Saturday, September 15, 2012

ત્રિગુણ પરીક્ષણ


એક દિવસ ચાણક્ય પાસે એમનો એક પરિચિત આવ્યો અને ઉત્સાહ થી કહેવા લાગ્યો,'આપ જાણો છો, અત્યારેજ તમારા એક મિત્ર માટે મેં શું સાંભળ્યું ?
ચાણક્ય પોતાની તર્ક શક્તિ, જ્ઞાન અને વ્યવહાર કુશળતા માટે જાણીતા હતા. એમને પોતાના પરિચિત ને કહ્યું, 'તમારી વાત હું સાંભળું એ પહેલા હું ચાહું છું કે તમે ત્રિગુણ પરીક્ષણ માંથી પસાર થાઓ.'
 પેલા પરિચિતે પૂછ્યું, 'આ ત્રિગુણ પરીક્ષણ શું છે?'
ચાણક્ય એ કહ્યું, 'મને મારા મિત્ર માટે તમે કંઈ પણ બતાવો એ પહેલા એને થોડું પારખી લઈએ, થોડી છણાવટ કરી લઈએ
માટે આ પ્રક્રિયા ને હું ત્રિગુણ પરીક્ષણ કહું છું. એની પ્રથમ કસોટી છે 'સત્ય'. આ કસોટી માં એ જાણવું જરૂરી છે કે અપ જે કહેવા જી રહ્યા છો એ સત્ય છે. તમે પોતે એ માટે સારી રીતે જાણો છો પરિચિત છો?
'નાં' પેલો પરિચિત બોલ્યો, 'વાસ્તવ માં મેં તો ઈ વાત કસે સાંભળી હતી. જાત્યે સાંભળી કે અનુભવી નથી'.

'ઠીક છે,' ચાણક્ય બોલ્યા, 'તમને ખબર નથી કે એ વાત સાચી છે કે ખોટી. બીજી કસોટી છે, ભલાઈ'. શું તમે મને મારા મિત્ર કોઈ ભલાઈ બતાવવાના છો?

'નહિ,' પેલા વ્યક્તિએ કહ્યું'. એ વાત પર ચાણક્ય બોલ્યા, 'તમે જે કહેવાના છો, એ નાં તો સત્ય, નાં તો કોઈ ભલાઈની વાત. ચાલો, ત્રીજું પરીક્ષણ પણ કરીજ લઈએ.
'ત્રીજી કસોટી છે, ઉપયોગીતા. તમે જે કહેવાના છો તો મારે માટે ઉપયોગી છે?'

'નાં, એવું તો નથી.' સાંભળી ચાણક્ય એ છેલ્લી વાત કરી દીધી. 'તમે મને જે બતાવવાના છો, એ ના તો સત્ય છે, ના તો ભલાઈ છે, કે ના તો ઉપયોગી છે, તો પછી તમે મને કહેવા શું માંગતા હતા?

No comments:

Post a Comment