Saturday, September 15, 2012

સ્વાસ્થ્ય


 ઉપવાસ અને સ્વાસ્થ્ય 
ઉપવાસ એક સરળ પ્રાકૃતિક ક્રિયા છે, જે સ્વાસ્થ્ય માટે અત્યંત આવશ્યક છે. ઉપવાસ કરવાથી શરીર ને આરામ મળે છે તથા શરીર ની સફાઈ થાય છે. સમય સમયે ઉપવાસ સાધારણ રોગો ની સાથે સાથે અનેક સાધ્ય રોગો, જેવા કે મધુમેહ (ડાયાબીટીસ), બવાસીર (પાઈલ્સ), વગેરે માં લાભકારક સાબિત થાય છે. એ સિવાય પાચન તંત્ર ના રોગો જેવા કે કબજીયાત, અપચો વગેરે માં તો ઉપવાસ ચમત્કારિક પ્રભાવ બતાવે છે.  ઉપવાસ થી મન પ્રસન્ન રહે છે તથા સ્ફૂર્તિ આવે છે. ઉપવાસ દરમિયાન મોઢામાંથી દુર્ગંધ આવતી હોવાનું જણાય છે અને જીભ નો રંગ સફેદ થઇ જાય છે. આ  લક્ષણ એ સાબિત કરે છે કે તમારા શરીર માં સફાઈ નું કાર્ય આરંભાય ચુક્યું છે. ક્ષય રોગ (ટી.બી.), અને હ્રિદય રોગ જેવા ગંભીર રોગો માં ઉપવાસ કરવા ઉચિત નથી. એજ પ્રમાણે સ્ત્રીઓ એ  પણ ગર્ભાવસ્થા દરમ્યાન ઉપવાસ નહિ કરવા જોઈએ. ઉપવાસ શરુ કરવા ના ચોવીસ કલાક પહેલા ભારે ખોરાક ના લેવો જોઈએ. ફલાહારાજ કરવો. ઉપવાસ સમાપ્ત કર્યા પછી તરત ઠોસ આહાર ના લેવો જોઈએ. ફળોનો રસ રસ લેવો ઉચિત રહે છે.

  દુર્વ્યસન અને સ્વાસ્થ્ય
ધુમ્રપાન અથવા મદિરાપાન એ આજે એક ફેશન બની ગઈ છે, જેની આંધળી દોડ માં મહાનગરોની મહિલાઓ પણ પાછી નથી પડતી.  ઘરો ઉત્સવો કે ક્લબોમાં વગેરે માં અધીકાન્ક્ષ પુરુષો અને મહિલાઓ આમ સિગારેટ પિતા  અને મદિરા પાન કરતા નજરે ચઢે છે માનો એ એમના વ્યક્તિત્વનું એક પ્રમુખ આકર્ષણ હોય. પણ તેઓ એ નથી જાણતા કે આ બંને વ્યાસનો થી કેવા કેવા ભયાનક રોગો ઉત્પન્ન થાય છે. ધુમ્રપાન અને મદિરાપાન થી ક્ષય રોગ, હ્રિદય રોગ, કેન્સર વગેરે જેવા અનેક મૃત્યુદાયક રોગ થઇ શકે છે. માટે તમે જો સ્વસ્થ રહેવા માંગતા હો તો તમારે આ બંને દુર્વ્યસનો નો  તુરંત ત્યાગ કરવો પડશે. વ્યાસનોથી મનુષ્ય ની સમાજ માં પણ પ્રતિષ્ઠા નથી રહેતી. પ્રારંભ માં તકલીફ પડી શકે છે, જો તમે અડગ રહેશો તો વ્યાસનો થી મુક્તિ મેળવવામાં તમને સફળતા જરૂર માળશેજ.

No comments:

Post a Comment