Thursday, September 20, 2012

હર્તાલીકા ત્રીજ

ભાદરવા સુદ તૃતીયા ને હર્તાલીકા ત્રીજ પણ કહેવાય છે. આ વ્રત સાથે જોડાયેલી કથા આ પ્રમાણે છે.ધર્મ ગ્રંથો અનુસાર આ વ્રતની કથા ભગવાન શંકરે પાર્વતી ને એના પૂર્વ જન્મ નું સ્મરણ કરાવા માટે કહી હતી.


પાર્વતી એના પૂર્વ જન્મ માં રાજા દક્ષ ની પુત્રી સતી હતા. એ જન્મ માં તેઓ ભગવાન શંકર ના પ્રિય પત્ની હતા. એક વાર સતી ના પિતાએ (દક્ષે) એક મહાન યાગ્ય નું આયોજન કર્યું, પણ એમાં દ્વેષપૂર્ણ ભાવથી ભગવાન શંકરને આમંત્રિત નહાતા કર્યા. જ્યારે આ વાતની જાણ સતીને થઇ તો એમને ભગવાન શંકરને યજ્ઞમાં જવાની વાત કહી પણ ભગવાન શંકરે આમંત્રણ વિના એ યાગ્ય માં જવાની નાં કહી દીધી. ત્યારે સતી સ્વયમ યાગ્ય માં ભાગ લેવા ચાલી નીકળ્યા. ત્યાં એમણે પોતાના પતિ શિવ નું અપમાન થવાને કારણે અગ્નિ માં દેહ ત્યાગી દીધો.

આગલા જન્મ માં સતીનો જન્મ હિમાલય ર્રાજા અને એમની પત્ની મેનાવતી ને ત્યાં થયો. બાલ્યાવસ્થા માજ પાર્વતી ભગવાન શંકર ની આરાધના કરવા લાગી એમને પતિ રૂપે પામવ માટે ઘોર તપસ્યા કરવા લાગી. આ જોઈ એના પિતા હિમાલય ખુબજ દુઃખી થયા. હિમાલયે પાર્વતીનો વિવાહ ભગવાન વિષ્ણુ સાથે કરવાનો વિચાર કર્યો પણ પાર્વતીએ ભગવાન શંકર સાથેજ વિવાહ કરવા માંગતી હતી. પાર્વતીએ આ વાત એની સખીને જણાવી માટે એની સખી એને ઘોર વન માં લઇ ગઈ.
પાર્વતીએ જંગલ માં માટીનું શિવલિંગ બનાવ્યું અને કઠોર તપસ્યા કરી જેનાથી ભગવાન શંકર પ્રસન્ન ઠસ્યા. એમેન પ્રગટ થઇ પાર્વતીને વરદાન માંગવા કહ્યું, પાર્વતીએ ભગવાન ને પોતાને એમની ધર્મપત્ની બનાવવાનું વરદાન માંગ્યું જે ભગવાન શંકરે સ્વીલાર કર્યું. આ રીતે માતા પાર્વતીને ભગવાન શંકર પતિ રૂપે પ્રાપ્ત થયા.

ધર્મ ગ્રંથો પ્રમાણે વિધિ-વિધાન થી હરતાલિકા ત્રીજ નું વ્રત કરવાથી કુંવારી કન્યાઓ ને માંન્ચાયો પતિ પ્રાપ્ત થાય છે સાથેજ વિવાહિત મહિલાઓને અખંડ સૌભાગ્ય ની પ્રાપ્તિ થાય છે. 
વ્રત ની વિધિ આ પ્રમાણે છે :-
વિધિ : અ દિવસે મહિલાઓ નિર્જળા (કંઈપણ ખાધા પીધા વગર) રહીને વ્રત કરે છે. અ દિવસે ભગવાન શંકર-પાર્વતીની રેતીની પ્રતિમા બનાવી પૂજન કરવામાં આવે છે.પોતાના ઘર ને સાફ અને સ્વચ્છ કરી તોરણ-મંડપ વિગેરે થી સજાવી એક બાજોઠ પર સુધ્ધ માટીમાં ગંગાજળ મેળવી શિવલિંગ, રિદ્ધિ-સિદ્ધિ સહીત ગણેશ, પાર્વતી અને એની સખી ની આકૃતિ (પ્રતિમા) બનાવવી. પ્રતિમાઓ બનાવતી વેળા ભગવાન નું સ્મરણ કરવું. દેવતાઓ નું આહ્વાન કરી ષોડશોપચાર પૂજન કરવું. આ વ્રત નું પૂજન રાત્રિભર ચાલે છે. આ દરમિયાન મહિલાઓ જાગરણ કરે છે, અને કથા-પૂજન ની સાથે કીર્તન પણ કરે છે. 

પ્રત્યેક પહોરમાં ભગવાન શિવને બધીજ પ્રકારના પાન જેવા કે - બિલ્વ પત્ર, આંબાના પાન, ચંપાનું પાન, અને મુખ્યત્વે કેવડો અર્પણ કરવામાં આવે છે. આરતી અને સ્તોત્ર દ્વારા આરાધના કરવામાં આવે છે.

- ભગવતી ઉમા માટે નિમ્ન મંત્રોનો પ્રયોગ કરવો :
ऊँ उमायै नम:, ऊँ पार्वत्यै नम:, ऊँ जगद्धात्र्यै नम:, ऊँ जगत्प्रतिष्ठयै नम:, ऊँ शांतिरूपिण्यै नम:, ऊँ शिवायै नम:

- ભગવાન શિવની આરાધના આ મંત્રો થી કરવી:
ऊँ हराय नम:, ऊँ महेश्वराय नम:, ऊँ शम्भवे नम:, ऊँ शूलपाणये नम:, ऊँ पिनाकवृषे नम:, ऊँ शिवाय नम:, ऊँ पशुपतये नम:, ऊँ महादेवाय नम:

પૂજન બીજા દિવસે સવારે સમાપ્ત થાય છે, ત્યારે મહિલાઓ પોતાનું વ્રત અન્ન (જળ)પાણી ગ્રહણ કરી તોડે છે.

No comments:

Post a Comment