Saturday, September 15, 2012

અભિપ્રાય આપતા પહેલા............

અહી બે પ્રેરક પ્રસંગો લખું છું જેનાથી આપણને સમજ પડે કે અભિપ્રાય કેવી રીતે અને ક્યારે આપવો, કે આપવો જરૂરી છે?
(૧)
એક નવપરિણીત યુગલ નવા મકાન માં રહેવા ગયા. બીજે દિવસે સવારે તેઓ ચા નાસ્તો લઇ રહ્યા હતા ત્યારે અચાનક પેલી નવોઢા એ પડોસણ ને ધોએલા કપડા સુકવતી જોઈ.
એના મોઢા માંથી નીકળી ગયું જુઓ પેલી આપણી પડોસણ ને કપડા ધોતા નથી આવડતું અથવા એણે કોઈ સારો કપડા ધોવાનો સાબુ ઉપયોગ માં લેવો જોઈએ. એના પતિએ એ જોયું પણ શાંત રહ્યો. જ્યારે જ્યારે પેલી પડોસણ કપડા ધોઈ ને સુકાવા નાખે પેલી નવોઢા સ્ત્રી હંમેશા એવું બોલેજ પેલી આપણી પાડોસણને કપડા ધોતા નથી આવડતું લગભગ એક માસ વીત્યે પેલી નવોઢા એકદમ આશ્ચર્ય માં પડી ગઈ એણે જોયું પેલી પડોસને ધોઈને સુકાવા નાખેલા કપડા એકદમ ચોક્ખા અને સરસ ધોવાયેલા હતા, એના મોઢા માંથી સહસા નીકળી ગયું "જુઓ આપણી પડોસણ ને કપડા ધોતા આવડી ગયું, કોને શીખવ્યું હશે?"
પેલી નવોઢાનો પતિ બોલ્યો "આજે સવારે વહેલા ઉઠીને મેં આપણી બારીના કાંચ સાફ કર્યા છે!" અને આવુજ આપણા જીવન માં પણ
બનતું હોય છે : જયારે જોતી વખતે આપણે જે જોઈએ છીએ તે હકીકતમાં હોતું નથી પણ એ આપણે જે નજર રૂપી બારી થી જોઈએ છીએ એ કેટલી ચોક્ખી છે એને પર આધાર રાખે છે.
(૨)
એકવાર ટ્રેન (રેલગાડી) માં એક આધેડ પિતાની સાથે એનો યુવાન પુત્ર મુસાફરી કરતા હતા અને એની સામી બેઠક પર એક બીજો યુવાન બેઠેલો હતો, થોડી થોડી વારે પેલો પિતાની સાથે બેઠેલો યુવાન નાના બાળક ની જેમ ઉત્સાહમાં આવી જઈ એના પિતા ને કહે પપ્પા જુવો પેલા ઝાડ કેટલા ઝડપથી દોડતા જાય છે, પેલી ગાડી કરતા અપને આગળ નીકળી ગયા વગેરે વગેરે. આ બધું જોઈ ને પેલા  સામેની સીટ પર બેઠેલા  યુવાન ને થોડું અજુકતું લાગ્યું અને એને પેલા આધેડ મહાશય ને કહ્યું આ તમારો દીકરાની ઉમર શું હશે? પેલા આધેડ વ્યક્તિએ જવાબ આપ્યો ૨૪ વર્ષ, તરતજ પેલા યુવાને સલાહ આપી કે ઘણી વાર થી હું જોઈ રહ્યો છું તમારો દીકરો કૈંક અજુકતું વર્તન કરી રહ્યો છે, તમને નથી લાગતું એને કોઈ મોટા શહેર માં લઇ જઈ સારા માંનોચીલ્કીત્સક ને બતાવવું જોઈએ ?
તરતજ પેલા પિતાએ કહ્યું હા ભાઈ હું એને અત્યારે ડોક્ટર પાસેથીજ લઈને આવી રહ્યો છું પણ કોઈ મનોચિકિત્સક નહિ કારણ એ જન્મ થી આંધળો હતો અને કોઈની દાન મળેલી આંખ થી આજેજ એ દેખતો થયો છે અને આ બધું એ પહેલી વાર જોઈ રહ્યો છે, માટે એ આવું વર્તન કરી રહ્યો છે.
પેલા પિતા નો જવાબ સાંભળી ને પેલો યુવાન અવાક બની ગયો અને એની પાસે માફી માંગવા સિવાય કોઈ વિકલ્પ નહતો બચ્યો.

હમેશા કોઈને માટે કઈ પણ અભિપ્રાય આપતા પહેલા આપણે આપણા મન ની સ્થિતિ ચકાસી લેવી જોઈએ અને આપણી જાતને પૂછી લેવું કે સામેવાળા ની પરિસ્થિતિ શું હશે, સામે વાળાને માટે કઈ પણ બોલતા પહેલા આપણે એનામાં રહેલી સારપ ને જોઈ શકીએ એટલા ચોક્ખા છીએ?

 

No comments:

Post a Comment