Saturday, September 15, 2012

ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મ ના ઉદ્દેશ્ય

      ભગવદગીતા માં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે એમના જન્મ ના ઉદ્દેશ્ય ને જે મનુષ્ય બરાબર સમજી લે છે, એ પરમાત્મા ની પ્રાપ્તિ કરી લે છે. ભગવાન નો જન્મ કોઈ સામાન્ય મનુષ્ય ની જેમ નથી, જેને પાછલા જન્મ ના કર્મોને આધારે ભૌતિક શરીર ધારણ કરવા માટે બાધ્ય થવું પડે છે. ભગવાન પોતાની ઈચ્છા થી પ્રગટ થાય છે. એ સમય નક્ષત્રો પણ અનુકુળ બની જાય છે. કૃષ્ણ જન્મ સમયે બધા ગ્રહ અનુકુળ થઇ ગયેલા. એ સમયે પૂર્વ, પશ્ચિમ, દક્ષીણ, ઉત્તર બધી દિશાઓ માં શાંતિ અને સમ્મ્પન્ન્તા નું વાતાવરણ હતું.
          પૃથ્વી પર બધા ગ્રામો નગરો માં જન જન ના મનમાં સૌભાગ્ય ના લક્ષણ દેખાઈ રહ્યા હતા. નદીઓ જળથી પૂર્ણ થઇ પ્રવાહિત થઇ રહી હતી અને સરોવરો માં સુંદર કમળ ખીલ્યા હતા. જંગલ પક્ષીઓ થી પરિપૂર્ણ થઇ ગયા. હવા પોતાની સાથે વિવિધ પુષ્પોની સુગંધ લઈને મંદ મંદ વહી રહી હતી, જેનો સુખદ સ્પર્શ મનુષ્યો ના મનને મોહિત કરી રહી હતી. એનો અર્થ એ થયો કે બધી તરફ આનંદ નું વાતાવરણ વ્યાપ્ત હતું. કૃષ્ણ અવતાર લેતા પહેલા ભગવાન વિષ્ણુ અંધારી રાતે ભગવાન ના રૂપે માતા દેવકી સમક્ષ પ્રગટ થયા. વસુદેવે જોયું ભગવાન ના ચાર હાથ છે, જેમાં શંખ, ચક્ર, ગાળા અને પદ્મ (કમળ નું ફૂલ) ધારણ કરેલ હતું. તેઓએ કૌસ્તુભ મણી ની માળા પહેરી હતી. પીતાંબર પહેરેલ એમનું શરીર ચમકતા શ્યામ વાદળ સમાન ભાષી રહ્યું હતું. આ અદ્ભુત રૂપને જોઈ વસુદેવ આશ્ચર્યચકિત થઇ ગયા. નવજાત શિશુ આમ આભૂષિત કેવી રીતે હોય શકે છે? માટે તેઓ સમજી ગયા કે ભગવાન કૃષ્ણ પ્રગટ થઇ ચુક્યા છે અને તેઓ અભિભૂત થઇ ગયા. વસુદેવ ને આશ્ચર્ય એ વાતનું થયું કે ભગવાન વિષ્ણુ પોતાના મૂળ રૂપે એમના ઘરે શિશુ રૂપે કેવી રીતે પ્રગટ થયા? વાસુદેવ વારંવાર એ બલ્લાકને જ નિહારી રહ્યા હતા. જ્યારે વસુદેવ ને વિશ્વાસ થઇ ગયો કે નવજાત શિશુ શક્શત શ્રી બાગવાન છે, ત્યારે તેઓ બંને હાથ જોડી એમની સ્તુતિ કરવા લાગ્યા. એ સમયે વસુદેવ દિવ્ય સ્થિતિ માં હતા, જેનાથી એમના મનમાં કંસ પ્રત્યે નો ભય જતો રહ્યો.
          જે કક્ષ માં નવજાત શિશુ ઉત્પન્ન થયું હતું, એ કક્ષ એના તેજ થી દેદીપ્યમાન હતો. ત્યારે વસુદેવે પ્રાર્થના કરવી આરંભ કરી કે હે ભગવાન હું જાણું છું આપ કોણ છો. આપ સમસ્ત જીવોના પરમાત્મા તથા પરમ સત્ય શ્રી ભગવાન છો. હું એ પણ જાણું છું કે આપ અમને સૌને કંસ ના ભય થી મુક્ત કરાવવા પ્રગટ થયા છો. વસુદેવ ભગવાન ની સ્તુતિ કરતા કહે છે, કદાચિત આપ દેવકીના ગર્ભમાં  શિશુ રૂપે પ્રગટ થયા છો પણ તમે એનાથી બહાર પણ વિરાજમાન છો.
          આપ સદૈવ તમારા ધામ માં રહો છો, છતાં પણ તમે કરોડો રૂપો માં પોતાનો વિસ્તાર કરી શકો  છો. મનુષ્યો ને તમારા ને સત્ય રૂપે સમજવું પડશે. તમે સૂર્ય ની માફક  ભૌતિક શક્તિના એવાજ મૂળ સ્ત્રોત છો.
          વેદોનું કથન છે કે પરબ્રહ્મ પોતાનું તેજ પ્રગટ કરે છે, જેના ફળસ્વરૂપે પ્રત્યેક વસ્તુ પ્રકાશિત હોય છે. બ્રહ્મ-સંહિતા થી સમજાય છે કે બ્રહ્મજ્યોતી પરમેશ્વરના શરીર થી નીકળે છે અને એજ બ્રહ્માંજ્યોતી થી સમસ્ત શ્રુષ્ટિ ઉત્પન્ન થઇ છે. 
          વાસ્તવ માં ભગવદગીતા માં એવું કહેવાયું છે કે ભાગવાનાજ બ્રહ્મજ્યોતી ના આધારસ્તંભ છે. માટે શ્રી ભગવાન પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપે સર્વત્ર વિદ્યમાન છે. તેઓ આ શ્રુષ્ટિ ની ભીતર પણ છે. વૈદિક સિદ્ધાંત પ્રમાણે, આપણે પરમાત્મા એટલે દરેક વસ્તુના મૂળ કારણ ની શોધ કરવી જોઈએ, કારણ પરમાત્મા થી ઉપર કંઇજ નથી.
          ખરેખર તો એમનો અવતાર તથા એમના અવતારકાર્ય તમામ ભૌતિક ગુણો ના પ્રભાવથી પર છે. જોકે આપ પ્રત્યેક વસ્તુ ના નિયામક તથા પરબ્રહ્મ છો, માટે તમારામાં કંઈ પણ અકલ્પનીય કે વિરોધાભાષી નથી. આપ પરબ્રહ્મ છો તથા સમસ્ત નિયમો આપ્માજ સ્થિત છે, માટે પ્રકૃતિ ના તમામ કાર્યકલાપ તમારા દ્વારાજ સંચાલિત થાય છે. પણ એમાંથી કોઈ પણ કાર્યકલાપ તમારા પર બીન્દુ માત્ર પણ પ્રભાવ નથી પાડી શકતા.   
          આમ તો તમે શુકામ કહેવાવો છો. શુક્લમ પરમ સત્ય નો પ્રતીકાત્મક ભાવ છે, કારણ એ છે કે ભૌતિક ગુણો થી એ પ્રભાવિત નથી થતા. બ્રહ્માજી રક્ત અથવા લાલ કહેવાય છે, કારણ કે સર્જન માટે તેઓ રજોગુણ નું પ્રતિનિધિત્વ કરે છે. તમસ શિવજી ને ભાગે છે, કારણ તેઓ સંપૂર્ણ શ્રુષ્ટિ નો સંહાર કરે છે. આ સમસ્ત જગત નું સર્જન, સંહાર તથા પાલન તમારી શક્તિઓ દ્વારા જ સંપન્ન થાય છે. પણ તમે અ ગુણો થી પ્રભાવિત થતા નથી. જેમ વેદો દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યું છે કે નિર્ગુણ સાક્ષાત- શ્રી હારી હંમેશા બધા ભૌતિક ગુણો થી મુક્ત હોય છે. એવું પણ કહેવાય છે કે પરમેશ્વર માં રજો અને તમો ગુણ નો અભાવ હોય છે.
[સ્વામી વિદુર દાસ,  ઇસ્કોન્સંસ્થાપક સ્વામી પ્રભુપાદ નું પુસ્તક 'કૃષ્ણ' ના સંપાદિત અંશ]

No comments:

Post a Comment