Thursday, September 20, 2012

ગણપતિ : એક દાર્શનિક ઈશ્વર


  •  ॐ નું વાસ્તવિક રૂપ એજ શ્રી ગણેશજીનું રૂપ છે, હિંદુ ધર્મમાં અક્ષરોની પૂજા કરવામાં આવે છે, અક્ષર્નેજ માન્યતા પ્રાપ્ત છે. દરેક દેવતા નું રૂપ છે. પ્રત્યેક અક્ષર ઉદાહરણ "અ" ને સજાવ્યો  રામ નું મુખ બની ગયું, "ક્રૌ" ને સજાવ્યો અને હનુમાનજી નું રૂપ બની ગયું, "શં" ને સજાવ્યો તો કૃષ્ણ નું રૂપ બની ગયું, આ પ્રમાણે માત્રા ને શક્તિ નું રૂપ આપવામાં આવ્યું, જેમ કે- "શવ" ને મુર્દાનું રૂપ ત્યાં સુધી માનીશું જ્યાં સુધી નાની 'ઇ' ની માત્રા ને એના પર ના ચઢાવીએ, નાની 'ઇ' ની માત્ર ચઢાવતા 'શાવ' રૂપ બદલાઈ ને શક્તિ થી ભરેલ "શિવ" નું રૂપ બની જશે. ॐ ને ઉન્ધો કરતા અલ્લાહ નું રૂપ ધારણ કરી લેશે.
  •  ચંદ્ર બિંદુ નું સ્થાન
    ॐ ની ઉપર ચંદ્ર બિંદુનું સ્થાન દક્ષીણ ભુજા નું રૂપ છે, ચંદ્ર નો આકાર એક બિંદુ ની અંદર બતાવવામાં આવ્યો છે, અને બીન્દુનેજ શ્રેષ્ઠ ઉપમા થી સુશોભિત કરવામાં આવ્યું છે. બિંદુ નું રૂપ એ કરતા સાથે છે જેનાથી  શ્રુષ્ટિ નું નિર્માણ કરવામાં આવ્યું છે, અ, ઉ, અને મ ની ઉપર પણ શક્તિ ના રૂપે ચંદ્ર બિંદી નું રુપણ એ ભાવ્થીજ કરવામાં આવ્યું છે કે   અ થી અજ એટલે બ્રહ્મા, ઉ થી ઉદાર એટલે વિષ્ણુ અને માંથી મકાર એટલે શિવજી નું અસ્તિત્વ પણ ત્યારેજ સુરક્ષિત છે જ્યારે ત્રણે શક્તિ ચંદ્ર બિંદુ થી આચ્છાદિત હોય.
  • શ્રી ગણેશજી ની આરાધના માં બ્રહ્મ-વિદ્યા છે.
    બ્રહ્મ-વિદ્યા ને જાણ્યા વાગે કોઈ પણ વિદ્યા માં પારંગત નથી થવાતું, તાળવું, અને નાક નાં સ્વર થી જે શક્તિ નું નિરૂપણ અક્ષર ની અંદર કરવામાં આવે છે એજ બ્રહ્મ વિદ્યા નું રૂપ છે. બીજક્ષરો ને વાંચતી વખતે બિંદુનું પ્રક્ષેપણ કરવાથી એ બ્રહ્મ વિદ્યાનું રૂપ બની જાય છે. બ્રહ્મવિદ્યા ના નિયમિત ઉચ્ચારણ એક મંદબુદ્ધિ પાસે કરાવવામાં આવે તો એ પણ વિદ્યામાં એવોજ પારંગત બની જાય જેમ કે મહાકવિ કાલીદાસ જી વિદ્યા માં પારંગત થયા હતા.
  • ગણેશજીના નામ સાથે બ્રહ્મવિદ્યા નું ઉચ્ચારણ
     ॐ ગં ગણપતયે નમઃ ના જાપ કરતી વખતે "ગં" અક્ષર માં સંપૂર્ણ બ્રહ્મવિદ્યા નું નિરૂપણ થઇ જાય છે, "ગં" બીજાક્ષર ને સતત જપવાથી તાળવાની અંદર જમા માલ નો વિનાશ થાય છે અને બુદ્ધિ તરફ લઇ જનાર શિરાઓ અને ધમનીઓ પોતાનો રસ્તો માનો મસ્તિષ્ક ની તરફ ખોલી આપે છે, આંખ નાક કાન અને ગ્રહણ કરનારી શિરાઓ પોતાનું કામ કરવાનું શરુ કરી દે છે અને બુદ્ધિનો વિકાસ થવા માંડે છે.
  • બ્રહ્મ વિદ્યા નું ઉચ્ચારંજ સર્વ ગણપતિ ની આરાધના છે
    अं आं इं ईं उं ऊं ऋं लृं एं ऐं ओं औं अं अ: कं खं गं घं डं. चं छं जं झं यं टं ठं डं णं तं थं दं धं नं पं फ़ं बं भं मं यं रं लं वं शं षं सं हं क्षं त्रं ज्ञं, બ્રહ્મ વિદ્યા કહેવાયી છે. ઉલટા સીધા જાપ કરવા અનુલોમ વિલોમ વિદ્યા નો વિકાસ કરવો કહેવાય છે, પણ આ વિદ્યાને ગણેશ નાં મુખ માં અથવા  ऊँ ના રૂપને ધ્યાન માં રાખી કરવાથી આ વિદ્યા નો વિકાસ થતો જાય છે.
  • ગણેશજી 'એકદંત' શા માટે ? પર્વ્રહ્મ, બ્રહ્મ વિદ્યા નું પ્રતિક ગણેશ દેવમાં એકજ દાંત હોવા પાછળ પણ દર્શન છુપાયેલ છે, બંને દાંતો મેં એમનો એક દાંત ખંડિત છે, વાસ્તવમાં બે દાંત શ્રધ્ધા અને મેધા નાં છે અને ગણેશજી માં મેધા નો દાંત ખંડિત દેખાય છે, ખરેખર તો બુદ્ધિ નિષ્ઠા અતિ આવશ્યક છે, આપને પ્રારંભ માં બુદ્ધિ નો પ્રયોગ કરીને સત્ય ને જાણવાનો પ્રયત્ન કરીએ છે, પણ બુદ્ધિ થી કે તર્ક થી જ કેવળ સત્ય ની પ્રાપ્તિ નથી થતી, એક સીમા પછી શ્રદ્ધા ને મહત્વા આપવાથી ઘનિષ્ઠ પ્રમાણ ને માનીનેજ આપને સત્યની એકદમ નજીક જી શકીએ છીએ, એનું પ્રતિક છે ગનીશ્જી નો એક ખંડિત દાંત.
  • ગણેશજી નું વાહન મુષક (ઉંદર) કેમ છે ?
     ગણેશજી નું વાહન ઉંદર હોવું એ એક વાત નું પ્રતિક છે કે ગણેશજી ની સાધના આપણને ચંચલ પ્રજ્ઞાતા  થી ઉપર ઉઠાવી સ્થિત પ્રજ્ઞતા તરફ લઇ જાય છે. ખરેખર ઉંદર ચંચળતા નું પ્રતિક છે, આપનું મન સ્વભાવતઃ ચંચલ્જ હોય છે, પણ આ ચંચલ મન આપણ નેજ નુકસાન કરે છે. ઈઉન્દર રાતે કરડે છે પણ પ્રાયઃ ખબર નથી પડતી, કારણ એ કરડયા પછી ફૂક પણ મારે છે) અને આપણને ખબર પણ નથી પડતી, ગણેશજી એવી ચંચળતા પર સવાર રહે છે. આટલા મોટા ગણપતિ અને એનું વાહન ઉંદર ! હા, માતા પાર્વતી નું વાહન સિંહ જે કોઈનાથી હારતો નથી, શિવજી નું વાહન બળદ બધાની ઘરે નથી જતો, પણ ઉંદર તો દરેક જગ્યાએ ઘુસી ને ભેદ જાની લાવે છે. એજ રીતે ક્ષુદ્ર થી ક્ષુદ્ર પ્રાણી ઉંદર ને પણ ભગવાન ગણપતિએ સેવા સોંપી છે. નાના માં નાના વ્યક્તિ પાસેથી મોટા માં મોટું કામ લઇ શકાય છે કારણ નાનો વ્યક્તિ ક્યાય પણ જઈને ત્યાની ગંધ લઇ આવી શકે છે. એમનું વાહન ઉંદર આપણને એવું પણ બતાવે છે કે જે રીતે ઉંદરની ગતિ બધેજ હોય છે, એ રીતે ભાગ્વાત્પ્રેમીઓ ને પણ સમાજ માં ફેલાઈ સમાજને સન્માર્ગ તરફ અગ્રેસર કરવા જોઈએ.
  • ગણેશજીને સુંઢ હોવી શું દર્શાવે છે ?  ....ગણેશજી ગણ પતિ છે, એટલે સમૂહ / સમાજ નાં પ્રમુખ /મીખીયા/આદર્શ. એમની સુંઢ લાંબી છે જેનો અર્થ એવો થાય કે સમાજ માં જે મોટા હોય અથવા કુટુંબ/પરિવારમાં જે મોટા હોય એને દૂરની ગંધ આવી જવી જોઈએ. ગણેશજી ની લાંબી સુંઢ આપણને એ સંદેશો પણ આપે છે કે અપન ને વિષય-વિકારોની ગંધ દુર થી આવી જવી જોઈએ, જેથી વિષય-વિકાર અપના જીવન ને સ્પર્શ ન કરી શકે. ગણેશજી નું માથું હાથી નું છે, હાથીની આંખો નાની નાની હોય છે,પણ સોઈ જેવી ઝીણી વસ્તુ  પણ ઊંચકી લે ચ્ચે, એમ પણ સમાજ કે પરિવારના મુખીયા ની સુક્ષ્મ હોવી જોઈએ. ગણેશજી ની નાની આંખો આપણને સુક્ષ્મ દૃષ્ટિ રાખવાનો સંકેત આપે છે, જેથી આપણે સારા-નરસા તથા પાપ-પુણ્ય નું સ્પષ્ટ અંતર સમજાય. હાથી ના કાન સુપડા જેવા હોય છે, જે એ વાત તરફ ઈશારો કરે છે કે 'સમાજ માં ગણ પતિ અગ્રણી નાં કાન પણ સુપડા જેવા હોવા જોઈએ જે વાતો તો ભલે ઘણી સંભાળે પણ એમાંથી રારું નરસું એવી રીતે અપનાવી લે રીતે સુપડામાં અનાજ બચી જાય છે અને કચરો ઉડી જાય છે. એમના મોટા કાન અપ્પનને સત્સંગ તથા સત્શાસ્ત્રો ના શ્રાવણ માટે  તત્પર રહેવા તરફ સંકેત કરે છે. હાથી હાથીનો પ્રમુખ ગુણ એની ઉદારતા છે, હાથી ની વિશેષતા એ હોય છે કે જ્યારે પણ એ ખાય છે તો એને પ્રથમ ફૂંકે છે, જે અર્થ એવો થાય કે અન્ય નાના કીડા મકોડા ને પણ કંઇક અંશ પ્રાપ્ત થાય, એજ રીતે સમાજ ના પ્રતિ દરેક મનુષ્ય નું કંઇક ને કંઇક દાયિત્વ હોય છે, તથા મુખ્યા કેવા હોવા જોઈએ એ ગણેશજી આપણને પ્રતીકાત્મક રીતે સમજાવે છે.
  • ગણપતિ ના હાથ માં મોદક અને દંડ શા માટે ? ગણપતિ ના હાથ માં મોદક અને દંડ છે, કારણ જે સાધન ભજન મારીને ઉન્નત થાય છે, એને તેઓ મધુર પ્રસાદ આપે છે અને જે ચંચલ દ્રષ્ટિ વાળાને વક્રદ્રષ્ટિ થી દંડ દ્વારા અનુશાષિત કરી એમને આગળ વળગવાની પ્રેરણા આપે છે.
    ગણેશજી ના હાથમાં શોભાયમાન લાડુ (મોદક) આપણને એવી શિક્ષા આપે છે કે આપણા વ્યવહાર માં, આપણા જીવનમાં સત્કર્મ, સત્સંગ તથા સાધના રૂપી મીઠાસ હોવી જોઈએ.
  • ગણેશજીને લંબોદર શા માટે કહેવાય છે ?  ગણેશજીનું પેટ મોટું છે - તેઓ લંબોદર છે. એમનું  પેટ એવી પ્રેરણા આપે છે કે 'જે કુટુંબ, સમાજ ના વડા/મુખીયા  છે, એમને પેટ મોટા હોવા જોઈએ (શારીરિક રીતે નહિ પણ તાત્વિક દ્રષ્ટીએ) જેથી અણી-તેની વાતો સાંભળી લેવાની અને જ્યાં-ત્યાં એને કહે નહિ, એને પોતા ના પેટમાં માજ સમાવી રાખે.
  • ગણેશજી ના પગ નાના કેમ ? ગણેશજીના પગ નાના હોવાનું એ વાત નો સંકેત કરે છે કે,'ધીરા સો ગંભીરા, ઉતાવળા સો બાવલા'. કોઈ પણ કાર્ય ઉતાવળ કરવાથી નહિ પણ સમજી વિચારીને કરવું જેથી વિફળ ન થાય.
  • આ રીતે ગણપતિ નું શ્રીવિગ્રહ સમાજ માટે, કુટુંબના ગણપતિ એટલે મુખીયા માટે પ્રેરણા આપે છે કે જે પણ કુટુંબ નો સમાજનો આગેવાન છે, નેતા છે એને ગણપતિ ની જેમ લંબોદર બનવું પડે, એની દ્રષ્ટિ સુક્ધમાં હોવી જોઈએ, કાન વિશાળ હોવા જોઈએ અને ગણપતિ ની જેમ te પોતાની ઈન્દ્રીઓ (ગણો) પર અનુ શાસન કરી શકે. ગણેશજી ની મૂર્તિ મંગલકારી છે. એમની  મૂર્તિ દ્વારા મળતા  સંદેશોને આપણે આપના જીવન માં ઉતારી આપના દ્વારા થતું દરેક કાર્ય મંગલકારી હોવાની કામના કરીએ.
  •  વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય, લમ્બોદરાય સકલાય જગદ્વિતાય | 
     નાગાનનાય શ્રુતિયજ્ઞવિભૂષિતાય, ગૌરી સુતાય ગણનાથ નામો નમસ્તે ||
અર્થાત જે વિઘ્નનો નો નાશકર્તા છે, શ્રેષ્ઠ છે, કલ્યાણકારી છે, દેવતાઓના પ્રિય છે. જેમનું ઉદાર મોટું છે (જેણે  સમસ્ત વિશ્વ ને પોતાના ઉદરમાં સ્થાપિત કરેલ છે), જેઓ ગજ્મુખ્ધારી છે, શ્રુતિરૂપી યજ્ઞો થી અલંકૃત છે. એવા ગૌરી (પાર્વતી) પુત્ર, ગુનો ના નાથ (સ્વામી) હનેશ્જી ને પ્રણામ છે.

No comments:

Post a Comment