મહાકવિ ટેનિસના એક મહાકાવ્યનો ભાવાનુવાદ આપણે ટૂંકમાં વાંચીએ -
રણક્ષેત્રમાં યોદ્ધો પડ્યો. એના શબને લોકો લઈ આવ્યા ધરે .
યોદ્ધાની પત્ની શૂનમૂન થઈ ગઈ. એ ન હલી, ન ચલી, ન રડી!
એ જોઈને સ્ત્રીઓ બોલી ઊઠી : 'એ નહિ રડે, તો મરી જશે!'
ત્યારે લોકોએ ધીરા મધુર શબ્દોમાં મરનાર યોદ્ધાના ગુણ ગાયા..
'કોઈને પણ વહાલ થાય એવો એ નરપુંગવ હતો!
....... સાચો દોસ્ત અને દિલાવર દુશ્મન!'
સૌએ આવી કંઈ કંઈક પ્રશસ્તિઓ વેરી,પણ એ તો ન હલી, ન ચલી કે ન રડી! હવે એક બાઈ ધીરેથી ઊઠી યોદ્ધાના શબ પાસે ગઈ, હળવે રહીને એણે યોદ્ધાના મુખ પરથી વસ્ત્ર ખસેડ્યું. પણ પેલી તો ન હલી, ન ચલી કે ન રડી! ત્યારે, નેવું વરસના ખર્યા પાન જેવી એક બાઈ ઊઠી; ઘોડિયામાં સૂતેલા બાઈના ધાવણા બાળકને તેડી લઈ, એણે એને એ બાઈના ખોળામાં તે બાળકને મૂકી દીધું. અસાઢના મેઘની પેઠે બાઈની આંખોમાં આંસુ ઊભરાઈ આવ્યાં, સફાળી ઉઠીને બાળકને છાતીએ વળગાડી એ બોલી ઊઠી : ના 'દીકરા, હું નહિ મરું, તારા ખાતર જીવીશ!, તારા ખાતર જીવીશ!, 'પતિના મૃત્યુ પછી યુવાન પત્નીના જીવનમાં જ્યારે બધી બાજુ અંધકાર છવાઈ વળે છે ત્યારે કઈ શક્તિ એનામાં જિજીવિષા પ્રેરે છે? જિજીવિષા પ્રેરનાર એ શક્તિ છે માતૃત્વની. માતાના સંતાન પ્રત્યેના પ્રેમની. સંસારની અનેક વ્યથાઓ વચ્ચે પણ નારી પોતાના બાળક પ્રત્યેના નૈસર્ગિક પ્રેમના બળે જ સંસારના તમામ વિઘ્નોનો સામનો કરતી, સંતાનોને સુખ અને સલામતી આપવા જ, જીવતી હોય છે.
મા રાત્રે થાકીપાકી સૂતી હોય; ઘરની બહાર આંધી આવે, વાદળાં ગરજતા હોય, વીજળી ચમકતી હોય કે વરસાદ વરસતો હોય તો પણ બહારનો તે કોલાહલ તે થાકેલી માની નીંદરમાં ખલેલ પાડી શકતો નથી, પરંતુ બાળકનો નાનકડો એવો ઉંહકારો તેને જાગૃત કરી દયે છે. તેનો હાથ તરત બાળકના માથે પહોંચી જાય છે. ગાઢ નિદ્રા વચ્ચે પણ માની ચેતનાનો એક ભાગ પોતાના બાળક માટે સતત જાગૃત રહેતો હોય છે. તે છે તેની મમતા. જ્યાં સ્વાર્થનું જ્ઞાન નથી... જ્યાં વ્હાલનો દરીયો કદી સુકાતો નથી... ત્યાં છે માતૃહ્રદય.... માતૃત્વ એટલે વેદના. વેદનામાં પણ હસી શકે તે મા... માતૃત્વ એ સ્ત્રીનો સહજ ભાવ છે. સ્ત્રી જીવનની પૂર્ણતાનો અંતિમ શબ્દ છે મા. કોઈ અજ્ઞાત કવિએ યથાર્થ ગાયું છે કે -
નથી જગે માતા સમ કોઈ વડેરું, માથી ના દીઠું કોઈ મોટેરું,
શત શત જન્મે ના ચૂકવાય એવું માતનું મોઘેરું ઋણ સદા અનેરું...
સંસારની કોઈપણ વિટંબણા સ્ત્રીને માતૃત્વના આ ભાવથી ક્યારેય વિચલિત કરી શકતી નથી...

No comments:
Post a Comment