Saturday, September 15, 2012

મંત્ર જાપ અને મંત્ર જાપ માટે નિયમો



મંત્ર જાપ નો અર્થ આ પ્રમાણે કરીએ - જેનું ચિંતન અને મનન કરવાથી સંસાર નું યથાર્થ સ્વરૂપ જાણવા મળે, ભાવ-બંધનો થી મુક્તિ મળે અને જે સફળતા ના માર્ગ પર અગ્રેસર કરે એને 'માત્ર' કહેવાય છે. એજ રીતે 'જપ' નો અર્થ છે- 'જ' નો અર્થ, જન્મ નું અટકી જવું અને 'પ' નો અર્થ છે પાપો નો નાશ થવો. માટે પાપો નો નાશ કરનાર અને પુનર્જન્મ પ્રક્રિયા ને રોકનાર ને 'જપ' કહેવાય છે. મંત્ર શક્તિ જ દેવમાતા - કામધેનું છે, પરાવાક દેવી છે, વિસ્વા-રૂપીણી છે, દેવતાઓ ણી જનની છે. દેવતા મંત્રાત્મક જ છે. એજ વિજ્ઞાન છે. આ કામધેનું રૂપી વાંક-શક્તિ થી આપને જીવિત છીએ. એના કારણેજ આપણે બોલી શકીએ છીએ જાણી શકીએ છીએ. મંત્ર-વિદ્યા ના મહાન સામર્થ્ય ને જો બરાબર સમજીએ અને એનો સંપૂર્ણ પ્રયોગ કરવામાં આવે તો આ આધ્યાત્મિક પ્રયાસ, કોઈ પણ ભૌતિક ઉન્નતી ના પ્રયાસ થી ઓછું  મહત્વપૂર્ણ અને ઓછું લાભદાયક સિદ્ધ નથી થતું. મંત્ર ણી શક્તિ નો વિકાસ જપ થીજ થાય છે.

મંત્રોની રચના વિશિષ્ઠ પધ્ધતિ થી મંત્ર-શક્તિ ના વિશેશાગ્ય અનુભવી મહાત્માઓ દ્વારા કરવામાં આવી હોય છે. એનો અર્થ ખુબજ ગહન હોય છે અને માત્ર-શાસ્ત્ર ના નિયમ અનુસારજ અક્ષર જોડીને મંત્ર બનાવવામાં આવે છે અને એ મંત્ર પરંપરા જપ ને કારણે સિદ્ધ અને અમોઘ ફલદાયક હોય છે. એવા મંત્રો ને સામ્પ્રદ્દાયિક રીતી થી ગ્રહણ કરી વિશેષ પધ્ધતિ થી એનો જપ કરવાનો હોય છે. પુસ્તકો માંથી વાંચી લેવા માત્ર થી કોઈ વિશેષ લાભ નથી થતો. અમુક સાધક પુસ્તકોમાંથી કોઈ મંત્ર વાંચી ને એના જપ કરે છે પછી થોડા દિવસો બાદ એનો લાભ થતો ન દેખાય એટલે એને છોડી દે છે અને એવી રીતે નવા નવા મંત્રો જપતા રહે છેઅને ફાયદો ના થવાથી નિરાશ થાય છે. અમુક સાધક ઘણા મંત્રો એક સાથે જપે છે, પણ એનાથી પણ કોઈ ફાયદો નથી થતો. અમુક સાધક માળા જપ્વાને મંત્ર જાપ સમજે છે અને માળા ને યંત્રવત ચૂમીને ફેરવવાથી એમ સમજે છે કે મેં હજારો કે લાખો ણી સંખ્યામાં જપ કરી લીધા, પણ એટલા જપ નો પ્રભાવ જોવા જૈયે તો કંઇજ નથી હોતો. 
મંત્ર જાપ માં માળા નું મહત્વ અધિક નથી હોતું. સ્મરણ કરવું અને સંખ્યા ગણવી , એજ માળા નું કામ છે. માળા સ્વયમ પવિત્ર હોય છે. માટે સાધક એને ધારણ પણ કરે છે. અમુક સાધક માળા ને સંપ્રદાય નું ચિન્હ અને પાપ-નાશ કરવાનું નું સાધન પણ મને છે.

મંત્ર જાપ નો અધિકાર દીક્ષા વિધિ થીજ પ્રાપ્ત થાય છે, આ વૈદિક નિયમ છે. માટે કોઈ યોગ્ય ગુરુ પાસેથીજ મંત્ર દીક્ષા લઈને જાપ કરવા. શૈવ-વૈષ્ણવ વગેરે સંપ્રદાયો માં અનાડી-કાળ થી જ દીક્ષા-વિધિ ચાલી આવે છે. ઘણા વ્યક્તિ દીક્ષા લેવી ઉચિત નથી માનતા, પણ એમની ભૂલ છે. અમુક સાધકો ણી એવી હાલત થાય છે કે તેઓ મંત્ર કોઈ દેવતા નો જપે છે અને ધ્યાન કોઈ અન્ય દેવતા નું ધરે છે. એનાથી સિદ્ધિ કેવી રીતે પ્રાપ્ત થાય? એમતો ભગવાન એકજ છે, છતાં પણ એમના અભિવ્યક્ત રૂપ તો અલગ-અલગ છે.

પોતાની અભિરુચિ અનુસાર, પણ શાસ્ત્ર-વિધિ ને છોડ્યા વગર કોઈ પણ માર્ગનું અવલંબન કરવાથી આપણને શીઘ્ર ફળની પ્રાપ્તિ થઇ જાય છે. માટે મંત્ર-દીક્ષા, વિધિ-વિધાન થીજ લેવી જોઈએ. મંત્ર-દીક્ષા માટે શુભ સમય, પવિત્ર સ્થાન અને ચિત્ત માં ઉત્સાહ હોવો અત્યંત જરૂરી છે. મંત્ર-દીક્ષા લીધા પછી મંત્ર-જાપ ને પ્રતિદિન એક નિશ્ચિત સંખ્યા માં અવશ્ય જપવા.

મંત્ર-જાપ માં નિયમો નો અર્થ એ નથી કે તમે હાથ-યોગ ના કઠીન આસનો અને મુદ્રાઓ નો પ્રયોગ કરો. વર્ષોના અનુભવ થી આવું જાણવા મળ્યું છે કે સાધક થોડા સાધારણ નિયમો અને સૌથી જરૂરી મંત્રો ને લયબદ્ધ થવું, એના દ્વારા સાધક ઘણા ઓછા સમય માં ધર્મ, અર્થ, કામ, અને મોક્ષ ની પ્રાપ્તિ કરી શકે છે. સસાધન માટે ના સૌથી સરળ થોડા વિધાનો, પોતાની સુવિધા અનુસાર એનું ચયન કરી શકો છો.

નવગ્રહ મંત્ર

સૂર્ય મંત્ર
॥ ॐ ह्रां ह्रीं ह्रों सः सूर्याय नमः ॥

ચંદ્ર મંત્ર
॥ ॐ श्रां श्रीं श्रों सः चन्द्रमसे नमः ॥

મંગળ મંત્ર
॥ ॐ क्रां क्रीं क्रों सः भौमाये नमः ॥

બુધ મંત્ર
॥ ॐ ब्रां ब्रीं ब्रों सः बुधये नमः ॥

ગુરુ મંત્ર
॥ ॐ ग्रां ग्रीं ग्रौं सः गुरुवे नमः ॥

શુક્ર મંત્ર
॥ ॐ द्रां द्रीं द्रौं सः शुक्राये नमः ॥

શાની મંત્ર
॥ ॐ प्रां प्रीं प्रौं सः शन्‍ये नमः ॥

રાહુ મંત્ર
॥ ॐ भ्रां भ्रीं भ्रों सः राहुवे नमः ॥

કેતુ મંત્ર
॥ ॐ स्‍त्रां स्‍त्रीं स्‍त्रौं सः केतुवे नमः ॥

મહામૃત્યુંજય  મંત્ર

ॐ हौं जूं सः ॐ भूर्भुवः स्वः ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्द्धनम्‌।
उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय मामृतात्‌ ॐ स्वः भुवः ॐ सः जूं हौं ॐ।

જપમાળા ના સંસ્કાર ...................

કબીરજીએ કહ્યું છે -
માળા ફેરેતે જબ મુઆ, મીતા ના મન ક ફેર.
કર ક મન ક છાડી કે, મન ક મનકા ફેર.
માળા ના સંબંધ માં શાસ્ત્રો માં ગહન વિચારો થયા છે. અહી સંક્ષેપ મેં એનું થું અનુમાન માત્ર આપીએ છીએ.
માળા પ્રાયઃ ત્રણ પ્રકારની હોય છે,- કર-માળા, વર્ણ-માળા, અને મણી-માળા.

કર-માળા:-
આંગળીઓ પર જે જપ કરવા માં કાવે છે. એ પણ બે પ્રકારે હોય છે -
એક તો આંગલીઓથીજ ગણતરી કરવી અને બીજી આંગળીઓ  વેઢા પર ગણતરી કરવી. શાસ્ત્ર પ્રમાણે બીજો પ્રકાર (આંગળીઓના વેઢા પર ગણતરી) સ્વીકાર્ય છે. એનો નિયમ એવો છે કે - અનામિકા (રીંગ ફિંગર) ના મધ્ય ભાગ થી નીચે તરફ જવું , પછી કનિષ્ઠા (ટચલી આંગળી) ના મૂળ થી એટલે નીચેથી ઉપર તરફ જવું, પછી અનામિકા ની ટોચ અને મધ્યમાં ના ટોચકા પર અને ત્યાંથી તર્જની (પહેલી આંગળી) ઉપર થી નીચે તરફ જવું. આ ક્રમ માં અનામિકા ના બે, કનિષ્ઠા ના ત્રણ, પાછું અનામિકા નું એક, મધ્યમાં નું એક અને તર્જની નાં ત્રણ વેઢા આ પ્રમાણે કુલ સંખ્યા ૧૦ (દસ) થાય છે.
મધ્યમાં ના બે વેઢા સુમેરુ ના રૂપમાં છૂટી જાય છે. સાધારણતઃ કરમલા નો આજ ક્રમ છે, પણ અનુષ્ઠાન ભેદ થી એમાં ફર્ક જરૂર પડે છે. જેમ કે શક્તિ ના અનુષ્ઠાન માં અનામિકા ના બે વેઢા, કનિષ્ઠા ના ત્રણ, પાચા અનામીકાનું ટચકુ, માંધ્યામાના ત્રણ અને તર્જની નું એક મૂળ વેઢ[ આ પ્રમાણે દસ સંખ્યા પૂરી થાય છે. 
શ્રીવિદ્યા માં આનાથી અલગ નિયમ છે. મધ્યમાં ના મૂળ ભાગ એક, અનામિકા નું મૂળ ભાગ એક, કનિષ્ઠા ના ત્રણ, અનામિકા અને મધ્યમાં ના એક એક ટચકા અને તર્જની ના ત્રણ વેઢ- આમ સંખ્યા દસ પૂરી થાય છે. 
કર-માળા થી જપ કરતી વેળા આંગળીઓ જુદી જુદી ના હોવી જોઈએ. હથેળી થોડી વળેલી રહેવી જોઈએ. મેરુ નું ઉલ્લંઘન વેધાઓ ની સંધી (ગાંઠ) નો સ્પર્શ નિષેધ છે (સ્પર્શ ન થવો જોઈએ). હાથ ને હૃદય ની સામે લાવી, આંગળીઓને થોડી વાંકી કરી વસ્ત્ર થી એને ઢાંકી જામને હાથેજ જપ કરવા. જપ અધિક સંખ્યા માં કરવા હોય, તો આ દસકોનું સ્મરણ ના રાખી શકાય. માટે એનું સ્મરણ રાખવા એક પ્રકાર ની ગોળી બનાવવી. લાખ, રક્ત ચંદન, સિંદુર અને ગાય નું સુકું ચાન નું ચૂર્ણ કરી બધાને મેળવી ગોળીઓ તૈયાર કરવી.  ચોખા, આંગળી, અનાજ, ફૂલ (પુષ્પ) ચંદન અથવા માટી થી આ દસકો નું સ્મરણ કરવું નિષેધ છે (મનાઈ છે). માળા ની ગણતરી પણ એના દ્વારા નહિ કરવી જોઈએ.

વર્ણ માળા:-
અક્ષરો દ્વારા સંખ્યા ગણવી. એ ખાસ કરીને અંતર્જપ માં કામ આવે છે, પણ બહિર્જપ માં એનો નિષેધ નથી. વર્ણ-માળા દ્વારા જપ કરવા નપ્રકાર એ છે કે પ્રથમ વર્ણમાળા નો એક અક્ષર બિંદુ લગાવીને ઉચારણ કરો અને પછી મંત્ર જાપ કરો, આ ક્રમ માં 'અ' વર્ગ ના સોળ (૧૬- अ आ इ ई उ ऊ ऋ ॠ लृ ॡ ए ऐ ओ औ अं अः) ક- વર્ગ થી પ- વર્ગ સુધીના ૨૫ ((क ख ग घ ङ च छ ज झ ञ ट ठ ड ढ ण त थ द ध न प फ ब भ म) અને ય- વર્ગ થી હ-કાર સુધી આઠ (य र ल व श ष स ह) અને ळ-કાર એક (ळ). આ પ્રમાણે પચાસ ની ગણતરી થાય છે. "ક્ષ" ને સુમેરુ માનવવામાં આવે છે, એનું ઉલ્લઘન નથી કરતા પાછા ळ- કાર થી ઉંધી ગણતરી કરતા સો સુધી ગણતરી થાય છે. સંસ્કૃત માં 'ત્ર' અને 'જ્ઞ' સ્વતંત્ર અક્ષર નથી, સંયુક્તાક્ષર માનવામાં આવે છે. માટે એમની ગણતરી નથી થતી  વર્ગ પણ સાત નહિ આઠ માનવામાં આવે છે. આઠમો શ-કાર થી પ્રારંભ થાય છે. એન દ્વારા 'અં, કં, ચં, ટં તં, પં, યં, શં' આને ગણીને બીજા આઠ વાર જપવું - આવું કરવાથી જપ સંખ્યા ૧૦૮ થઇ જાય છે. 
આ અક્ષર તો માળા ના મણી છે, એનો દોરો કુંડલીની શક્તિ છે. જે મૂલાધાર થી આજ્ઞાચક્ર સુધી સૂત્ર-રૂપે (દોર રૂપે) વિદ્યમાન છે. એમાજ આ બધા સ્વર-વર્ણ મણી-રૂપે ગૂંથાયેલા છે. એના દ્વારાજ આરોહ અવરોહ ક્રમ થી જપ કરવા જોઈએ. આ પ્રમાણે જે  જપ થતા હોય,  એ સદ્યઃ સિદ્ધિ પ્રદ હોય છે.
વર્ણ-માળા માં જપ ની વિધિ ના ઉદાહરણ -
નાવાક્ષર ગણપતિ-વિદ્યા ના જપ
અર્ધ-નારીશ્વર-ચિંતામણી-મંત્ર-સાધના 

મણી-માળા :-
જેમને અધિક સંખ્યામાં જાપ કરવા છે એમને મણી-માળા રાખવી અનિવાર્ય છે.મણી (મણકા) પરોવ્યા હોવાને કારણે એને મણી-માળા કહેવાય છે. આ માળા રુદ્રાક્ષ, તુલસી, શંખ, પદ્મ-બીજ(કમળ કાકડી), જીવ-પુત્રક, મોટી, સ્ફટિક, મણી, રત્ન, સુવર્ણ, મૂંગા, ચાંદી, ચંદન અને કુશ-મૂળ (ઘાસ ના મૂળ)વગેરે માંથી બનાવી શકાય છે. આમાં વૈષ્ણવો માટે તુલસી અને સ્માર્ત, શિવ, શાક્ત વગેરે માટે રુદ્રાક્ષ સર્વોત્તમ માનવામાં આવ્યો છે. માલા બનાવવામાં એટલું ધ્યાન રાખવું કે એક વસ્તુ ની માળા માં બીજી વસ્તુ ના લગાવવી. વિભિન્ન કામનાઓ તથા આરાધ્ય અનુસાર માળાઓ માં ભેદ હોય છે, એનો વિચાર કરી લેવો. માળા ના મણકા નાના-મોટા ના હોવા જોઈએ. ૧૦૮ મણકા ની માલા બધી રીતના જપ માટે કામ આવે છે. બ્રાહ્મણ કન્યાઓ દ્વારા નિર્મિત સુત્ર (દોરો) થી માળા બનાવવામાં આવે તો તે અતિ ઉત્તમ છે. શાંતિ કર્મ માં સ્વેત, વશીકરણ માં રક્ત (લાલ), અભિચાર માં કાળો (કરીશ) અને મોક્ષ તથા ઐશ્વર્ય માટે રેશમી સૂત્ર (દોરો) ની માળા એક દમ ઉચિત છે. બ્રાહ્મણ, ક્ષત્રીય, વૈશ્ય અને શુદ્ર માટે ક્રમશઃ સ્વેત(સફેદ), રક્ત(લાલ), પિત(પીળો) અને કૃષ્ણ(કાળો) વર્ણ ના દોરા (સૂત્ર) શ્રેષ્ઠ છે.  રક્ત-વર્ણ નો પ્રયોગ બધા વર્ણના લોકો બધા પ્રકારના અનુષ્ઠાન માટે કરી શકે છે. દોરાને ત્રણગણો(ટ્રીપલ) કરી ફરી ત્રણ ગણો કરી લેવો. પ્રત્યેક મંકો પોરાવતી વખતે પ્રણવ સાથે વર્ણ માળા નો એક એક અક્ષાર બોલતા જવું -   “ॐ अं”  કહીને પ્રથમ મણકો તો “ॐ आं” કહીને બીજો મણકો. વચ્ચે જે ગાંઠ મારવી પડે તે મારો તો ચાલે ના મારો તો પણ ચાલ. માળા ગૂંથવાનો મંત્ર આપણો ઇષ્ટ મંત્ર પણ હોય. અંત માં બ્રહ્મ-ગ્રંથી (મોટી ગાંઠ) દઈને સુમેરુ ગુન્થ્વો અને ફરી ગાંઠ લગાવો. સુવર્ણ વગેરે ના દોરા થી પણ માળા પરોવી શકાય.  રુદ્રાક્ષ ના દાણા માં મુખ અને પૂઠ નો ભેદ હોય છે. મુખ ઊંચું હોય છે અને પૂઠ નીચી હોય છે. એને પરોવતી વખતે ધ્યાન રાખવું કે મુખ સામે મુખ અને પૂઠ સાથે પૂઠ સામ સામે રહે. ગાંઠ લેવી હોય તો ત્રણ ફેરાની અથવા અઢી ફેરાની લઇ શકાય. બ્રહ્મ ગ્રંથી (મોટી ગાંઠ) પણ લઇ શકાય. આ પ્રમાણે માળનું નિર્માણ કરી એના સંસ્કાર કરવા જોઈએ. 
પીપળાના નવ પાન લેવા, એમાંથી એક પાન વચ્ચે મુકવું, અને બીજા પાન એની આજુબાજુ એવી રીતે ગોઠવવાના કે અષ્ટ દલ કમળ હોય તેવું લાગે. વચ્ચેના પાન ઉપર માલા મૂકી દેવી અને ‘ॐ अं आं इं ईं उं ऊं ऋं ॠं लृं ॡं एं ऐं ओं औं अं अः कं खं गं घं ङं चं छं जं झं ञं टं ठं डं ढं णं तं थं दं धं नं पं फं बं भं मं यं रं लं वं शं षं सं हं ळं क्षं’ નું ઉચ્ચારણ કરી પાંચ-ગવ્યા દ્વારા એનું પ્રક્ષાલન કરવું અને પછી 'સદ્યોજાત મંત્ર' ભણી પવિત્ર જળ દ્વારા એને ધોઈ લેવું.
-સદ્યોજાત મંત્ર  – ‘ॐ सद्योजातं प्रपद्यामि सद्योजाताय वै नमो नमः । भवे भवे नातिभवे भवस्व मां भवोद्भवाय नमः ।’
ત્યાર પછી વામદેવ મંત્ર સાથે ચંદન અથવા સુગંધી દ્રવ્ય ચોપડવું.
-વામદેવ મંત્ર  – “ॐ वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः, कालाय नमः, कल-विकरणाय नमो बलाय नमो बल-प्रमथनाय नमः सर्व-भूत-दमनाय नमो मनोन्मनाय नमः ।”
-ત્યાર પછી 'અઘોર મંત્ર' થી ધૂપ કરવો – ‘ॐ अघोरेभ्योऽथ-घोरेभ्यो घोर-घोरतरेभ्यः । सर्वेभ्यः सर्वशर्वेभ्यो नमस्तेऽअस्तु रुद्ररुपेभ्यः ।’
-પછી 'તત-પુરુષ-મંત્ર' થી લેપન કરવું – “ॐ तत्पुरुषाय विद्महे महा-देवाय धीमहि । तन्नो रुद्रः प्रचोदयात् ।”
એના પછી એક-એક દાણા પર એક-એક વાર અથવા સો-સો વાર 'ઇશાન મંત્ર' નો જાપ કરવો
-ઇશાન મંત્ર – ‘ॐ ईशानः सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवोम् ।’
પછી માળા માં પોતાના ઇષ્ટ દેવતા ની પ્રાણ-પ્રતિષ્ઠા કરવી. ત્યાર પછી ઇષ્ટ મંત્ર થી સવીધી પૂજા કરી પ્રાર્થના કરવી. -
‘माले माले महा-माले सर्वतत्त्वस्वरुपिणि ।
चतुर्वर्गस्त्वयि न्यस्तस्तस्मान्मे सिद्धिदा भव ।।’

જો માળા માં શક્તિ ની પ્રતિષ્ઠા કરી હોય તો આ પ્રાર્થના માં 'હી' જોડી દેવું જોઈએ અને રક્તવર્ણ (લાલ) ફૂલ થી પૂજા કરવી જોઈએ. વૈષ્ણવો માટે માલ-પૂજા નો મંત્ર છે – ‘ॐ ऐं श्रीं अक्षमालायै नमः ।’
अ-કારાદી-क्ष-કારાંત પ્રત્યેક વર્ણથી અલગ અલગ બાંધી ને પોતાના ઇષ્ટ-મંત્ર ના ૧૦૮ વાર જપ કરવા જોઈયે. એના પછી ૧૦૮ આહુતિ હવાન કરી અથવા ૨૧૬ વાર ઇષ્ટ-મંત્ર નો જપ કરવા. પછી માળા પર અન્ય કોઈ જપ ના કરવા. 
‘ॐ त्वं माले सर्वदेवानां सर्व-सिद्धि-प्रदा मता ।
तेन सत्येन मे सिद्धिं देहि मातर्नमोऽस्तु ते ।।’
માળાને ગુપ્ત રાખવી જોઈએ. અંગુઠો અને મધ્યમાં (વચલી આંગળી) દ્વારા જપ કરવા જોઈએ અને તર્જની થી માળા ને સ્પર્શ નહિ કરવો જોઈએ.

મંત્ર જાપ માટે નિયમો
પ્રથમ વિધાન -
1 પદ્માસન કે સુખાસન માં બેસવું.
2 તમારી જમણી બાજુએ ઘીનો દીવો અથવા પાણી ભરેલો કળશ (લોટો) રાખવો.
3 ગુરુ મંત્ર ના પાંચ વાર જાપ કરવા.

4 ગણેશ મંત્ર ના પાંચ વાર જાપ કરવાના.
5 ગાયત્રી મંત્ર ના ૨૮/૧૦૮ જાપ કરવાના.
6 પોતાના ઇષ્ટ દેવના મંત્રોના આવશ્યકતા અનુસાર જાપ કરવાના.
7 પોતાના ઇષ્ટ દેવ ની આરતી કરવી.
8 ક્ષમા પ્રાર્થના અને શાંતિ પાઠ કરવો.
 
બીજું વિધાન  -
1 પદ્માસન કે સુખાસન માં બેસવું. 
2 તમારી જમણી બાજુએ ઘીનો દીવો અથવા પાણી ભરેલો કળશ (લોટો) રાખવો.
3 ગુરુ મંત્ર ના પાંચ વાર જાપ કરવા.
4 ગણેશ મંત્ર ના પાંચ વાર જાપ કરવાના.
5 રક્ષા મંત્રનો ૧૧ વાર જાપ કરવો.
6 નવગ્રહ મંત્રોનો ૩ વાર જાપ કરવો.
7 ગાયત્રી મંત્ર ના ૨૮/૧૦૮ જાપ કરવાના.
8 પોતાના ઇષ્ટ દેવના મંત્રોના આવશ્યકતા અનુસાર જાપ કરવાના.
9 પોતાના ઇષ્ટ દેવ ની આરતી કરવી.
10 ક્ષમા પ્રાર્થના અને શાંતિ પાઠ કરવો.

ત્રીજું વિધાન -
1 પદ્માસન કે સુખાસન માં બેસવું.
2 તમારી જમણી બાજુએ ઘીનો દીવો અથવા પાણી ભરેલો કળશ (લોટો) રાખવો.
3 આચમન અને સંકલ્પ કરવો.
4 ગુરુ મંત્ર ના પાંચ વાર જાપ કરવા.
5 શ્રી સંકટનાશન ગણેશસ્તોત્રમ નો ૧ વાર પાઠ કરવો.
6 શ્રી બટુક ભૈરવ અષ્ટોત્તરશત નામાવલી નો ૧ વાર પાઠ કરવો.
7 નવગ્રહ સ્તોત્ર નો પાઠ કરવો.
8 ગાયત્રી મંત્ર ના ૧૦૮ જાપ કરવાના.
9 પોતાના ઇષ્ટ દેવના મંત્રોના આવશ્યકતા અનુસાર જાપ કરવાના.
૧૦પોતાના ઇષ્ટ દેવ ની આરતી કરવી અને પુષ્પાંજલિ કરવી.
11 ક્ષમા પ્રાર્થના સ્તુતિ અને શાંતિ પાઠ કરવા.

No comments:

Post a Comment