Saturday, August 4, 2012

પાર્શ્વ ગાયક મુકેશ

મુકેશ હિન્દી ફિલ્મ જગત ના જાણીતા પાર્શ્વ ગાયક હતા.  ૧૯૪૦ થી ૧૯૭૦ ના દાયકા દરમ્યાન એમની જળહળતી કારકિર્દી માં સ્વ. મો. રફી અને સ્વ. કિશોર કુમાર તેઓના સમકાલીન હતા. તેઓ વિખ્યાત પાર્શ્વ ગાયક હોવા ઉપરાંત તેઓએ ફિલ્મોમાં અભિનય, સંગીતકાર અને ફિલ્મ નિર્માતા તરીકે પણ હાથ અજમાવેલો.

મુકેશચંદ્ર માથુર નો જન્મ ૨૨ મી જુલાઈ ૧૯૨૩ માં લુધિયાણા ખાતે  અને દિલ્હી સ્થાઈ થયેલા માધ્યમ વર્ગીય માતા ચાંદ રાની અને પિતા લાલા જોરાવારચંદ માથુર ને ત્યાં દસ  સંતાનો  માં છઠ્ઠા સંતાન રૂપે  થયો હતો.
મુકેશ નો કળા પ્રત્યે નો ઝુકાવ બહુ નાની ઉમરમાં જ પરખાઈ ગયો હતો, તેઓ ઘણા નાના હતા ત્યારે એમની બહેન સુંદરપ્યારી ને સંગીત શીખવવા આવતા સંગીત  શિક્ષક ને ખુબજ ધ્યાન થી સાંભળ્યા કરતા. મોટા થતા તેઓ ગાયક કુંદનલાલ સાયગલ ના ગીતો થી સંપૂર્ણ અભિભૂત થઇ ચુક્યા હતા અને હમેશા એમની નકલ કાર્ય કરતા .

દસમું ધોરણ પાસસ કાર્ય પછી મુકેશને દિલ્હી ના પબ્લિક વર્કસ ડીપાર્ટમેન્ટ માં નોકરી મળી, તેઓના આ કાર્યકાળ દરમ્યાન પણ તેઓનું ધ્યાન તો કળા પ્રત્યેજ ઝુકેલું રહ્યું અને તેઓ પોતાનો અવાજ રેકોર્ડ કરી વિવિધ પ્રયોગો સાથે પોતાનો અવાજ સુધારવામાજ વ્યસ્ત રહેતા.

પોતાની બહેન ના લગ્ન સમયે ગાતી વખતે એમના દુરના સગા અને તે સમય ના નામાંકિત ફિલ્મ અભિનેતા મોતીલાલ મુકેશ નો અવાજ સાંભળી ખુબજ પ્રભાવિત થયા, અને મુકેશ ને પોતાની સાથે મુંબઈ લઇ આવ્યા, ત્યાં એમને પંડિત જગન્નાથ પ્રસાદ પાસે સંગીત ની તાલીમ લીધી, કારણ ત્યારે એક અભિનેતા માટે એક સારા ગાયક હોવું પણ ઘણુંજ અનિવાર્ય હતું.અને તેઓ ફિલ્મ જગત માં પદાર્પણ કરી સ્થાઈ થવા કટિબદ્ધ હતા.

૧૯૪૧ ની સાલ માં ફિલ્મ 'નિર્દોષ' એક રોલ મળ્યો અને સાથેજ પોતાને માટે ગયું પણ ખરું. અહી નોંધ લેવી ઘટે કે ત્યારે અભિનેતા માટે અલગ ગાયક હોવાનું ચલન નાતુ, અભિનેતા પોતેજ પોતાના ગીતો ગાતા હતા.તેઓના કાંઠે ગવાયેલું પ્રથમ ખ્યાતી પામેલું ગીત સંગીતકાર અનીલ બિસ્વાસ નું ૧૯૪૫ માં બનેલી ફિલ્મ "પેહલી નઝર" નું "દિલ જલતા હૈ તો જળને દે....."

એમના સમકાલીન બીજા અનેક ગાયકો ની જેમ મુકેશ પણ સાયગલ સાહેબ ની નકલ કરવામાજ માનતા હતા અને કહેવાય છે કે જ્યારે સાયગલ સાહેબે આ ગીત સાંભળ્યું ત્યારે તેઓ આશ્ચર્ય પાયા અને પૂછવા લાગ્યા "આ ગીત મેં ક્યારે ગયું? આવું કોઈ મેં ગયું હોય એવું મને યાદ નથી" ત્યારે એમને કહેવામાં આવ્યું કે આ ગીત તેમને નહિ અને એક નવો ગાયક મુકેશે ગયું છે. ત્યાર પછી  નૌશાદ સાહેબ ના સંગીત નિર્દેશન વાળી "મેલા"(૧૯૪૮), "અંદાઝ"(૧૯૪૯), "શબનમ"(૧૯૪૯), "યહૂદી"(૧૯૫૮) રજુ થઇ અને એના ગીતો થી મુકેશ ની પોતાની ઓળખ સ્થાપિત થઇ ચુકી હતી.

મુકેશે એમના  શરૂઆત ના વર્ષો માં  ૧૯૪૩ માં  'આદાબ અર્ઝ', ૧૯૫૩ માં 'આહ', ૧૯૫૩ માંજ 'માશુકા', અને ૧૯૫૬ માં  'અનુરાગ' જેવી ઘણી ફિલ્મો માં અભિનય પણ કર્યો હતો. 

તેઓની કારકિર્દી ના શરૂઆત ના વર્ષ ઘણા સંઘર્ષ વાળા રહ્યા, અને એ સંઘર્ષ કાલ દરમ્યાન એમનો સાથ આપ્યો મેના ધર્મપત્ની સરલાએ જેઓ એક અમીર ગુજરાતી બ્રાહ્મણ પરિવારના દીકરી હતા અને એમની સાથે મુકેશ ને ૧૯૪૦ ની સાલ માં પ્રેમ થઇ ગયેલો જે બરાબર છ  વર્ષ બાદ ૧૯૪૬ માં લગ્ન માં પરિણમ્યો હતો જેમની સાથે તેઓ ને બે દીકરા અને ત્રણ દીકરીઓ થયા જેમાં નીતિન મુકેશ પણ હિન્દી ફિલ્મ જગત ના જાણીતા ગાયક છે. મુકેશ ના પુત્ર નીલ નીતિન મુકેશ આજે હિન્દી ફિલ જગતમાં એક અભિનેતા તરીકે પોતાનું નામ બનાવી ચુક્યા છે.

મુકેશ ને ચાર ફિલ્મફેર એવાર્ડ મળ્યા છે પ્રથમ- અનાડી (૧૯૫૯), બીજો- પેહચાન (૧૯૭૦), ત્રીજો- બેઈમાન (૧૯૭૨), ચોથો- કભી કભી (૧૯૭૪), એક રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર - રજનીગંધા (૧૯૭૪) મળ્યો હતો. તેઓ બીજી ઘણી ફિલ્મોના ગીતો માટે રાષ્ટ્રીય પુરસ્કારો માટે મનોનીત થયા હતા.

તેઓ હિન્દી ફિલ્મ જગત ના શો મેન રાજ કપૂર નો અવાજ બની ને રહ્યા કારણ વર્ષ ૧૯૫૧  પછી રાજ કપૂરે પોતાને માટે ભાગ્યેજ કોઈ અન્ય ગાયક ના  અવાજનો ઉપયોગ કર્યો હશે. મુકેશે રાજકપૂર માટે લગભગ ૧૧૯ ગીતો ગયા હતા. 

જુન ૧૯૭૬ માં ફિલ્મ સત્યમ શિવમ સુન્દરમ નું ગીત "ચંચલ શીતલ નિર્મલ કોમલ ...." નું રેકોર્ડીંગ પતાવી તુરંત લતા મંગેશકર સાથે સંગીત ના કાર્યક્રમો માટે અમેરિકા રવાના થયા હતા. અમેરિકા માં ૨૨ જુલાઈ ૧૯૭૬ ને રોજ તેઓએ પોતાની ૩૦ મી મેરેજ એનીવર્સરી ઉજવી હતી  ફિલાડેલ્ફિયા માં ૮ સફળ કાર્યક્રોમો કાર્ય પછી તેઓ ડેટ્રોઈટ ખાતે કાર્યક્રમ કરવા આવ્યા અને એ એમનો છેલ્લો કાર્યક્રમ સાબિત થયો ૨૭ ઓગસ્ટ ૧૯૭૬ ને દિવસે ૫૩ વર્ષ ની ઉમરે હૃદય રોગના તીવ્ર હુમલા માં તેઓ મૃત્યુ પામ્યા, અને આ સમાચાર સાંભળી રાજ કપૂર ના મોઢામાંથી સહેજે નીકળી ગયું "આજે મેં મારો અવાજ હંમેશને માટે ખોઈ દીધો".


   
   

No comments:

Post a Comment