Thursday, July 26, 2012

સ્વ. મોહમ્મદ રફી સાહેબ

"વો જબ યાદ આયે, બહોત યાદ આયે" -- પારસમણી 
          ૧૯૨૪ ના ડીસેમ્બર ની ૨૪ મી એ પંજાબ ના અમૃતસર જીલ્લા માં કોટલા સુલ્તાનપુર જે અત્યારે પાકિસ્તાન માં છે, ત્યાં હાજી મહંમદ અને અલ્લારખી નામના માધ્યમ વર્ગી મુસ્લિમ દંપત્તિ ને ત્યાં છઠ્ઠા સંતાન રૂપે મહંમદ રફી સાહેબ નો જન્મ થયો.
"આસમાન સે આયા ફરિસ્તા" -- એન ઇવનિંગ ઇન પેરીસ 

          ગળામાં મધ જેવી મીઠાશ અને સાથે તદ્દન કુમળી વયથી જેને સંગીત નું ઘેલું લાગેલું હોય એવું ઘરમાં એકમાત્ર સંતાન. બાળપણથી ભણવા કરતા ગાવામાં વધારે રસ આખો દિવસ પંજાબી લોકગીત, ભજન, કીર્તન, ગાવાનું અને ફકીરોને સાંભળવું, આને કારણે માં-બાપને એની ચિંતા થવી સ્વાભાવિક છે.
"મન રે તું કહે ના ધીર ધરે"..  ચિત્રલેખા 

          પણ મોટાભાઈ હમીદખાન ને નાનકડા રફી માટે બહુ પ્રેમ, આને એટલેજ એકવાર લાહોરમાં એક જલસા માં તે વખતના સર્વશ્રેષ્ઠ ગાયક આને અભિનેતા શ્રી કુંદનલાલ સાયગલ આવવાના હતા જે સંજોગવસાત મોડા પડવાથી ભીડ બેકાબુ બની લાગ જોઇને મોટાભાઈએ આયોજકોને ખુબ કરગરી, વિનંતી કરીને નાનાભાઈ રફીને ગાવા સતેજ પર ચડાવી દીધો આને જેવું રફીએ ગાવાનું શરુ કર્યું ભીડ શાંત થઇ ગઈ.
"સાઝ હો તુમ આવાઝ હું .." -- સાઝ ઔર આવાઝ 

          સાયગલ સાહેબ આવ્યા ત્યારે એમને નાનકડા રફીનો મીઠો કંઠ સાંભળ્યો અને એનામાં રહેલો આત્મવિશ્વાસ જોઈ તેઓ મુગ્ધ થયા વગર રહી ના શક્યા અને આયોજકોને કહ્યું 'ઉસે ગાને દો અચ્છા ગાતા હૈ'

          રફી સાહેબને સંગીતની તાલીમ એ જમાના ના ધુરંધર સંગીતજ્ઞો - ઉસ્તાદ અબ્દુલ વહીદ્ખાન, બડે ગુલામ અલી ખાન અને  પંડિત જીવનલાલ મટટુ પાસેથી મળી.
"બિન ગુરુ જ્ઞાન કહાંસે પાઉં".. બીજું બાવરા 

          ૧૯૪૧ માં પંજાબી ફિલ્મ - 'ગુલબલોચ' માં સંગીતકાર શ્યામસુંદરે એમને ગવડાવ્યું જેમાં હીરો તરીકે પ્રાણ સાહેબ હતા. ૧૯૪૪ માં ફરી સંગીતકાર શ્યામસુંદરે હિન્દી ફિલ્મ  'ગાવ કી ગોરી' માં રફી સાહેબને ગાવાની તક આપી.
"જંગલ મેં મોર નાચા કીસીને નાં દેખા" - મધુમતી 

          રફી સાહેબ મોટાભાઈ સાથે સંગીતકાર નૌશાદજી પાસે એક ઓળખીતાની ભલામણ ચિઠ્ઠી  લઇ મુંબઈ આવ્યા. નૌશાદજી એ એમને 'પેહ્લે આપ' ફિલ્મ માં કોરસ તરીકે ગવડાવ્યું અને પછી, -- 'શાહજહાન' ફિલ્મ માં 'કે એલ સાયગલ' સાથે એક લીટી ગાવાની તક આપી, અને પછીથી રચાયો આખો ઈતિહાસ... 
"હૈ દુનિયા ઉસીકી ઝમાના ઉસીકા" - ચૌદહવી ક ચાંદ 

          રફી સાહેબમાં રેંજ, મધુરતા, બુલંદી અને ગીતના ભાવોને જીવંત કરવાની અજોડ શક્તિ હતી. રેંજ એટલે હારમોનીઅમ ની ડાબી બાજુની પહેલી પટ્ટી થી જમણી બાજુની છેલ્લી પટ્ટી સુધી ગાવાની શક્તિ.
"નફરત કી દુનિયા કો છોડ કે "  -- હાથી મેરે સાથી 
"ઓ દુનિયા કે રખવાલે.." -- બીજું બાવરા 

          ૧૯૫૦ થી ૧૯૭૦ ના દાયકાના તમામ અભિનેતા, ચરિત્ર અભિનેતા, કોમેડિયન વિગેરે માટે રફીસાહેબે ગયું અને એવી રીતે ગયું જેમાં આપણને પડદા પરનો કલાકારજ યાદ રહે. કહો કે ત્રણ સાડા ત્રણ દાયકાના તમામ ફિલ્મી અદાકારો માટે ગાયું
  • ગુરુદત્ત               --  એ દુનિયા અગર મીલભી જાયે તો .. (પ્યાસા)
  • દિલીપકુમાર       --  મધુવન મેં રાધિકા નાચે રે  (કોહીનુર)
  • દેવ આનંદ         --  તેરી ઝુલ્ફો સે  .. (જબ પ્યાર કિસી સે હોતા હૈ)
  • રાજેન્દ્ર કુમાર      --  ઐ ફૂલો કી રાની બહારો કી મલકા (આરઝુ)
  • જ્હોની લીવર      --  તેલ માલીશ ચાંપી માલીશ (પ્યાસા)
  • શશી કપૂર           --  પર્દેશીયો સે ના અખીયા (જબ જબ ફૂલ ખીલે)
  • શમ્મી કપૂર         --  યાહુ.... ચાહે કોઈ મુઝે જંગલી કહે .. (જંગલી)
  • સંજીવ કુમાર       --  ખિલૌના જાન કર તુમ તો (ખિલૌના)
  • જીતેન્દ્ર                 --  મસ્ત બહારો કા મેં આશિક (ફર્ઝ)
  • રાજેશ ખાનના     --  બિંદીયા ચમકેગી (દો રાસ્તે)
  • ઋષિ કપૂર            -- ક્યા હુઆ તેરા વાદા (હમ કિસી સે કામ નહિ)
  • અમિતાભ બચ્ચન -- તેરી બિંદીયા રે (અભિમાન)
          એમના ગીતો માં વૈવિધ્ય જોઈએ તો પ્રેમનું ગીત, પારિવારિક સંબંધોનું ગીત, દેશભક્તિ ગીત, ગઝલ, કન્યા વિધાય, ભક્તિ ગીત કે કવ્વાલી હોય રફી સાહેબ એ ગાય ત્યારે શબ્દોની સ્પષ્ટતા, ઉચ્ચાર, ગીતોનો ભાવ, જે કલાકાર પર ફિલ્માવવાનું હોય એનું વ્યક્તિત્વ અને ગીત રજુ થતું હોય એ પ્રસંગ બધું બરાબર રહું થાય. કલ્યાણજી ભાઈએ તો રફી સાહેબને હરફન મૌલા કહ્યા હતા 
  • "આપ યુ અગર હમ સે મિલતે રહે.."    એક મુસાફિર એક હસીના
  • "ચૌદહવી કા ચાંદ હો.. "   ચૌદહવી કા ચાંદ
  • "કર ચાલે હમ ફિદા....."  હકીકત 
  • "બાબુલ કી દુઆએ લેતી જા...."    નીલકમલ
  • "મન મોહન મન મેં..."    કૈસે કહું 
  • "પરદા હૈ પરદા....."    અમર અકબર એન્થોની 
          રફી સાહેબ ને એમની કારકિર્દી દરમિયાન બે રાષ્ટ્રીય એવોર્ડ, છ ફિલ્મફેર એવોર્ડને ભારત સરકાર તરફ્થી પદ્મશ્રી નો ખિતાબ મળ્યો, આંતરરાષ્ટ્રીય એવોર્ડ માં તો દુનિયાના કોઈ પણ પ્લેબેક સીન્ગરને ન મળ્યું હોય એવું દુર્લભ બહુમાન રફી સાહેબને ૧૯૪૯ ની ફિલ્મ "દુલારી" માં સંગીતકાર નૌશાદ માટે ગાયેલું ગીત "સુહાની રાત ઢાળ ચુકી, ના જાને તુમ કબ આઓગે"  જે પાપુઆ ન્યુગીની નામના નાનકડા દેશના રાષ્ટ્રીય ગીતો માં સ્થાન પામ્યું છે.    
"સુહાની રાત ઢાળ ચુકી.."  -- દુલારી 

          ઓછામાં ઓછા અડધો ડઝન સંગીતકારોએ પોતાની કારકિર્દીમાં સફળતાનો આરંભ જ રફીસાહેબ થી કરેલો.
  1. શંકર જયકિશન ---  નામ નહિ કોઈ ધામ નહિ  --- આનબાન
  2. મદન મોહન ---- તેરી આંખો કે સિવા......   ચિરાગ 
  3. રવિ   --- તેરી જવાની તપતા મહિના...  અમાનત 
  4. કલ્યાણજી આનંદજી  -- મેરે મિતવા.....   ગીત 
  5. ઉષા ખન્ના   ---  દિલ દેકે દેખો....  દિલ દેકે દેખો 
  6. લક્ષમીકાંત પ્યારેલાલ --- સલામત રહો.....  પારસમણી 
  7. આર. ડી. બર્મન ---  મતવાલી આંખો વાલે.....  છોત નવાબ   
          એમણે લગભગ અઢીસો બિન ફિલ્મી ગીતો પણ ગયેલા, જેમાં ગઝલ, ભજન, દેશ ભક્તિ ગીતો ઉપરાંત ૧૬ જેટલી ભારતીય ભાષાઓ માં ફિલ્મી તેમજ નોન ફિલ્મી ગીતો ગયા હતા.
ગુજરાતી માં  આ બે ગઝલ  -- 
 "દિવસો જુદાઈ ના જાય છે.." અને  "કહું છું જવાની ને પાછી ફરી જ..." તો અત્યંત લોકપ્રિય થયેલી.

          એમણે કારકિર્દી નું અને આવરદા નું અંતિમ ગીત તા ૨૮ જુલાઈ ૧૯૮૦ ના દિવસે ફિલ્મ "આસપાસ" માટે ગાયું.     "ઝીન્દ્દગી તો બેવફા હૈ....." મુકદ્દર કા સિકંદર   તા. ૩૧ જુલાઈ ૧૯૮૦ ના દિને તેઓએ અંતિમ શ્વાસ લીધા અને આ ફાની દુનિયા છોડી એક ફરીસ્તો સ્વધામ સીધાવ્યો.
એમના ગયેલા અન્યો ગીતો ની એક ઝલક માણીએ 
  • એક સવાલ મેઈન કરું ...  સસુરાલ 
  • અકેલે અકેલે કહા જા રહે હો.... એન ઇવનિંગ ઇન પેરીસ 
  • યુ તો હમને લાખ હસીન...   તુમસા નહિ દેખા 
  • બાર બાર દેખો ....  ચાઈના ટાઉન 
  • જીંદગી ભર નહિ ભૂલેગી....  બરસાત કી રાત 
  • દોનો ને કિયા થા પ્યાર...    મહુઆ 
  • નૈન લડ ગઈ હૈ.....   ગંગા જમુના 
  • તુ કહા એ બતા.....   તેરે ઘર કે સામને 
  •  યાદ ના જાયે બીતે દિનો કી ..  દિલ એક મંદિર 
  • ક્યા સે ક્યા હો ગયા ...  ગાઈડ 
  • હુઈ શામ ઉનકા ખયાલ ...  મેરે હમદમ મેરે દોસ્ત 
  • સુખ કે સબ સાથી .....  ગોપી 
  • દુનિયા ના ભાયે મોહે .....  બસંત બહાર   
તો આજે એમની ૩૨ મી પુણ્યતિથી એ એમનાજ એક ગીત દ્વારા યાદ કરી અહી વિરમીએ 
"તુમ મુઝે યુ ભૂલા ના પાઓગે......"    પગલાં કહીં કા 
------------  શ્રી  રાહુલ મહીપતરામ પંડ્યા

No comments:

Post a Comment