરાયેલા તમારા હૃદયમાં પ્રકાશ ને ગુરુ પહોચાડશે અને માટે પૂર્ણિમા ની જરૂર પડશે.
આખરે ચંદ્ર નેજ ગુરુ સાથે શા માટે સરખાવ્યા, સુરજ ને કેમ નહિ? જ્યારે ચંદ્ર પાસે પોતાનો પ્રકાશ નથી, સૂર્ય પાસે પોતા નો પ્રકાશ છે. ચંદ્ર પર તો સુરજ ના પ્રકાશનું પ્રતિબિંબ છે. આપને એક દીવો અરીસા સામે લઈને ઉભા રહીએ તો એ અરીસા માંથી પ્રકાશ ફેલેવા નું શરુ થશે , એ પ્રકાશ અરીસ્સાનો નથી પણ દીવાનો છે. દીવાના પ્રકાશનું પ્રતિબિંબ છે. આપના પૂર્વજ મહાપુરુષો એ વર્ષો સદીઓ આ વિષે વિચાર કર્યો અંતે ચંદ્ર ને ગુરુ સાથે સરખાવ્યા એના બે મુખ્ય કારણો છે. એક- ગુરુ પાસે જે પ્રકાશ છે (જ્ઞાન) છે એ પોતાનું નથી ઈશ્વર પાસે થી મેળવેલું છે ચંદ્ર પાસે પ્રકાશ છે એ સૂર્ય પાસેથી મળેલ છે, પ્રતિબિંબ છે. તેઓ જે આપી રહ્યા છે તે પોતાનું નથી મેળવેલું આપી રહ્યા છે. તેઓ ફક્ત નિમિત્ત માત્ર છે, તેઓ દર્પણ છે.
આપણે સુરજ સામે સીધી આંખે નથી જોઈ શકતા એમજ પરમાત્મા તરફ સીધી આંખ નથી મેળવી શકતા. એમ કરવાથી પ્રકાશ ને બદલે આંખો અંધકાર થી ભરાઈ જશે. પ્રકાશ તેજ છે તીવ્ર છે અને આપણે સંભાળી ના શકીએ, વિકાસ પામી ના શકીએ. 
ગુરુ એક દર્પણ છે અરીસો છે, જે સુરજ નો પ્રકાશ એમાં ધારણ કરી એના શિષ્યો ને આપે છે(પરવાર્તીતી કરે છે) પણ આ પ્રકાશ ને (જ્ઞાન ને) આપતી વખતે એમાં પેલી તીવ્રતા ને ઓછી કરીને મધુર બનાવીને આપે છે ચન્દ્ર ની જેમ. ગુરુ રૂપી દર્પણ ને પાર કરવામાં એ તીવ્ર પ્રકાશ પોતાનો ગુણ ધર્મ કોમળતા થી બદલાઈ જાય છે, ત્યારેજ સુરજ આટલો પ્રખાર છે પણ ચંદ્ર તેટલોજ મધુર છે.
એટલેજ અહી સંત કવિ કબીરજીએ કહ્યું છે કે "ગુરુ ગોવિંદ દોઉં ખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરુ આપકી જો ગોવિંદ દીઓ દિખાય". એનો અર્થ એમ થાય કે ઈશ્વર અને ગુરુ બંને સાથે ઉભા હોય તો કોના ચરણ સ્પર્શ પહેલા કરું, તો કહ્યું કે હે ગુરુદેવ આપ્નીજ એ બલિહારી છે કૃપા છે જેથી મને ગોવિંદ ઈશ્વર ના દર્શન સમભાવ થયા  માટે હે ગુરુદેવ પ્રથમ ચરણ સ્પર્શ તો આપનાજ કરીશ.
"જાય ગુરુદેવ"
||અસ્તુ||

No comments:

Post a Comment