દીવાની જ્યોત સળગવા માટે એનું તેલમાં ડૂબેલા રહેવું અત્યંત
જરૂરી છે, સાથેજ એનું તેલની બહાર પણ રહેવું એટલુજ જરૂરી છે. જ્યોત તેલમાં
સંપૂર્ણ પાને ડૂબેલી રહે તો , તો એ પ્રકાશ નથી આપી શક્તિ. આપનું જીવન પણ
દીવાની જ્યોત જેવું જ છે. આપણે સંસારમાં રહીને પણ એનાથી અધિક પ્રભાવિત ન
થવું જોઈએ.
તમે જો પદાર્થ જગતમાં ડૂબી જશો, તો જીવનમાં આનંદ અને જ્ઞાન બંને નહિ મેળવી શકો. માટે સાંસારિક માયા-મોહ માં ડૂબવાથી બચો. જ્ઞાન અને પ્રકાશ ના પ્રકટ થવાનો ઉત્સવ એજ દિવાળી છે. દિવાળીના દિવસોમાં ઘરોમાં કરવામાં આવતી રોશની કેવળ સજાવટ નથી, પણ એ જીવન ના ઊંડા, ગહન સત્ય ને પણ વ્યક્ત કરે છે.એ સંકેત આપે છે કે આપણે દરેક દિલમાં પ્રેમ અને જ્ઞાન નો પ્રકાશ ઉજાગર કરીએ અને સર્વેના ચહેરા પર સાચી ખુશી લાવીએ.
પ્રત્યેક મનુષ્ય માં થોડા સદગુણો હોયજ છે. પ્રજ્વલિત દીવો એનું પ્રતિક છે. કેવળ એકજ દીપક પ્રજ્વલિત કરીને સંતોષ ન માનો, હજ્જારો દીવા પ્રક્તાવો, કારણ અજ્ઞાનતા ના અંધકાર ને દુર કરવા માટે આપણે જ્યોતિપુંજ પ્રજ્વલિત કરવા પડશે. જ્ઞાનની જ્યોતિ પ્રજ્વલિત થવાથી આત્મા ના બધા પાસા જાગ્રત થઇ જાય છે.
જીવન એક ગુઢ રહસ્ય દિવાળીના ફટાકડાઓ ના ફૂટવામાં છે.
જીવનમાં ઘણીવાર ફટાકડાની જેમ તમારી દબાયેલી ભાવનાઓ, કુંથાઓ અને ક્રોધને કારણે અતિ જ્વલનશીલ રહો છો, બસ ફૂટવા માટે તૈયાર. તમે તમારા રાગ-દ્વેષ, ઘૃણા આદિ ને દબાવી ફૂટવાની સ્થિતિ સુધી પહોંચી જાઓ છો, હવે ફૂટે કે પછી. ફટાકડા ફોડવાની પ્રથા દબાયેલી ભાવનાઓથી મુક્તિ પામવાનો એક સુંદર મનોવૈજ્ઞાનિક ઉપાય છે. જ્યારે તમે બહાર વિસ્ફોટ જુઓ છો, તો તમારી અંદર પણ કંઇક એવીજ અનુભૂતિ થાય છે. વિસ્ફોટ ની સાથે પ્રકાશ પુંજ પણ ઉજાગર થાય છે. તમે તમારી દબાયેલી ભાવનાથી મુક્ત થાઓ છો, પછી ભીતર શાંતિ નો ઉદય થાય છે.
પોતાના નિત નવા અને ચીર પુરાતન સ્વભાવ નો અનુભવ કરવા માટે આજ ડૂબેલી ભાવનાઓથી મુક્ત થવું અતિ આવશ્યક છે. દીપાવલી નો સાચો અર્થ છે વર્તમાન માં જીવવું. અતીત નો પસ્તાવો અને ભવિષ્ય ની ચિંતા છોડી વર્તમાન ક્ષણ માં જીવવું.

No comments:
Post a Comment