Saturday, September 15, 2012

યાદશક્તિ તેજ કેવી રીતે થાય ?

સારી અને તીવ્ર સ્મરણ શક્તિ માટે આપણને માનસિક અને શારીરિક રૂપે સ્વસ્થ, સબળ અને નીરોગી રહેવું પડે. માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ અને સશક્ત થયા વગર આપણી સ્મૃતિ ને સારી અને તીવ્ર નહિ બનાવી શકીએ.
એક વાતને બરાબર યાદ રાખો કે યાદશક્તિ આપના ધ્યાન અને મન ની એકાગ્રતા પર નિર્ભર કરે છે. આપને જેટલું વધારે એકાગ્રતાપૂર્વક ધ્યાન દઈશું એજ પ્રમાણે આપણી વિચારશક્તિ એટલીજ વધારે કેન્દ્રિત થશે. જે કાર્ય માં જેટલી અધિક તીવ્રતા, સ્થિરતા અને શક્તિ લગાવશું, એટલીજ ઊંડાણથી અને મજબૂતીથી એ કાર્ય આપણા સ્મૃતિ પટ પર અંકિત થઇ જશે.
સ્મ્ર્તુતીને જલાવવી એજ સ્મરણશક્તિ છે અને એને માટે જરૂરી છે સાંભળેલા અને વાંચેલા વિષયો નું વારંવાર મનન કરવું, અભ્યાસ કરવો.જે વાત આપણા ધ્યાન માં બરાબર આવતી રહે છે, એની યાદ જલ્વ્વાયેલી રહે છે અને જે વાત લાંબા સમય સુધી આપણા ધ્યાન માં નથી આવતી, એને આપને ભૂલી જઈએ છીએ. વિદ્યાર્થીઓ ને જોઈએ કે પોતાના અભ્યાસક્રમ ની પુસ્તકોને પુરા મનોયોગ સાથે એકાગ્રચિત્ત થઇ વાંચે અને વારંવાર નિયમિત રૂપે દોહરાવતા રહે. અનાવશ્યક વિચારો કરવાથી, ચિંતા કરવાથી, અનાવશ્યક વાતો કરવાથી, જુઠું બોલવાથી અથવા બહાનાબાજી કરવાથી તથા કાર્ય ના કાર્યો માં ગુથાયેલા રહેવાથી સ્મરણશક્તિ નષ્ટ થાય છે.

બુદ્ધિ ક્યાય બજારમાં મળતી વસ્તુ નથી, પણ અભ્યાસ થી પ્રાપ્ત કરવાની અને વધારવાની વસ્તુ છે. માટે તમને ભરપુર અભ્યાસ કરી બુદ્ધિ અને જ્ઞાન વધારવામાં જોડાઈ જવું જોઈએ.
વિદ્યા, બુદ્ધિ અને જ્ઞાન ને જેટલા ખર્ચ કરીએ એટલાજ વધતા જાય છે, જ્યારે ધન અથવા અન્ય પદાર્થ ખર્ચ કરવાથી ઘટે છે. વિદ્યા ની પ્રાપ્તિ અને બુદ્ધિ નાં વિકાસ માટે જેટલા પ્રયત્ન કરીએ, અભ્યાસ કરીએ એટલાજ આપણા જ્ઞાન અને બુદ્ધિ વધાતા જશે.

સતત અભ્યાસ અને પરિશ્રમ કરવા માટે એ જરૂરી છે કે તમારું શરીર સ્વક્સ્થ અને તાકતવર બન્યું રહે. જો અલ્પ શ્રમ માંજ આપ થાકી જશો તો વાંચવા -લખવામાં વધુ સમય મન નહિ લગાવી શકો, એને માટે નીચે પ્રમાણેના પ્રયોગો કરો:-
આવશ્યક સામગ્રી: શંખાવલી (શંખપુષ્પી) નું પંચાંગ વાંટી ઘુટીને, ચાલીને, ઝીણું ચૂર્ણ બનાવી એક શીશીમાં ભરી લો. ૨ બદામ અને તરબૂચ, કોળું, પતલી કાકડી અને આર્યા કાકડી ના બીયા (મગજતરી) ૫-૫ ગ્રામ, ૨ પીસ્તા, ૧ ખારેક, ૪ એલચી (નાની), ૫ ગ્રામ વરીયાળી, ૧ ચંચી માખણ અને એક ગ્લાસ દૂધ લેવું.
વિધિ:
રાતે બદામ, પીસ્તા, ખારેક અને મગજતરી ૧ કપ પાણીમાં રાતભર પલાળી રાખો. સવારે બદામની છાલ કાઢી એને થોડા પાણી સાથે પત્થર પર ઘસી લેવી અને એ લેપ ને એક કટોરીમાં ભરી લો. પછી પીસ્તા, એલચીના દાણા અને ખારેક ને ઝીણા કાપી ને કુટી નાખી એમાં ભેલી ડો. મગજતરી ને પણ એમાં ભેલી ડો. હવે એ બધાને બરાબર મેળવી ચાવી ચાવીને ખાઈ જાઓ. ત્યાર પછી ૩ ગ્રામ શંખપુષ્પી નું ઝીણું ચૂર્ણ માખણ સાથે ભેળવી ચાટી જવું અને એક ગ્લાસ હુફાલું દૂધ ૧-૧ ઘૂંટ કરીને પી જવું. અંત માં થોડી વરીયાળી મોઢામાં નાખી ધીરે ધીરે ૧૫-૨૦ મિનીટ સુધી ચાવતા રહો અને એનો રસ ચૂસતા રહો. ચૂસ્યા બાદ એને ગલી જાઓ.
લાભ:
આ પ્રયોગ દિમાગી તાકાત, તરવરાટ અને સ્મરણશક્તિ વધારવા માટે બેજોડ છે. સાથે એ શરીર માં શક્તિ અને સ્ફૂર્તિ વધારે છે. સતત ૪૦ દિવસ સુધી સવારે નિત્ય કર્મો થી પરવારી ખાલી પેટે એનું સેવન કરી તમે ચમત્કારિક લાભ જોઈ શકો છો.

આ પ્રયોગ કર્યાના બે કલાક પછીજ  ભોજન કરવું. ઉપરોક્ત બધાજ દ્રવ્યો ગાંધી અથવા દવાની દુકાન માં મળી જશે, એક સાથે બધા દ્રવ્યો લાવી રોજ ૧૫-૨૦ મિનીટ નો સમય તૈયાર કરવામાં ગાળો. આ પ્રયોગ ને ૪૦ દિવસ થી વધારે દિવસ સુધી કરી શકો છો અથવા ધારો ત્યાં સુધી કરી શકો છો.

અન્ય એક પ્રયોગ :
એક ગાજર અને લગભગ ૫૦-૬૦ ગ્રામ કોબીજ (૧૦-૧૨ કોબીજ ના પતા) કાપી પ્લેટમાં લેવી. એના પર લીલા ધાના (કોથમીર) કાપીને નાખો. પછી એમાં સિંધવ મીઠું, કાળા મારી નો ભૂકો અને લીંબુ નો રસ મેળવી ખુબ ચાવીને નાસ્તા ના રૂપમાં ખાઓ, ભોજન સાથે એક ગ્લાસ છાસ પીવાનું રાખો.

સાવચેતી:
રાતે ૯ વાગ્યા પછી વાંચવા માટે જાગરણ કરો તો અડધા અડધા કલાક ના અંતરે અડધો ગ્લાસ ઠંડુ પાણી પિતા રહેવું. એનાથી જાગરણ ને કારણે થનાર વાત પ્રકોપ નહિ થાય. આમતો રાત્રે ૧૧ વાગ્યા પછી સુઈ જવું હિતાવહ છે.
આડા પાડીને કે ઝૂકીને બેસી ના વાંચવું. કમરમાં કરોડરજ્જુ સીધી રાખીને બેસવું. એનાથી આળસ અથવા ઊંઘ નહિ આવે અને સ્ફૂર્તિ જલ્વ્વાયેલી રહેશે. સુસ્તી મહેસુસ થાય તો ઉભા થઇ થોડા ડગલાં ચાલવું. ઊંઘ ઉડાડવા માટે ચાય કે સિગારેટ નું સેવન ક્યારેય ના કરવું.

No comments:

Post a Comment